________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 131 શ્રેયસ, ઉપયોગપૂર્વક વહોરાવનાર શ્રાવક અને ઉપયોગપૂર્વક વહોરનાર મહાત્મા માટે ગમે તેમ વિચારવું, બોલવું કે પ્રચારનું મહાપાપ છે માટે સાવધ રહીને આવા રસ્તે ચઢી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખજે. શ્રેયસ : આવી વાતો તો મને સમજાવવામાં આવી જ નથી. અમને તો એવું શીખવ્યું કે “આ સાધુઓ તો સુવાવડીનો શીરો ખાવાના લાલચું છે. ઘરે આવે તો ના પાડી દેવાની કે તમારાથી વહોરાતું હોય તો ય અમે નહિ વહોરાવીએ.” તમે દોષમાં નહિ પડો. સારું થયું આપે મને વિસ્તારથી સમજાવ્યું. આચાર્યશ્રી : શ્રેયસ, માર્ગને વિપરીત રૂપે રજુ કરવામાં આવતો હોય તો અમે શુદ્ધ માર્ગ કયો છે તે બતાવીએ છીએ. અંગત અણછાજતા વિધાનો કરવામાં અમને જરાય રસ નથી. કોઇક આવા અયોગ્ય માર્ગે ઉતરી પડ્યો હોય તો પણ અમે તેની ભાવ દયા ચીંતવીએ છીએ. અમે તો નહિ વહોરાવીએ' એવું કહેનારાને પણ પ્રેમથી ધર્મલાભનો આશિષ આપીને પાછા વળી જઈએ છીએ. હઠાગ્રહપૂર્વક ના પાડનારના ઘરે વહોરવું જ એવું અમને ન શાત્રે શીખવ્યું છે કે ન તો અમારા ગુરુએ શીખવ્યું છે. ન વહોરાવનારાની કોઈ ચર્ચા કરવાનો પણ અમને રસ નથી. સાધુને સામે ચાલીને સહન કરવા યોગ્ય 22 પરિષદોમાં અલાભ પરિષહ તો કંઈ જ ન ગણાય. તેનાથી પણ આકરા પરિષદો સમતાથી સહન કરવાનું પરમાત્માએ ફરમાવ્યું છે. માટે આવી વાતોને જરાય મહત્ત્વ આપવાનું ન હોય. શ્રેયસ : હવે મરણ સૂતકની વાત પૂછું છું. ઘરમાં કોઈનું મરણ થયું હોય તો તો પૂજા ન જ થાય ને? આચાર્યશ્રી શ્રી સેનપ્રશ્નમાં સમાધાન છે કે જન્મ-મરણ સૂતકમાં સ્નાન કર્યા પછી પૂજા થઈ શકે છે. શ્રેયસ : પણ સાહેબ, મડદાને અડ્યા હોઈએ એટલે અશુદ્ધિ તો થાય જ ને ? તો પછી પૂજા શી રીતે થાય? આચાર્યશ્રી : મૃતકનો સ્પર્શ થવાથી અશુદ્ધિ થઈ માટે જ તો સ્નાનની જરૂર પડે છે. સ્નાન કરે એટલે મૃતકના સ્પર્શથી થયેલ અશુદ્ધિનું નિવારણ