________________
પ્રસ્તાવના
પ્રથમ સ્કંધમાં સોળ અધ્યયને છે, તે ત્રણ ભાગમાં પૂર્વે ગુજરાતી ભાષાંતર કર્યું છે, આ ચેથા ભાગમાં બે અધ્યયન લીધાં છે. પ્રથમ પડીક અધ્યયન છે, તેમાં પુંડરીક કમળની ઉપમાથી મેક્ષ લેવાનું છે, અને તે મિક્ષ આરાધક ઉત્તમ કુળમાં જન્મેલ રાજા વિગેરે છે તેને પ્રતિબંધ કરવા જતાં કાદવમાં ઉપદેશક ખુંચી જાય છે, તે પોતે દુઃખી થાય. છે, જેઓ કાદવમાં ખુંચતા નથી તે સુખી થાય છે, અને સંસારને તરે. છે, નિર્યુક્તિની ૧૪૨ થી ૧૬૪ ગાથાઓ છે, મૂળ સૂત્રોનો આંક પંદર છે, ટીકાનું લખાણ ૧૦૩૦ શ્લેક પ્રમાણ છે, પુંડરીક કમળ સૌથી સર્વોત્તમ છે. તેમ રાજ્યપદ સર્વોત્તમ છે, તેવું મેક્ષનું સુખ સર્વોત્તમ છે, તેમ સાચી સાધુતા સર્વોત્તમ છે, ઉપદેશક પોતે નિર્મળ આત્મા હેય સંસારની મેહક વસ્તુને રાગી ન હોય, તે પિતે વીતરાગ અવસ્થામાં રહીને રાજાને પ્રતિબોધ કરી શકે છે, તેથી રાજના અનુયાયીઓને પણ લાભ થાય છે, સંસારમાં જે ભોગ વિલાસ છે, તે કાદવ જેવા છે, તેમાં ખેંચી રહેલા સંસારી જીવો છે, તેમાં જે. નિસ્પૃહ જ્ઞાની સાધુ હોય તે જ કાદવમાં ન ખુંચે, ન પાણીમાં ડુબે, પણ દૂરથી પુંડરીક કમળને આકર્ષણ કરી શકે છે, એટલે આ મહદ અધ્યયનને સાર આ છે કે પોતે ઉપદેશ દેવા જતા પહેલાં પિતાને આત્મા સાચી વીતરાગ દશાને પમાડવો જોઈએ, અને સંસારમાં જેટલા મતવાળા છે, તે કઈ અપેક્ષાએ કયા નયને અનુસરી પિતાને મત ચલાવે છે, તે જાણ્યા પછી જ પરસ્પર સાપેક્ષ વચન સમજાવીને . દરેકને લીધે માર્ગ દેરવા જોઈએ, આ અધ્યયનમાં સંક્ષિપ્તથી બધા: મતોનું વર્ણન બતાવ્યું છે, તેમની યુક્તિઓ પણ બતાવી છે તેમ તેમનું સમાધાન પણ કરી બતાવ્યું છે,