________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 26. સૂતકમાં શ્રીજિનપૂજા ન થાય તેવી માન્યતા ખરતરગચ્છની છે : તપાગચ્છ તેવું માનતો નથી. આ બંનેના પ્રામાણિક આધાર ગ્રંથોઃ તપાગચ્છમાં આજે જે રીતે જોરશોરથી સૂતકના નામે શ્રી જિનપૂજા બંધ કરાવવાનો પ્રચાર ચાલી પડ્યો છે તે સાંભળીને આજની નવી પેઢી તો એમ જ સમજી લેશે કે તપાગચ્છમાં સૂતકના દિવસોમાં આખા ઘરથી પૂજા થાય જ નહિ. તપાગચ્છની આ પરંપરા છે. એમાં જો એને એવું સાંભળવા મળે કે સૂતકમાં જિનપૂજા ન કરવાનો મત તો ખરતરગચ્છનો છે, તપાગચ્છ તો સૂતકમાં જિનપૂજા સ્નાન કર્યા પછી થાય તેવું માને છે તો એને ભારે આશ્ચર્ય થાય. સંશય પણ તેને પેદા થાય કે શું ખરેખર આવું હશે કે આ એક ગપ્પાબાજી છે ? કોઈ હા કહે અને કોઈ ના કહે તેમાં તો પ્રશ્ન વધુ ગુંચવાતો જાય. ખરેખર ખરતરગચ્છની માન્યતા કઈ છે? અને ખરેખર તપાગચ્છની માન્યતા કઈ છે ? તે મારી-તમારી માન્યતાથી નક્કી કરવાને બદલે સદીઓ જૂના ગ્રંથોના આધારે તપાસીએ તો સત્ય સારી રીતે બહાર આવે. તમે પણ કદાચ સાંભળ્યું હશે કે “સૂતકમાં જિનપૂજા બંધ કરવાની માન્યતા ખરતરગચ્છની છે એવો પ્રચાર આજનો નવો છે. ખરેખર તો ખરતરગચ્છ-તપાગચ્છ બંનેની માન્યતા આ વિષયમાં સમાન છે.” આ વિષયમાં પણ આપણે જૂના ગ્રંથો જોઈએ તો જ સાચી માહિતી મળે. ચાલો, આપણે એ પ્રાચીન ગ્રંથો જોઈએ. તપા-ખરતર ભેદ અને પ્રશ્નોત્તર ચત્વારિશત્ શતક શ્રી હીરપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્ન તો લગભગ પાંચ સદી પહેલાના તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંતના પ્રશ્નોત્તર ગ્રંથો છે. તે સમયની તપાગચ્છની સામાચારી કઈ હતી તે આ અધિકૃત ગ્રંથો દ્વારા સારી રીતે જાણી શકાય છે. પરંતુ એને જોતા પહેલા આપણે તપા-ખરતરભેદ અને પ્રશ્નોત્તર ચવારિંશત્ શતક નામે આજે પ્રકાશિત થયેલ લગભગ પાંચસો વર્ષ પ્રાચીન સાહિત્યને જોઈએ. એને વાંચ્યા પછી શ્રીહરિપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્નના