________________ 132 થઈ જાય છે માટે પછી પૂજા કરવામાં કોઈ દોષ નથી. શ્રેયસ : આવું કોઈ શાસ્ત્રમાં વિધાન મળે છે? આચાર્યશ્રી H લૌકિક અને લોકોત્તર બંને શાસ્ત્રોમાં આ વિધાન મળે છે. લૌકિકશાસ્ત્રમાં મનુસ્મૃતિ નામનું શાસ્ત્ર છે તેમાં જણાવ્યું છે કે “ચંડાળ, રજસ્વલા (M.C.વાળી) સ્ત્રી, પ્રસૂતા સ્ત્રી, મૃતક કે મૃતકને અડનાર આમાંથી કોઈનો પણ સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવાથી શુદ્ધિ થઈ જાય છે. જ્યારે આપણા શાસ્ત્રોમાં શ્રી આચાર દિનકરમાં લખ્યું છે કે “પંચેન્દ્રિય મૃતકનો સ્પર્શ કરનાર ગૃહસ્થ સ્નાન કરે એટલે શુદ્ધ થઇ જાય છે.” શ્રેયસ : આટલો સ્પષ્ટ શાસ્ત્રપાઠ છે તો પછી પૂજાની ના કેમ પાડવામાં આવે છે? આચાર્યશ્રી : આગમોમાં પણ મૂર્તિપૂજાનો ઉલ્લેખ હોવાછતાં નાપાડનારા ના પાડે જ છે ને? આપણે કોઈને અટકાવી શકીએ છીએ? જેમ મૂર્તિપૂજાને આપણે માન્ય ગણીએ છીએ. ના પાડનારાની વાત સ્વીકારતા નથી. એ જ રીતે સૂતકના નામે પૂજાની ના પાડનારાને અટકાવી ન શકીએ તોય તેમની વાતનો સ્વીકાર તો ન જ કરીએ ને ! - શ્રેયસ : એટલે તો ઘરમાં મૃત્યુ થાય તો પણ સ્નાન કરીને પૂજા થાય, બરાબર ને? આચાર્યશ્રી : હા, સ્નાન કરીને પૂજા થાય. શાસ્ત્રકારો તેમાં સંમત છે. શ્રેયસ : મૃતકને અડ્યા હોય તેનાથી પૂજા થાય? આચાર્યશ્રી : સ્નાન કરવાથી મૃતકને અડ્યાની અશુદ્ધિ દૂર થાય છે તેથી તેઓ જિનપૂજા કરી શકે છે. શ્રેયસ : સ્મશાનયાત્રામાં ગયા હોય તો પૂજા થાય? આચાર્યશ્રી : એમાં મૃતકને અડેલાઓનો સ્પર્શ થવાની સંભાવના છે તેથી સ્નાન કર્યા પછી શુદ્ધ થવાય અને પછી પૂજા કરાય. શ્રેયસ : ચિતાનો ધૂમાડો લાગ્યો હોય તો? આચાર્યશ્રી : સ્નાન કરવાથી તેની પણ શુદ્ધિ થાય છે માટે પૂજા થાય.