Page #1
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ લેખક પરમ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્ર-રવિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના કૃપાપાત્ર તેજસ્વી પટ્ટધર જિનાજ્ઞા પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયદર્શનસૂરીશ્વરજી મહારાજા પ્રકાશક શ્રી જિનાજ્ઞા પ્રકાશન
Page #2
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ શ્રી જિનેશ્વર પરમાત્મા જિનશાસનના કેન્દ્રસ્થાને છે. તે તારકોએ સ્થાપેલ ચતુર્વિધ શ્રી સંઘ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા-ભક્તિ વિના રહી શકે નહિ. સાધુ અને સાધ્વી ભાવપૂજાના અધિકારી છે. શ્રાવક અને શ્રાવિકા દ્રવ્યપૂજા અને ભૂમિકા મુજબની ભાવપૂજાના અધિકારી છે. સાધુ-સાધ્વીઓ ભગવાનની આજ્ઞાપાલન સ્વરૂપ સાધુજીવન જીવે છે તે જ તેમની ભાવપૂજા છે જ્યારે શ્રાવક-શ્રાવિકા સંઘ ભગવાનની દ્રવ્યપૂજાનો અધિકારી હોવાથી પોતાની ગૃહસ્થજીવનમાં રહેલી ઉત્કૃષ્ટ સામગ્રી દ્વારા પ્રભુપૂજા કરે. આવી જિનપૂજામાં પંચોપચારી, અષ્ટપ્રકારી, સત્તરપ્રકારી આદિનો સમાવેશ થાય છે. આમાં વર્તમાનકાળમાં અષ્ટપ્રકારી પૂજાનો માર્ગ ખૂબ જ વ્યાપક છે. જે દિવસે જિનપૂજા ન થાય તે દિવસ શ્રાવકને નિષ્ફળ ગયો હોય તેવી લાગણી થાય છે. મનમાં ખાલીપો લાગે અને દિવસ બેકાર ગયાની ગમગીની થાય. એક પણ દિવસ જિનપૂજા વિનાનો જાય તે જિનભક્ત શ્રાવકને પસંદ પડે નહિ. માટે જ શ્રાવક એટલો સાવધાન બનીને જીવે કે પોતાની કોઈ ભૂલના કારણે જિનપૂજા માટે પોતે અયોગ્ય ન બને, જિનપૂજા છોડવી ન પડે. આ જિનપૂજાનો માર્ગ અવિચ્છિન્નપણે ચાલતો જ આવ્યો છે તેમાં આ દુષમકાળમાં હુંડા અવસર્પિણીકાળના પ્રભાવે વિ. સં. 1508 આસપાસમાં શ્રી જિનપૂજાના પવિત્ર તારકમાર્ગનો નાશ કરનારો કુમત લોંકાશાહથી શરુ થયો. ‘શ્રી જિનપૂજામાં હિંસા થાય છે માટે શ્રાવકે જિનપૂજા કરવી નહિ, જિનપૂજા સાવદ્ય છે માટે પાપબંધ થાય છે.” આવો કુમત તેણે પ્રવર્તાવ્યો. ઘણા અણસમજુ આત્માઓ એ મતમાં તણાઈને શ્રી જિનપૂજાના પરમપવિત્ર ભવનિતારક કર્તવ્યથી વંચિત રહ્યા. આજે પણ સ્થાનકવાસી તરીકે ઓળખાતા પંથમાં જિનપૂજામાં પાપ માનવાની કુમાન્યતા એવી પ્રવર્તે છે કે તેઓ સ્વયં તો જિનપૂજા કરતા નથી પણ જિનપ્રતિમા - જિનમંદિર - જિનપૂજા વગેરે માટે ભયંકર જિન આશાતના કરનારા વચનો બોલે છે અને સ્વ-પરનો સંસાર વધારી રહ્યા છે. આપણા પૂર્વાચાર્યોએ આ વિષયની વિશદ વિચારણા કરીને
Page #3
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ શ્રાવક માટે દ્રવ્યપૂજા કેવી હિતકારી છે તેની શાસ્ત્રાધારે જોરદાર રજુઆત કરી છે તેના પ્રભાવે ઘણા ધુરંધર સ્થાનકવાસીઓ પણ એ કુમતનો ત્યાગ કરી મૂર્તિપૂજાના શાશ્વતમાર્ગનો સ્વીકાર કરનારા બન્યા. ન્યાયાભાનિધિ પૂ. આ. ભ. શ્રી આત્મારામજી મહારાજા એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આજે તો ઘણા સ્થાનકવાસીઓ જિનમંદિરમાં જતા અને દર્શન કરતા થતા જાય છે. આમ છતાં જે ક્ષેત્રમાં આ વિષયનું ઘોર અજ્ઞાન પ્રવર્તે છે ત્યાં હઠાગ્રહીઓ જિનમંદિરમાં રસોઈ કરવા આદિથી માંડીને ઘણી બધી આશાતનાઓ નિષ્ફર પરિણામે કરતા રહે છે. તેઓની આશાતના દૂર કરવાનો યથાશક્ય પ્રયત્ન આજે પણ પ્રભુભક્તો કરી રહ્યા છે. સ્થાનકવાસીઓ સિવાય જિનપૂજાનો નિષેધ કરનારા કોઈ નહિ હોય એવો કદાચ તમને ખ્યાલ હશે પણ ઇતિહાસ તપાસીએ તો સમજાશે કે ફક્ત કલ્પનાના તરંગો દોડાવીને જિનપૂજાનો નિષેધ કરનારા મૂર્તિપૂજક માર્ગમાં પણ થયા છે. તમને જિજ્ઞાસા થશે કે એવું કોણ છે? ચાલો, એ પણ ઇતિહાસનું જરા સ્મરણ કરી લઈએ. ખરતરગચ્છવાળાઓને યુવાન સ્ત્રીઓ માટે મૂળનાયકની પૂજાનો પ્રતિબંધ ફરમાવવાથી કદાચ સંતોષ નહિ થયો હોય એટલે વધુમાં સ્ત્રી-પુરુષ બંને માટે સૂતકના નામે શ્રી જિનપૂજાનો ભગવાનની અંગપૂજાનો પણ પ્રતિબંધ ફરમાવ્યો છે જે તે ગચ્છના સાહિત્યને જોતા સ્પષ્ટ વાંચવા મળે છે. તપાગચ્છના જૂનાં કોઈ ગ્રંથોમાં સૂતકના સમયે જિનપૂજાનો પ્રતિબંધ ફરમાવેલો જોવા મળતો નથી. એટલા માટે જ પ્રસિદ્ધિ છે કે સૂતકમાં જિનપૂજાદિનો નિષેધ ખરતરગચ્છની માન્યતા છે. તપાગચ્છ તેવું માનતો નથી. આ પ્રસિદ્ધિ સાચી છે કે નહિ તેની તપાસ આપણે કરવી જ પડે. આજના સમયના તપાગચ્છમાંથી બહાર પડેલા “શાસ્ત્રીય પુરાવા સંગ્રહ, શાસ્ત્રીય સૂતક વિચાર, જૈન સૂતક વિચાર, સૂતક મર્યાદાયે નમઃ” વગેરે પુસ્તકોમાં સૂતકના નામે જિનપૂજાદિ ધર્મકરણીનો જોરશોરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તપાગચ્છના શ્રાવકો આ બધા પુસ્તકો વાંચીને ભ્રમણામાં પડે છે કે શું ખરેખર જિનપૂજાદિ ન થાય? જો પૂજા ન થતી હોય અને સૂતકમાં પૂજા કરીએ તો ધંધો ખોટનો
Page #4
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ થયો કહેવાય. ધર્મ કરવા જતાં પાપ લાગી જાય. અને જો સૂતકમાં પૂજા થઈ શકતી હોય અને પ્રતિબંધની વાતો સાંભળીને છોડી દઈએ તો પણ ખોટનો ધંધો થાય. માટે આમાં સાચું શું તે તપાસવું અનિવાર્ય બને છે. આગમો, ગ્રંથો અને ઇતિહાસ સૂતક અંગે શું ફરમાવે છે તે જોઈએ તો જ સાચી ખબર પડે. સૌથી પ્રાચીન આગમો છે. આગમોમાં જયાં જયાં “સૂતક શબ્દ વપરાયો છે ત્યાં ત્યાં અચૂક “લૌકિક' શબ્દ પણ વપરાયો છે. આપણે ત્યાં પ્રસિદ્ધ છે કે લોકોત્તર એટલે જિનશાસનનું, લૌકિક એટલે લોકોમાં ચાલતું, જિનશાસનનું નહિ. આવા સ્પષ્ટભેદ દેવ-ગુરુ-ધર્મ વગેરે તત્ત્વો માટે શાસ્ત્રોમાં ઠેરઠેર લખવામાં આવ્યા છે. આગમ આદિ શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ગોચરી જવાની વિધિ બતાવી અને તેમાં કયા કુળોમાં ગોચરી ન જવું તેનું વર્ણન કરતી વખતે લોકોત્તર કુળોની વાત કર્યા પછી લૌકિકકુળોની વાત કરી તેમાં સૂતક સંબંધી કુળોની વાત કરી છે. એટલે સમગ્ર વિષય સાધુ-સાધ્વી ભગવંતોની ગોચરી માટેનો છે. શ્રાવક માટેની જિનપૂજાના કર્તવ્ય માટે સૂતકકુળોના સભ્યોએ સૂતકમાં જિનપૂજા ન કરવી એવું આગમોમાં ક્યાંય લખ્યું નથી. શ્રી ઓશનિયુક્તિ, શ્રી વ્યવહારભાષ્યવૃત્તિ, શ્રી દશવૈકાલિક સૂત્ર ટીકા - ચૂર્ણિ, વગેરે આગમોમાં ગોચરી વહોરવાના વિષયમાં સૂતકકુળોને લૌકિકકુલો તરીકે ઓળખાવ્યા છે. કોઈ શાસ્ત્રમાં લોકોત્તરકુલોની ગણનામાં સૂતકકુળોને ગણાવ્યા નથી માટે સૂતકને લૌકિક જ કહેવાય, લોકોત્તર ન કહેવાય. શાસ્ત્રકારોએ આ રીતે સૂતકને લૌકિક તરીકે ઓળખાવ્યું હોવા છતાં સૂતકને લોકોત્તર બનાવી દેવા માટે “જૈન સૂતક' નામનું નવું તૂત આજે ચલાવવામાં આવી રહ્યું છે. જૈન સૂતક નામની કોઈ વાત આપણા કોઈ આગમશાસ્ત્રોમાં લખવામાં આવી નથી. આજે જૈન શબ્દ લગાડીને અનેક અભક્ષ્યપદાર્થો જૈનોના પેટમાં પહોંચાડવાનું દૂષણ વ્યાપક બની રહ્યું છે. એ જ રીતે સૂતકને જૈન શબ્દ લગાડીને જૈનોની જિનપૂજામાં અંતરાય કરવાનું દૂષણ પણ વ્યાપક બનતું જાય છે. કાંદા વગેરે અભક્ષ્ય પદાર્થોને “જૈન” શબ્દ લગાડી દેવાથી જેમ તે કાંદા વગેરે પદાર્થો ભક્ષ્ય બની ન જાય તેમ લૌકિક
Page #5
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 10 સૂતકને જૈન શબ્દ લગાડી દેવાથી સૂતક “જૈન” બની જાય નહિ. અભક્ષ્ય પદાર્થોને “જૈન” નામ આપીને જૈનોને છેતરનારાઓને, જેમ ભયંકર પાપ બંધાય છે તેમ સૂતકને “જૈન” નામ આપીને જૈનોની શ્રી જિનપૂજા બંધ કરાવનારાને પણ મહાપાપ બંધાય છે. માટે કોઈ પણ ભવભીરુ આત્માએ આવા મહાપાપ બંધાવનારા કાર્યને સાથ આપવો જોઈએ નહિ. અભક્ષ્ય પદાર્થોને “જૈન” શબ્દ લગાડીને જૈનોને છેતરનારાઓને તો પૈસા કમાવા છે એટલે આવા અકાર્યો કરે પણ સૂતકને “જૈન” બનાવી દઈને જૈનોની શ્રીજિનપૂજા જેવા અતિમહત્ત્વના કર્તવ્યને બંધ કરાવનારાને શું કમાવવું છે ? કોના માટે આવા ઘોર પાપને પોતાના શિરે ચડાવે છે? ઉપર જોઈ ગયા તેમ સૂતક લૌકિક છે, છતાં તેને લોકોત્તર બનાવી દેવા માટે એવી દલીલ કરવામાં આવે છે કે “આપણાં શાસ્ત્રોમાં સૂતક શબ્દ લખવામાં આવ્યો છે, શું આપણાં શાસ્ત્રો લૌકિક છે ?' આ લોકોએ સમજવું જોઈએ કે, શાસ્ત્ર જેને જૈન તરીકે ઓળખાવ્યું હોય તેને જ જૈન માનવાનું હોય, બીજાને નહિ. શાસ્ત્રમાં તો કમઠ તાપસનું નામ પણ લખેલું છે તેથી કમઠ તાપસ જૈન ન બની જાય, એ જ રીતે શાસ્ત્રમાં સૂતક શબ્દ લખેલો હોય એટલા માત્રથી સૂતક “જૈન” બની જાય નહિ. સૂતક લૌકિક હોવાથી લૌકિક શાસ્ત્રોમાં સૂતક વિષયક માન્યતા કઈ છે તે સૌથી પહેલાં જોઈએ. લૌકિક શાસ્ત્રોમાં સૂતક અંગે ભિન્નભિન્ન મતમતાંતરો પ્રવર્તે છે. એ લોકોમાં જ સૂતક અંગે એક મત ન હોય ત્યારે જૈનો સૂતકના નામે પોતાના ધર્મની શ્રીજિનપૂજા બંધ કરાવવા માટે મેદાને પડે તે કેવું વિચિત્ર કહેવાય ! લોકોત્તર શાસનને પામેલા જૈનો આવી નાદાની કરે તે શોભે ? લૌકિક શાસ્ત્રોમાંના જ સૂતક અંગેના કેટલાક તમને ચોંકાવી દેનારાં વિધાનો રહી રજુ કરું છું. મનુસ્મૃતિ (પં. રામેશ્વર ભટ્ટ ભાષાટીકા સહિત) શાર્દૂ શીવમાશવં, પાડે વિથી તે . ?. . 6 / 'सपिंडों में मरनेका आशौच दश दिन यों विधान किया गया है।' સપાડતા તુ પુરુષે, સપ્તમે વિનવર્તતે . 60 - 35. 6 / 'सातवें पुरुष में सपिंडता दूर हो जाती है।'
Page #6
--------------------------------------------------------------------------
________________ li સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ सर्वेषां शावमाशौचं, मातापित्रोस्तु सूतकम् / सूतकं मातुरेव स्यादुपस्पृश्य પિતા શત્રઃ 62 - મૃ. 1 / _ 'मृतको का आशौच सब सपिंडों को समान होता है और जन्मका सूतक केवल मातापिता को ही होता है और उन दिनों में भी दश दिन का सूतक माता को ही होता है, पिता तो स्नान कर के शुद्ध हो जाता है।' લૌકિક શાસ્ત્રોમાં પ્રામાણિત ગ્રંથ તરીકે પ્રસિદ્ધ મનુસ્મૃતિની આ વાત મુજબ તો એકદમ સ્પષ્ટ છે કે “જન્મનું સૂતક માતાપિતાને જ હોય છે. તેમાં પણ માતાને દશ દિવસ હોય છે, જ્યારે પિતા તો સ્નાન કરવાથી જ શુદ્ધ થઈ જાય છે.' ચોખલિયા ગણાતા બ્રાહ્મણો પણ મનુસ્મૃતિ મુજબ આ પ્રમાણે માને છે. આજે આ લૌકિક સૂતકની માન્યતાથી પણ આગળ વધીને ખરતરગચ્છવાળા અને ખરતરગચ્છના પગલે ચાલનારા તપાગચ્છવાળા, (આ બંનેના આધારો આપણે આગળ જોઈશું જ.) દશ - દશ દિવસ સુધી આખા ઘરને સૂતક લગાડી દઈને ભગવાનની પૂજા બંધ કરાવી રહ્યા છે. લૌકિકો પણ જન્મનું સૂતક માતાપિતાને જ હોય છે એવું માને છે. તેમાંય દશ દિવસ માતાને હોય. જયારે પિતાને તો સ્નાન કરવાથી શુદ્ધ માને છે. એટલા માટે જ દશ દિવસ સુધી માતા ગમે તેટલી વાર સ્નાન કરે તો પણ શુદ્ધ ન કહેવાય. જેવી રીતે એમ.સી.ના ત્રણ દિવસ તે બહેન ગમે તેટલીવાર સ્નાન કરે તો પણ શુદ્ધ ન થાય, ચોથે દિવસે (72 કલાકે) સ્નાન કરે એટલે શુદ્ધ ગણાય તેવી જ રીતે બાળકને જન્મ આપનાર માતા દશ દિવસ ગમે તેટલીવાર સ્નાન કરે તો પણ શુદ્ધ ન થાય. પણ દશ દિવસ બાદ સ્નાન કરે એટલે શુદ્ધ ગણાય. આ દશ દિવસ દરમિયાન ઘરના બાકીના સભ્યો તો સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જ જાય તેઓ જિનપૂજાદિ આરાધના કરે તેમાં કોઈ દોષ ન લાગે. પ્રસૂતિ હોય કે એમ.સી. હોય તેમણે ક્યાંય અડાઅડી તો કરવાની જ નથી. કોઈ બહેન એમ.સી.માં બેસે એટલા માત્રથી આખું ઘર અભડાઈ જતું નથી તો પછી કોઈ બહેનને પ્રસૂતિ થઈ એમાં આખું ઘર કેવી રીતે અભડાઈ જાય? અરે, એમ.સી. કે પ્રસૂતિવાળા બહેનને કોઈ અડી જાય તો પણ સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જ જાય છે. આમાં આખા ઘર પર પૂજાબંધી લાદવામાં વિવેક કઈ રીતે રહે? આ
Page #7
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 12 વિચારણા આગળ જતાં તે તે શાસ્ત્રપાઠોના સમયે વિચારશું એટલે તેનો બરાબર ખ્યાલ તમને આવી જશે. લૌકિક ધર્મગ્રંથ “મનુસ્મૃતિની જ વાત આગળ વધારીએ તો તેમાંના બીજા પણ કેટલાક શ્લોકો નોંધપાત્ર ગણાય. બ્રાહ્મણો હોવાથી ચોખ્ખાઈની વાતમાં જરાય ઢીલું તો મૂકે જ નહિ. આમ છતાં તેમના મત મુજબ તેમના અતિપવિત્ર ગણાતા ‘અગ્નિહોત્રી અનુષ્ઠાનમાં તેઓ સૂતકનો બાધ ગણતા નથી. જુઓ આ રહ્યા તેના શ્લોકો : शुद्धयेद्विप्रो दशाहेन, द्वादशाहेन भूमिपः। वैश्यः पञ्चदशाहेन, शुद्रो मासेन शुद्धयति // 83 / अ.५ / "(जिसका यज्ञोपवित संस्कार हो चुका हो उस सपिंडके मरने पर और किसी बालकके जन्म में वेदपाठी आदि) ब्राह्मण दश दिनमें, क्षत्री बारह दिन में, वैश्य पंदरह दिन में और शुद्र एक महीने में शुद्ध होता है।" न वर्धयेदधाहानि, प्रत्यूहेन्नाग्निषु क्रियाः। न च तत्कर्म कुर्वाणः सनाभ्योप्यशुचिर्भवेत् // 84 // अ. 5 // "सूतकके दिनोंको न बढावे और अग्निहोत्र ना छोडे, क्योंकि अग्निहोत्र का करनेवाला सपिंडभी अशुद्ध नहीं होता है।" આ બંને શ્લોકોમાં “ચારે વર્ણની સૂતક અંગેની સમયમર્યાદા અલગ અલગ છે; સૂતકના દિવસો વધારવા નહિ, સૂતક સમયે અગ્નિહોત્ર છોડવું નહિ અને સપિંડનું સૂતક લાગ્યું હોય તો પણ અગ્નિહોત્રી અશુદ્ધ બનતા નથી” આવી ચાર માન્યતા મનુસ્મૃતિએ સ્પષ્ટ કરી છે. આ લોકોની માન્યતા અને આપણે ત્યાં ચાલી પડેલી અંધાધૂંધી પર વિચાર કરીએ તો આપણા કદાગ્રહીઓ પર ભારે કરુણા ઉપજે તેવું છે. મનુસ્મૃતિ સૂતકના દિવસો વધારવાની ના પાડે છે અને આપણે ત્યાંના ઉત્સાહી જીવો વધીને 40 - 40 દિવસ સુધી સૂતક ઠોકી બેસાડીને ગર્વ અનુભવે છે. મનુસ્મૃતિ સૂતકમાં અગ્નિહોત્ર છોડવાની ના પાડે છે અને આપણા સૂતકવાદીઓ બુલંદ અવાજે જિનપૂજા છોડી દેવાની ઘોષણા કરે છે. બ્રાહ્મણોમાં
Page #8
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 13 અગ્નિહોત્રને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. અગ્નિહોત્રીથી એક પણ દિવસ અગ્નિહોત્ર છોડાય નહિ. માટે જ સૂતક લાગવા છતાં અગ્નિહોત્ર પર તેઓ પ્રતિબંધ મૂકતા નથી ઉપરથી અગ્નિહોત્ર ન છોડવાનો આદેશ કરે છે. શ્રાવક જીવનમાં જિનપૂજાનું અનુષ્ઠાન અતિપવિત્ર છે અને અનિવાર્ય છે. પૂજા કર્યા વિના મુખમાં પાણી પણ ન નાંખવાના સંસ્કારો જૈનકૂળના મોટા અલંકાર તરીકે જગપ્રસિદ્ધ છે. જિનપૂજા વિના શ્રાવકને ચેન જ ન પડે. બ્રાહ્મણો સૂતકમાં પણ અગ્નિહોત્ર છોડવાની ના પાડે છે. અને આપણે ત્યાં સૂતકના નામે જિનપૂજા છોડવાનું દબાણ કરવામાં આવે એ કેટલું વિચિત્ર કહેવાય? આ ભેદ તો સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ પણ સમજી શકે તેવો છે. સૂતક લૌકિક છે તેવું શાસ્ત્રોમાં સ્પષ્ટ થયેલું છે. લૌકિકો પણ પોતાના અગ્નિહોત્રના અનુષ્ઠાનને સૂતકમાં છોડતા ન હોય તો જૈનોએ પોતાની જિનપૂજાદિ આરાધના તોછોડવાની હોય જ નહિ. આટલી સીધી-સાદી વાત પણ કેમ સમજાતી નહિ હોય! લૌકિકો સૂતકમાં પોતાનો ધર્મ ન છોડે અને આપણે આપણો ધર્મ સૂતકના નામે છોડી દેવાનો? આવું તો કેમ ચાલે ! હજી આગળ. મનુસ્મૃતિ સપિંડનું સૂતક લાગ્યું હોય તો પણ ‘અગ્નિહોત્રી અશુદ્ધ થાય એવું સ્વીકારતી નથી. જ્યારે આપણે ત્યાં ઘરમાં છોકરું જન્યું નથી ને સૂતકના નામે પૂજા કરનારા જિનપૂજકોની જિનપૂજા બંધ કરાવી નાંખે છે. કેવી ઊલટી ગંગા ! જિનપૂજકને પણ અશુદ્ધ માની લે છે અને એ પૂજા કરવા દેરાસરમાં ગયો હોય તો દેરાસર અભડાઈ ગયાની રાડો નાંખવામાં આવે છે!! આટલી વિચારણા વાચક પોતાની જાતે સૂતકના વિષયને આધાર સાથે વિચારી શકે તે માટે લખી છે. કેવું અસમંજસ ચાલી રહ્યું છે તે પોતાની જાતે સમજી શકાશે. મનુસ્મૃતિએ જન્મસૂતકની બાબતમાં કરેલી વાત મુજબ આટલી વાત સ્પષ્ટ થાય છે ! - જન્મ સૂતક ફક્ત માતાપિતાને જ લાગે છે. - તેમાં પણ દશ દિવસનું સૂતક માતાને લાગે છે. - પિતા તો સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જાય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________ 14 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ - સૂતકના દિવસો દરેક વર્ગના માણસોને અલગ અલગ વધતા - ઓછા હોય છે. - સૂતકના દિવસો વધારવા નહિ. - સૂતકમાં પણ અગ્નિહોત્ર જેવા અનુષ્ઠાનો છોડવા નહિ. - અગ્નિહોત્રી સૂતકમાં પણ અશુદ્ધ બને નહિ. લૌકિક માન્યતા જ જો આવી હળવી છે તો જૈનોએ પોતાની આરાધના બંધ કરવા માટે આટલા કટ્ટર કે કદાગ્રહી બનવું શોભે ખરું? હવે મનુસ્મૃતિમાં મૃતકના સ્પર્શથી થતી અશુદ્ધિનું નિવારણ કરવાનો જે ઉપાય બતાવ્યો છે અને આજે એ પ્રવર્તમાન પણ છે તેનો શ્લોક પણ જોઈએ. તેમાં આનુષંગિક બીજી વાતનું સમાધાન પણ મળી રહેશે. दिवाकीर्तिमुदक्यां च, पतितं सूतिकां तथा / शवं तत्स्पृष्टिनं चैव, स्पृष्टवा स्नानेन शुद्धयति // 86 // अ.५। "चांडाल, रजस्वला, पतित, सूतिका, मूर्दा और उसको छूनेवाले : इन को छूकर स्नान मात्रसे ही शुद्ध हो जाता है।" આ શ્લોકમાંથી આપણને પણ ત્રણ વાતની સ્પષ્ટતા મળે છે. 0 અંતરાય (MC)વાળી સ્ત્રીને અડી જવાય. 0 પ્રસૂતા (સુવાવડી) સ્ત્રીને અડી જવાય. 0 મૃતક (મડદા)ને અડી જવાય. તો સ્નાન કરવા માત્રથી એટલે કે ફક્ત સ્નાન કરવાથી શુદ્ધ થવાય છે. આપણે ત્યાં એવી મર્યાદા પાળવાની છે જ કે રજસ્વલા (અંતરાયવાળી) સ્ત્રીને અડવું નહિ, બાળકને જન્મ આપ્યો હોય તેવી સુવાવડી સ્ત્રીને અડવું નહિ. દરેક જૈનોના ઘરોમાં આ મર્યાદા બરાબર પળાવી જ જોઈએ. મહાત્માઓ ઉપદેશમાં અવસરે આ મર્યાદા પાળવાની વાત ભારપૂર્વક કરતા હોય છે. આમ છતાં આજના કાળમાં આ મર્યાદાનું પાલન કરવામાં ખૂબ જ મંદતા આવી ગઈ છે. રજસ્વલાને અડવું, તેના હાથનું રાંધેલું જમવું, પ્રસૂતા સ્ત્રીને અડવું, તેની આખા ઘરમાં અડીઅડ ચાલુ હોય : આવું વાતાવરણ સર્જાતું જાય છે. સ્પષ્ટ છે કે આ મર્યાદા જે ન પાળે તે વ્યક્તિ અશુદ્ધ બને. હવે આવી વ્યક્તિને શુદ્ધ બનાવવા શું કરવું પડે તેની વાત આ ઉપરના શ્લોકમાં
Page #10
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 15. લખી જ છે : રજસ્વલા - પ્રસૂતા સ્ત્રીને અડી જનારો જો સ્નાન (માથાબોળ) કરી લે તો શુદ્ધ થઈ જાય છે. આ રીતે શુદ્ધ થયેલ વ્યક્તિ ક્યાંય ઘરમાં અડ્યા વિના સલામત જગ્યાએ રાખેલ પૂજાના વસ્ત્ર, પૂજાની સામગ્રીથી જિનપૂજા અવશ્ય કરી શકે. ઘરમાં કોઈ અંતરાયવાળા થાય, ઘરમાં પ્રસૂતિવાળા બેન હોય એટલે “હવે પૂજા કરવી નહિ” આવી ભ્રમણા વર્તમાનમાં કદાગ્રહ બનીને ફેલાઈ રહી છે તે, મર્યાદાપાલન નષ્ટ થઈ રહ્યું છે તેની જેમ જ જોખમી છે, અપેક્ષાએ વધુ જોખમી છે તે સૌએ સ્વીકારવું પડે તેવું છે. ‘પ્રસૂતા સ્ત્રીને અડનાર, મૃતકને અડનાર અને મૃતકને અડેલાને અડેલા હોય તેવા માણસને અડનાર સ્નાનમાત્રથી જ શુદ્ધ થઈ જાય છે એવું સ્પષ્ટ શબ્દોમાં “મનુસ્મૃતિ'માં લખવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં બધે સૂતકને લૌકિક કહ્યું છે. જ્યારે લૌકિક માન્યતા જ આવી છે ત્યારે આપણાથી “સ્નાન પછી પણ અશુદ્ધિ રહે તેવી શાસ્ત્રાધાર વિનાની માન્યતાને કોઈ પણ રીતે સ્વીકારી શકાય નહિ. “સૂતકમાં સ્નાન કર્યા પછી પૂજા થઈ શકે છે એવી શાસ્ત્રીય વાત રજૂ કરનારા અને તે મુજબ આરાધના કરનારાને કશું પાપ લાગતું નથી. છતાં તે બધા ઉપર “દેરાસર અભડાવી રહ્યા છે, જિનપ્રતિમાને અભડાવી રહ્યા છે' એવો અસત્ય આક્ષેપ કરવામાં આવે તો આવો આક્ષેપ કરનારને તેરમું અભ્યાખ્યાન' નામનું પાપ અવશ્ય લાગે. કારણ કે સૂતકમાં સ્નાન કર્યા પછી પણ અશુદ્ધિ રહે એવી માન્યતાને જૈનશાસ્ત્રોનો ટેકો તો નથી જ, મનુસ્મૃતિ જેવું લૌકિક શાસ્ત્ર પણ એને ટેકો આપતું નથી. આટલી સ્પષ્ટ વાત હોવા છતાં સૂતકની બૂમાબૂમ કરીને શ્રાવકોની શ્રી જિનપૂજામાં અંતરાય કરવામાં આવે તો તેવા મૂર્તિપૂજકો, શ્રી જિનપૂજાના અનુષ્ઠાનને સ્થાનકવાસીઓ કરતા પણ વધુ નુકશાન કરી રહ્યા છે તેવું સૌને સમજાશે. કારણ કે સ્થાનકવાસીઓ તો પ્રગટપણે શ્રી જિનપૂજાના વિરોધી હોવાથી લોકો તેમની વાત એકદમ માની ન લે. જ્યારે મૂર્તિપૂજક થઇને કેટલાક તપાગચ્છવાળા પણ, ખરતરગચ્છવાળાની સાથે શાસ્ત્રીય નિષેધ ન હોવા છતાં સૂતકના નામે શ્રી જિનપૂજા બંધ કરાવી રહ્યા હોવાથી લોકો ભ્રમણામાં અટવાય છે અને
Page #11
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 16 શ્રી જિનપૂજા ન કરવાના દોષમાં પડે છે. આ બધાનું પાપ શ્રી જિનપૂજાનો નિષેધ કરનારાને અવશ્ય લાગે. મનસ્કૃતિની જેમ લૌકિકોની ક્રિયાકાંડોની વિધિમાં વધુ ઉપયોગમાં લેવાતા બીજા પણ ગ્રંથો છે. તેમાંથી નિર્ણય સિધુ, ધર્મસિધુ નામના લૌકિકગ્રન્થોમાં, પ્રચલિત સૂતકની માન્યતા સાથે જાણવા જેવી નોંધપાત્ર માન્યતાઓ પણ લખી છે. તેમાંની કેટલીક માન્યતાઓ આપણે જોઈએ. નિર્ણય સિધુ (સેતુ નામક હિંદી ટીકા સહિત) अत्राशौचमध्येऽपि स्नानश्रद्धादि कार्यमेव सूतके मृतके चैव, न दोषो राहुदर्शने / तावदेव भवेच्छुष्टिर्यावन्मुक्तिर्न दृश्यते // ' इति माधवीये वृद्धवसिष्ठोक्तः // હિંદી ટીકા : પ્રહણ હોતે સમય નવ મી સ્નાન કૌર શ્રાદ્ધ સૂરના कारणकि, माधवीयमें वृद्धवसिष्ट यह कहते हैं - सूतक और मृतक इन दोनों का राहु दर्शनमें दोष नहीं जब तक ग्रहण मुक्त न हो तब तक सूतक और પાતવારને શુદ્ધ રહતે હૈ' (પૃ. 11) ગ્રહણ સંબંધી સ્નાન-શ્રાદ્ધને લૌકિકો એટલા અનિવાર્ય માને છે કે તેઓ સૂતકમાં પણ સ્નાન-શ્રાદ્ધ કરવામાં દોષ માનતા નથી. આપણે ત્યાં સૂતકમાં પૂજાબંધી કરનારા કેટલા અવિવેકી છે તે આના પરથી સમજાશે. વિશેષમાં લૌકિકો માને છે કે ગ્રહણના સમયે સૂતકપાતકવાળા પણ શુદ્ધ રહે છે અને આપણે ત્યાં ગ્રહણ સમયે દેરાસરો બંધ રાખવાની અવિચારી પ્રથા ચાલુ કરવા-રાખવા માટે જીદપૂર્વક ધમાલ કરવામાં આવે છે. કેવી વિચિત્રતા છે ! શાસનદેવ તેઓને બુદ્ધિ આપે. माधवीये ब्राह्मेऽपि 'श्राद्धादौ पितृयज्ञे च कन्यादाने च नो भवेत् / ' હિંદી ટીકા : માધવીય મેં બ્રહ્મપુરાણી થન હૈ કિ, શ્રાદ્ધ બદ્રિ પિતૃયજ્ઞ ગૌર ચાવાનમેં સૂતક નહીં હોતા !' (પૃ. 724) બ્રહ્મપુરાણ વગેરેમાં લૌકિક માન્યતા મુજબ શ્રાદ્ધ આદિ, પિતૃયજ્ઞ અને કન્યાદાનમાં સૂતક લાગતું નથી અને આપણે ત્યાં શ્રી જિનપૂજા કરવામાં સૂતક લાગી જાય છે - એ કેટલી હદે યોગ્ય છે? લૌકિકો પોતાના કાર્યો સૂતકમાં પણ ચાલુ રાખે. એ જ લૌકિકોના નામે આપણે જિનપૂજા જેવો ધર્મ સૂતકના
Page #12
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 17 નામે છોડી દેવાનો ! આમાં કોનું કલ્યાણ થાય ? संवर्त : - जाते पुत्रे पितुः स्नानं, सचेलं तु विधीयते / माता शुद्धयेद्दशाहेन, स्नानात्तु स्पर्शनं पितुः / हिंदी टीका : 'संवर्तने कहा है कि पुत्रके जन्ममें पिता का सवस्त्र स्नान कथन किया है, माता दश दिनमें शुद्ध होती है और पिताके स्नान कर लेने સે છૂને વી ઢોષ નહીં નાતા... પુત્રપ વન્યાનેં ભી પ્રયોગ કયા હૈ...' (પૃ. 772). મનુસ્મૃતિમાં કહેલી વાત સંવર્ત પણ કહે છે. પુત્ર કે પુત્રીના જન્મમાં માતા દશ દિવસમાં સ્નાન કરીને શુદ્ધ થાય છે. જયારે પિતા તો વસ્ત્રસહિત સ્નાન કરે એટલે તરત જ શુદ્ધ થાય છે ત્યાર પછી તેઓને અડવામાં કોઈ દોષ લાગતો નથી. આખા ઘરને સૂતક લગાડી દઈને ઘરના બધા સભ્યોને અશુદ્ધ માનવા અને તેમની પાસે જિનપૂજા બંધ કરાવવી એ કેટલું વિચિત્ર કહેવાય ! अंगिरा : 'सूतके सूतिका वर्षं, संस्पर्शो न निषिध्यते / संस्पर्शे सूतिकायास्तु, स्नानमेव विधीयते / ' हिंदी टीका : 'अंगिराने लिखा है कि, सूतकमें सूतिका से भिन्न को छूने વેશ નિષેધ નહીં હૈ ગૌર સૂતિકા છે છૂને મેં સ્નાન કરના હી હૈ ' (પૃ. 771) આ કથન મુજબ સ્પર્શાસ્પર્શ (અડોઅડી)ની મર્યાદા માતા સંબંધી પાળવાની છે. ઘરના બીજા સભ્યો અસ્પૃશ્ય બનતા નથી. પ્રસૂતા સ્ત્રીને કોઈ સ્પર્શી જાય તો તેને સ્નાન કરવાનું કહે છે. આજે એટલી અજ્ઞાનતા ચાલે છે કે પ્રસૂતા બહેનનો સ્પર્શ થતાંની સાથે પૂજા બંધ કરી દેવામાં આવે છે. આગળ વધીને સ્પર્શ ન થયો હોય, ઘરમાં રહ્યો કે જમ્યો તેની સજા રૂપે ઘણા મહાત્માઓ તેના ઉપર પૂજાબંધી ફરમાવી દે છે. કેટલું અયોગ્ય ચાલી રહ્યું છે ! હજી આગળ સૂતકના વિષયમાં લૌકિક શાસ્ત્ર શું કહે છે તે જુઓ. तथा च शुद्धिरत्नाकरे दक्षः - स्वस्थकाले, त्विदं सर्वं, सूतकं परिकीर्तितम्। आपद्गतस्य सर्वस्य, सूतकेऽपि न सूतकम् / / હિંદી ટીકા : “શુદ્ધિરસ્ત્રીરમેં હૃક્ષો વીચ હૈ કિ, યદું સર્વ સૂત સ્વસ્થ
Page #13
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 18 समयमें जानने, आपत्कालमें सबको सूतकमें ही सूतक नहीं लगता।" આપત્કાલ વગેરે બતાવતા કહે છે : "अथ कर्मतः त्रिंशच्छ्लोक्यां :तत्तत्कार्येषु सत्रिवतिनृपनृपवद्दीक्षितत्विक्स्वदेशभ्रंशापत्स्वप्यनेकश्रुतिपठनभिषक्कारुशिल्पातुराणाम् / संप्रारब्धेषु दानोपनयनश्राद्धयुद्धप्रतिष्ठाचुडातीर्थार्थयात्राजयपरिणयनाद्युत्सवेष्वेतदर्थे / / नाशौचमिति शेषः // " &iii टी.st : “त्रिंशत्श्लोकी में कहा है कि, अन्नयज्ञ करनेवाला, व्रती, राजा, दीक्षित, ऋत्विज, अपने देशका नाश, विपत्ति, अनेक वेदोका पाठ, वैद्य, कारु, शिल्पी, रोगी, दान, यज्ञोपवित, यजन, श्राद्ध, युद्ध, प्रतिष्ठा, मुण्डन, तीर्थकी यात्रा,जय, विवाह इनका प्रारंभ इनके उत्सवो के उस उक्त कार्योमें अशौच नहीं होता।" (पृ. 830) "न वतिनां व्रते' इति विष्णुक्तेः // डिंडी.टी.st : "विष्णुने कहा है कि, व्रतवालोका व्रतमें अशौच नहीं है।" (पृ. 831) "विवाहदुर्गयज्ञेषु यात्रायां तीर्थकर्मणि न तत्र सूतकं... इति पैठिनसिस्मृतेः।।" हिंदी 20 : “पैठिनसिकी स्मृतिमें लिखा है कि विवाह, दुर्ग, यज्ञ, यात्रा, तीर्थ, कर्म इनमें सूतक नहीं।" (पृ. 831) "अत एवोक्तं ब्राह्मे : - गृहितनियमस्यापि न स्यादन्यस्य कस्यचित् इति / / एवं देवपूजादि / / मदनपारिजाते यमोऽपिः शिवविष्ण्वर्चनं दीक्षा, यस्य चाग्नि परिग्रहः / श्रौतकर्मणि कुर्वीत, स्नातः शुद्धिमवाप्नुयात् / / " "गौड शुद्धितत्त्वे मन्त्रमुक्तावल्याम् :जपो देवार्चनविधिः, कार्या दीक्षान्वितैनरैः / नास्ति पापं यतस्तेषां, सूतकं वा यतात्मनाम् / / " डिंही टी.st : "इसीसे ब्रह्माने लिखा है कि, जो कोई नियमपूर्वक करै उसको सूतक नहीं करना चाहिये, इसी प्रकार देवपूजा आदिमें जानना / मदन
Page #14
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 19 पारिजातमें यमकामीने कथन लिखा है कि, शिव और विष्णुकी पूजा, दीक्षा और अग्निका ग्रहण जिसको है उसे वेदोक्त कर्म करना चाहिये, और स्नान से पवित्र होता है / गौडशुद्धितत्त्वमें मंत्रमुक्तावलीका वाक्य है कि, दीक्षावाले मनुष्योंको जप और देवपूजनकी विधि करनी चाहिये कारण कि, वशीभूत मनवाले पुरुषको पाप और सूतक नहीं लगता।" (पृ. 831-832) "दर्श च पूर्णमासं च, कर्म वैतानिकं च यत् / सूतकेऽपि त्यजेन्मोहात्, प्रायश्चित्ती पतेद्विजः / / इति मरीच्युक्तेः" डिंडी 21st : मरीचिने भी कहा है कि, अमावास्या और पूर्णिमाका श्राद्ध, वैतानिक कर्म इनको सूतकमें भी जो ब्राह्मण त्यागता है वह प्रायश्चित्त का भागी होता है।" (पृ. 834) "सूतके मृतके चैव, संध्याकर्म समाचरेत् / " डिंही टी.st : (अपरार्कमें पुलस्त्यजीने कहा है कि) "सूतक और मृत्युमें द्विजको संध्याकर्म करना चाहिये / / " (पृ. 836) लैङ्गेऽपि :- सूतके मृतके चैव, न दोषो राहुदर्शने / ____ तावदेव भवेच्छुद्धिर्यावन्मुक्तिर्न दृश्यते / / " "प्रयोगपारिजाते बृहस्पति : कन्याविवाहे संक्रान्तौ, सूतकं न कदाचन // " डिंही टी: लिंगपुराण में भी कहा है कि, राहु के सूतक (ग्रहण) में सूतक वा मृत्युमें दोष नहीं, इतनी ही शुद्धि होती है, जब तक (ग्रहण मुक्ति) न हो / प्रयोगपारिजातमें बृहस्पतिका वाक्य लिखा है कि, कन्या का विवाह और संक्रान्तिमें कदाचित् भी सूतक नहीं / " (पृ. 837) વાંચકો “નિર્ણયસિંધુ' ગ્રંથ કઢાવીને જોઈ શકે છે. લૌકિકોના આટલા બધા ગ્રંથો સૂતકના સમયમાં સૂતક ન પાળવાના, સૂતક ન માનવાના સમયો બતાવે છે. તેમાં દેવપૂજાનો પણ ઉલ્લેખ સ્પષ્ટ રૂપે કરે છે. લૌકિકો પણ સૂતકમાં દેવપૂજાને વજર્ય માનતા નથી. જ્યારે આપણાં શાસ્ત્રોમાં તો ક્યાંય સૂતકમાં શ્રી જિનપૂજા ન થાય તેવો ઉલ્લેખ જ નથી એટલે આપણે તો સૂતકમાં શ્રીજિનપૂજા બંધ કરવાની હોય જ નહિ. છતાં વર્તમાનમાં લૌકિકો કરતા પણ આગળ વધીને શ્રી જિનપૂજા બંધ કરાવવામાં આવે છે તે તદ્દન અવિચારી
Page #15
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કૃત્ય છે એવું તમને પણ લાગશે. લૌકિકો સૂતકમાં પણ યજ્ઞ, દાન, યજ્ઞોપવિત, વેદપાઠ, શ્રાદ્ધ, પ્રતિષ્ઠા, મુંડન, તીર્થયાત્રા, શિવપૂજા, વિષ્ણુપૂજા આદિ કરવાની છૂટ આપે છે, અને આપણે ત્યાં જિનપૂજાની કડક બંધી ચાલે છે ! શિવપૂજા-વિષ્ણુપૂજા થાય અને જિનપૂજા ન થાય એવો કોઈ શાસ્ત્રપાઠ ક્યાંય લખેલો છે? આપણા શાસ્ત્રોમાં સૂતકની વાત લોકોત્તર વાત પૂર્ણ કર્યા પછી લૌકિક વિભાગમાં કરી છે. જો લૌકિકોને આ લૌકિકગ્રંથના કથન મુજબ શિવપૂજા-દેવપૂજામાં વાંધો ન હોય તો આપણને જિનપૂજામાં વાંધો કેવી રીતે હોય? આપણા શાસ્ત્રપાઠો જોઈશું ત્યારે આ વાત પણ સ્પષ્ટ થશે. “નિર્ણયસિંધુની જેમ જ લૌકિકોનો એક માન્ય ગ્રંથ છે : ધર્મસિંધુ. તેનો પણ ભાષાનુવાદ સહિત અહીં ઉલ્લેખ કરું છું. આ પણ લૌકિક માન્યતાનો ગ્રંથ છે. તેમાં પણ સૂતકનો વિષય લખવામાં આવ્યો છે. તેમાં વિશેષ જાણવાયોગ્ય અંશ આ પ્રમાણે છે. "प्रारब्धासन्नसत्रस्यान्नदानादिषु नाशौचं, पूर्वसंकल्पितान्नेषु न दोषः परिकीर्तितः, उदकदुग्धदधिघृतलवणफलमूलभर्जिताद्यन्नानां सूतकिगृहस्थितानां स्वयं ग्रहणे दोषाभावः, सूतकिहस्तात्तु न ग्राह्यं, केचित्तण्डुलादिकमपक्वमन्नं ગ્રાહ્યમાધુ: I'' ભાષાનુવાદ : “પૂર્વ પ્રારંfમત ક્રિયે અચયજ્ઞ અન્નવાન ગાદ્રિ નાશવ नहीं लगता है, पूर्व संकल्पित किये अन्नों विषे आशौच नहीं लगता है / सूतकीके घरमें स्थित हुये पानी, दूध, दही, घृत, नमक, फल, मूल और भूना हुआ अन्न इन सबोको अपने हाथसे ग्रहण करनेमें दोष नहीं लगता है। सूतकी के हाथ से ये सब चीज नहीं ग्रहण करनी / कितनेक ग्रंथकार चावल, आदि નહીં પાયે હુઈ બન્નો ગ્રહ છેરના પુસા હતે હૈં' (પૃ. રરૂ, ર૧૧). "अथ सूतिका शुद्धि : दशाहान्ते सूतिकाया अस्पृश्यत्वनिवृत्तिः / " ભાષાનુવાદ : “શ દિન ઉપરાંત સૂતિકા સ્પર્શનેી નિવૃત્તિ હોતી હૈ”” (પૃ. ર૬૬) આ લખાણમાં સૂતકીના ઘરના પાણી-દૂધ-દહીં ઘી ફળ વગેરે પોતાના
Page #16
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ હાથે ગ્રહણ કરવામાં દોષ નથી એવું સ્પષ્ટ વિધાન છે. જ્યારે ખરતરગચ્છની માન્યતા મુજબ સૂતકીના ઘરના પાણીથી દેવપૂજા કરવી શુદ્ધ ન કહેવાય એવું તેમના ગ્રંથોમાં છે. બોલો, હવે? લૌકિકોમાંથી સૂતકની વાત આવી છે તેઓ જેને દોષ માનતા નથી તેવી જ વસ્તુમાં જૈનધર્મ માટે દોષ લાગે તેવું વિધાન કરવું જરાય યોગ્ય કહેવાય ? ખૂબ જ મધ્યસ્થ બુદ્ધિથી વિચારવા જેવી વાત છે. મારી માન્યતા કે તારી માન્યતાની વાત છોડો. વસ્તુતત્ત્વ શું છે તે વિચારો તો ક્યાંય હઠાગ્રહ કરવાનો રહે નહિ. એક બીજી વાત પર પણ ખાસ ધ્યાન આપજો . ઉપર જણાવી ગયા તે મુજબ ‘નિર્ણયસિંધુ' ગ્રંથમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “વ્રતવાળાને વ્રતમાં દૂષણ લાગતું નથી.” લૌકિકો તેમના વ્રતધારીઓને સૂતકના દિવસોમાં પણ વ્રત પાળવાનું ચાલુ રાખવા જણાવે છે. સૂતકના નામે લીધેલા વ્રતને છોડી દેવાનું કહેતા નથી. આપણા ધર્મ મુજબ વિચારો તો શ્રાવકને નિત્ય શ્રીજિનપૂજા કરવાનો નિયમ ગ્રહણ કરવાનો છે. શ્રાવકોની ચર્યાને વર્ણવતો શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ નામનો ગ્રંથ સમગ્ર તપાગચ્છનો માન્ય ગ્રંથ છે. તેમાં શ્રાવકે દિવસે, રાતે, પર્વદિને, ચાતુર્માસમાં, વર્ષમાં અને સમગ્ર જીવનમાં શું શું કરવું જોઈએ તેનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. આ ગ્રંથરત્નમાં પૂ. આ. શ્રી રત્નશેખર સૂ.મ.એ સદીઓ પૂર્વે ફરમાવ્યું છે કે ___ "नित्यं यथाशक्ति त्रिर्द्विः सकृद्वा जिनपूजा, जिनदर्शनं, संपूर्णदेववंदनं, चैत्यवंदना वा कार्येति नियम्यम् / " “હંમેશા યથાશક્તિ ત્રણવાર, બેવાર કે એકવાર શ્રીજિનપૂજા, શ્રી જિનદર્શન, સંપૂર્ણ દેવવંદન કે ચૈત્યવંદન કરવું એ પ્રમાણે શ્રાવકે નિયમ કરવો જોઈએ.” આ શાસ્ત્રાજ્ઞા મુજબ દરેક શ્રાવકે “હંમેશા શ્રી જિનપૂજા કરવી એવો નિયમ ગ્રહણ કરવાનો છે જ. શ્રાવકનું આ એક વ્રત થયું, નિયમ થયો. લૌકિકો પણ વ્રતવાળા ધાર્મિકોને સૂતક પાળવાની આજ્ઞા કરતા નથી. તેમનું વ્રત પાળવા દે છે. જ્યારે આપણે ત્યાં નિયમપૂર્વક કરવાના શ્રી જિનપૂજાના
Page #17
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કર્તવ્યને સૂતકના નામે બંધ કરાવવામાં આવે છે. કદાચ શ્રાવકો શાસ્ત્રજ્ઞા મુજબ જિનપૂજાનો નિયમ લેવાનું ભૂલતા હોય તો યાદ કરાવીને તેવા નિયમમાં શ્રાવકોને જોડવા જોઈએ તેના બદલે સૂતકના નામે જિનપૂજાનો પ્રતિબંધ ઠોકી દેવો કોઈ પણ રીતે ઉચિત ન કહેવાય. ગરબડ તો કેવી ચાલી છે તે જુઓ : લૌકિકો પણ સૂતકીના ઘરમાં રહેલા પાણી વગેરેને સૂતકી (માતા)ના હાથે ગ્રહણ કરવાની ના પાડે છે. પોતાની જાતે કે બીજાના હાથે લેવામાં દોષ માનતા નથી. આવી માન્યતા ધરાવતા લૌકિકોથી પણ આગળ વધીને આપણે ત્યાં ઘણા ઉત્સાહી ઉપદેશકો સૂતકીનાં ઘરનાં પાણી આદિને અસ્પૃશ્ય ગણાવીને તેનાથી શ્રી જિનપૂજા કરવાનો પ્રતિબંધ ફરમાવે છે. કેવી અજ્ઞાનતાભરી જડતા ! આ હકીકતમાં તો ખરતરગચ્છનો મત છે. લૌકિકો પણ જેનો સ્વીકાર કરતા નથી તેવા ખરતરગચ્છના આ મતને તપાગચ્છ માન્ય રાખ્યો નથી તેની વાત આગળના શાસ્ત્રપાઠોમાં સ્પષ્ટ થશે. એ જ રીતે “ધર્મસિંધુ'માં જણાવ્યા મુજબ “દશ દિવસ સુધી સૂતિકા(માતા)ને સ્પર્શાસ્પર્શની મર્યાદા પાળવાની છે.” “સેનપ્રશ્નમાં આ જ મર્યાદા બતાવી છે છતાં આજે પ્રસૂતા સ્ત્રીને દશ દિવસથી આગળ વધીને 20-30-40 દિવસો સુધી સ્પર્શની - અડાઅડીની મર્યાદા પળાવે છે. એટલું જ નહિ આપણા સૂતકવાદીઓ તો સૂતિકા (માતા) સિવાયના ઘરના બાકીના સભ્યો પાસે પણ દશ દશ દિવસ સુધી તેઓ પણ અસ્પૃશ્ય હોય તે રીતે શ્રી જિનપૂજા બંધ કરાવે છે. સૂતિકા (માતા)નો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરીને શુદ્ધ થવાનું વિધાન લૌકિકો કરે છે. આપણે ત્યાં સૂતિકાને અડી ગયેલા માણસો સ્નાન કરી લે તોય તેમને શુદ્ધ માનવાનો પેલા સૂતકવાદીઓ ધરાર ઇન્કાર કરે છે. આવી ખોટી માન્યતા ન તો લૌકિક શાસ્ત્રમાં છે, ન તો લોકોત્તર શાસ્ત્રમાં છે. આવી મનઘડંત માન્યતા ઉપદેશનારા, પ્રચારનારા કે તે મુજબ આચરનારા : આમાંથી કોઈનું ય કલ્યાણ ન થાય. શાસ્ત્રાજ્ઞા મુજબ સૂતક સમયે પણ સ્નાનથી પવિત્ર બનીને જિનપૂજા કરનારો શ્રાવક પોતાનું આત્મકલ્યાણ સાધે છે. લૌકિકશાસ્ત્રનો પણ જો વ્યવસ્થિત વિચાર કરવામાં
Page #18
--------------------------------------------------------------------------
________________ 23 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ આવે તો સૂતકનાં નામે શ્રી જિનપૂજા બંધ કરાવવાની ચલાવવામાં આવતી ગરબડ બંધ થઈ જાય. આ રીતે લૌકિકશાસ્ત્ર ઉપર વિચાર કરતા પણ જણાય છે કે સૂતકના નામે શ્રી જિનપૂજા બંધ કરાવવાનો જે પ્રચાર ચાલ્યો છે તે પાપકૃત્ય જ છે. હવે આપણે આપણાં આગમશાસ્ત્રોમાં સૂતકનો લૌકિક વિષય શી રીતે ચર્ચાયો છે તેની વિગતવાર વિચારણા કરીએ. આપણાં આગમાદિ શાસ્ત્રોમાં સૂતકના લૌકિક વિષયનો મુખ્ય રીતે બે વિભાગમાં વિચાર કર્યો છે : (1) શ્રાવક સૂતકના દિવસોમાં જિનપૂજાદિ કરી શકે કે નહિ? (2) સાધુએ ગોચરી વહોરવા માટે સૂતકગૃહોની મર્યાદા કેવી પાળવી ? આજે બાંધેભારે સૂતકના નામે પ્રતિબંધ લાદવા માટે બધા શાસ્ત્રપાઠોનો ખીચડો કરીને હવાલો આપવામાં આવે છે તે તદ્દન અયોગ્ય છે. જે વિષય ગોચરી વહોરવાનો છે તેના પાઠો ગોચરી માટે લાગુ પડે છે તેને જિનપૂજામાં લગાવી શકાય નહિ અને જિનપૂજાના જે પણ પાઠો હોય તેને ગોચરી વહોરાવવાના વિષયમાં લગાવી શકાય નહિ. જિનપૂજા અને સુપાત્રદાન : આ બંનેની મર્યાદા અલગ - અલગ છે. કોથળામાં પાંચ શેરી કૂટવાનો કોઈ અર્થ નથી. વાચકો ભ્રમણામાં ન પડે તે માટે આપણે અહીં સૌ પ્રથમ શ્રી જિનપૂજા વિષયક શાસ્ત્રમર્યાદાની વિચારણા કરીશું અને પછી ગોચરી અંગેની શાસ્ત્રમર્યાદાઓનો વિચાર કરશું. સૂતક સમયે શ્રી જિનપૂજા કરવા સંબંધી શાસ્ત્રમર્યાદા: | સ્નાન કર્યા પછી પણ અશુદ્ધિ રહે અને શ્રી જિનપૂજા ન થઈ શકે તેવા સંયોગોનું વર્ણન કરતા શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણમાં ફરમાવ્યું છે કે "कस्यचित् स्नाने कृतेऽपि यदि गडुक्षतादि स्रवति, तदा तेनांगपूजां स्वपुष्पचंदनादिभिः परेभ्यः कारयित्वा अग्रपूजा, भावपूजा च स्वयं कार्या, वपुरपावित्र्ये प्रत्युताशातनासम्भवेन स्वयमङ्गापूजाया निषिद्धत्त्वात् // " “કોઈ માણસને સ્નાન કર્યા પછી પણ જો ઘા-ગુમડા વગેરેમાંથી લોહીપરુ વગેરે નીકળતું હોય તો તે માણસે પોતાના ફુલ-ચંદન આદિથી બીજા પાસે અંગપૂજા કરાવવી, પોતે ન કરવી. અગ્રપૂજા અને ભાવપૂજા પોતે કરવી.
Page #19
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 24 કારણ કે શરીર અપવિત્ર હોય ત્યારે આશાતનાનો સંભવ હોવાથી શાસ્ત્રનિષિદ્ધ અંગપૂજાને પોતે કરી શકે નહિ.” આમ તો આપણું શરીર અશુચિથી જ ભરેલું છે. પરંતુ જ્યાં સુધી આ અશુચિ શરીરમાં જ છે ત્યાં સુધી સ્નાન કરે એટલે શરીર પવિત્ર ગણાય. સ્નાન કર્યા પછી પણ લોહી વગેરે અશુચિ શરીરમાંથી બહાર આવતી હોય તો શરીર અપવિત્ર ગણાય છે, આવા સંયોગોમાં ભગવાનની અંગપૂજા થઈ શકે નહિ. અહીં શાસ્ત્રકારોની ગીતાર્થતા જુઓ : અંગપૂજા ન થઈ શકે ત્યારે પણ પોતાના પૂજા દ્રવ્યો દ્વારા બીજા પાસે અંગપૂજા કરાવવી એમ શાસ્ત્રકારોએ ફરમાવ્યું. જ્યારે આ સૂતકવાળાઓ તો શાસ્ત્રમાં ક્યાંય નિષેધ કરેલો ન હોવા છતાં, સૂતકના નામે શ્રી જિનપૂજાનો નિષેધ તો કરે જ છે પણ આટલાથી સંતોષ ન થતાં “સૂતકવાળાના ઘરનાં પાણી અને અગ્નિથી પૂજા ન થાય તેવી શાસ્ત્રાધારરહિત વાતો કરે છે. શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણમાં સ્નાન કર્યા પછી પણ શરીર અપવિત્ર રહે તેવાં કારણો બતાવ્યા તેમાં ક્યાંય સૂતકનો ઉલ્લેખ કર્યો નથી. એટલે “સૂતકમાં સ્નાન કર્યા પછી પણ શરીર અપવિત્ર રહે તેવી અશાસ્ત્રીય, અતાર્કિક માન્યતાનો કોઈ પણ પ્રભુભક્ત સ્વીકાર કરવો જોઈએ નહિ. - પ્રસૂતા સ્ત્રી અને અંતરાયવાળી સ્ત્રીને લોહીનો સ્રાવ ચાલુ હોવાથી સ્નાન કરવા છતાં તેઓ પૂજા કરી શકતા નથી. પ્રસૂતાના 10 દિવસ અને અંતરાયવાળી સ્ત્રીના 72 કલાક પસાર થયા પછી પણ જયાં સુધી સ્રાવ સંપૂર્ણ બંધ ન થાય ત્યાં સુધી તેઓથી પૂજા થઈ શકે નહિ. અગ્રપૂજાદિ કરી શકે. સૂતકનો વિવાદ સદીઓ જૂનો છે: સૂતકમાં જિનપૂજાનો પ્રતિબંધ ખરતરગચ્છની માન્યતા છે : તપાગચ્છની માન્યતા સૂતકમાં પણ જિનપૂજાદિ કરવાની છે : આ બધાયના આધારો જુઓ: આજના સમયમાં ખોટા પ્રચારોનો મારો ચલાવવાના પરિણામે એક એવી હવા ઊભી થઈ છે કે “સૂતકમાં જિનપૂજા થાય તેવો નવો મત પૂ. આ.
Page #20
--------------------------------------------------------------------------
________________ 25 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ શ્રી રામચંદ્ર સૂ.મ.એ શરુ કર્યો છે. તપાગચ્છમાં તો પરાપૂર્વ કાળથી સૂતકમાં જિનપૂજા કરવાનો પ્રતિબંધ જ છે.” જેમણે ઇતિહાસ વાંચ્યો નથી અને શાસ્ત્રશ્રવણ પણ કર્યું નથી એવા અંગૂઠાછાપ માણસો પણ આ પ્રચારયાત્રામાં જોડાઈ ગયા છે. માણસ ડાહ્યો હોય તો પ્રચારમાં તણાય નહિ પણ તપાસ કરે. જે શોધમાં નીકળે છે તેને સત્ય મળે પણ છે. પણ તેમાં ડૂબકી મારવી પડે છે. “જિન ખોજા તિન પાઈયા, ગહરે પાની પેઠ.' જેને શોધવા નીકળ્યો તેને મેળવીને જ રહ્યો પણ ઊંડા પાણીમાં ઉતરીને ! શું આ વિવાદ આજકાલનો ઉભો થયો છે ? આ વિષયમાં વિવાદમાં ખરતરગચ્છનો મત શું છે? આ વિષયમાં | વિવાદમાં તપાગચ્છનો મત શું છે ? શું આ વિવાદ વિજય રામચન્દ્ર સૂ.મ. એ ઉભો કર્યો છે? કે તપાગચ્છના મતને તેઓશ્રી વળગી રહ્યા છે? આના નિર્ણય માટે શું આધારો મળે છે? આ બધા સવાલોના જવાબો અત્યારે મળે તેમ છે. આ પ્રશ્ન આજકાલનો નથી પણ સદીઓ જૂનો છે, પ્રાચીન છે. ખરતરગચ્છની માન્યતા આ વિષયમાં કઈ છે તેને સ્પષ્ટપણે રજુ કરતા ખરતરગચ્છના ગ્રંથો આજે વિદ્યમાન છે અને સૌ કોઈ વાંચી શકે છે. તપાગચ્છની માન્યતા આ વિષયમાં કઈ છે તેને સ્પષ્ટપણે રજુ કરતા તપાગચ્છના ગ્રંથો પણ આજે વિદ્યમાન છે. અને સૌ કોઈ વાંચી શકે છે. જો ખરતરગચ્છ અને તપાગચ્છના સદીઓ જૂના આધારો છે જ તો પછી પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂ.મહારાજાએ સૂતકમાં જિનપૂજા કરવાનો નવો મત કાઢ્યો છે એવી વાત તો ટકે જ કેવી રીતે? તમે આજે પણ ‘વિવિધ પ્રશ્નોત્તર વગેરે પુસ્તકોમાં થયેલ પ્રતિપાદન જોઈ શકો છો. ક્યાંય તેમણે નવામતરૂપે આ વાત કરી જ નથી. પૂર્વના તપાગચ્છાધિપતિ શ્રીહીરવિજય સુ.મ., સેનસૂ.મ. વગેરેના ગ્રંથોનું જ પ્રતિપાદન અને સમર્થન કર્યું છે. એ ગ્રંથો તો આપણે જોઈશું જ, પણ સૌ પ્રથમ સૂતકમાં જિનપૂજા થાય કે નહિ તે પ્રશ્ન સદીઓ પહેલા ચર્ચાતો હતો તેના આધારગ્રંથોની સાક્ષી આપીને અહીં તેની વિચારણા કરીએ.
Page #21
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 26. સૂતકમાં શ્રીજિનપૂજા ન થાય તેવી માન્યતા ખરતરગચ્છની છે : તપાગચ્છ તેવું માનતો નથી. આ બંનેના પ્રામાણિક આધાર ગ્રંથોઃ તપાગચ્છમાં આજે જે રીતે જોરશોરથી સૂતકના નામે શ્રી જિનપૂજા બંધ કરાવવાનો પ્રચાર ચાલી પડ્યો છે તે સાંભળીને આજની નવી પેઢી તો એમ જ સમજી લેશે કે તપાગચ્છમાં સૂતકના દિવસોમાં આખા ઘરથી પૂજા થાય જ નહિ. તપાગચ્છની આ પરંપરા છે. એમાં જો એને એવું સાંભળવા મળે કે સૂતકમાં જિનપૂજા ન કરવાનો મત તો ખરતરગચ્છનો છે, તપાગચ્છ તો સૂતકમાં જિનપૂજા સ્નાન કર્યા પછી થાય તેવું માને છે તો એને ભારે આશ્ચર્ય થાય. સંશય પણ તેને પેદા થાય કે શું ખરેખર આવું હશે કે આ એક ગપ્પાબાજી છે ? કોઈ હા કહે અને કોઈ ના કહે તેમાં તો પ્રશ્ન વધુ ગુંચવાતો જાય. ખરેખર ખરતરગચ્છની માન્યતા કઈ છે? અને ખરેખર તપાગચ્છની માન્યતા કઈ છે ? તે મારી-તમારી માન્યતાથી નક્કી કરવાને બદલે સદીઓ જૂના ગ્રંથોના આધારે તપાસીએ તો સત્ય સારી રીતે બહાર આવે. તમે પણ કદાચ સાંભળ્યું હશે કે “સૂતકમાં જિનપૂજા બંધ કરવાની માન્યતા ખરતરગચ્છની છે એવો પ્રચાર આજનો નવો છે. ખરેખર તો ખરતરગચ્છ-તપાગચ્છ બંનેની માન્યતા આ વિષયમાં સમાન છે.” આ વિષયમાં પણ આપણે જૂના ગ્રંથો જોઈએ તો જ સાચી માહિતી મળે. ચાલો, આપણે એ પ્રાચીન ગ્રંથો જોઈએ. તપા-ખરતર ભેદ અને પ્રશ્નોત્તર ચત્વારિશત્ શતક શ્રી હીરપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્ન તો લગભગ પાંચ સદી પહેલાના તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંતના પ્રશ્નોત્તર ગ્રંથો છે. તે સમયની તપાગચ્છની સામાચારી કઈ હતી તે આ અધિકૃત ગ્રંથો દ્વારા સારી રીતે જાણી શકાય છે. પરંતુ એને જોતા પહેલા આપણે તપા-ખરતરભેદ અને પ્રશ્નોત્તર ચવારિંશત્ શતક નામે આજે પ્રકાશિત થયેલ લગભગ પાંચસો વર્ષ પ્રાચીન સાહિત્યને જોઈએ. એને વાંચ્યા પછી શ્રીહરિપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્નના
Page #22
--------------------------------------------------------------------------
________________ 27. સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ પ્રશ્નો જોશો તો બરાબર સમજાશે. આજે એના જે વિપરીત અર્થ કરવામાં આવે છે તે યોગ્ય નથી એવું પણ સમજાશે. આજથી લગભગ પાંચ શતાબ્દી પહેલા ખરતરગચ્છમાં ઉપાધ્યાય શ્રી જયસોમ ગણિવર થઈ ગયા. તેઓ મોગલ શહેનશાહ અકબર અને અકબર બાદશાહના પ્રતિબોધક તપાગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ હીરવિજયસૂરીશ્વરજી મહારાજાના સમકાલીન મનાય છે. તેમને તે સમયે તપાગચ્છનું સમર્થન કરતાં અને ખરતરગચ્છનું ખંડન કરતાં લખાણનાં કેટલાક પાનાંઓ મળી આવેલા. ખરતરગચ્છમાંથી તપાગચ્છમાં ગયેલા એક શ્રાવકે લખેલાં આ પાનાંઓ હોવાનું ઉપા. જયસોમ ગણિવરે નોંધ્યું છે. તે સમયની જૂની ગુજરાતી ભાષામાં બોલ” સ્વરૂપે આ લખાણ થયું હતું. તે સમયના ખરતરગચ્છના આચાર્યશ્રી જિનચન્દ્રસૂરિજીના આદેશથી અને આચાર્ય શ્રી જિનસિંહસૂરિજીના કથનથી ઉપા. શ્રી જયસોમ ગણિવરે ખરતરગચ્છનું ખંડન કરતા તે “બોલો’ સામે ખરતરગચ્છનું સમર્થન કરતાં બોલો’ પ્રશ્નોત્તરરૂપે લખ્યા હતા. પાંચસો વર્ષ પ્રાચીન એ પ્રશ્નોત્તરો વર્તમાનમાં છપાઈ ગયાં છે. જૂની ગુજરાતી ભાષાના એ પ્રશ્નોત્તરોને વર્તમાનની ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવા સાથે શ્રી મોહનલાલજી મહારાજના શ્રી બુદ્ધિસાગર ગણીએ ‘પ્રશ્નોત્તર ચારિશત શતક' નામના પુસ્તકરૂપે વિ. સં. ૨૦૧૨ની સાલમાં પ્રકાશિત કર્યું છે. જ્યારે પેલા શ્રાવકનાં લખેલાં મનાતાં જૂનાં પાનાંઓ હસ્તલિખિત જ્ઞાનભંડારોમાંથી મળી આવતા પૂ. આચાર્ય શ્રી જંબુસૂરીશ્વરજી મ.એ તેનું સંપાદન કરીને “તપા-ખરતરભેદ” એવા સાર્થક નામે પુસ્તકરૂપે પ્રકાશિત કર્યું છે. આ બંને પુસ્તકો આજે જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે. બીજા અનેક વિષયો સાથે તેમાં સૂતકની માન્યતાઓ પણ બે ગચ્છોની જુદી પડે છે તેની ચર્ચા કરતા બે બોલો અને બે પ્રશ્નોત્તરી છે તે આપણે જોઈએ. સૌ પ્રથમ તપા-ખરતરભેદ” ના “બોલ જોઈએ : વોલ - ધ૨મો - રઘર. તીવાર ગાવ્યા પછે પહર 8 | 22, ૩થ દ્દાર૮] बीजा लोक कांधीया कांध दीधी हुवई ते टालई / सामाइ, पोषह, पडिकमणउ,
Page #23
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 28 दिन 3 पूजा टाले, घरना धणी दिन 3 सामायिक, पडिक्कमण, पोषह न करइ / दिन 12 पूजा टालइ घररा घणी / शुं इसडा तउ कीयाही शास्त्रमांहे दीसता नथी / ए वणी शास्त्र विरुद्ध घरना आचार छ / तपा तिण वेलाइ करइ / 51 / બોલ પ૧મો (ભાષા) “ખરતર લોકાચાર આવ્યા પછી પ્રહર 8-12, અને બીજા લોક કાંધીયા કાંધ દીધી હોય તે 16-24 સામાયિક - પોસહ - પડિક્કમણું ટાળે છે. દિવસ ત્રણ સુધી પૂજા ટાલે છે, ઘરનો માલિક દિવસ ત્રણ સામાયિક-પોસહ-પ્રતિક્રમણ ન કરે, દિવસ બાર સુધી પૂજા ટાલે છે, તે આવું તો કોઈ શાસ્ત્રમાં નથી. એ પણ શાસ્ત્રવિરુદ્ધ ઘરનો આચાર છે. તપા તે વેલાઓ કરે છે.” ___ बोल 52 मो - 520 जन्मरे सूवे दिन 12 घरने देरासररी पूजा न करइ, ते पणि आपणा घरना आचार छे. शास्त्र विरुद्ध छइ / कांई जेह भणी कल्पसूत्रमांहे श्री महावीरजनमरे अधिकारइ "जाए दाए भाए करेण (इ) करवत्ता (कारवेइ)" जे जगन्यान(ते) देवपूजाविशेष, तो सिद्धारथ राजा आप पूजा कीधी तथा अनेरापांहे करावी, सूआमाहे करावी / श्री सिद्धारथ राजा ते श्री पारसनाथरइ सासणइ श्रावक छे, तेणे पूजा कीधी, पछे खर० निषेधइ छइ ते शास्त्रविरुद्ध છે, માપનડું ધરા ગવાર / 62 // બોલ પર મો (ભાષા) : “ખરતર જન્મના સૂતકે દિવસ 12 ઘરના દેરાસરની પૂજા ન કરે, તે પણ પોતાના ઘરનો આચાર છે, શાસ્ત્રવિરુદ્ધ છે. રેફ રવેડું " આમાં જે યજ્ઞ તે દેવપૂજા વિશેષ છે. શ્રી સિદ્ધાર્થ રાજાએ પોતે પૂજા કીધી છે તથા બીજા પાસે કરાવી છે. સૂતકમાં કરાવી છે. શ્રી સિદ્ધાર્થ રાજા તે શ્રી પાર્શ્વનાથના શાસનના શ્રાવક છે. તેમણે પૂજા કરી, પછી ખરતર નિષેધ છે તે શાસ્ત્રવિરુદ્ધ છે, પોતાના ઘરનો આચાર છે.” (તપા-ખરતરભેદ, પૃ. 38 થી 41) 500 વર્ષ પ્રાચીન આ બોલમાંથી આટલી વાત મળે છે : - ખરતરગચ્છવાળા મરણસૂતકમાં સ્મશાને ગયા હોય તો 8 થી 12
Page #24
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 29 પ્રહર, જો કાંધ આપી હોય તો 16 થી 24 પ્રહર સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ કરતા નથી. -ત્રણ દિવસ પૂજા છોડી દે છે. - આ તો ઘરધણી સિવાયની વાત થઈ. - ઘરનો માલિક તો ત્રણ દિવસ સુધી સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ છોડી દે - અને બાર દિવસ સુધી પૂજા છોડી દે છે. - ખરતરનો આ શાસ્ત્રવિરુદ્ધ પોતાના ઘરનો આચાર છે. -તપાગચ્છવાળા તો મરણસૂતકમાં પણ સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, પૂજા કરે છે. - ખરતરગચ્છવાળા જન્મ સૂતકમાં પોતાના ઘરે દેરાસર હોય તો બાર દિવસ ઘર દેરાસરની પૂજા કરતા નથી. તે શાસ્ત્રવિરુદ્ધ પોતાના ઘરનો આચાર - શ્રીકલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના જન્મ અધિકારમાં શ્રીસિદ્ધાર્થ રાજાએ પોતે પૂજા કીધી છે અને બીજા પાસે કરાવી છે પછી ખરતરગચ્છવાળા નિષેધ કેમ કરે છે? આજે સૂતકના વિષયમાં એવો આરોપ કરવામાં આવે છે કે “શ્રી કલ્પસૂત્ર સુબોધિકા ટીકામાં ‘હુર્વમ્ રિયંતિ શેષ: I' આવો પાઠ મૂળ ટીકાકારનો નથી, પ્રક્ષિપ્ત છે, છાપનારાએ ઉમેરેલો છે.” ઉપરના 500 વર્ષ પ્રાચીન બોલોમાં પણ પૂજા કરી-કરાવીનો પાઠ બતાવે જ છે એટલે નક્કી છે કે સુબોધિકા ટીકામાં ઉપરનો પાઠ 500 વર્ષ પહેલા પણ હતો જ. એટલે હમણાં છપાવનારે ઉમેરી દીધેલ પાઠ છે એવું સિદ્ધ થતું નથી. છતાં તેવો આક્ષેપ કરવામાં આવે, ચાલુ રાખવામાં આવે તેને મૃષાવાદનું પાપ લાગે. તપા-ખરતરભેદના 500 વર્ષ પ્રાચીન આ બોલોમાંથી આટલી વાત મળી. હવે આ બોલોનું 500 વર્ષ પહેલાના ખરતરગચ્છના ઉપા. જયસોમ ગણીએ જે ખંડન કર્યું તે પણ જોઈએ. શું ખરતરગચ્છ ઉપર જણાવી તેવી
Page #25
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 30 માન્યતા ધરાવે છે? શું તપાગચ્છની માન્યતા સૂતકમાં પૂજા કરવાની છે? શું ઉપાધ્યાયજી ખરતરગચ્છ પર કરવામાં આવેલા આરોપો નકારે છે ? આ બધા સવાલોના જવાબ માટે આપણે ઉપા. જયસોમ ગણીનું “પ્રશ્નોત્તર ચત્વારિંશત શતક'માં પૃ. 169 થી ૧૭૬માં જે લખ્યું છે તે જોઈએ. પ્રશ્ન - તથા બાંધીયા ગાશ્રી સીમાચિપોષદ પૂના પ્રમુરઘ (વંધ) રારિઘવીના भाव लिख्या ते तुम्हे अणजाण्यां लिख्या, बीजा कांधीयानइ लोकव्यवहारइ त्रेहीया स्नान कीधां पूठइ पूजा कीधी सुझइ, निश्चयबद्ध सदा सामायिक पडिकमणा नवकार गुणणा सर्व मनमांहि करइ त्रेहीया स्नान पछी सर्वथा ए मोकला थया, कांइ न करइ, तेह घरना देहरासर सूआ उतार्या पछी घरना धणी घरनइ पाणीयइ पखालइ पूजइ, अनेरा श्रावक बीजा घरनइ पाणीयइं पवित्र थइ बीजा घरनइ पाणीयइ करी पखाल पूजा करइ, बीजा घरनी अग्नि करी धूप दीप प्रमुख करइ, इम अम्हारा गुरुना संप्रदाय लिखित छइ, ख्याल (न) हवइ तउ गीतार्थ निरविरोध गुरु पूछीज्यो, जेहनइ आपणा गुरुनी प्रतीति थास्यइ ते मानीस्यइ।" ભાષા: “કાંધીયા આશ્રિત સામાયિક પોષહ પૂજા આદિ (બંધ) રાખવા બાબત જે લખ્યું તે તમોએ અજાણતે લખ્યું છે (ઘર સિવાયના) બીજા કાંધીયાઓને લોક વ્યવહારથી 2હીયા (ત્રણ દિવસના, નહીં કે ત્રણ સંખ્યાના) સ્નાન કર્યા પછી પૂજા કરવી સૂઝે નિશ્ચયબદ્ધ સદા (નિયમવાળાઓ) સામાયિક પડિક્કમણું નવકાર ગણવું આદિ સર્વ મનમાં કરે, ત્રેહીયા સ્નાન પછી એ બધા કાર્યો સર્વથા ખુલ્લા થાય, એટલે સુધી કાંઈ પણ ન કરે. તે ઘરના દેરાસર સૂતક કાઢ્યા પછી ઘરધણી (પોતાના) ઘરના પાણીથી પખાલે પૂજે, ઘરધણી સિવાય અન્ય ગૃહસ્થ બીજા ઘરના પાણીથી ન્હાઈ ધોઈ) પવિત્ર થઈને બીજા ઘરના પાણીથી પખાલ પૂજા કરે અને બીજા ઘરના જ અગ્નિથી ધૂપ, દીપ, પૂજા પ્રમુખ કરે. એમ અમારા ગુરુના સંપ્રદાયથી લિખિત (નિયમ) છે. ખ્યાલ (ન) હોય તો તે નિષ્પક્ષપાતી ગીતાર્થ ગુરુઓને પૂછજો. જેને પોતાના ગુરુની પ્રતીતિ હશે તે માનશે.” ઉપા. જયસોમ ગણીએ આપેલા આ જવાબમાંથી આવું તારણ નીકળે છે
Page #26
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 31 - કાંધ ન આપી હોય તેવા લોકાચારથી પાછા આવેલા માટે તેઓ કશો જવાબ આપતા નથી. - જેમણે કાંધ આપી છે તેમાં પણ ઘરના વ્યક્તિ માટે કોઈ ખુલાસો નથી. - ઘર સિવાયના બીજા કાંધ આપનારાઓ ત્રણ દિવસના (હીયા) સ્નાન પછી પૂજા કરી શકે. - આ ત્રણ દિવસમાં જો સામાયિક, પ્રતિક્રમણ, નવકારવાળી ગણવાનો રોજનો નિયમ હોય તો આ બધું મનમાં કરી શકે છે. - બાકી તો ત્રણ દિવસના સ્નાન બાદ એ બધાં કાર્યો ખુલ્લાં થાય. ત્રણ દિવસ સુધી કાંઈ ન કરી શકે. -ઘરે જો ઘર દેરાસર હોય તો સૂતક કાઢ્યા પછી ઘરનો માલિક પોતાના ઘરના પાણીથી પ્રક્ષાલપૂજા કરી શકે. મતલબ કે સૂતક ન કાઢે ત્યાં સુધી પોતાના ઘરના પાણીથી પૂજા ન કરી શકે. પણ ઘરધણી બીજાના ઘરના પાણીથી પૂજા કરી શકે કે નહિ તે જણાવતા નથી. -તો પછી એટલા દિવસ ઘરદેરાસરની પૂજાનું શું? તેનો રસ્તો બતાવતા કહે છે કે ઘરધણી સિવાયનો બીજો શ્રાવક બીજા ઘરના પાણીથી સ્નાન કરે, બીજા ઘરનું પાણી લાવી પ્રક્ષાલ પૂજા કરે અને બીજા ઘરના જ અગ્નિથી ધૂપપૂજા અને દીપપૂજા કરે. - આ બધો અમારા ગુરુના સંપ્રદાયથી આવેલો નિયમ છે. તેઓ કોઈ શાસ્ત્રનો હવાલો આપતા નથી. આ રીતે ઉપા. જયસોમ ગણી મરણસૂતકનો જવાબ આપતા જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ પૌષધનો પ્રતિબંધ સ્વીકારે છે. ફક્ત જેમણે નિયમ લીધો હોય તેમને સામાયિક, પ્રતિક્રમણ, નવકારવાળી ગણવાની છૂટ આપે છે પરંતુ “આદિ પરથી જિનપૂજાની નિયમવાળાને છૂટ મળે છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી. પાછી આ છૂટ ઘર સિવાયનાને મળી છે. ઘરવાળા પરનો
Page #27
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ પ્રતિબંધ તો યથાવત્ રહે છે. - હવે “પ્રશ્નોત્તર ચત્વારિંશત્ શતક' પુસ્તકમાં ‘તપા-ખરતર ભેદના બોલને ટાંકીને જે જવાબ અપાયો છે તે પણ જોઈએ. એમાંથી ઘણી બધી વાતો જાણવા મળશે. શ્રી નિશીથચૂર્ણાના નામે પણ જે વાતો ચાલે છે તેનો જવાબ પણ મળી જાય છે. 51 प्रश्न - तथा खरतरनई जन्मनइ सूअइ अशुचिकर्म निवर्त्यइ पछइ, एतलई 11-12 दिने गये थके घरना देहरासरनी पूजा घरनइ पाणीयइ तेह घरना माणस करइ ते घरना आचार जाणीयइ छइ, परं शास्त्रइ कठेइ ए वात नथी, तउ ते पूजा न करइ, ते स्युं ? ભાષા : ખરતરોને જન્મના સૂતકે અશુચિ નિવાર્યા પછી, એટલે 11 તથા 12 દિવસ ગયા પછી પોતાના ઘર દેરાસરની પૂજા ઘરના પાણીથી ઘરના માણસો કરે, તે ઘરના આચાર જાણીએ છીએ, પરંતુ શાસ્ત્રમાં ક્યાંએ એવી વાત નથી. તો પછી તે (સૂતકવાળા ઘરના માણસો) પૂજા ન કરે, તે शुं ? तत्रार्थे - यतिनइ जन्मनइ सूअइ 'निव्वत्तिए अशुइ जायकम्मकरणे, सम्पत्ते बारसाहे दिवसे' एवा श्रीदशाश्रुतस्कंधादि सिद्धांतना पाठनइ न्यायइ 12 दिने अशुचिकर्म निवर्त्तन कर्या पछी आपणा मित्र ज्ञाति, प्रमुख जिमाव्या, एतलइ जन्म दिन थकी 12 दिनइ घर शुद्धि थाइ. 11 दिनतांई अशुचि थाइ, तउ अशुचिमांहि तियइ पाणीयइ किम पक्षाल पूजा थाइ? तथा जात सूतकनइ नरइ यतिनइ जइ आहारनइ निमित्त जाइवउ निषेध्यउ तउ जिनप्रतिमा तउ तेहनइ घरइ पूजिवउ किम थाइ ? तथा चोक्तं 'जायमयसूयगाइसु निज्जूडा' इत्यादि व्यवहारभाष्ये। व्याख्या - 'जातसूतकं नाम जन्मानन्तरं दशाहानि यावत्, मृतसूतकं - मृतानन्तरं दशाहानि यावत् / ' इति व्यवहारवृत्तौ / 'सन्निरुद्धे से गामे' इति श्रीप्रथमांगे / 'पडिकुटुं कुलं न पविसे' इति श्री दशवैकालिके ! 'निशीथभाष्य- निशीथचूर्णि प्रमुख सर्वमान्य ग्रंथामांहि जन्मसूतक गृह 11 दिन अपवित्र थाइ, तउ तीर्थंकरनी प्रतिमा केम
Page #28
--------------------------------------------------------------------------
________________ 33 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ पूजाइ? सिद्धार्थ राजानइ अधिकारि पुष्प गंध धूप नैवेद्यादि अग्रपूजा संभावीयइं, जइ तेहनइ धरइ लोक न जिमइ, यति न विहरइ, ते घर अशुचि थाइ, तउ तीयइ घरनइ पाणीयइ श्री जिनप्रतिमानी अंगपूजा कहउ किम थाइ ? ढोवणा प्रमुख अग्रपूजा थाई, पुणि जिम जन्मनइ सूअइ गुल सोपारी नालेर प्रमुख तेहनइ घरइ ना लांहणां लोक लियाजि करइ, तिम ढोवणादि पूजा घटइ, हिवणाइ जन्मना घर थकी देहरइ घी नालेर सोपारी आखोत्रीथाल प्रमुख, जेहमांहि तेहना धरनउ पाणी न पडइ ते आणी ढोइयइ, यति पिण कारणविशेषई जन्म सूतकनइ घरना घी गुल, प्रमुख ल्यइ छइ, ते भणी जन्म सूतकनइ घरइ तेहनइ पाणी साथि पूजा करिवी निषिद्ध पूर्वाचार्यइ शास्त्रइ न्यायइ थापी प्ररुपी, ते प्रमाण करिवी, वास कपूर नैवेद्यादि पूजा निषिद्ध नथी. एवं गीतार्थनइ पूछीवउ // 8 // ભાષા : “સૂતકવાલા ઘરે સાધુને આહાર-પાણી વહોરવું ન કલ્પે, કારણ કે દશાશ્રુતસ્કંધ (કલ્પસૂત્ર)માં લખ્યું છે કે “બારમો દિવસ સંપ્રાપ્ત થયે, (સૂતક સંબંધી) અશુચિકર્મ નિવર્તન કર્યું છત” મતલબ કે બાર દિવસે અશુચિકર્મ નિવર્તિત કર્યા પછી પોતાના મિત્ર, જ્ઞાતિ આદિને જમાડ્યા, એટલે જન્મ દિવસથી બાર દિવસે ઘર પવિત્ર થાય, અગ્યાર દિવસ સુધી ઘર અપવિત્ર હોય છે. તો તે અપવિત્રતાવાળા ઘરના પાણીથી પ્રભુની પક્ષાલ પૂજા કેમ થઈ શકે ? તથા જન્મ સૂતકના ઘરે સાધુને આહાર નિમિત્તે જવાનું એ શાસ્ત્રનિષિદ્ધ છે, ત્યારે તે (સૂતકવાળા) ના ઘરે (તેના પાણી વગેરેથી) જિનપ્રતિમા કેમ પૂજાય ? એ જ બાબતે વ્યવહાર ભાષ્ય અને ટીકામાં લખ્યું છે કે “જન્મસૂતક એટલે જન્મ પછી દશ દિવસ પર્યન્ત અને મૃત સૂતક એટલે મૃત્યુ થયા પછી દશ દિવસ પર્યન્ત (ત ઘર, ત્યાજય કહેવાય) એમ જ આચારાંગમાં કહ્યું છે કે - તે માત્ર (સૂતકાદિથી) સન્નિરુદ્ધ રોકાયેલ છે. તેમ દશવૈકાલિક ટીકામાં લખ્યું છે કે “સૂતકાદિથી નિષિદ્ધ કુલોમાં સાધુ ગોચરી પાણીએ ન જાય' એવી જ રીતે નિશીથભાષ્ય (તથા) ચૂર્ણિમાં આહારાદિ નિમિત્તે જવાને અયોગ્ય ઘરોના વર્ણનમાં સૂતકવાળાનો ઘર પણ અયોગ્ય કહેલ છે. એવી રીતે સર્વમાન્ય પ્રાચીન ગ્રંથોના કથનથી સૂતકવાળાનો ઘર
Page #29
--------------------------------------------------------------------------
________________ 34 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ અગ્યાર દિવસ સુધી અપવિત્ર હોય છે એટલે સાધુઓને આહાર નિમિત્તે તે સૂતકવાળા ઘરમાં જવાનો નિષેધ છે), તો તેના ઘરના પાણી આદિથી જિનપ્રતિમા કેમ પૂજાય? સિદ્ધાર્થ રાજાના અધિકારમાં (તેણે) પુષ્પગંધ, ધૂપ, નૈવેદ્યાદિ અગ્રપૂજા (કરાવી હોય એમ) સંભવિત છે, જયારે તેના ઘરે લોકો જમતા નથી. સાધુઓ વહોરતા નથી. તે ઘર (આખું એ) અપવિત્ર છે. ત્યારે તે ઘરના પાણીથી જિનપ્રતિમાની અંગપૂજા કહો કેમ થઈ શકે ? હા નૈવેદ્યાદિ અગ્રપૂજા થઈ શકે, વળી જન્મસૂતકે તેના ઘરના ગોળ સોપારી, નાળીયેર આદિ લ્હાણા (જેમ) લોકો લિયા કરે છે, તેમ નૈવેદ્યાદિ પૂજા ઘટે છે. હમણાં પણ જન્મ (સૂતકવાળા)ના ઘર થકી દેરાસરે ઘી, નાનેર, સોપારી, અક્ષતથાળ આદિ કે જેમાં તે (સૂતકવાળા)ના ઘરનું પાણી પડ્યું ન હોય. તે વસ્તુ લાવી ચડાવે છે. સાધુઓ પણ કારણ વિશેષે જન્મસૂતકના ઘરના ઘી, ગોળ પ્રમુખ લીએ છે માટે પૂર્વાચાર્યોએ શાસ્ત્રાનુસાર જન્મસૂતકવાળાના ઘરના પાણીથી જિનપ્રતિમાની પૂજા નિષેધી છે તે (શાસ્ત્રજ્ઞા) પ્રમાણ કરવી, વાસ કપૂર નૈવેદ્યાદિ પૂજા નિષિદ્ધ નથી. આ રીતે સ્પષ્ટતાથી) ગીતાર્થોને પૂછવું. આ રીતે ઉપા. જયસોમ ગણીએ “પ્રશ્નોત્તર ચારિંશત્ શતક' માં તપાગચ્છની સૂતક વિષયક માન્યતાનું બહું કડવાશથી ખંડન કર્યું છે. જે પ્રશ્નોમાં જૂનાં પાનાંઓમાં ખરતર ગચ્છ પર કરવામાં આવેલ આક્ષેપ ખોટા હતા ત્યાં ઉપા. જયસોમગણીએ સ્પષ્ટતા કરી છે કે આવી અમારી માન્યતા નથી. જ્યાં જ્યાં તપાગચ્છ સાથે ખતરગચ્છની માન્યતા અલગ પડે છે ત્યાં તેમણે જવાબ આપ્યો છે. અહીં રજુ કરવામાં આવેલ ૫૦-૫૧માં પ્રશ્નોત્તર જોતા સ્પષ્ટ સમજાય છે કે સૂતકમાં પણ શ્રી જિનપૂજા વગેરે કરવાની માન્યતા તપાગચ્છની છે અને સૂતકમાં શ્રી જિનપૂજા વગેરે અમુક દિવસ સુધી ન થાય તેવી માન્યતા ખરતરગચ્છની છે. આટલું જાણ્યા પછી ખરતરગચ્છની માન્યતાને પ્રચારવા માટે તપાગચ્છની માન્યતાનો ત્યાગ કરનારા તપાગચ્છવાળા પાછા તપાગચ્છના માર્ગે આવી જાય તે જ તેઓ માટે હિતકારી માર્ગ છે. 0 ‘પ્રશ્નોત્તર ચત્વારિંશત્ શતકમાં જૂની ભાષાનું લખાણ ઉપા. જયસોમ
Page #30
--------------------------------------------------------------------------
________________ 35 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ગણીનું છે. પ્રાચીન છે. 0 તેને આજની ભાષામાં ઢાળતી વખતે કૌંસમાં લખેલ લખાણ મૂળનું નથી. પણ ચોપડીછપાવનારા શ્રી મોહનલાલજી મહારાજના શ્રી બુદ્ધિસાગરજી મ. નું છે. ૦ઉપરનો એકાવનમાં પ્રશ્નોત્તર જોતા ખરતરગચ્છની માન્યતા આવી જાણવા મળે છે : 0 આગમ અને આગમની ટીકાઓના પાઠોમાં ક્યાંય જિનપ્રતિમાની પૂજા સૂતકમાં થાય કે નહિ તેની કોઈ જ વાત આવતી નથી. એ પાઠોમાં સાધુએ ગોચરી જતી વખતે સૂતકના ઘરોમાં કેવી વહોરવા સંબંધી મર્યાદા પાળવી તેની જ વાત લખી છે. ૦ખરતરગચ્છ ગોચરીના પાઠો ટાંકીને પોતાની મતિકલ્પના ચલાવી છે કે જો સૂતકના ઘરમાં સાધુ વહોરતા નથી. લોકો જમતા નથી માટે સૂતકવાળું ઘર અપવિત્ર છે. તેથી તેવા ઘરના પાણીથી જિનપ્રતિમાની અંગપૂજા કેવી રીતે થઈ શકે ? અગ્રપૂજા થઈ શકે. 0 આ મતિકલ્પનાનો તપાગચ્છ સ્વીકાર કર્યો નથી તે હીરપ્રશ્નના પ્રશ્નોત્તરમાં આગળ આપણે જોઈશું. 0 સૂતકવાળા ઘરેથી કારણ વિશેષે ઘી-ગોળ વગેરે ખરતરગચ્છના સાધુઓ વહોરે છે ૦જન્મસૂતકવાળા વાસ-કપૂર-નૈવેદ્ય વગેરે પૂજા કરે તેનો ખરતરગચ્છ નિષેધ કરતો નથી. 0 શ્રીકલ્પસૂત્રના પાઠમાં શ્રી સિદ્ધાર્થરાજાના અધિકારમાં ખરતરગચ્છ સર્વથા જિનપૂજાનો ઉચ્છેદ કરતા નથી પણ ફળ-નૈવેદ્ય-પુષ્પ-ગંધ આદિ અગ્રપૂજાની સંભાવના કહ્યું છે. અહીં ખાસ ધ્યાન આપવા જેવી એક વિગત છે. ઘણાં જૂનાં દેરાસરઉપાશ્રયોમાં પ્રાચીન પટો લગાવેલા જોવા મળે છે. તેનું હેડીંગ હોય છે : સૂતક વિચારપટ.” એના રચયિતા કોણ છે તેનું નામ તો ક્યાંય હોય જ નહિ. તેમાં સૂતક સમયે પાળવાના નિયમ તરીકે ઘણા બધા પ્રતિબંધો ઠોકી દીધા
Page #31
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 36 છે. જેના માટે કોઈ શાસ્ત્રપાઠ આપતા નથી. તેમાં એક શાસ્ત્રપાઠ આવો લખેલો મળે છે : સૂતકવાળા ઘરનાં અગ્નિ અને જળથી જિનપૂજા થાય નહિ એમ નિશીથચૂર્ણિમાં કહ્યું છે.” આજે નિશીથચૂર્ણિ ઉપલબ્ધ છે. તેમાં આવો પાઠ ક્યાંય લખેલો નથી. એથી આ વાત નિરાધાર જણાય છે. કારણ કે ઉપર ૫૧માં પ્રશ્નોત્તરમાં પણ આ જ માન્યતા ઉપા. જયસોમગણિએ લખી છે છતાં તેઓ જિનપૂજાના નિષેધનો પાઠ શ્રી નિશીથચૂર્ણિમાંથી રજૂ કરી શક્યા નથી. જે પાઠ તેમણે મૂક્યો છે તે ગોચરી જવા અંગેની મર્યાદાનો પાઠ છે એના આધારે પોતાની મતિકલ્પનાથી પૂજાબંધી માટે તેઓએ ખેંચતાણ કરી છે પણ એ તદ્દન અનુચિત છે અને આરાધના અલગ છે. ખરેખર તો અશુચિ પ્રસૂતા સ્ત્રીને હોય છે. આખું ઘર અપવિત્ર બની જવાની કલ્પના ખરતરગચ્છની પોતાના ઘરની છે. અંતરાયવાળી સ્ત્રીથી આખું ઘર અપવિત્ર બનતું નથી. એ બહેને સ્પર્શાસ્પર્શની મર્યાદા પાળવાની છે તેમ પ્રસૂતિથી આખું ઘર અપવિત્ર બની જતું નથી. પ્રસૂતા બહેનની સ્પર્શાસ્પર્શની મર્યાદા સૌએ પાળવાની છે. ફક્ત લોકવ્યવહારમાં જમવા કે ભિક્ષા આપવાનો રીવાજ ન હોવાથી તેવી માન્યતાવાળા ઘરે સાધુ વહોરવા ન જાય. તેમાં અશુચિનું કોઈ કારણ શાસ્ત્ર પણ આપ્યું નથી. પ્રસૂતિવાળા ઘરનું પાણી અપવિત્ર બની જાય તેવી માન્યતાને શાસ્ત્ર કે વિજ્ઞાન કોઈનો જ ટેકો નથી. એટલે શ્રીનિથીશચૂર્ણિના નામે જે ગડું ચલાવવામાં આવે છે તે માની શકાય નહિ. ઉપા. જયસોમગણીના સમયમાં પણ “સૂતકવાળાના ઘરના અગ્નિ અને પાણીથી જિનપૂજા ન થાય તેવો પાઠ નિશીથચૂર્ણિનો ન હતો તે સિદ્ધ થાય છે. આજે આવી આધારવિનાની અસત્યવાત પ્રચારવામાં આવી રહી છે તે તદ્દન અનુચિત છે. શાસનદેવ તેઓને સબુદ્ધિ આપે. સૂતકમાં જિનપૂજા કરવા સંબંધી તપાગચ્છની માન્યતા : શ્રી હરિપ્રશ્નોત્તર ખરતરગચ્છના આવા પ્રચારના કારણે તત્કાલીન તપાગચ્છાધિપતિ
Page #32
--------------------------------------------------------------------------
________________ 37 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરવિજય સૂરીશ્વરજી મહારાજા સમક્ષ આ પ્રશ્ન આવ્યો હતો. તે સમયે જેસલમેરમાં ખરતરગચ્છનું જોર ઘણું હતું. ઘરો પણ ઘણાં હતાં. સૂતકમાં ‘પૂજા છોડી દેવાની અને વહોરવાનું નહિ.” આવી ખરતરગચ્છની પ્રવૃત્તિ જોઈને ત્યાં રહેલા તપાગચ્છના શ્રાવકોમાં પ્રશ્નો ઉઠ્યા હતા. જેસલમેર શ્રી સંઘે આ સંબંધી પ્રશ્ન તત્કાલીન તપાગચ્છાધિપતિને પૂછાવેલો અને તેનું સમાધાન પૂ. તપાગચ્છાધિપતિશ્રીએ ફરમાવેલું તેનો આખો પ્રશ્નોત્તર શ્રીહરિપ્રશ્નમાં છે તેનો પાઠ અને ગુજરાતી અર્થ અહીં રજુ કરું છું. પ્રશ્ન : ચેષાં ગૃહે પુત્રપુત્રીનાd મવતિ ત મનુના: ર૩રતરપક્ષે સ્વગૃહપાનીયે देवपूजां न कुर्वन्ति, तद्यतिनोऽपि तद्गृहे दशदिनानि यावन्न पूरवन्ति, तदक्षराणि कुत्र सन्ति ? आत्मपक्षे चैतदाश्रित्य को विधिः? // 18 // उत्तरम् - अत्र यद्गृहे पुत्रपुत्री प्रसवो जातो भवति तद्गृहपानीयेन देवपूजा न शुद्धयतीत्यक्षराणि शास्त्रे ज्ञातानि न सन्तीति / तथा तद्गृहविहरणमाश्रित्य यस्मिन् देशे यो लोकव्यवहार स्तथानुसारेण यतिभिः कर्तव्यं, दशदिननिर्बन्धस्तु શાત્રે જ્ઞાતો નાસ્તીતિ Iઉટા'' પ્રશ્ન : જેનાં ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થાય છે. તે ઘરના મનુષ્યો ખરતરપક્ષમાં પોતાનાં ઘરના પાણીથી દેવપૂજા કરતા નથી. ખરતરગચ્છના સાધુઓ પણ તેનાં ઘરે દશ દિવસ સુધી વહોરતા નથી. તેના અક્ષર ક્યાં છે? અને આપણા તપાગચ્છમાં આ વિષયમાં કયો વિધિ છે? ઉત્તર H જેના ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થાય છે તેના ઘરનાં પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય. તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી અને તેના ઘરે વહોરવાની વિધિમાં તો જે દેશમાં જે લોકવ્યવહાર હોય તે અનુસાર સાધુઓએ કરવું જોઈએ. દશ દિવસનો આગ્રહ શાસ્ત્રમાં જાણ્યો નથી. (શ્રી હીરપ્રશ્નોત્તરાણિ - પ્રકાશ-૪, પૃ. 38)" શ્રીહરિપ્રશ્નના ‘હીરયુગ'ની માન્યતાને પ્રગટ કરતા આ પ્રશ્નોત્તરથી આપણને પૂ. તપાગચ્છાધિપતિશ્રી તરફથી સદીઓ જૂની આટલી માહિતી પ્રામાણિકપણે પ્રાપ્ત થાય છે :
Page #33
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 38 - ચાર-પાંચ સદી પહેલા ખરતરપક્ષના શ્રાવકો જે ઘરે પુત્ર કે પુત્રીનો જન્મ થયો હોય તેના ઘરના પાણીથી પૂજા કરતા ન હતા. એ પૂજા શુદ્ધ ન કહેવાય તેવું માનતા હતા. આ વાત ઉપા. જયસોમ ગણીના પ્રશ્નોત્તરોમાં પણ આપણે સ્પષ્ટપણે વાંચી. - આપણા તપાગચ્છમાં આ વિષયમાં કયો વિધિ છે? આવા પ્રશ્નનો ઉત્તર આપતા પૂ. હીર સૂ. મ. ફરમાવે છે કે જેનાં ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થાય છે તેના ઘરના પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી.” આમ કહીને ખરતરગચ્છની માન્યતા શાસ્ત્રાધારિત નથી એવું સ્પષ્ટ જાહેર કરે છે. - જો કે આજે કેટલાક પંડિતો ‘તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી” એનો અર્થ એવો કરે છે કે “કદાચ શાસ્ત્રમાં તેવા અક્ષરો હોય પણ ખરા પણ અમારી જાણમાં નથી ?' આવો અર્થ તારવનારા પંડિતોને આમાં પોતાનો મતાગ્રહ અને કદાગ્રહ નડે છે. ખરેખર તો પૂ. તપાગચ્છાધિપતિશ્રીની હીરપ્રશ્ન”ની ભાષાનો અભ્યાસ કર્યો હોય તો આવું ગલત તારણ કોઈ સરળ આત્મા કે શાસ્ત્રજ્ઞ મહાપુરુષ કાઢી શકે નહિ. ઉદાહરણ તરીકે એક જ નમૂનો લઈએ : “હીરપ્રશ્નમાં એક પ્રશ્નનો જવાબ આપતા લખ્યું છે કે મંત્ર પ્રાસાદ્દે પ્રતિમાસ્નાનઝરણાવસરે ચૈત્યવંદ્રનઝર પ્રતિષેધો જ્ઞાતો નાસ્તિ' એટલે કે અહીં જિનાલયમાં પ્રતિમાને પ્રક્ષાલ થતો હોય ત્યારે ચૈત્યવંદન કરવાનો પ્રતિષેધ -નિષેધ શાસ્ત્રમાં જાણ્યો નથી.” અહીં પૂ. શ્રી હીરસૂ. મ. “પ્રતિષેધ નથી એમ કહેવાને બદલે “પ્રતિષેધ જાણ્યો નથી” એમ કહે છે. છતાં આજે સૌ તેનો અર્થ “પ્રતિષેધ નથી’ એવો જ કરે છે. અને તે જ મુજબ પ્રતિમાને પ્રક્ષાલ થતો હોય ત્યારે પણ ચૈત્યવંદન કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જવાબ આપવાની આ તેઓશ્રીની લાક્ષણિક શૈલી છે. સૂતકના પ્રશ્નના સમાધાનમાં પણ એ જ રીતે ‘શાસ્ત્રમાં નિષેધ નથી” એવો જ અર્થ કરવો પડે. -બીજી વાત એ પણ છે કે તે કાલની અપેક્ષાએ વિશિષ્ટ શ્રતધર ગણાતા મહાપુરુષો “શાસ્ત્રમાં તેવા અક્ષરો જાણ્યા નથી” એવો સ્પષ્ટ ઉત્તર આપે, છતાં તેનો ‘શાસ્ત્રમાં નિષેધ હોઈ પણ શકે છે એવો અર્થ કાઢવામાં આવે તો
Page #34
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 39 માનવું પડે કે ક્યાં તો તેમને ભાષાજ્ઞાન નથી, ક્યાં તો મહાપુરુષોના નામે પોતાને ફાવતી વાતો પકડી રાખવાની ટેવ પડી છે. કારણ કે આજથી 400 વર્ષ પહેલા તે સમયના પૂ. તપાગચ્છાધિપતિશ્રીએ જાહેર કર્યું હતું કે સૂતકવાળાનાં ઘરનાં પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી ત્યારે કે આજે ચારસો વર્ષ પછી પણ, તેવા અક્ષરો શાસ્ત્રમાંથી કોઈ કાઢી શક્યા નથી. આ જ વાતથી પુરવાર થાય છે કે તેવા અક્ષરો શાસ્ત્રમાં નથી. - આજની વાત કરીએ તો “સૂતકમાં પૂજા ન થાય તેવા ખરતરગચ્છના મતને માન્યતા - આપનારા આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ આ પ્રશ્નોત્તરનો ‘શાસ્ત્રમાં નિષેધ નથી' એવો અર્થ સ્વીકારીને જ “શ્રી હીરપ્રશ્નોત્તર ટિપ્પનિકા'માં 62 મા પાને લખ્યું છે કે ‘સત્ર યહે પુત્રपुत्रीप्रसवो जातो भवति तद्गृहपानीयेन देवपूजा न शुद्धयतीत्यक्षराणि शास्त्रे ज्ञातानि न सन्तीति पूज्यैर्यन्निगदितं तत्सुविहितसामाचारीलोपकं शास्त्रोत्तीर्ण च પ્રતિમતિ " એટલે કે “અહીં જેના ઘરે પુત્ર કે પુત્રીનો જન્મ થાય છે, તે ઘરનાં પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી, આ પ્રમાણે આપે (શ્રી હીરપ્રશ્નોત્તરમાં) જે સમાધાન આપ્યું તે સમાધાન સુવિહિત સામાચારીનું લોપક છે અને શાસ્ત્રવિરુદ્ધ છે એમ (નરેન્દ્રસાગરસૂરિજીને) લાગે છે. આ ટિપ્પણીમાં નરેન્દ્રસાગરસૂરિજીએ પૂ. તપાગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય હીર સૂ. મ. ઉપર બે આક્ષેપો કર્યા છે. પહેલો આક્ષેપ, આપે આપેલ સમાધાન સુવિદિત સામાચારીનું લોપક બીજો આક્ષેપ, આપે આપેલ સમાધાન શાસ્ત્રવિરુદ્ધ છે. તેમણે કરેલા આ બે આક્ષેપો સાચા છે, “અભ્યાખ્યાન' નામનું તેરમું પાપ નથી એવું સિદ્ધ કરવા માટે તેમણે ટિપ્પણીમાં તેવા આધારો - શાસ્ત્રપાઠી આપવા જોઈએ. પરંતુ ‘સૂતકવાળાનાં ઘરનાં પાણીથી શ્રી જિનપૂજા શુદ્ધ ન થાય તેવો શાસ્ત્રાધાર કે તેવી સામાચારી તપાગચ્છની છે તેવો આધાર,
Page #35
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 40 નરેન્દ્ર-સાગરસૂરિજી રજૂ કરી શક્યા નથી એટલે સ્પષ્ટ સમજાય તેવું છે કે તેમણે કરેલા આક્ષેપો તદન ખોટા છે. એનાથી તપાગચ્છાધિપતિ પૂર્વાચાર્ય ભગવંતની સ્પષ્ટ આશાતના થઈ રહી છે. | વિચારવામાં આવે તો સમજાય તેવું છે કે વિક્રમની સત્તરમી શતાબ્દિમાં તપાગચ્છની સુવિહિત સામાચારી કઈ હતી તેની સંપૂર્ણ અધિકૃત જાણકારી તે સમયના તપાગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજાને જ હોય. વિક્રમની એકવીસમી શતાબ્દિમાં શ્રી હીરપ્રશ્ન ઉપર અણછાજતી ટિપ્પણીઓ લખી રહેલા નરેન્દ્રસાગરસૂરિજીને ન જ હોય.એટલે પૂ. તપાગચ્છાધિપતિશ્રી ઉપર જે બે આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે તે તેમનો ચોખ્ખો મૃષાવાદ છે. - “સૂતકવાળાના ઘરે વહોરવાની વિધિમાં તો જે દેશમાં જે લોકવ્યવહાર હોય તે અનુસાર સાધુઓએ કરવું જોઈએ.” આવો ઉત્તર આપીને આ પ્રશ્નોત્તરમાં વહોરવાની વિધિમાં લોકવ્યવહાર અનુસાર કરવાનું કહ્યું છે પરંતુ શ્રી જિનપૂજાની વિધિમાં લોક વ્યવહાર મુજબ ચાલવાની વાત જણાવી નથી એટલા માટે સૂતકના નામે આખા ઘર પર પૂજાબંધી લાદી દેનારા જિનપૂજામાં અંતરાય કરવાનું પાપ તો બાંધે જ છે અને તપાગચ્છની સામાચારીથી વિરુદ્ધ પણ ચાલે છે. - રમુજ થાય તેવી વાત છે. સૂતકમાં પૂજા ન કરવાની સામાચારી દેવસૂર સંઘની સામાચારી હોવાનું ઠોકી ઠોકીને કહેવામાં આવે છે. જેનો કોઈ જ આધાર નથી. તપાગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દેવસૂ.મ.ના નામે દેવસૂર સંઘ ચાલી રહ્યો છે તેવી વાત પણ કરવામાં આવે છે. સામાન્ય બુદ્ધિથી વિચારવામાં આવે તો પણ સમજાય તેવું છે કે તપાગચ્છાધિપતિ પૂ.આ. શ્રી દેવ સૂ.મ.ના દાદાગુરુ તપાગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી હીર સૂ.મી. છે. શું દાદાગુરુ કરતા તેમની સામાચારી અલગ હોઈ શકે ? દાદાગુરુ જેનું સ્પષ્ટ સમર્થન કરે તેનો વિરોધ ખરતરગચ્છવાળાની જેમ તેમના જ પ્રપટ્ટધર કરે ? શ્રી હરિપ્રશ્નને પૂ. દેવ સૂ.મ. માનતા ન હતા તેવો કોઈ જ ઉલ્લેખ મળતો નથી. છતાં તેમના નામે આજે જે ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે તે તેઓ બંને તપાગચ્છાધિપતિ
Page #36
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ભગવંતોની આશાતના કરનારી બને છે. જે પૂ. હીર સૂ.મ. માને, જે પૂ. સેન સૂ.મ. માને એને જ એમની પાટે આવેલા પૂ.દેવ સૂ.મ. ન માને આવી તરંગીવાત તો કોણ સ્વીકારે ? - “સૂતકવાળાના ઘરના પાણીથી જિનપૂજા શુદ્ધ ન થાય તેવી વાત કોઈ શાસ્ત્રમાં નથી અને તપાગચ્છાધિપતિઓ પણ ચાર સદી પહેલા તેને સ્પષ્ટ રીતે નકારે છે. ખરતરગચ્છવાળા “જ્યાં સાધુ વહોરી ના શકે તેવા ઘરના પાણીથી પૂજા શુદ્ધ કેવી રીતે થાય ?' આવો પ્રશ્ન ઉઠાવીને પોતાનો મત વ્યક્ત કરે છે પણ તેઓને ક્યાંય શાસ્ત્રમાં આ વિધાન મળતું નથી. ગોચરીના વિધાનને અસંગતપણે પૂજાના માર્ગ સાથે જોડે છે જે કોઈ રીતે માન્ય કરી શકાય નહિ. દુ:ખની વાત છે કે આજે તપાગચ્છના શ્રમણ-શ્રાવકો આનો ઇતિહાસ-શાસ્ત્રપાઠની પૂરી જાંચ કર્યા વિના જ કડક પૂજા બંધી ઠોકી દે છે. આ વખતે જે શોધક હશે અને મધ્યસ્થ રહેશે તેના હાથમાં જ તત્ત્વ આવશે. ગોચરીની વાત આગળ જતા વિસ્તારથી વિચારશું. શ્રી હરિપ્રશ્નના પાઠ પરથી તે સમયે સત્તરમી સદીમાં તપાગચ્છમાં સૂતક સમયે જિનપૂજા માટેની શી મર્યાદા હતી તે સમજાય છે. હવે આ જ પ્રશ્ન પૂ. આ. ભ. શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ.ના પટ્ટધર સવાઈ હીરલા પૂ. આ. ભ. શ્રી વિજય સેનસૂરીશ્વરજી મહારાજાને પણ પૂછવામાં આવેલો. પૂછનાર ફતેપુરના શ્રી સંઘ હતો. શ્રી હીરપ્રશ્નમાં ખરતરગચ્છની માન્યતાને રજુ કરીને પ્રશ્ન કરવામાં આવ્યો છે જ્યારે સેનપ્રશ્નમાં તો ખુલ્લ ખુલ્લા કોઈનો પણ મત જણાવ્યા વિના પ્રશ્ન પૂછાયો છે. વાંચો એ પ્રશ્ન : यथा - जन्मसूतके मरणसूतके च प्रतिमा पूज्यते न वा - इति प्रश्नोऽत्रोत्तरं ૩મત્રા િસ્ત્રીનરTનન્તરે પ્રતિમાપૂનનનિષધો જ્ઞાતો નાસ્તીતિ / 78 || (સનપ્રશ્ન - પૃ. 110) જન્મસૂતકમાં કે મરણસૂતકમાં પ્રતિમા પૂજાય કે નહિ? આ પ્રશ્ન છે. એનો ઉત્તર : જન્મ સૂતકમાં કે મરણસૂતકમાં સ્નાન કર્યા પછી પ્રતિમા પૂજનનો નિષેધ જાણ્યો નથી.' પૂ.આ. શ્રી સેનસૂરીશ્વરજી મહારાજાએ અહીંઆ સમાધાનમાં પોતાના
Page #37
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ગુરુદેવની શૈલીમાં જ ઉત્તર આપ્યો છે : “શાસ્ત્રમાં નિષેધ જાણ્યો નથી. આ શબ્દો માટે હીરપ્રશ્ન જેવી દલીલ કરવામાં આવે તો તેનો ઉત્તર ત્યાં આપ્યો છે તે જ ઉત્તર અહીં પણ લાગુ પડશે. આ સમાધાનમાં “સૂતકમાં સ્નાન પછી પૂજાનો નિષેધ ન હોવાનું સ્પષ્ટ સમજાય તેવું છે. અગાઉ મનુસ્મૃતિમાં પણ આપણે જોઈ ગયા કે “સૂતિકા સ્ત્રી, અને મૃતકને સ્પર્શ કરનારા જ્ઞાનમાત્રથી શુદ્ધ થઈ જાય છે. એ જ રીતે “જન્મનું સૂતક કેવળ માતાપિતાને હોય છે. તેમાં માતા દશ દિવસે અને પિતાને તો સ્નાનથી જ શુદ્ધિ થઈ જાય છે.” શ્રી સેનપ્રશ્નના આ સમાધાનથી ‘સૂતકમાં સ્નાન પછી પૂજાની છૂટ મળી જાય છે. એથી વ્યથિત બનેલા માણસોએ “સેનપ્રશ્ન”ના “સ્નાન” શબ્દથી ‘દશ દિવસ પછીનું સ્નાન લેવાનું એક નવું ગતકડું ચલાવ્યું છે. એના માટે દસુઠણ” શબ્દને શોધી કાઢવાની ખૂબ મહેનત કરવામાં આવી પણ ખેદ સાથે જણાવવું પડે છે કે તેમની મહેનત એળે જાય છે. કારણ કે તેઓ જણાવે છે તે “દસુઠણ'નું સ્નાન તો પ્રસૂતા સ્ત્રી કરે છે. એ સ્નાન ઘરના બીજા સભ્યોને કરવાનું હોતું જ નથી. એ સ્નાનથી શુદ્ધ થાય તો પ્રસૂતિથી અશુદ્ધ બનેલ પ્રસૂતા સ્ત્રી શુદ્ધ થાય, પછી તે પ્રસૂતા સ્ત્રી ઘરમાં અડે-કરે તો અશુદ્ધિ રહેતી નથી. પરંતુ જેમને પ્રસૂતિ થઈ નથી તેવા ઘરના બીજા સભ્યો તો અશુદ્ધ બન્યા જ નથી એટલે પ્રસૂતા સ્ત્રીના સ્નાનથી ઘરના સભ્યો શુદ્ધ થાય એ વાત તો કેમ માની શકાય ? સ્નાન કોક કરે અને શુદ્ધ બીજા થઈ જાય એ કેમ બને ! આ તો ખાય કો’ક અને બીજો માણસ ઓડકાર ખાય તેવી વાત થઈ ! માતાપિતા સિવાય જન્મનું સૂતક બીજાને લાગતું નથી. એ વાત તો “મનુસ્મૃતિ જેવું લૌકિક શાસ્ત્ર પણ માને છે તો પછી લોકોત્તર શાસ્ત્રને માનનારા જૈનો શ્રી સેનપ્રશ્નના સ્નાન શબ્દનો ઉટપટાંગ અર્થ કરે તે કેમ ચાલે? ખરી વાત તો એ છે કે “સૂતક પછી પૂજા થાય નહિ એવું તો ખરતરગચ્છવાળા પણ કહેતા નથી એટલે “સૂતક પછી પૂજા થાય કે નહિ એવો પ્રશ્ન કોઈનેય ઉઠવાનો સંભવ નથી. “સૂતકમાં પૂજા ન થાય તેવી માન્યતા ખરતરગચ્છની છે એટલે જ “સૂતકમાં પૂજા થાય કે નહિ?” તેવો
Page #38
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ સવાલ ફતેપુરના શ્રી સંઘને ઉઠ્યો હતો. માટે “જન્મસૂતકે મરણસૂતકે'નો અર્થ “જન્મસૂતકમાં અને મરણસૂતકમાં એવો જ થાય. “જન્મસૂતક પછી અને મરણસૂતક પછી’ એવો અર્થ ન જ થાય. આ રીતે શ્રી હરિપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્ન જેવા ચાર ચાર સદી પહેલાના ગ્રંથો અને ખરતરગચ્છના પણ ચાર સદી પહેલાના ગ્રંથોમાં સૂતકનો વિષય ચર્ચાયો છે. તપાગચ્છ અને ખરતરગચ્છની માન્યતા કેવી રીતે જુદી પડે છે તે પણ એ ગ્રંથો દ્વારા સ્પષ્ટ થાય છે. એટલે સૂતકનો વિવાદ સદીઓ જૂનો છે એવું કોઈ પણ સજ્જન માણસને સ્વીકારવું પડે જ. આમ છતાં આજે સૂતકની વિચારણા કરવામાં આવે ત્યારે સૂતકમાં પૂજાબંધી ફરમાવનારો તપાગચ્છનો એક વર્ગ, સૂતકની બધી ચોપડીઓમાં એવો અસત્ય પ્રચાર કરે છે કે સૂતકમાં જિનપૂજા કરવાનો મત વિ.સં. 1992 પછી શરું થયો છે. અને આ. શ્રી રામચન્દ્ર સૂ. મ.એ આ નવોમત શરૂ કર્યો છે. સૌ વાચકો અત્યાર સુધીના જે ગ્રંથો જોયા અને ઐતિહાસિક તથ્યો વાંચ્યા તેના પરથી સમજી શકશે કે આ વાત તદ્દન ખોટી છે. કોઈ પણ વ્યકિતને પૂ. આ. શ્રી. વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા સાથે અંગત વાંધો હોય એ બની શકે છે. તેથી જ તેઓ આ મહાપુરુષનો વિરોધ કરવા ઊભા થાય તે પણ સમજી શકાય છે પરંતુ તેઓશ્રીએ પૂર્વાચાર્યોના ગ્રંથોની વાત કરી હોય તેનો અપલાપ કરવો અને પૂર્વાચાર્યોના મતને પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર સૂ. મ.એ કાઢેલો નવો મત કહેવો એ કોઈ પણ રીતે ઉચિત નથી. પોતાના અંગત રાગદ્વેષને પોષવા માટે સકલ શ્રી સંઘને ગેરમાર્ગે દોરવાનું આવું પાપ તો કદી ન કરાય. વાસ્તવિકતા એ છે કે સૂતકની ચર્ચા તો ચાર સદી પહેલાથી ચાલતી આવેલી છે. માટે તેને નવી ન કહેવાય. ખરતરગચ્છવાળા સૂતકમાં પૂજાબંધી ફરમાવે છે અને તપાગચ્છવાળા સ્નાન કર્યા પછી સૂતકમાં શ્રી જિનપૂજાનો નિષેધ કરતા નથી. પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ તપાગચ્છની સામાચારીનો ઉપદેશ આપ્યો છે. જયારે સૂતકમાં પૂજાબંધી ફરમાવનારા તપાગચ્છવાળા, ખરતરગચ્છની માન્યતાને પ્રચાર
Page #39
--------------------------------------------------------------------------
________________ 44 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ છે એટલે તપાગચ્છમાં નવો મત કોણે શરુ કર્યો એની વાત કોઈને પણ કરવી જ હોય તો એણે કહેવું પડે કે તપાગચ્છમાં નવો મત જો કોઈએ કાઢ્યો હોય તો પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ નહિ, પણ તેઓશ્રીને નવા મતી-નવાપંથી- નૂતનમાર્ગી કહીને વગોવનારાઓએ નવો મત કાઢયો છે. આમ છતાં પણ આજે “પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર સૂ. મ. એ સૂતકનો નવો મત કાઢ્યો” એવું જે શ્રાવકો પ્રચારે છે તેમને મૃષાવાદઅભ્યાખ્યાન-માયામૃષાવાદ વગેરે પાપો લાગે અને શ્રાવકો જેવો પ્રચાર જે સાધુ કરે છે તેને ઉપર જણાવ્યા તે પાપોની સાથે બીજા મહાવ્રતના ભંગનું મહાપાપ પણ લાગે છે. આપણે કોઈને પાપ કરતા અટકાવી ન શકીએ પરંતુ એ પાપથી ને પાપીના પડછાયાથી દૂર રહેવાનું કાર્ય તો આપણે જરૂર કરી શકીએ છીએ. એક માન્યતા એવી પણ ચાલી પડી છે કે સૂતકવાળાના ઘરનું ભોજન કરવામાં આવે અથવા તો સૂતકીજનનો સ્પર્શ કરવામાં આવે તો તમારાથી જિનપૂજા ન થઈ શકે. એટલે એનો સીધો અર્થ એવો થયો કે પ્રસૂતિ થઈ હોય તેના ઘરે જો તમે જમ્યા તો તમારાથી પૂજા ન થાય. સુવાવડ આવી હોય તે ઘરના સભ્યો તો પોતાના ઘરનું જમે છે એટલે તેનાથી પૂજા તો થાય જ નહિ. તે જો પૂજા કરવા જાય તો દેરાસર અભડાઈ જાય. પૂજા કરીને પણ તે પાપ બાંધે છે. આ રીતે ભોજનની જેમ સ્પર્શની પણ વાત છે. આમ તો પ્રસૂતા સ્ત્રીને દશ દિવસ અડાય નહિ. તેને અડીને રહેલા બાળકને પણ અડાય નહિ. છતાં મોહવશ બાળકને અડે અથવા પ્રસૂતા સ્ત્રીને અડી ગયા તો એનાથી પૂજા ન થાય. આવી વાતો કરનારા સાચા નથી કારણ કે શાસ્ત્રીય રીતે તો પ્રસૂતિ વખતની મર્યાદા એમ.સી.ના દિવસોની મર્યાદા જેવી જ હોય છે. કોઈ એમ.સી.વાળી બહેનને અડી ગયા હોય તો તેના પર પૂજાબંધીની સજા ન ફટકારાય. તે વ્યકિત સ્નાન કરીને પૂજાના વસ્ત્રો ધારણ કરી પૂજા કરવા જઈ શકે છે. એ જ રીતે પ્રસૂતા બહેન અથવા તેને અડેલા બાળકને અડ્યા હોય તેવી વ્યક્તિ પણ સ્નાન કરીને પૂજા કરી શકે છે તેમાં કોઈ શાસ્ત્રીય બાધ
Page #40
--------------------------------------------------------------------------
________________ 45 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ નડતો નથી. આમ છતાં આજે આવા પ્રસંગોમાં બહુ ઉત્સાહથી પૂજાબંધી લાદવામાં આવે છે. ભોજનની બાબતમાં તો પ્રસૂતા સ્ત્રી જે રસોડાનું જમી હોય તે રસોડાનું તમે જમો તો પણ તમારાથી પૂજા ન થાય એટલે સુધીનું ચાલી પડ્યું છે. આ બધા માટે કોઈ શાસ્ત્રાધાર મળે છે ખરો? આવું પૂછવામાં આવે ત્યારે એક શાસ્ત્રપાઠ ધરવામાં આવે છે તેનો આખો અર્થ કર્યા વિના કહે છે કે જુઓ, આમાં સૂતકના ઘરનું ખવાય નહિ તેવું સ્પષ્ટ લખ્યું છે કે નહિ? પણ પૂજા ન થાય તેવુ ધીમા અવાજે પણ ન બોલે. કારણ કે આ પાઠમાં પૂજાનો નિષેધ લખવામાં આવ્યો નથી. હકીકતમાં આ આખો પાઠ ક્યા ગ્રંથનો છે? ક્યા સંદર્ભમાં લેવાયો છે ? એ પાઠ કયા ગ્રંથમાંથી ઉદ્ધત કરવામાં આવ્યો છે ? આ બધું તપાસીએ તો પોતાના કદાગ્રહને પોષવા માટે કેવી ખોટી રીતે શાસ્ત્રપાઠ ટાંકવામાં આવે છે તે બહાર પડી જાય. ચાલો, આપણે તેનું પણ અવલોકન કરીએ. પૂ. આ. શ્રી વિજય લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજાએ “ઉપદેશપ્રાસાદ નામનો ગ્રંથ રચ્યો છે. તેના 355 મા વ્યાખ્યાનમાં તેઓશ્રીએ પ્રાયશ્ચિત્ત વિધિ બતાવી છે. આ પાઠ નીચે મુજબ છે : "सूतकशावाशौचयोः परकीययोर्न भोक्तव्यं / भुक्तं वा अकामतः समुपोष्य मंत्रसहस्रं जपेत् / कामतस्तु उपवासत्रयं कृत्वा मूलमंत्रसहस्रत्रयमावर्तयेत् / सूतकशावाशौचयोरात्मसंबंधिनोः सूतकिजनसंस्पर्शं विहाय पृथक् पाकेन भोक्तव्यं, अन्यथा नित्यकर्महानिः / सूतके शावाशौचे च धर्मस्थेन क्रियारतेन ज्ञानवता व्रतवता च नित्यकर्महानिर्न कार्या / यदि च नित्यानुष्ठानं नास्ति, प्रमादात् सूतकीसंस्पृष्टः साधारणभोजनं च कृतं तदोपोष्य सहस्रं जपेत् / कामतस्तु त्रिगुणं तदेव / अह्निदेवार्चनादिलोपे मूलमन्त्रस्यायुतं जपेत्, समुपोष्य शतं वा जपेत् / / રૂત્યાદ્રિ પ્રાયશ્ચિત્તવિધિ સમર્થિ .. (શ્રી ઉપદેશપ્રાસાદ ભાગ-૪, પૃ. 179, વ્યાખ્યાન 355) આ પાઠને આગળ કરીને એવું કહેવામાં આવે છે કે “સૂતકના ઘરનું જો જમે તો નિત્ય આરાધના ન થાય. એટલે પૂજા-સામાયિક બધું જ મૂકી દેવું
Page #41
--------------------------------------------------------------------------
________________ 46. સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ પડે. જુઓ, પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું છે.” જો કે આવી દલીલ તદ્દન અણસમજના કારણે કરવામાં આવે છે આ પાઠનું આખું ભાષાંતર આપે તો પણ ઘણો ભ્રમ ટળી જાય પણ આ પાઠને આગળ કરનારા તેવું કરતા નથી. શ્રી “ઉપદેશપ્રાસાદ'નું ૩પપમું વ્યાખ્યાન ભાષાંતર રૂપે છપાયું છે તે પણ વાંચો તો સમજાશે કે આ પાઠને આગળ કરનારા ભેંસનું ગાય તળે અને ગાયનું ભેંસ તળ કરે છે. શ્રી ઉપદેશ પ્રાસાદમાં પ્રાયશ્ચિત્તના અધિકારમાં જે પ્રાયશ્ચિત્ત બતાવે છે તેમાં ઉપવાસ તો સમજાય તેમ છે પણ મૂલમંત્રનો જાપ કરવાનું કહે છે તે મૂલમંત્ર કયો? અને નિત્યકર્મની હાનિ કહે છે તે નિત્યકર્મ શું? આખા ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં આનું સમાધાન તમને જોવા નહિ મળે તો પછી આ પાઠનો મતલબ શું? હકીકત એવી છે કે ઉપદેશપ્રાસાદકારે આ આખો પાઠ શ્રી નિર્વાણકલિકા નામના પ્રતિષ્ઠા વિધિના ગ્રંથમાંથી ઉપાડ્યો છે. નિર્વાણકલિકા ગ્રંથના કર્તા પૂ. આ. શ્રી પાદલિપ્ત સૂ. મ. છે. તેઓશ્રીએ આખી પ્રતિષ્ઠાવિધિનું વર્ણન કર્યા બાદ પ્રતિષ્ઠાનું વિધાન કરાવનારને શું શું પાળવાનું છે અને ભૂલ થાય તો તેનું પ્રાયશ્ચિત્ત શું આવે તેની વાત કરતા આવો જ પાઠ લખ્યો છે. આ પાઠ મુજબ નિત્યકર્મ શું છે? અને મૂલમંત્ર ક્યો તેનું પણ સમાધાન એ ગ્રંથમાંથી જ મળે છે એ નિર્વાણકલિકા ગ્રંથનો પાઠ આવો છે : "सूतकशावाशौचयोः परकीययोर्न भोक्तव्यम् / भूक्त्वा वा अकामतः समुपोष्य मन्त्रसहस्रं जपेत् / कामतस्तूपवासत्रयं कृत्वा मूलमन्त्रसहस्रत्रयमावर्तयेत् / आत्मसम्बन्धिनोः सूतकशावाशौचयोः सूतकिजनसंस्पर्शं विधाय (विहाय) पृथक्पाकेन भोक्तव्यमन्यथा नित्यहानिर्भवति। अथ सूतके शावाशौचे च सुधर्मस्थेन क्रियानुष्ठानपरेण ज्ञानवता वृत्तवता च न नित्यक्षतिः कार्या / यदि च नित्यानुष्ठानं न भवति प्रमादात् सूतकिसंसृष्टासाधारणपाकभोजनं वा तदा स उपोष्य सहस्रं जपेत् / कामतस्त्रिगुणं तदेव। आह्निकदेवतार्चनादिलोपे मूलमन्त्रस्यायुतं जपेत् / समुपोष्य शतं वा जपेत् / इति प्रायश्चित्तविधिः // " પરકીય જન્મ-મરણસૂતકવાળાનું ભોજન ન કરવું. અથવા ઇચ્છા
Page #42
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ વિના ભોજન કરીને ઉપવાસ સાથે એક હજાર મંત્રનો જાપ કરવો. ઇચ્છાથી (ભોજન કર્યું હોય, તો ત્રણ ઉપવાસ કરીને મૂલમંત્રનો ત્રણ હજાર જાપ કરવો. પોતાના સંબંધીનાં જન્મ-મરણનાં સૂતકમાં સૂતકીજનનો (સૂતકીજન એટલે બાળકના માતા-પિતા. તેમાંય પિતા તો સ્નાન કરવા માત્રથી શુદ્ધ થઈ જાય છે, આ વાત આપણે “મનુસ્મૃતિ'ની વાતમાં જોઈ ગયા માટે સૂતકીજનથી બાળકની માતા લેવી તેનો) સંસ્પર્શ કરીને છોડીને) જૂદી રસોઈપૂર્વક જમવું, નહિ તો નિત્ય (કર્મ)ની હાનિ થાય છે. હવે જન્મ-મરણના સૂતકમાં સુધર્મમાં રહેલા, ક્રિયાનુષ્ઠાનમાં તત્પર, જ્ઞાની અને વ્રતધારી આત્માએ નિત્યકર્મની ક્ષતિ ન કરવી જોઈએ અને જો નિત્યકર્મ પ્રમાદથી ન થાય અથવા સૂતકીજનથી સંસૃષ્ટ કે સંસ્કૃષ્ટ આહાર કરવાથી ન થાય ત્યારે તેણે ઉપવાસ કરી એક હજાર વાર મંત્રનો જાપ કરવો. ઇચ્છાથી જો આવું થયું હોય તો પ્રાયશ્ચિત્ત ત્રણ ગણું સમજવું. દિવસ સંબંધી દેવાર્ચન આદિ નિત્યકર્મનો લોપ થાય (એટલે કે ન થાય) તો મૂલમંત્રનો દશ હજાર જાપ કરવો. અથવા તો ઉપવાસ કરીને સોવાર જાપ કરવો. આ પ્રાયશ્ચિત્તવિધિ છે.” ઉપર આપેલ શ્રી ઉપદેશપ્રાસાદ અને શ્રી નિર્વાણકલિકાનો પાઠ થોડાક શાબ્દિક તફાવત સિવાય સમાન છે. આ બંને ગ્રંથમાંથી શ્રી નિર્વાણકલિકા ગ્રંથ વધુ પ્રાચીન છે. આ બંનેમાં “સૂતકીજનનો સ્પર્શ ન કરવો, તેણે બનાવેલો કે સ્પર્શેલો આહાર ન કરવો વગેરે નિયમ પાળવામાં ન આવે તો નિત્યકર્મની હાનિ થવાનું જણાવ્યું છે. અહીં કયા નિત્યકર્મની હાનિ થાય છે તેનો જવાબ શ્રી નિર્વાણકલિકા ગ્રંથમાં મળે છે. આ ગ્રંથમાં સૌથી પહેલું જ પ્રકરણ નિત્યકર્મવિધિ’નું છે. શ્રી નિર્વાણકલિકામાં દર્શાવેલ નિત્યકર્મવિધિ આ પ્રમાણે છે : - “નિત્યકર્મવિધિ : ઉપાસકની દેહશુદ્ધિ, દ્વારપૂજા, પૂજાગૃહમાં પ્રવેશ, ભૌમાદિ વિદનનો નિરાસ, આસનપૂજા, પૂજાગૃહનું સંરક્ષણ, બે પ્રકારનો કરવાસ, ભૂતશુદ્ધિ, મંત્રસ્નાન, ત્રણ પ્રકારનો અંગન્યાસ, મંત્રમય કવચ, પાંચ પ્રકારની શુદ્ધિ, સ્થાનશુદ્ધિ, આત્માભિષેક, આત્મશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, મંત્રશુદ્ધિ, દેવશુદ્ધિ, સામાન્યથી દેવપૂજા, ગુરુપૂજા, ચતુર્મુખદિવ્ય સિંહાસનની
Page #43
--------------------------------------------------------------------------
________________ 48 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ પૂજા, અહમ્ મૂર્તિનો ન્યાસ, સિદ્ધાદિ મૂર્તિનો ન્યાસ, જ્ઞાનશક્તિ આદિ સહિત અહન મૂર્તિનો ન્યાસ, વિદ્યાદેહનો ન્યાસ, આહ્વાન આદિ મુદ્રાઓ બતાવવી, દેવરચનાવિધિ, પંચપરમેષ્ઠિમંત્ર પૂજા, આરતી, મંગલદીવો, ત્રણ પ્રકારનો જાપ, યૌગિક ધ્યાન, મંત્ર પૂજા, અષ્ટમૂર્તિપૂજા, ગૃહદેવતાપૂજા, બલિવિધાન.” આ નિત્યકર્મવિધિ જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે પ્રતિષ્ઠાવિધિ કરાવનારને આ કર્તવ્ય કરાવવાનું હોય છે. સૂતકીજનના સ્પર્શ વગેરેથી આ નિત્યકર્મની હાનિ થાય છે ત્યારે ઉપર જણાવ્યા મુજબ તેણે પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. સામાન્ય રીતે શ્રી જિનપૂજા વગેરે શ્રાવકોનું નિત્યકર્તવ્ય છે તેને નિત્યકર્મવિધિથી લેવાનું નથી. પ્રતિષ્ઠાવિધિના સમયે પાળવાના વિશેષ નિયમો દૈનિક વિધિમાં લગાવવાના ન હોય. એટલે આજે શ્રી નિર્વાણકલિકાના પાઠને છૂપાવીને, શ્રી ઉપદેશપ્રાસાદગ્રંથના નામે, “સૂતકવાળાથી શ્રી જિનપૂજા ન થાય એમ કહીને અનેક દિવસો સુધી શ્રાવકોનાં નિત્યકર્તવ્ય સ્વરૂપ શ્રી જિનપૂજાના પવિત્ર કર્તવ્યમાં અંતરાય કરવામાં આવે છે તે સ્પષ્ટ પાપકૃત્ય છે. શાસ્ત્રના નામે ખોટી રીતે શ્રી જિનપૂજામાં અંતરાય કરવાનું કૃત્ય સર્જન માણસ પણ ન કરે ત્યારે સાધુથી તો આવા પાપ કૃત્યનો વિચાર પણ ન થાય. આમ છતાં સાધુ આવું અપકૃત્ય કરતો દેખાય ત્યારે તેમની ભાવકરુણા ચિંતવવા સિવાય બીજો ઉપાય રહેતો નથી. ફક્ત શ્રાવકો આવા લોકોની અધૂરી અને છેતરનારી વાતોથી ભ્રમિત થઈને શ્રી જિનપૂજાના પવિત્રમાર્ગને છોડી ન દે એ માટે આ બધી ચોખવટ કરવામાં આવે છે. શ્રી ઉપદેશ પ્રાસાદ અને શ્રી નિર્વાણકલિકામાં જણાવેલ નિત્યકર્મની હાનિ અને શ્રાવકોની નિત્યકર્તવ્યસ્વરૂપ શ્રી જિનપૂજા બંને અલગ છે. આ વાત ઉપરની વિચારણામાં સ્પષ્ટ થાય છે. નિત્યકર્મની હાનિનો અર્થ આ રીતે સ્પષ્ટ થયો. કોઈ પણ વ્યક્તિ એવી ગેરસમજ ન કરે કે અહીં પ્રસૂતા સ્ત્રીએ સ્પર્શેલો આહાર લેવાની છૂટ છે. હકીકતમાં પ્રસૂતિ પછી દશ દિવસ સુધી પ્રસૂતા સ્ત્રીએ ઘરમાં ક્યાંય અડવાનું નથી. એને જે જોઈએ તે બીજા પાસેથી અધ્ધર લઈ લે. આખા ઘરે દશ દિવસના સ્નાનથી પ્રસૂતા સ્ત્રી શુદ્ધ ન થાય ત્યાં સુધી M.C. ના ત્રણ
Page #44
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 40 દિવસની જેમ બધી મર્યાદા પાળવાની જ છે. આમ છતાં જો તેવી મર્યાદા ન પળાઈ તો જિનપૂજાદિ ધર્મકાર્યો માટે શું કરવું તેની જ અહીં વાત થાય છે. જેમાં ત્રણ દિવસ પછી M.C. વાળી સ્ત્રી 72 કલાકના સ્નાન પછી ઘરમાં અડી શકે. જિનદર્શનાદિ કરી શકે. સંપૂર્ણ શુદ્ધિ આવે તે પછી જિનપૂજા કરી શકે તે જ રીતે પ્રસૂતા સ્ત્રી પણ દશ દિવસ પછી સ્નાન કરે એટલે શુદ્ધ થાય. પછી ઘરમાં અડી શકે. જિનદર્શનાદિ કરી શકે અને જયારે સંપૂણ શુદ્ધિ આવે તે પછી જિનપૂજા કરી શકે. M.C. ના કે પ્રસૂતિના સમયે ઘરના બાકીના બધા સભ્યો તો એ ત્રણ કે દશ દિવસ દરમિયાન પણ કોરા બાથરૂમમાં સ્નાન કરી પવિત્ર સ્થાને રાખેલ પૂજાના વસ્ત્રો પહેરી અને પૂજાની સામગ્રી લઈને પૂજા કરી શકે. તેમના પર પૂજાદિનો પ્રતિબંધ શાસ્ત્ર, પરંપરા, તર્ક કે વિજ્ઞાન : એકેય માર્ગે મૂકી શકાય નહિ. એક દલીલ એવી કરવામાં આવે છે કે “શાસ્ત્રમાં સૂતકકુલના આહારને અમુક દિવસ સુધી ‘અભોજ્ય' તરીકે ઓળખાવ્યો છે. એટલે સૂતકકુળનો તેવો અભોજ્ય આહાર વાપરનાર “અશુદ્ધ' બની જાય છે માટે તેવા અશુદ્ધ બનેલાથી પૂજા થાય જ કેમ ?' આ દલીલ પર પણ વિચાર કરીએ. અહીં સૌથી પહેલી વાત તો એ છે કે સૂતકકુળોની વાત કરનારા કોઈ પણ શાસ્ત્રમાં “સૂતકકુળનો આહાર કરનાર શ્રી જિનપૂજા ન કરી શકે એવું લખ્યું નથી. એટલે આપણે પૂજાબંધી ફરમાવવાની હોય નહિ. બીજી વાત એ છે કે શાસ્ત્રમાં સૂતકકુલના આહારને લૌકિક અભોજ્ય’ જણાવ્યું છે તેમ કાંદા-લસણ-બટાટા વગેરે અંનતકાય અને અભક્ષ્ય પદાર્થોને ‘લોકોત્તર અભોજય' ગણાવ્યા છે. જો લૌકિક અભોજ્ય એવા સૂતકકુલનો આહાર કરનાર શ્રી જિનપૂજા ન કરી શકે તો અનંતકાય અને અભક્ષ્ય પદાર્થો ખાનાર પણ શી રીતે પૂજા કરી શકે ? બાવીશ અભક્ષ્યમાં “રાત્રિભોજન” નામનું પણ એક અભક્ષ્ય છે. રાત્રિભોજન નામનું અભક્ષ્ય શ્રાવકકુલોમાં કેવું વ્યાપક બની ગયું છે તે આજે જાહેર છે. ભોજનની સાથે પૂજાનો સંબંધ આ રીતે જોડવાનો જ હોય તો રાત્રિભોજન કરનારો કોઈ માણસ શ્રી
Page #45
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 50 જિનપૂજા નહિ કરી શકે અને શાસ્ત્રકારોને આ વાત ઇષ્ટ હોત કે માન્ય હોત તો તેઓશ્રીએ પૂજા ન થઈ શકે તેવા કારણો બતાવતી વખતે ફરમાવ્યું હોત કે “રાત્રિભોજન કરનાર માણસ શ્રી જિનપૂજા કરી શકે નહિ.” પરંતુ આવું કોઈ શાસ્ત્રમાં મળતું નથી. પૂર્વકાળથી માંડીને વર્તમાન સુધીના કોઈ ગીતાર્થોએ પણ આ રીતે પૂજાબંધી ફરમાવી નથી. અરે, સૂતકના નામે કડક પૂજાબંધી ફરમાવનારાઓ પણ રાત્રિભોજન કરનારા પૂજા કરવા જાય ત્યારે દેરાસર અભડાવી રહ્યા છો’ વગેરે બૂમાબૂમ કરતા નથી. સૂતકનો આહાર તો લૌકિક અભય” મનાય છે જ્યારે અનંતકાય અને અભક્ષ્યનું ભક્ષણ તો લોકોત્તર સ્વરૂપે “અભોજ્ય અને મહાપાપ” છે. આટલી જ વાત ધ્યાનમાં લેવામાં આવે તો સૂતકકુલના આહારને નામે પૂજાબંધીની બૂમાબૂમ કરનારા કેવા ખોટા છે તેનો ખ્યાલ આવી જશે. સાવધાનઃ આ વિચારણા અનંતકાય અને અભક્ષ્યનું ભક્ષણ કરનારાનો બચાવ કરવા માટે નથી. માટે તેવી ગેરસમજ કોઈએ ઉભી કરવાની જરૂર નથી. અનંતકાય અભક્ષ્ય શ્રાવકથી વપરાય જ નહિ, તેનું ભક્ષણ મહાપાપ જ છે આ વાત દરેક પ્રભુભક્ત બરાબર યાદ રાખવાની છે અને પાળવાની છે. આ તો ‘સૂતકવાળાના ઘરનું ખાધું એટલે હવે શ્રી જિનપૂજા નહિ થાય - એવો શ્રી જિનપૂજાવિરોધી પ્રચાર કેટલો બોગસ છે એટલું જણાવવા માટે ઉપરની વિચારણા કરી છે. પોતાના જ્ઞાન દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ન્યાયાભાનિધિ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજા (પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજા) નો મત પણ સૂતક વિષયમાં કયો હતો તે જાણવું જરૂરી બને છે કારણ કે સૂતકવાદીઓ તેમના અવતરણો ટાંકીને પૂજાનો નિષેધ કરી રહ્યા છે. પૂ. આત્મારામજી મહારાજ સ્થાનકવાસી મતમાંથી મૂર્તિપૂજકમાં આવ્યા હતા. એક સમયે સ્થાનકવાસી મતમાં રહીને મૂર્તિપૂજક મહાત્માને વાદમાં હરાવ્યા હતા પરંતુ પાછળથી સ્થાનકવાસી મત ખોટો છે તેવું સમજાઈ જતા તેમના જ ચરણોમાં તેઓશ્રીએ જીવન સમર્પણ કરેલું. પિસ્તાલીશ આગમો તેઓને મોઢે હતા અને અનેક ગ્રંથોને તે સમયની
Page #46
--------------------------------------------------------------------------
________________ 51 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ પ્રચલિત ભાષામાં ભાષાંતર કરી અનેક પુસ્તકો પણ તેઓશ્રીએ પ્રગટ કરાવ્યા હતા. તેમાંથી અધૂરા ઉદ્ધરણો અને વિપરીત અર્થો દ્વારા સૂતકમાં જિનપૂજાબંધીને સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે સત્ય હકીકત શી છે તે જાણવું કોઈને પણ ગમશે. હવે આપણે એ વિચારણા શરું કરીએ. પૂ. આત્મારામજી મ. શું કહે છે? શ્રી આચારદિનકર, શ્રી તત્ત્વનિર્ણયપ્રાસાદ ખરતરગચ્છના આચાર્ય શ્રી વર્ધમાન સૂ.મ.એ શ્રી ‘આચાર દિનકર” નામનો ગ્રન્થ રચ્યો છે. તેમાં ગૃહસ્થના ષોડશ સંસ્કારોનું વર્ણન કર્યું છે. સંસ્કૃતભાષામાં કરેલ ગૃહસ્થનાં આ ષોડશ સંસ્કારોનાં વર્ણન ઉપર પૂ. આત્મારામજી મ.એ બાલાવબોધ કર્યો છે. તે બાલવબોધને શ્રી “શ્રી તત્ત્વનિર્ણયપ્રસાદ’ નામના પોતાના ગ્રન્થમાં તેરમા સ્તંભથી છાપ્યો છે. પૂ. આત્મારામજી મ.એ ષોડશ સંસ્કારોનો બાલાવબોધ રજૂ કરતા પહેલા શ્રી ‘તત્ત્વનિર્ણયપ્રાસાદના બારમા સ્તંભના અંતમાં પૃ. 318 ઉપર પૂર્વભૂમિકા કરતા નીચે મુજબ લખ્યું છે : _ 'अपरं च ये पच्चीस वा सोलां संस्कार प्रायः संसारव्यवहारमें ही दाखिल है, और जैनके मूल आगममें तो नि:केवल मोक्षमार्गका ही कथन है; और जहां कहीं चरितानुवादरुप संसारव्यवहारका कथन भी है तो, ऐसा है कि, जब स्त्री गर्भवती होवे तब गर्भको जिन 2 कृत्योंके करनेसें तथा आहार व्यवहार देशकालोचितसें विरुद्ध करनेसें गर्भको हानि पहुंचे सो नही करती है, और पुत्रके जन्म हुआंपीछे प्रथमदिनमें लौकिक स्थिति मर्यादा करते हैं, तीसरे दिन चंद्रसूर्यका पुत्रको दर्शन कराते हैं, छटे दिनमें लौकिक धर्मजागरणा करते हैं, और 11 मे दिन अशुचिकर्म, अर्थात् सूतिकर्मसें निवृत्त होते हैं, और विविधप्रकार के भोजन उपस्कृत करके न्यातीवर्गादिको भोजन जिमाते हैं, और तिनके समक्ष पुत्रका नाम स्थापन करते हैं, जब आठ वर्षका होता है, तब तिसको लिखितगणितादि बहत्तर (72) कला पुरुषकी पुत्रको, और चौसष्ठ (64) कला स्त्रीकी कन्याको सिखलाते हैं, तदपीछे जब तिसके नव अंग सूते प्रबोध होते हैं, और यौवनको प्राप्त होता है, तब तिसके कुल, रुप, आचारसदृश कुलकी निर्दोष कन्या के साथ विवाहविधिसें
Page #47
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ पाणीग्रहण करवाते हैं, पीछे संसारके यथा विभवसें भोगविलास करता है, पीछे साधुके जोग मिलें गृहस्थधर्म वा यतिधर्म अंगीकार करता है, धर्म पालके पीछे विधिसें प्राणत्याग करता है, इतना विधि गृहस्थ व्यवहारादिका श्रीआचारांग, विवाहप्रज्ञप्ति (भगवती), ज्ञाताधर्मकथा, दशाश्रुतस्कंधकेआठमे अध्ययनादिमें चरितानुवादरुप प्रतिपादन करा है, तीर्थंकर के जन्म हुवे तिनके मातापिता जे कि श्रावक थे, तिनोंने भी वह पूवोक्त विधि करा है. इसवास्ते मूल आगमोंमें चरितानुवादकरके गृहस्थ-व्यवहारका विधि सूचन करा है, परंतु विधिवादसे कथन करा हुआ हमको मालुम नहीं होता है।' આ લખાણ વાંચતા સ્પષ્ટ સમજાય છે કે, મૂળ આગમોમાં ગૃહસ્થવ્યવહારનું જે વર્ણન આવે છે તે ચરિત્ર-બનાવ જે સ્વરૂપે બન્યો તે જણાવવા માટે જ વર્ણવવામાં આવ્યું છે. પરંતુ વિધિવાદ સ્વરૂપે વર્ણન લખ્યું નથી. માટે કોઈએ પણ તેને વિધિ સમજી આચરવા માંડવાનું નથી. પૂ. આત્મારામજી મ.ની આવી સ્પષ્ટ પૂર્વભૂમિકાને છૂપાવીને કેવલ શ્રી “આચાર દિનકર'ના બાલાવબોધ રૂપે તેઓશ્રીએ લખેલી વાતને આગળ કરીને સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરાવવાનો પ્રચાર વર્ષોથી ચાલી રહ્યો છે. માટે શ્રી આચાર દિનકર'ના મૂળ અંશો અને શ્રી “તત્ત્વનિર્ણયપ્રાસાદના રજૂ કરવામાં આવતાં અંશોની સમાલોચના કરવા પૂર્વક અહીં આપણે જોઈએ શ્રી આચારદિનકર अत्र च शुचिकर्म स्वस्ववर्णानुसारेण व्यतीतदिनेषु कार्यं / 'ततश्च बालकपितृपितृव्यपितामहैरच्छिन्ने नाले गुरुज्योतिषिकश्च बहुभिर्वस्त्रभूषणवित्ता-दिभिः पूजनीयः / छिन्ने नाले सूतकं।' 'दक्षिणा सूतके नास्ति / ततो गुरुः स्वस्थानमागत्य जिनप्रतिमा स्थापितसूर्यं च विसर्जयेत् / मातापुत्रौ सूतकभयात्तत्र नानयेत् / ' 'यथा षष्ठे दिने सन्ध्यासमये गुरुः प्रसूतिगृहमागत्य षष्ठीपूजन-विधिमारभेत् / न सूतकं तत्र गण्यं / यत उक्तं- श्लोकः / ' 'स्वकुले तीर्थमध्ये च तथावश्ये बलादपि / षष्ठी पूजनकाले च गणयेन्नैव सूतकम् // 1 // 'ततस्तान् गोत्रजानाह्वाय सर्वेषां साङ्गोपागं स्नानं वस्त्रक्षालनं च समादिशेत्
Page #48
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ / ते स्नाताः शुचिवसना गुरुं साक्षीकृत्य विविधपूजाभिर्जिनमर्चयन्ति / ततश्च बालकस्य मातापितरौ पंचगव्येनाचान्तस्नातौ सशिशू नखच्छेदं विधाप्य योजितग्रन्थी दंपती जिनप्रतिमां नमस्कुरुतः / सधवाभिर्मङ्गलेषु गीयमानेषु वाद्येषु वाद्यमानेषु सर्वेषु चैत्येषु पूजानैवेद्यढौकनं च। साधवे यथाशक्त्या चतुर्विधाहारवस्त्रपात्रदानं / संस्कारगुरवे वस्त्रतांबूल भूषणद्रव्यादिदानं / तथा जन्मचन्द्रार्कदर्शनक्षीराशनषष्ठीसत्क-दक्षिणा संस्कारगुरवे तस्मिन्नहनि देया / सर्वेषां गोत्रजस्वजनमित्रवर्गाणां यथाशक्त्या भोजनतांबूलदानं / तथा गुरुः तत्कुलाचारानुसारेण शिशो: पंचगव्यजिन-स्नात्रोदक सर्वौषधिजलतीर्थजलैः स्नपितस्य वस्त्राभरणादि परिधापयेत् / तथा च नारीणां सूतकस्नानं पूर्णेष्वपि सूतकदिवसेषु नार्द्रनक्षत्रेषु न च सिंहगजयोनिनक्षत्रेषु कुर्यात् / आर्द्रनक्षत्राणि दश यथा- 'कृतिका भरणी मूलमार्दा पुष्यपुनर्वसू / मघा चित्रा विशाखा च श्रवणो दशमस्तथा // 1 // आर्द्रधिष्ण्यानि चैतानि स्त्रीणां स्नानं न कारयेत् / यदि स्नानं प्रकुर्वीत पुनः सूतिर्न विद्यते // 2 // सिंहयोनिर्धनिष्ठा च पूर्वाभाद्रपदं तथा / भरणी रेवती चैव गजयोनिर्विचार्यते // 3 // ' कदाचित्पूर्णेषु सूतकदिवसेष्वेतानि नक्षत्राण्या-यान्ति तथा दिनैकैकान्तरेण शुचिकर्म विधेयम् / ' 'ततः सर्वेऽपि स्नानं विधाय अनेन मार्गेण स्वगृहमायान्ति / तत्र तृतीयदिने चिताभस्म पुत्रादयो नद्यां प्रवाहयन्ति तदस्थीनि तीर्थेषु स्थापयन्ति / ततस्तद्दिने स्नात्वा शोकापनोदं कुर्वन्ति / चैत्येषु गत्वा सपरिजना जिनबिंबमस्पृशन्तश्चैत्यवन्दनं कुर्वन्ति / ततो धर्मागारेष्वागत्य गुरुन् नमस्कुर्वन्ति / गुरवोऽपि संसारानित्यारुपां धर्मव्याख्यां कुर्वन्ति / ततः सर्वेऽपि स्वकार्यं साधयन्ति / ' .....स्वस्ववर्णानुसारेण सूतकं मृतजातयोः / सदृशं गर्भपाते तु सूतकं स्याद्दिनत्रयम् // 2 // यतः अन्यवंशे समुद्भूते मृते जातेऽथ तद्गृहे / परिणीतसुतायाश्च सूतकान्नाशने तथा // 3 // एतेषु चैव सर्वेषु सूतकं स्याद्दिनत्रयम् / सूतकं सूतकं हन्ति जातं जातं मृतं मृतम् // 4 // अनन्नभोजिबालस्य सूतकं स्याद्दिनत्रयम् / अनष्टवार्षिकस्यापि त्रिभागोनं च सूतकम् // 5 // ' स्वस्ववर्णानुसारेण सूतकान्ते जिनस्नपनं साधर्मिकवात्सल्यं च ततः कल्याणं / (5. 8 थी 14, पृ. 70)
Page #49
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 54 આચાર દિનકર'ના આ પાઠનો બાલાવબોધ રજુ કરતા પૂ. આત્મારામજી મ. એ ‘તત્ત્વનિર્ણયપ્રાસાદ'માં નીચે મુજબ લખ્યું છે. [ આ લખાણની વિપરીત રજૂઆત સૂતકવાળાઓ તરફથી કરવામાં આવે છે. માટે લખાણની સાથે જ સમાલોચના રૂપે સ્પષ્ટતા પણ મૂકવામાં આવી 9 શ્રી તત્ત્વનિર્ણયપ્રાસાદ 'तदपीछे बालकके पिता, पितृव्य (चाचा-काका) पितामहोने नाल विना छेद्यां गुरुका और ज्योतिष का बहुत वस्त्र आभूषण वित्तादिसे पूजन करना. क्योंकि नाल छेद्या पीछे सूतक हो जाता है / ' સમાલોચના : બાળક જન્મે એટલે નાલ છેદ્યા પહેલા પણ અશુચિ તો હોય જ. નાલ છેદ્યા પછી જ સૂતક લાગવાની વાત લૌકિક છે. એ જ રીતે નાલ છેદ્યા બાદ સૂતક હોવાથી દાન ન આપવાની માન્યતા પણ લૌકિક જ છે. જૈન શાસ્ત્રોના નિયમ મુજબ માતાને અશુચિ હોવાથી તે દાન ન આપી શકે પરંતુ બાકીના ઘરના સભ્યોને કોઈ અશુચિ ન હોવાથી તેઓ દાન આપી શકે. સૂતકવાળાના ઘરમાં રહેલા દૂધ-પાણી વગેરે અશુદ્ધ બનતું નથી - એવી સ્પષ્ટ માન્યતા લૌકિકમતના “ધર્મસિંધુ' નામના ગ્રન્થમાં જણાવી છે. એટલે સૂતકવાળા ઘરના પાણીથી પૂજા ન થાય, નૈવેદ્ય ન ચઢાવાય, સાધુ-સાધ્વીને આહાર-પાણી ન વહોરાવાય- એવું કોઈ જૈનશાસ્ત્ર માનતું નથી. માટે કોઈ જૈને લૌકિકો પણ ન માનતા હોય તેવી પૂજા ન થાય, વહોરાવાય નહિ એવી ઢંગધડા વિનાની માન્યતા માનવાની હોય જ નહિ. 'सूतक में दक्षिणा नहीं है तदपीछे गुरु स्वस्थाने आयकर जिन प्रतिमा और स्थापित सूर्यको विसर्जन करे. माता और पुत्रको सूतक के भयसे तहाँ जिनप्रतिमा के पास न लावे.' સમાલોચના : “માતા-પુત્રને સૂતકના ભયથી શ્રી જિનપ્રતિમા પાસે ન લાવવા” એનો અર્થ એ જ થયો કે બાકીના ઘરના સભ્યો શ્રી જિનપ્રતિમા પાસે જાય, દર્શન-પૂજન કરે તેમાં સૂતકનો કોઈ ભય રહેતો નથી. અગાઉ જોઈ ગયા તેમ લૌકિકો પણ સૂતકમાં દેવપૂજનને ત્યાજ્ય માનતા નથી. સ્નાન
Page #50
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 55 કરીને શુદ્ધ થયેલા સૂતકવાળા ઘરના સભ્યો ભગવાનની પૂજા કરે તેથી ભગવાન અભડાઈ પણ ન જાય અને તેમના ચમત્કાર ઘટે પણ નહિ. છતાં આવી વાતો જે કરે તે પોતાની જાતને પાપથી અભડાવે છે. આવા માણસોની વાત માનીને ચાલનારા આરાધક બનતા નથી, માટે આ લોકોની વાત માનવાનું જોખમ કોઈએ લેવા જેવું નથી. 'छठे दिन संध्या के समय में गुरु प्रसूति घर में आ कर षष्ठीपूजन विधि का आरंभ करे, षष्ठीपूजन में सूतक नहीं गिनना। यत उक्तम् ‘स्वकुले तीर्थमध्ये च, तथावश्ये बलादपि / षष्ठीपूजन काले च गणयेन्नैव सूतकम् / / - सूतक में दक्षिणा नहीं हैं।' સમાલોચના : “ષષ્ઠીપૂજન વગેરેમાં સૂતક માનવું નહીં' આવી વાત સ્પષ્ટ શબ્દોમાં “આચાર દિનકર” અને “તત્ત્વનિર્ણયપ્રાસાદ'માં લખી છે. સૂતકમાં ષષ્ઠીપૂજન કરે તો પાપ ન લાગે અને શ્રી જિનપૂજન કરે તો પાપ લાગે ? વાહ ભાઈ વાહ! શ્રી જિનપૂજન કરતાં પણ ષષ્ઠીપૂજન મહાન છે, એમ ? મિથ્યાત્વનો ઉદય આવી કદાગ્રહી મનોદશા ઉભી કરે છે. શ્રી જિનપૂજાનો વિરોધ કરીને ષષ્ઠીપૂજનની તરફેણ કરનારા ષષ્ઠીપૂજનના ભક્તોની વાત જૈનોથી માની શકાય નહિ. (ગૃહસ્થ) ગુરુ પ્રસૂતિઘરમાં જઈને ષષ્ઠીપૂજન કરાવે તેમાં સૂતક ન લાગે અને ઘરના સભ્યો સ્નાન કરીને શુદ્ધ થયા બાદ શ્રી જિનાલયમાં જઈને પૂજા કરે તેમાં સૂતક લાગી જાય? કેવી હંબગ વાતો છે? શ્લોકમાં તો “સ્વકુલ’ શબ્દ લખીને પોતાના કુલમાં સૂતક ન ગણવું' એમ સ્પષ્ટ જણાવ્યું છે. એટલે નક્કી જ છે કે સૂતક માતાને લાગે છે. તેણે પૂજા કરવી નહિ. અમે ક્યારેય સૂતકમાં માતાએ પૂજા કરવી એમ કહેતા નથી, બાકીનાને સ્નાન કરી પૂજા કરવામાં કોઈ શાસ્ત્રીય બાધ નથી. ___ यहाँ शुचिकर्म स्वस्ववर्णानुसार करके दिनों के व्यतीत हुए करणा (सोलां पुरुषपर्यंत सुधी (बुद्धिमान) पुरुष सूतक गिणे-) तिस वास्ते तिन गोत्रज को बुलवाय के तिन सर्वको सांगोपांग स्नान और वस्त्रक्षालन करने को कहे / वे सर्व गोत्रज विविध प्रकार की जिनप्रतिमा का पूजन करें। तदपीछे बालकके
Page #51
--------------------------------------------------------------------------
________________ 56 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ मातापिता पंचगव्य करके अंतस्नान करे / पुत्र सहित नखच्छेदन करके गांठ जोडी दंपति जिनप्रतिमा को नमस्कार करे / तथा स्त्रियोंको सूतक पूर्ण हुए भी आर्द्रनक्षत्र दश है / कृतिका, भरणी, मूल, आर्द्रा, पुष्य, पूनर्वसु, मघा, चित्रा, विशाखा, श्रवण ये दश आर्द्रनक्षत्र है। इनमें स्त्रीको सूतकस्नान न करावे यदि स्नान करे तो फिर प्रसूति न होवे / धनिष्ठा, पूर्वाभाद्रपदा ये दो सिंहयोनि नक्षत्र जाणने और भरणी रेवती ये दो नक्षत्र गजयोनि जाणने / कदाचित् सूतक पूर्ण हुए दिन में इन पूर्वोक्त नक्षत्रों में से कोई नक्षत्र आवे तब एक एक दिनके अंतरे शुचिकर्म करणा / ' સમાલોચના : અહીં કૌંસમાં લખેલ વાક્ય સૂતકમાં પૂજા બંધ ७२।वनारामओ डे२ २त नथी. 55 'मायाहिन७२ - તત્ત્વનિર્ણયપ્રાસાદ'માં આ વાકય છે. તેમાં સોળ પેઢી સુધી સૂતક ગણવાની વાત છે. સોળ પેઢીના માણસોને પૂજા બંધ કરવાની વાત તો સૂતકવાળા પણ નથી કરતા. જે લૌકિક માન્યતાને પોતે પણ સ્વીકારતા નથી તેવી માન્યતાવાળા લખાણોને આગળ ધરીને સૂતકવાળાઓ શ્રીજિનપૂજા બંધ કરાવવાનું ઘોર પાપ બાંધી રહ્યા છે. 'जैसे मेरु और सरिसव, खद्योत और सूर्य और तारें इनमें अंतर हैं तैसे यतिधर्म और गृहस्थधर्म में महत् अंतर हैं। इसी वास्ते यतिधर्म ग्रहण के पूर्ण साधनभूत, अनेक सुरासुर यतिलिगिओ का प्रीणन (पुष्ट तृप्त) करनेवाला, भगवान का पूजन, साधुओंकी सेवा इत्यादि सत्कर्म करके पवित्र ऐसे गृहस्थ धर्म को कहते है / तिस गृहस्थ धर्म में भी प्रथम 'व्यवहार' का कथन जानना और पीछे धर्म का व्यवहार भी प्रमाण ही है / क्योंकि-ऋषभादि अरिहंत गर्भाधान-जन्मकाल आदि व्यवहारों को आचरण करते है। यत उक्तआगमों में जो कहा है आगम में- तएणं समणस्स णं भगवओ महावीरस्स अम्पापिउणो पढमे दिवसे ठिइवडियं करंति तइय (तझ्य दिवसे) चंदसूर दंसणं कुणंति छठे दिवसे धम्मजगारियं जागरंति, संपत्ते बारसाहे दिवसे विरए इत्यादि / ' સમાલોચના : આ લખાણ મુજબ ભગવાનનું પૂજન, સાધુઓની સેવા વગેરે સત્કર્મ સ્વરૂપ ગૃહસ્થધર્મને પુષ્ટ કરનારો વ્યવહાર’ (સોળ સંસ્કાર આદિ) હોય છે. જે વ્યવહાર શ્રી જિનપૂજા ગુરુસેવા આદિ
Page #52
--------------------------------------------------------------------------
________________ 57 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ગૃહસ્થ ધર્મમાં બાધક બને છે તે વ્યવહાર સ્વીકારાય શી રીતે ? સૂતકનો વ્યવહાર પાળવાનું દબાણ કરનારાઓ શ્રી જિનપૂજા, સાધુસેવા ઉપર પ્રતિબંધ મૂકે છે. માટે તેવો સૂતક વ્યવહાર પાળવાનો હોય જ નહિ. તે સ્પષ્ટ 'और पुत्रके जन्म हुआ पीछे प्रथम दिन में लौकिक स्थिति मर्यादा करते है। तीसरे दिन चंद्र-सूर्यका पुत्र को दर्शन कराते है छठे दिन में लौकिक धर्मजागरण करते है और 11 में दिन में अशुचिकर्म अर्थात् सूतिकर्म से निवृत्त होते है। और विविध प्रकार के भोजन उपस्कृत करके न्यातिवर्गादि को भोजन जिमाते है और तिनके समक्ष पुत्रका नाम स्थापन करते है। इतना विधि गृहस्थ व्यवहारादिका श्री आचारांग, विवाह पन्नति (भगवति), ज्ञाताधर्मकथा, दशाश्रुतस्कंध के आठवे अध्यायादि में चरितानुवादरुप प्रतिपादन करा है। तीर्थंकरके जन्म हुए तिनके माता-पिता जे कि श्रावक थे तिनोने भी यह विधि करा है।।' (इसवास्ते मूल आगमोमें चरितानुवाद करके गृहस्थव्यवहारका विधि सूचन करा है , परंतु विधिवादसें कथन करा हुआ हमको मालुम नही होता સમાલોચના: અહીં કૌંસમાં લખેલ વાક્ય સૂતકવાળાઓ છૂપાવી રાખે છે. પૂ. આત્મારામજી મ. તો સ્પષ્ટ લખે છે કે “સૂતક વગેરે ગૃહસ્થ વ્યવહાર વિધિવાદ રૂપે આગમમાં લખ્યો નથી. છતાં પૂ. આત્મારામજી મ.નાં નામે, સૂતક પાળવાનાં નામે, શ્રી જિનપૂજાનો પ્રતિબંધ ઠોકી બેસાડવાનો જે પ્રયત્ન થાય છે - તે ભયંકર પાપ છે. ગૃહસ્થ વ્યવહારને વિધિવાદ માનનારા ગીતાર્થ ન કહેવાય. 'तदपीछे सर्वस्नान करके अन्यमार्गे होकर अपने घरको आवे तीसरे दिन में चिताभस्म का पुत्रादि नदी में प्रवाह करे, तिसके हाड को तीर्थों में स्थापन करे / तिसके अगले दिन में स्नान करके शोक दूर करे / जिनचैत्यों में जाके परिजनसहित जिनबिंबो को विना स्पर्शे चैत्यवन्दन करे / पीछे धर्मागार में आ के गुरु को नमस्कार करे / तदपीछे स्वस्वकार्य में सर्व तत्पर होवे / " "स्वस्ववर्ण के अनुसार जन्म-मरण का सूतक एक सद्रुश होता है। और गर्भपात
Page #53
--------------------------------------------------------------------------
________________ S8 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ में तीन दिन का सूतक होवे है। अन्यवंशवाले के मृत्यु हुए वा जन्म हुए, विवाहित पुत्री को सूतकवाले के अन्न के खाने में, इन सर्व में तीन दिन का सूतक होवे है / अन्न नहीं खानेवाले बालक का सूतक तीन दिन का स्वस्ववर्णानुसार सूतक के अंत में जिनस्तव महोत्सवादि और सार्मिक વાત્સલ્યદ્ર ઝરના I fબસસે ત્યામાં પ્રાપ્તિ હોવે '' (પૃ. ૩૩૨-રૂ-૨૮૪૨-૪૮-રર૧-૩૨૮-૧૦૨) સમાલોચના : મરણસૂતકની ઉપર જણાવેલ માન્યતા લૌકિક છે. આપણો ધર્મ, સ્નાન કરીને શોક દૂર કરવાની અને મૃતકનાં હાડકાં તીર્થમાં સ્થાપન કરવાની વાત કરે નહિ. અગિયાર દિવસ સુધી શોક ટકાવી રાખવાનું અને પછી જ સ્નાન કરીને શોક દૂર કરવાની વાત જૈનશાસ્ત્રો ન કરે. એ જ રીતે આપણાં તીર્થસ્થાનોમાં હાડકાં સ્થાપન કરીને તીર્થની આશાતના કરવાનું પણ આપણાં શાસ્ત્રો ન જ કહે. માટે આવી વિધિઓ જૈનોએ કરવાની હોય નહિ. હવે રહી વાત મરણ સૂતકમાં શ્રી જિનપૂજાની. આચારદિનકર' ભાગ-૨ પૃ. 258-59 ઉપર આ પ્રમાણે શ્લોક છે _ 'मृतपंचेन्द्रियाणां च तथोच्छिष्टान्नपाथसाम् / स्पर्शनाज्जायते शुद्धि-र्गृहिणां સ્ત્રીનમાત્રત: // રપ // આ શ્લોકમાં જણાવ્યા મુજબ “મૃત પંચેન્દ્રિયનો સ્પર્શ થઈ જાય તો ગૃહસ્થને સ્નાન કરવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે.” એટલે સ્મશાને જઈ આવ્યા બાદ ગૃહસ્થ સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જાય છે. જેઓ મરણ સૂતકનાં નામે શ્રી જિનપૂજા બંધ કરાવે છે તેઓ અંતરાયકર્મ બાંધે છે. આથી સમજી શકાય છે કે પૂ. આત્મારામજી મ. સૂતક સમયે શ્રી જિનપૂજા બંધ કરાવવાના મતના ન હતા. શુદ્ધસામાચારીપ્રકાશ બૃહત્કોટિક ખરતરગચ્છના પં. શ્રી રાયચંદ મુનિજીએ અનુવાદ કરેલ, શ્રી મોહનલાલજી મ. એ સંશોધન કરેલ “શુદ્ધ સામાચારી પ્રકાશ' નામનાં
Page #54
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ વિ. સં. ૧૯૪૮માં છપાયેલ પુસ્તકનાં પૃ. 177 થી ૧૮૨ના લખાણને રજૂ કરીને સૂતકવાળાઓ શ્રી જિનપૂજાનો પ્રતિબંધ ફરમાવવાની તનતોડ મહેનત કરે છે. તેઓ તરફથી રજૂ થયેલ પૃ. 177 થી ૧૮રનું લખાણ નીચે મુજબ // अथ १४मा प्रश्नोत्तर लि. / / (प्रश्न) श्री खरतरगच्छ के विषे पुत्रादिकों के जन्म मरणमें सूतक गणते हे (तहां) 10 दिन 11 दिन 12 दिन पर्यंत खरतर साधु भिक्षा ग्रहण नहीं करते हैं (और) कोई गच्छोमें सूतक शंका नही रखते हैं / सो कहां मूलग्रंथोमें सूतकगृहका वर्जन किया है (वा) नहीं / (उत्तर) श्री जिनपतिसूरि महाराजने अपनी सामाचारीमें दस दिन पर्यंत सूतक मृतककुलोंका सामान्यसे वर्जन किया है / (तिस्मे) पुत्र के 10 दिन पुत्री के 11 दिन (और) मृतक 12 दिन पर्यंत, सूतककुलका आहारादि वर्जन करना // 1 // (इसीतरै) तरुणप्रभसूरिकृत षडावश्यक बालावबोधमें भी कहां है / ___ (प्रश्न) कोइ मूलसूत्रोंकी टीका चूर्णी भाष्यादिके विषे प्रमाण है (वा) नहीं / (उत्तर) श्री सुयगडांगजीके विषे (सागारियापिंडं) इस पदके व्याख्यामें, सूतकगृहका निषेध श्री शीलांकाचार्य महाराज कर गये है // 1 // (इसीतरै) श्री आचारांगसूत्रके दूसरे श्रुतस्कंध अध्ययन के चोथे उदेशेमें (गामेलं निरुद्धाए) इत्यादि पदके व्याख्यानमें टीकाकारजीने सूतकगृहका अन्नादिक निषेध किया है / (इसीतरे०) श्री निशीथभाष्यचूर्णीके विषे भी कहा है / जे भिक्खु दुगंछियकुलेसु इत्यादि पाठका अर्थ लिखते है / जे भिक्षु दुगंछनीक कुलमें आहारादिक ग्रहण करै / उस्कों चतुर्लघु प्रायश्चित्त लगता है (फेर) उसीमें दो तरैके दुगंछनीय कहे हैं। एक तो इत्वर (और) दुसरो यावत्कथिक, तिसमे जो सूतकगृह हे (वो) इत्वर अर्थात् अल्पकालीन है। और यावत्कथिक चमार, डुंबादिकके घरका आहार यावज्जीव छोडने योग्य है / (फेर इसीतरे) श्री दशवैकालिकसूत्रके पांचमा अध्ययनमें, श्री हरिभद्रसूरिजी कृत बडी टीकामें, सूतक गृहमें प्रवेश करना मना किया है (फेर) प्रशमसूत्र वृत्तिविषै पण कहा
Page #55
--------------------------------------------------------------------------
________________ 60 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ है। (यथा) लोकः खल्वाधारः सर्वेषां ब्रह्मचारिणां यस्मात् / तस्मात् लोकविरुद्धं धर्मविरुद्धं च संत्याज्यं // इत्यादि / (प्रश्न) दश दिनादिक का मान कोण सूत्रमें कहा है / (उत्तर) श्री व्यवहार भाष्यवृत्ति के विषै, श्री मलयगिरिजी महाराजे दश दिनांको प्रमाण किया है। (तथा हि) जातकसूतकं नाम, जन्मानंतरं दशाहानि यावत्, मृतकसूतकं मृतानंतरं दश दिवसान् यावत् (इत्यादि) (फेर) व्यवहारभाष्यवृत्तीकें प्रथम उद्देशोमें कहा है (तथा हि) लौकिकं द्विघा-इत्वरं यावत्कथिकं च / / (तत्रेत्वरं) मृतकसूतकादि / यावत्कथिकं च छिपक चर्मकार डुंबादि (एते है) जावज्जीव शिष्टैः संभोगादिना वर्च्यते (इत्यादि) और इसीतरे अन्यमतके पद्मपूराणमें भी कहा है (यथा) मृते स्वजनमात्रेपि / सूतकं जायते किल / अस्तंगते दिवानाथे / भोजनं क्रियते कथं // 1 // इसीतरे लौकीक व्यवहार देखणा भी कल्याणका हेतु है (इससे) लौकिक प्रसिद्ध सूतकका प्रमाण भी इहां किंकित्त लिख देता हुं // सूतकं हानिवृद्धिभ्यां / दिनानि त्रीणि द्वादश / प्रसूतिस्थाने मासैकं / वासरा पंच गोत्रिणां // 1 // प्रसूतौ च मृते बाले / देशांतरमृते रणे / संताने मरणे चैव / दिनैकं सूतकं मतं // 2 // यद्दिने सूतके जाते / गते द्वादशके दिने / जिनाभिषेक पूजायां पात्रदानेन शुध्यति // 3 // पंचहा सूतकं क्षत्रे / शुद्रे पक्षकसूतकं / दशहा ब्राह्मणं विद्धि / द्वादशाहं च वैश्यके / / 4 / / सतीसूतकं हत्या च / पापं षण्मासिकं भवेत् / अन्येषामात्महत्यानां / यथापापं प्रकल्पयते // 5 // अश्वी चेटिका महिषी / गोप्रसूतिर्गृहांगणे / सूतकं दिनमेकं स्यात् / गृहबाह्ये न सूतकं // 6 // दासी दासस्तथा कन्या / जायते म्रियते यदि / त्रिरात्रं सूतकं ज्ञेयं / गृहमध्येऽतिदूषितं // 7 // यदि गर्भे विपत्तिं स्यात् / श्रवणे वापि योषितां / यावन्मासस्थितो गर्भे / तावद्दिनानि सूतकं // 8 // महिषी पाक्षिकं क्षीरं, गोक्षीरं च दिना दश / अष्टकं च अजाक्षीरं पश्चात्क्षीरं प्रवर्तकं // 9 // (इत्यादि) स्वशासन परशासन सम्मति करके सूतकगृह अवश्य वर्जनीक है // इति सूतकविचारः / /
Page #56
--------------------------------------------------------------------------
________________ 61 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ જૈન સિદ્ધાંત સામાચારી શુદ્ધ સામાચારી પ્રકાશ” નામનાં ખતરતરગચ્છનાં પુસ્તકનું ખંડન પૂ. શ્રી કાંતિવિજયજી મ.ના શિષ્ય પૂ. શ્રી અમરવિજયજી મ. એ કર્યું છે. ખંડનના આ પુસ્તકનું નામ “જૈન સિદ્ધાંત સામાચારી - અપનામ - શુદ્ધસામાચારી પ્રકાશ ઉત્તર' રાખવામાં આવેલ છે. આ પુસ્તકમાંનાં નીચેના લખાણને સૂતકવાળાઓ ખૂબ પ્રચારે છે : (1થ પ્રશ્ન 24 મે ઉત્તર) પૃષ્ઠ 277 સે તને पृष्ठ 182 तक जो सूतकविचार लिखा है, सो तो हम सिद्धांतरीतिसे यथार्थ मानते हैं, और जो कोइ न माने उसको जिनाज्ञाभंगदूषण लगता है इत्यलं / " “પૂ. આત્મારામજી મ.ની આજ્ઞાનુસાર “જૈન સિદ્ધાંત સામાચારી” નામનું પુસ્તક શ્રી અમર વિ.મ. એ લખ્યું છે. તેથી ‘શુદ્ધ સામાચારી પ્રકાશ” નામનાં ખરતરગચ્છની માન્યતાવાળા પુસ્તકમાં લખેલ પૃ. 177 થી 182 સુધીનો સૂતકવિચાર સિદ્ધાંતરીતિએ યથાર્થ માનવો જોઈએ. આજે પૂ. આત્મારામજી મ.ના વંશ-વારસદારો સૂતકને માનતા નથી એટલે તેઓને જિનાજ્ઞાભંગનું દૂષણ લાગે છે” આવો પ્રચાર સૂતકવાદીઓ કરી રહ્યા છે. તેમનો આ પ્રચાર તદ્દન અસત્ય છે. કારણકે ઉપર રજૂ કરેલ લખાણમાં, જયાં આગમ કે આગમની ટીકા વગેરે શાસ્ત્રોના પાઠો રજૂ કરેલા છે, તેમાં ગોચરી જવા સંબંધી મર્યાદાની વાત લખી છે. શ્રી જિનપૂજા કરવાની મર્યાદા સંબંધી કોઈ વાત લખી જ નથી. આગમ-ટીકા વગેરે શાસ્ત્રોમાં જણાવેલી ગોચરી જવા અંગેની મર્યાદા અને સિદ્ધાંતસ્વરૂપે માનીએ જ છીએ એટલે અમને જિનાજ્ઞાભંગનું દૂષણ લાગતું નથી. જેઓ ગોચરી જવાની મર્યાદાના શાસ્ત્રપાઠો રજૂ કરીને શ્રી જિનપૂજા બંધ કરવાની વાત કરી રહ્યા છે તેઓ શ્રી જિનાજ્ઞાને દૂષિત કરી રહ્યા છે, અને તેઓને જ જિનાજ્ઞાભંગનું દૂષણ લાગે છે. કારણકે સાધુની ગોચરી જવા અંગેની મર્યાદાના નિયમો, શ્રાવકની શ્રીજિનપૂજા માટેના નિયમ તરીકે ન બનાવી શકાય. બંને (ગોચરી અને શ્રીજિનપૂજા) અલગ બાબત છે. શરીરમાં પડેલા ઘા વગેરેમાંથી લોહી આદિ અશુચિ વહેતી હોય તો શ્રાવકથી શ્રી જિનપૂજા ન થઈ શકે, પણ તે શ્રાવક સાધુને વહોરાવી શકે. એજ રીતે શય્યાતર (જ્યાં સાધુ ઉતરેલા હોય તે
Page #57
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 62 મકાનના માલિક)નાં ઘરે સાધુથી આહાર-પાણી વહોરવા ન જવાય, પણ એ શય્યાતર શ્રાવક શ્રી જિનપૂજા કરી શકે. સ્નાન કર્યા વિના પૂજા ન થાય પણ વહોરાવવાનો નિષેધ નથી. શુદ્ધ સામાચારી પ્રકાશ'ના રજૂ કરતા લખાણમાં ‘નૌ%િ પ્રસિદ્ધ સૂતાં પ્રમાણ મી યહાં વિત્ત નિરવ રેતા હું' એમ લખીને જે નવ શ્લોકો રજૂ કર્યા છે તે લૌકિક હોવાથી તેને “સિદ્ધાંત સ્વરૂપે છે” એમ મનાય નહિ. એટલે અમે એને સિદ્ધાંત તરીકે માનતા નથી. જો સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરાવનારાઓ લૌકિક માન્યતાને સિદ્ધાંત માનતા હોય તો તેઓ શ્રીજિનાજ્ઞાનો ભંગ કરવાનું અને શ્રી જિનાજ્ઞાને દૂષિત બનાવવાનું એમ બેય પાપ બાંધે છે. સામાચારી શતક શુદ્ધ સામાચારી પ્રકાશમાં કરેલ સૂતક સંબંધી લખાણ, ખરતરગચ્છના પં. શ્રી સકલચંદ્રગણીના શિષ્ય વાચકસમયસુંદરગણીએ રચેલ “શ્રી સમાચારી શતક' નામનાં ગ્રન્થમાંથી લીધું છે. આ ગ્રન્થનાં ૬૨મા પાને ‘તથા તૌકિસૂતમા પર્વ તથાદિ લૌકિક સૂતક પણ આ પ્રમાણે છે - એવી પંક્તિ મૂકીને ઉપર જણાવેલા નવ શ્લોકો લખ્યા છે. આ નવ શ્લોકોમાંના ત્રીજા શ્લોકમાં લખ્યું છે કે નિનામપેપૂગાયાં, પાત્રાનેન શુધ્ધતિ | લૌકિકોને શ્રી જિનેશ્વર ભગવંતની અભિષેક પૂજા (પક્ષાલપૂજા)ની ચિંતા કરવાનું કોઈ પ્રયોજન નથી. એ ચિંતા આપણા શાસ્ત્રકારો કરે છતાં લૌકિક માન્યતાના શ્લોકમાં ઉપર મુજબની પંક્તિ છે. એટલે એનો પરમાર્થ સમજાવો જોઈએ. લૌકિક માન્યતાના આ શ્લોકોનું અસલ સ્થાન શોધીને તપાસવામાં આવે તો રહસ્ય બહાર આવે ખરું ! પૂ. આત્મારામજી મ.નું મંતવ્ય ઢેઢક હિતશિક્ષા પૂ. આત્મારામજી મ.એ શ્રી “આચાર દિનકર' ગ્રન્થનો બાલાવબોધ શરૂ કરતા પહેલાં જ સ્પષ્ટતા કરી કે “આગમ-શાસ્ત્રોમાં ગૃહસ્થવ્યવહાર આદિનું વર્ણન આવે છે તે ચરિત્રાનુવાદરૂપ છે. પરંતુ વિધિવાદથી કર્યું છે - તેવું પોતાને લાગતું નથી.” એટલે નક્કી જ છે કે સૂતકમાં શ્રાવકોએ શ્રી જિનપૂજા બંધ કરવી - એવું મંતવ્ય પૂ. આત્મારામજી મ.નું નથી. છતાં
Page #58
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 63 તેઓશ્રીના નામે આવી વાત ફેલાવવામાં આવે તો અવશ્ય પાપ બંધાય. આના કરતા પણ એકદમ સ્પષ્ટ અભિપ્રાય પૂ. આત્મારામજી મ.નો જાણવો હોય તો લો વાંચો : સ્થાનકવાસી સંપ્રદાયના સ્વામી અમરસિંહજીએ પૂ. આત્મારામજી મ.ને સો પ્રશ્નો પૂછ્યા હતા. (પ્રાયઃ વિ. સં. ૧૯૩૮માં) તેના પૂ. આત્મારામજી મ.એ ઉત્તરો આપેલા હતા. તેમાં ૪૯મો પ્રશ્ન સૂતક સંબંધી છે. તેનો જવાબ આપતી વખતે પ્રચલિત માન્યતાને રજૂ કર્યા પછી પૂ. આત્મારામજી મ. એ ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે “નેર ૩સ (સૂતકવાળા) माणसकों ऐसा नियम होवे कि मैंने पूजा करा बिना तथा सामायिक करा बिना कोईभी वस्तु मुहमें पानी नही तो उस माणसकों सूतक वा पातक कुछ भी नही હૈ” (હું હિતશિક્ષા-પૃ. 204) આ લખાણથી નક્કી છે કે “નિયમવાળા માણસને પૂજા કરવામાં સૂતક કે પાતક કશું લાગતું નથી” એવું પૂ. આત્મારામજી મ.નું સ્પષ્ટ મંતવ્ય છે. લૌકિક ગ્રન્થોની વિચારણાના સમયે આપણે શ્રી શ્રાદ્ધવિધિના પાઠમાં જોઈ ગયા કે - “દરેક શ્રાવકે દરરોજ ત્રણવાર, બે વાર કે એકવાર શ્રી જિનપૂજા કરવી-એવો નિયમ લેવો જોઈએ” જેઓ છતી શક્તિએ શ્રી જિનપૂજન અને તેનો નિયમ નથી કરતાં એવા માણસો શાસ્ત્રકારોની આ આજ્ઞાનું પાલન કરતા નથી. શ્રી જિનપૂજન નિયમપૂર્વક કરવાનું કર્તવ્ય હોવાથી તેમાં સૂતક કે પાતક કશું લાગે નહિ. કોઈ શાસ્ત્રકારે સૂતકમાં પૂજા કરવાનો નિષેધ કર્યો નથી છતાં જેઓ સૂતકમાં પૂજા બંધ કરાવે છે, તેઓ ભયંકર પાપ બાંધે છે. શ્રી જિનપૂજનમાં અંતરાય કરનાર કેવું પાપ બાંધે? શ્રી આચારાંગ સૂત્ર - શીલાંકાચાર્ય ટીકા શ્રી કર્મગ્રન્થ પહેલો __ "पाणवहादीसु रतो जिणपूयामोक्ख-मग्गविग्घकरो। અન્નેરું અંતરીયે તહફ નેળિછિયે નામં / 2 / (શ્રી આચારાંગસૂત્ર ટીકા અધ્ય. 2, 3. 1) હિંસા વગેરેમાં રક્ત રહેનારો અને શ્રી જિનપૂજા તેમજ મોક્ષમાર્ગમાં વિગ્ન કરનારો અંતરાયકર્મ બાંધે છે અને એ કર્મના ઉદયથી ઇચ્છિત લાભ
Page #59
--------------------------------------------------------------------------
________________ 64 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ જીવને પ્રાપ્ત થતો નથી.” નિપૂણ્યવિરો, હિંસાપરીયો નયફ વિયં " શ્રી જિનપૂજામાં વિઘ્ન કરનારો અને હિંસા આદિમાં પરાયણ આત્મા અંતરાયકર્મ બાંધે છે.” (શ્રી કર્મગ્રન્થ-૧ ગાથા-૧૦) अर्हत् सिद्धचैत्यतपः श्रुतगुरुसाधुसङ्घ-प्रत्यनीकतया दर्शनमोहनीयं कर्म વૈજ્ઞાતિ, યેન વીસીવનન્તસંસારસમુદ્રાન્તિ: પત્યેવીવતBતે " “શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી જિનાલય, તપ, શ્રુત, ગુરુ, સાધુ અને સંઘના પ્રત્યેનીકપણાથી જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે. તે કર્મથી જીવ અનંત સંસારરૂપી સમુદ્રમાં જ અથડાતો રહે છે.” (શ્રી આચારંગ-ટીકા-અ.૨. ઉ.૧) આ શાસ્ત્રવિધાન પ્રમાણે શ્રી જિનપૂજામાં અંતરાય કરનારો શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી જિનાલય, શ્રી સંઘ વગેરેનો પ્રત્યેનીક બને છે એટલે મોહનીય કર્મને બાંધે છે. આ કર્મના પ્રભાવે અનંતસંસારમાં જીવ રખડ્યા કરે છે. એ જ રીતે શ્રી જિનપૂજામાં અંતરાય કરનારો આત્મા અંતરાયકર્મ બાંધે છે. અને એ કર્મના ઉદયથી તે આત્મા ઇચ્છિત લાભ મેળવી શકતો નથી. આજે જેઓ કદાગ્રહના કારણે, શાસ્ત્રમાં નિષેધ નથી છતાં સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરાવે છે, પૂજા કરનારને ના પાડીને વિન્ન કરે છે, શ્રી જિનપૂજામાં અંતરાય કરનારી ચોપડી લખે કે પ્રચારે, વાંચીને ભ્રમણામાં અટવાય, પૂજા છોડી દે તે બધાય શ્રી જિનપૂજામાં વિઘ્ન કરનારા બને છે. એના પ્રભાવે ઉપર જણાવ્યા મુજબ તે આત્માઓની દુર્દશા થાય છે. માટે આજે કોઈએ પણ સૂતકના નામે શ્રી જિનપૂજા બંધ કરી - કરાવીને પોતાના આત્માની બરબાદી નોતરવી ન જોઈએ. આગમો સૂતકમાં પૂજાનો નિષેધ કરતાં નથી. સૂતકમાં પૂજા બંધ કરાવનારાઓ ઘણાં આગમોનાં પાઠછપાવીને લોકોને ભડકાવે છે. “જુઓ, જુઓ, આટલાં આગમોમાં અશુચિકર્મની વાત લખી છે એટલે તમારાથી પૂજા થાય જ નહિ.” આગમનું નામ પડતા જ બિચારા શ્રાવકો ધ્રૂજી ઊઠે છે. આગમોમાં ક્યાંય “સૂતકમાં શ્રી જિનપૂજા ન થાય તેવું લખ્યું નથી પણ અજ્ઞાનતાના કારણે ઘણા શ્રાવકો પૂજાના વસ્ત્રો ઘડી વાળીને
Page #60
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 65 ઉંચા મૂકી દે છે, પૂજા બંધ કરી દે છે. એટલે તે આગમોની પંક્તિ ઉપર પણ વિચાર કરવો જરૂરી બને છે. અહીં સૌથી પ્રથમ તેઓ તરફથી રજૂ કરાતા આગમપાઠો જે રીતે રજૂ કરવામાં આવે છે તે જોઈને પછી તેના ઉપર વિચાર કરીએ. આ રહી તે રજૂઆત : ““શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતીસૂત્ર) "तएणं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेइ, तइए दिवसे चंदसूरदसणं करेइ, छठे दिवसे धम्मजागरियं करेइ, एक्कारसमे दिवसे वीतिकंते निव्वत्ते असुइजायकम्मकरणे, संपत्ते बारसाहदिवसे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडाविति / (शतक-११, उ. 11) તાત્પર્ય-માતાપિતા પહેલે દિવસે કુલમર્યાદા કરે છે, ત્રીજે દિવસે સૂર્યચંદ્રનો દર્શનોત્સવ કરે છે, છઠે દિવસે રાત્રિ જાગરણ કરે છે, અગિયારમો દિવસ વીત્યે છતે અશુચિકર્મ નિવારણ કર્યા પછી બારમે દિવસે સગાસંબંધી સ્વજનોને વિપુલ પ્રમાણમાં અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આપવા પૂર્વક ભોજન કરાવવામાં આવે છે. યાને જ્ઞાતિજમણ કરાવે છે.” શ્રી જ્ઞાતાધર્મકથાંગ: "ततेणं तस्स अम्मापियरो पढमे दिवसे जातकम्मं करेंति, बितीयदिवसे जागरियं करेंति ततीए दिवसे चंदसूरदंसणियं करेंति, एवामेव निव्वत्तेसुइजम्मकम्मकरणे संपत्ते बारसाए दिवसे विपुलं असणं पाणं खातिमं सातिमं उवक्खडावेति / (पृ. 370) તાત્પર્યાર્થ : પહેલે દિવસે માતા-પિતા જાતકર્મ કરે છે. બીજે દિવસે જાગરણ કરે છે. ત્રીજે દિવસે સૂર્ય-ચંદ્રના દર્શનોત્સવ કરે છે. એવી રીતે દિવસો વ્યતીત થતાં અશુચિ નિવારણ કર્મ કર્યા બાદ બારમે દિવસે અશનપાન-ખાદિમ-સ્વાદિમથી જ્ઞાતિજનોને સગાંસંબંધીને જમાડે છે.' શ્રી વિપાક સૂત્ર: "तते णं से विजए चोरसेणावती तस्स दारगस्स महया इड्डिसक्कारसमुदएणं दसरत्तं ठिइवडियं करेंति / तते णं विजए चोरसेणावई तस्स दारगस्स इक्कारसमे
Page #61
--------------------------------------------------------------------------
________________ 66 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ दिवसे विपुलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेति, उवक्खडावित्ता मित्तणातिनियगसयणसंबंधिपरियणं आमंतेति / (अध्ययन-३, पृ. 58) અર્થ : ત્યાર પછી તે વિજય નામના ચોર સેનાપતિએ તે પુત્રની મોટી ઋદ્ધિ અને સત્કારના સમુદાય વડે દશ રાત્રિની સ્થિતિપતિકા કરી ત્યાર પછી તે વિજય નામના ચોર સેનાપતિએ તે પુત્રના અગિયારમા દિવસે વિસ્તારવાળું અશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવ્યું. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, નિજ, સ્વજન, સંબંધી અને દાસ-દાસી આદિક પરિજનને આમંત્રણ કર્યું.” શ્રી રાયપરોણી સૂત્ર : 'तएणं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेहिंति बारसाहे दिवसे निव्वित्ते असुइ जाव कम्मकरणे चोक्खे संमज्जिओवलित्ते विउलं असणपाणखाइमसाइमं उवक्खडावेस्संति / (पृ. 146) તાત્પર્ય : જન્માધિકાર છે. માતા-પિતા પ્રથમ દિવસે જાતકર્મ કરે છે, ત્રીજે દિવસે સૂર્ય-ચંદ્ર દર્શનોત્સવ કરે છે, છઠે દિવસે જાગરણ કરે છે. અગિયાર દિવસ વ્યતિક્રાંત થાય ત્યારે અશુચિ નિવારણ કર્મો પૂરા કર્યું છતે બારમો દિવસ પ્રાપ્ત થયે છતે સ્વજનાદિકને અશન-પાન-ખાદિમ-સ્વાદિમથી જમણ આપે છે.” શ્રી ઉવવાઈ સૂત્રઃ तस्स दारगस्स अम्मापियरे पढमे दिवसे ठिइवडियं काहिंति बारसाहे दिवसे વગેરે. निव्वत्ते असुइजायकम्मकरणे' त्ति निवृत्ते-अतिक्रान्ते अशुचीनाम् - अशौचवतां जातकर्मणां-प्रसवव्यापाराणां यत्करणं - विधानं तत्तथा, तत्र 'बारसाहे વિવસે' ત્તિ દ્વાદશાર વિસે રૂત્યર્થ : ' (. 186) તાત્પર્ય : જન્માધિકાર ચાલે છે. માતા-પિતા અગિયાર દિવસ વીત્યા પછીતે દરમ્યાન અશુચિ નિવારણ કર્મથી પરવારી, બારમે દિવસે જ્ઞાતિજમણ કરે છે.” પૂ. ગુણચંદ્રસૂરિ કૃત મહાવીરચરિયું: "आगए य एक्कारसमे दिवसे जहाभणियविहाणेण सुइजाइकम्ममवणेति
Page #62
--------------------------------------------------------------------------
________________ 67 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ बारसदिवसंमि नाणाविह वंजणसमेयं बहुप्पगारखण्डखज्जपरिपुन्नम्" / (पृ. 224) અર્થ : “ભગવાન મહાવીર પ્રભુના જન્મ પછી અગિયારમો દિવસ આવે છે તે રીતે કહેલું છે. તેવી રીતનાં વિધાનો કરી જન્મ સૂતક કર્મને દૂર કરે છે. બારમા દિવસે વિવિધ પ્રકારનાં શાકોએ કરી યુક્ત ઘણા પ્રકારનાં ખાંડનાં ખાજાં વગેરેથી પરિપૂર્ણ એવું.” શ્રી કલ્પસૂત્ર પ્રદીપિકા: तएणं समणस्स भगवओ महावीरस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेंति तइए दिवसे चंदसूरदंसणियं करेंति, छठे दिवसे धम्मजागरियं जागरेति / एक्कारसमे दिवसे विइकंते निव्वत्तिए असुइजम्मकरणे संपत्ते बारसाह दिवसे विपुलं असणं पाणं खाइमं साइमं उवक्खडाविति रत्ता. (पृ. 57) તાત્પર્ય : આમાંય “અશુચિકર્મ દૂર કરીને બારમે દિવસે” એમ પાઠ આગમોના આ પાઠોનાં તેઓએ કરેલા અર્થઘટનામાં એક જ વાત કરવામાં આવે છે કે “શ્રી તીર્થકરોથી માંડીને રાજપુત્રો-ચોરપુત્ર સુધીનાનાં જન્મનું વર્ણન કરતી વખતે સૂત્રકાર-ટીકાકારે “જન્મની અશુચિ અગિયાર દિવસ (ચોર પુત્રમાં દસ દિવસ)ની માની છે. માટે એટલા દિવસ સુધી પૂજા ન થાય, સાધુ-સાધ્વીને વહોરાવાય નહિ અને કોઈને જમાડાય પણ નહિ.' આમાં સૌથી પહેલી વાતઃ શ્રી તીર્થકર ભગવંતોનો જન્મ થાય તે જ રાતે છપ્પન દિકુમારીઓ પોતાના શાશ્વત આચાર મુજબ અશુચિ ટાળી જ દે છે. એટલે અગિયાર દિવસ સુધી અશુચિ હોતી જ નથી. બીજી વાત સૂત્રકાર-ટીકાકારે અશુચિ કર્મ નિવર્તનની વાત લખી છે તે ચરિત્રવર્ણનસ્વરૂપ જ છે. ચરિત્રવર્ણનમાં તો ચોરી-યુદ્ધ-પરિગ્રહવગેરે બધી ય વાત આવે. સિદ્ધાર્થ મહારાજા સૂર્યોદય પછી ઉઠ્યા, વ્યાયામ અને મલ્લયુદ્ધ કર્યું. અનેક પ્રકારના તેલથી માલિશ કરાવ્યું અને અનેક પ્રકારનાં પાણીથી સ્નાન કર્યું. એવી વાત શ્રીકલ્પસૂત્રમાં આવે છે. એટલે બધા શ્રાવકોએ સૂર્યોદય પછી ઉઠવાથી માંડીને અનેક પ્રકારનાં પાણીથી સ્નાન કરવા સુધીનો આદર્શ
Page #63
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 68 ગ્રહણ કરવાનો ન હોય. કારણ કે એ બધું હેય (ત્યાગ કરવાલાયક) છે. શ્રાવકે તો બ્રાહ્મમુહૂર્તમાં ઉઠી જવાનું અને શ્રી જિનપૂજા માટેનું સ્નાન પણ પરિમિત જળથી જયણાપૂર્વક કરવાનું છે. ચરિત્રવર્ણનમાં હેય પદાર્થો હોય તેનો ત્યાગ કરવાનો છે. શ્રી જિનપૂજા હેય નથી માટે તેનો ત્યાગ કરવાનો હોય જ નહિ. ચરિત્રવર્ણન વખતે “સૂતક સમયે શ્રી જિનપૂજા હેય છે.” એવું તો કોઈ આગમમાં લખ્યું જ નથી, ઉપરથી શ્રીકલ્પસૂત્ર વગેરે આગમટીકાઓમાં તો સૂતક સમયે પણ શ્રી જિનપૂજા ઉપાદેય તરીકે વર્ણવી છે. એ વાત આપણે શ્રી કલ્પસૂત્રની વિચારણામાં જોઈશું. - ત્રીજી વાત: આપણે મનુસ્મૃતિ વગેરેમાં જોઈ ગયા તેમ અશુચિનું નિવારણ કરવા માટે દશ દિવસ પછી જે સ્નાન કરવામાં આવે છે તે બાળકની માતાએ કરવાનું હોય છે. બાકીના ઘરના સભ્યોને દશ દિવસની રાહ જોવાની હોય જ નહિ. તેઓ તો બાળક જન્મે તે જ દિવસે, કદાચ પ્રસૂતા બહેનને અડી ગયા હોય તો ય સ્નાન કરી લે એટલે તુરત શુદ્ધ જ ગણાય. તેથી આગમોનાં નામે અશુચિ કર્મને આગળ કરીને ઘરના બાકીના સભ્યોથી પણ શ્રી જિનપૂજા, સુપાત્રદાન, સાધર્મિક ભક્તિ વગેરે ન થાય - એવું જણાવનાર વ્યક્તિ, ધર્મમાં અંતરાય કરવાનું પાપ બાંધે છે. પ્રસૂતા બહેનને દસ દિવસ સુધી શ્રી જિનપૂજા, સુપાત્રદાન વગેરે કરવાનું તો કોઈ જ કહેતું નથી. કેટલાક સાધુઓ ‘ીયાવતિH' પદ દ્વારા લોકોને ભરમાવે છે કે - જુઓ, બારમે દિવસે જ્ઞાતિજનોને ભેગા કર્યા પછી સ્નાન કરાવ્યું, પછી જ જમાડ્યા, કારણ ? કારણ બીજું શું હોય ? બધાને સૂતક લાગેલું એટલે અપવિત્ર હતા. તેઓ સ્નાન કરે પછી જ શુદ્ધ થાય. માટે અગિયારમે દિવસે પણ તેઓને સ્નાનથી શુદ્ધ બનાવ્યા પછી જ જમાડ્યા.” આ લોકોને તો જવાબમાં એટલું જ જણાવવાનું કે, સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નપાઠકોને બોલાવ્યા ત્યારે તેઓ પણ સ્નાન કરીને રાજસભામાં આવ્યાં. ત્યાંય “છીયાવતિષ્ણ'પદ લખ્યું છે. તેઓને તો કોઈ સૂતક લાગ્યું ન હતું. એટલે સ્પષ્ટ વાત છે કે, તે વખતે લોકો રાજસભામાં જતા પહેલા કે જમતા પહેલા સ્નાન કરતા હતા. એવાં ચરિત્રવર્ણનસ્વરૂપ જ આ વાત છે.
Page #64
--------------------------------------------------------------------------
________________ 69 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ સૂતકને અને લોકોના આવા સ્નાનને કોઈ સંબંધ નથી. શ્રી કલ્પસૂત્ર સૂતકમાં શ્રી જિનપૂજા કરવાની સ્પષ્ટ છૂટ આપે છે : આપણે ત્યાં શ્રી પર્યાપણા મહાપર્વના દિવસોમાં શ્રી કલ્પસૂત્ર સાંભળવાનો મહિમા છે. લગભગ બધી જગ્યાએ સાધુ ભગવંતો સુબોધિકા નામની ટીકાના આધારે શ્રી કલ્પસૂત્રનું વાચન કરે છે. આ ટીકામાં સિદ્ધાર્થ રાજાએ સૂતક સમયે શ્રી જિનપૂજા કરી-કરાવી એવું સ્પષ્ટ ફરમાન છે. આ રહ્યો તે શાસ્ત્રપાઠ શ્રી કલ્પસૂત્રઃ तए णं सिद्धत्थे राया दसाहियाए ठिइवडियाए वट्टमाणीए सइए असाहस्सिए अ सयसाहस्सिए य जाए अदाए अ भाए ए दलमाणे अ दवावेमाणे अ सइए य साहस्सिए य सयसाहस्सिए य लंभे पडिच्छमाणे अ पडिच्छावेमाणे य एवं વિફર II સૂત્ર-૨૦૩ // સુબોધિકાટીકા: ततः स सिद्धार्थो राजा दशाहिकायां - दशदिवसप्रमाणायां स्थितिपतितायां वर्तमानायां शतपरिमाणान् सहस्त्रपरिमाणान् लक्षप्रमाणान् यागान्-अर्हत्प्रतिमापूजाः कुर्वन् कारयश्चेति शेषः, भगवन्मातापित्रोः श्री पार्श्वनाथसंतानीय श्रावकत्वात् यजधातोश्च देवपूजार्थत्वात् यागशब्देन प्रतिमापूजा एव ग्राह्या, अन्यस्य यज्ञस्य असम्भवात् श्री पार्श्वनाथसंतानीयश्रावकत्वं चानयोराचाराङ्गे प्रतिपादितं, दायान् पर्वदिवसादौ दानानि लब्धद्रव्यविभागान् मानितद्रव्यांशान् वा ददत् स्वयं, दापयन् सेवकैः शतप्रमाणान् सहस्त्रप्रमाणान् लक्षप्रमाणान् एवंविधान् लाभान् ‘वधामणां इति लोके' प्रतीच्छन्-स्वयं गृहणन् प्रतिग्राहयन् सेवकादिभिः अनेन प्रकारेण च વિહરતિ રાતે // 20 રૂ // ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજાએ દશ દિવસના ઉત્સવ સ્વરૂપ કુલમર્યાદાસ્થિતિપતિતાના સમયમાં સેંકડો, હજારો અને લાખો પ્રમાણવાળી શ્રી અરિહંત ભગવંતની પ્રતિમાની પૂજા પોતે કરી અને બીજા પાસે કરાવી. ભગવાનના માતા-પિતા શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય શ્રાવકો હતા અને યજુ ધાતુનો અર્થ ‘દેવપૂજાએવો થતો હોવાથી “યાગ' શબ્દથી “પ્રતિમાપૂજા' એવો જ
Page #65
--------------------------------------------------------------------------
________________ 7 . સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ અર્થ લેવો. કારણ કે તેઓને બીજા યજ્ઞનો સંભવ નથી. ભગવાનના માતાપિતા શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય શ્રાવક હતા-એવું શ્રી આચારાંગમાં લખ્યું છે. પર્વદિવસ વગેરેમાં આપવાના દાનોને અને મળેલા દ્રવ્યના વિભાગને અથવા માનેલા દ્રવ્યના અંશને પોતે આપતા અને સેવકો દ્વારા અપાવતા, સેંકડો, હજારો અને લાખો પ્રમાણના વધામણાને સ્વયં ગ્રહણ કરતા અને સેવકાદિ વડે ગ્રહણ કરાવતા વિહરે છે.” શ્રી કલ્પસૂત્રની સુબોધિકાટીકા સહિતની પ્રત વિ.સં. ૧૯૬૭ની સાલમાં ‘દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ગ્રન્થાંક-૭” તરીકે બહાર પડી હતી. તેમાં ‘ર્વત્ રયંતિ શેષ:' આટલું છાપવાનું રહી ગયું હતું. વિ.સં. ૧૯૭૯માં ‘દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ગ્રન્થાંક-૬૧” રૂપે ફરી બીજી આવૃત્તિ તરીકે આ પ્રત છપાઈ ત્યારે તેમાં પૂર્વનું યંતિ શેષ:' આ વાક્ય છાપવામાં આવ્યું. આ બન્ને આવૃત્તિમાં શ્રી આનંદસાગર સૂ.મ. એ પ્રસ્તાવના લખી છે. વિ.સં. ૧૯૬૭ની સાલમાં થઈ ગયેલ ભૂલને તેઓશ્રીએ વિ.સં. ૧૯૭૯ની સાલમાં સુધારી લીધી. સુબોધિકા ટીકાના આ પાઠમાં તો સ્પષ્ટ જણાવેલ છે કે સૂતકના દશ દિવસ દરમિયાન જ સિદ્ધાર્થ મહારાજાએ શ્રી અરિહંત ભગવાનની પ્રતિમાની પૂજા પોતે કરી અને બીજા પાસે કરાવી.' શ્રી કલ્પસૂત્ર જેવા મહાન આગમસૂત્રની ટીકામાં આવો સ્પષ્ટ ઉલ્લેખ છે, માટે સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરાવવાનો મત તદ્દન બોગસ છે, એ વાત સિદ્ધ થાય છે. નોંધપાત્ર ઘટના એ છે કે, સ્વ. સાગરજી મ.એ સુબોધિકાટીકાની વિ.સં. 1967 અને વિ.સં. ૧૯૭૯ની બન્ને આવૃત્તિમાં પ્રસ્તાવના લખી છે. સ્વ. સાગરજી મ. એ પોતાની પ્રસ્તાવનામાં પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ. અને પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ.ની ટીકાના અંશોને તુલનાત્મક રીતે રજૂ કર્યા છે. પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ. એ, પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ.ના વિધાનોનું ખંડન કર્યું તે સ્વ. સાગરજી મ.ને ગમ્યું ન હતું એવો અણસાર પણ તેઓશ્રીની પ્રસ્તાવનામાં દેખાય છે. તેમાં ક્યાંય “શ્રી સિદ્ધાર્થ મહારાજાએ સૂતકમાં શ્રીજિનપૂજા કરી” એવી સુબોધિકા ટીકાની વાતનું ખંડન કર્યું નથી. ઉપરથી આ વાત પહેલી આવૃત્તિમાં છાપવાની રહી ગયેલી તે બીજી આવૃત્તિમાં
Page #66
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ છાપીને ભૂલ સુધારી લેવામાં આવી. એટલે નક્કી છે કે, પ્રસ્તાવના લખનાર સ્વ. સાગરજી મ.ને “સૂતકમાં શ્રી જિનપૂજા થાય તેવી તપાગચ્છની માન્યતા વિ.સં. 1979 સુધી તો માન્ય હતી જ. પછી ગમે તે કારણે તેમણે ખરતરચ્છની માન્યતાનો જોર-શોરથી પ્રચાર કરવા માંડ્યો. એટલું જ નહિ, તપાગચ્છની માન્યતા રજૂ કરનારા મહાપુરુષોની “નવામતી-નૂતનપંથી' વગેરે આળ ચઢાવી વગોવણી કરવા માંડી. જ્યારે સ્વ. સાગરજી મ. દ્વારા જ થયેલ આ સુધારાને બહાર મૂકવામાં આવ્યો ત્યારે તેના બચાવમાં એવી વાત ચાલુ કરી કે “એ સમયે સ્વ. સાગરજી મ. અને પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સુ.મ.ના સંબંધો બહુ સારા હતા તેથી વિ.સં. ૧૯૭૯ની સ્વ. સાગરજી મ. દ્વારા સંપાદન પામેલી સુબોધિકા ટીકાની પ્રતનું મુફ પૂ. રામચન્દ્ર સૂ.મ.ને સુધારવા આપેલું તેમાં તેમણે આ પંક્તિ ઉમેરી દીધી હતી.” આવી ગપગોળાભરી વાત ચગાવનારે પોતાના બીજા મહાવ્રતને યાદ રાખ્યું ન હતું. આવું જ કંઈ પણ થયું હોય તો તેનો ઉલ્લેખ પ્રસ્તાવનામાં જોવા મળે. પણ તેવો કોઈ જ ઉલ્લેખ પ્રસ્તાવનામાં નથી. બીજી વાત એ છે કે આવું કંઈક બની ગયું હોય તો સ્વ. સાગરજી મ. તેની સામે લખ્યા વિના રહે નહિ. સ્વ. સાગરજી મ. અને પૂ. શ્રી રામચંદ્ર સૂ.મ. વચ્ચે જે જે બાબતોમાં મતભેદ પડ્યા તેની જાહેર ચર્ચા લેખિતમાં છપાયેલી.આજે પણ વિદ્યમાન છે તેમાં ક્યાંય “સુબોધિકા ટીકામાં ‘રયંતિ શેષ:' આવી પંક્તિ ઉમેરી દીધાની કોઈ જ વાત છપાઈ નથી. તેથી આ એક ચોખ્ખો મૃષાવાદ જ છે. સુબોધિકા ટીકાની ઉપર જણાવેલ પંક્તિ “પ્રક્ષેપિત છે તેવું સ્વ. સાગરજી મ. એ પોતાના કોઈ લખાણમાં જણાવેલ નથી. પરંતુ પાછળથી તેમના સાધુઓએ આ પંક્તિ સામે જે ઝુંબેશ ઉપાડી તે આજની નવી છે. તે હિલચાલ કેવી હતી તે જુઓ : શાસ્ત્રીય સૂતક વિચાર’ના પેજ 32-33 ઉપર લખ્યું છે કે ‘યુર્વ વરયંતિ શેષ:' એ પદ પ્રક્ષેપિત જ છે. એમ “એવકાર” પૂર્વક કહી શકાય તેમ છે. કારણ કે સં. ૧૯૭૮માં છપાયેલ “કલ્પ કિરણાવલી’ તથા સં. 1967
Page #67
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ = 1980 આદિની સાલમાં છપાયેલ “સુબોધિકા’ ટીકા આદિમાં જે પાઠો ઉપર આપેલા છે તેમાં તેમજ કલ્પસૂત્રની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ આદિમાં કોઈપણ સ્થળે ‘પૂર્વ રયંતિ શેષ:' એવો પાઠ લખાયેલો છે જ નહિ !!" શાસ્ત્રીય સૂતક વિચાર'ના આ જૂઠાણાને આગળ વધારતા “સૂતકમર્યાદાયે નમઃ” પુસ્તકમાં 66 પેજ ઉપર લખ્યું છે કે ““પ્રાયઃ ભૂલતો ન હોઉં તો ૧૯૬૭ની પૂર્વેની કોઈપણ છપાયેલ અથવા હસ્તલિખિત પ્રતમાં સર્વત્ પ્રતિમા પુના: પૂર્વન શારયંતિ શેષ:' એટલે “અરિહંત પ્રભુની પૂજા કરી અને કરાવી એવો પાઠ જોવા નહિ જ મળે.” આ બન્ને પુસ્તકોના લેખકોએ “ર્વનું યંતિ શેષ:' આ પદ પ્રક્ષેપિત જ હોવાનું “જકાર” પૂર્વક લખીને પોતાના બીજા મહાવ્રતનો બેધડક ભંગ કર્યો છે. વિ.સં. 1967 પૂર્વની કોઈ પણ છપાયેલ અથવા હસ્તલિખિત પ્રતમાં ફર્વ રયંતિ શેષ:' એવો પાઠ જોવા નહિ જ મળે” એવા પ્રગટ મૃષાવાદને ખુલ્લો પાડતો પુરાવો આ રહ્યો: ર્વનું યંતિ શેષ:' પ્રક્ષેપિત નથી જ. શ્રી સુબોધિકા ટીકા ઉપર પૂ. પંન્યાસપ્રવર શ્રી ખિમાવિજયજી મહારાજે બાલાવબોધ રચેલો છે. તેમાં પણ સ્પષ્ટ લખેલું છે કે હવે તે સિદ્ધાર્થ રાજા દશ દિવસ સુધીની મહોત્સવ રૂપ કુલમર્યાદામાં પ્રવર્તે છતે સેંકડો, હજારો અને લાખો પરિમાણવાળા યાગોને એટલે જિન પ્રતિમાની પૂજાઓને પોતે કરે છે તથા બીજાઓ પાસે કરાવે છે.” આ બાલાવબોધની પ્રશસ્તિમાં રચના સમય બતાવતા લખ્યું છે કે “વર્ષે મુનિ-રીન રિક્ષH[મિતે (2707) રાધાસ સિતાક્ષે' એથી સ્પષ્ટ છે કે, વિ.સં. ૧૭૦૭ની સાલમાં “ચુર્વ રતિ શેષ:' આ પદ સુબોધિકા ટીકામાં હતું જ અને એટલે જ બાલવબોધમાં પૂ. પં. શ્રી ખિમાવિજયજી મ. એ તેનો અર્થ લખ્યો છે. માટે વિ.સં. 1967 પહેલા આ પદ ન જ હતું. એવું જ” કારપૂર્વક બોલનારા લખનારાનું બીજું મહાવ્રત ભાંગે જ એમાં કોઈ શંકા નથી.
Page #68
--------------------------------------------------------------------------
________________ 13 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ “સૂતકમર્યાદાયે નમઃ” અને “શાસ્ત્રીય સૂતક વિચારમાં ‘ર્વ રચંતિ શેષ:' આ પદ ઉડાવીને સુબોધિકા ટીકાનો પાઠ છાપવા દ્વારા ખોટો ઇતિહાસ ઉભો કરવાનું અને શાસ્ત્રપાઠ ઉપર કાતર ફેરવવાનું મહાપાપ કરવામાં આવ્યું છે. એ જ રીતે “કલ્પસૂત્ર” ખીમશાહી ભાષાંતર નામની આ. શ્રી અશોકસાગરજી મ. સંપાદિત પ્રતમાં પણ “જિનપ્રતિમાની પૂજા પોતે કરે છે અને બીજા પાસે કરાવે છે.” આ વાત ઉડાવી દીધી છે. (જુઓ પૃ. 20O) સ્વ. સાગરજી મ.ના સાધુઓએ સંસ્કૃત અને ગુજરાતી બન્નેમાં આગમટીકાની પંક્તિઓને ઉડાવી દેવાનું ભયંકર જયંત્ર રચીને, ખોટા ઇતિહાસો અને પાઠો ઊભા કરીને શાસ્ત્રકારોનો ભંયકર દ્રોહ કર્યો છે. “આગમોદ્ધારકના સંતાનોએ જે રીતે આગમટીકા અને તેના બાલાવબોધ ઉપર કાતર ફેરવી છે એ જોતાં તેઓએ સંપાદન કરેલું સંસ્કૃત કે ગુજરાતી પ્રાચીન સાહિત્ય તપાસ્યા વિના વિશ્વાસ મુકવા લાયક રહેતું નથી. પોતાના કદાગ્રહને પોષવા માટે આગમટીકાઓ ઉપર કાતર ફેરવવાની સ્થાનકવાસી નીતિના રસ્તે જનારા સાગરસંતાનોને શાસનદેવ સુબુદ્ધિ આપે એવી ભાવદયા ચિંતવ્યા વિના બીજો રસ્તો નથી. સ્થાનકવાસીઓએ શ્રી જિનપૂજાનું સમર્થન કરનારા આગમોને ઉડાવી દીધા, કેટલાય ઉપર કાતર ફેરવી. આજે સાગર સંતાનો, સૂતકમાં શ્રી જિનપૂજાનું સમર્થન કરનારી પંક્તિઓને આગમટીકામાંથી ઉડાવવાના રસ્તે ચાલી રહ્યા છે. આવું ઘોર પાપ કરીને તેઓ કઈ સગતિ સાધવા ઇચ્છે છે, તે સમજાતું નથી ! ના, 3' નો અર્થ શ્રી જિનપૂજા જ થાય શ્રી કલ્પસૂત્રની ટીકાઓમાં ‘ના ' પદનો અર્થ ‘રઈસ્ત્રતિમા પૂના' જ કર્યો છે તેના આધારો આ રહ્યા. (1) પૂ. મહો. શ્રી ધર્મસાગરજી ગણિકૃતા કિરણાવલી ટીકા યા' વપૂના: કેવીદ્નાત્રીત્વતિમાં અવ વાસ્થતયાવકાંતવ્યો:' યાગનો અર્થ દેવપૂજા છે. દેવ શબ્દથી અહીં શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમા જ લેવી.” (2) ઉપા. શાંતિસાગરજી ગણિકૃતા કલ્પકૌમુદિટીકા
Page #69
--------------------------------------------------------------------------
________________ 14 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ‘યા II-મસ્ત્રતિમાપૂના:” “યાગ એટલે શ્રી અરિહંતપ્રતિમાની પૂજા” આ ટીકા પૂ. મહો. શ્રી વિનયવિજયજી મ.ની ટીકાના ખંડનરૂપે રચાયેલી છે. છતાં “ર્વનું વેરિયંતિ શેષ:' આ પદનું ખંડન કર્યું નથી. એટલે નક્કી છે. કે આજે આ પદને અમાન્ય ગણાવનાર સાચા નથી. (3) પૂ. પં. શ્રી સંઘવિજયજી ગણિ કૃતા કલ્પપ્રદીપિકા ટીકા યા-વેવપૂના, અત્ર તેવશદ્ન નિનપ્રતિમા જોયા યાગ એટલે દેવપૂજા, અહીં દેવ શબ્દથી શ્રી જિનપ્રતિમા જાણવી. (4) પં. શ્રી મુક્તિ વિમલગણિ કૃતા કલ્પમુક્તાવલી ટીકા "यागान्-अर्हत्प्रतिमापूजाः कुर्वन् कारयंश्च अत्र यागशब्देन जिनप्रतिमापूजा વ ગ્રાહ્યી યાગ એટલે શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરતા અને કરાવતા. અહીં યાગ શબ્દથી શ્રી જિનપ્રતિમાની પૂજા જ ગ્રહણ કરવી.” સૂતક મર્યાદાય નમઃ” ના પૃ. 68 ઉપર “શતાનું સ્ત્રીનું તક્ષાનું તેવપૂનામાનિતવિયા II હેયાન મા II હાય એ પ્રમાણે (કલ્પસૂત્ર સટિપ્પનની હસ્તલિખિત પ્રતનાપૃ. ૪૦ની બીજી પૂઠીમાં) ટિપ્પણ છે. અર્થાત ‘નાણ3 = યા 'I એટલે દેવપૂજા માટેનું દ્રવ્ય અહીં ‘યુર્વ રયંતિ શેષ:' એ પાઠ નથી. (જુઓ૦પરિ૦૨-૬)” આ પ્રમાણે લખ્યું છે. તેમણે પરિશિષ્ટ ર-૬ જોવાની ભલામણ કરી છે. પૃ. 93 ઉપર પરિ. 2-6 આપ્યું છે. તેમાં આ રીતે લખાણ છે : “નાધ્યત્તિ યાIIનું સેવપૂના' આનો અર્થ ગાય એટલે વIન્ અને યોIIન્ એટલે દેવપૂજા' એવો થાય. દેવપૂજા પદનો ‘દેવપૂજા માટેનું દ્રવ્ય' એવો અર્થ કર્યો છે-તે ખોટો છે. પરિશિષ્ટમાં છાપેલ બ્લોકનું લખાણ અને ૬૮મા પાને રજૂ કરેલ લખાણ ફેરફારવાળું છે તે વાચકો ધ્યાનથી જુએ તો પકડાઈ જાય તેમ છે. વાચકો સાથે આવી ખુલ્લી છેતરપિંડી કરવામાં લેખકને કોઈ સંકોચ થયો નથી. આ રીતે ઉપરના દરેક પાઠોમાં ‘ના = યાIIન નો અર્થ “દેવપૂજા’ જ કર્યો છે. આજે દેવપૂજાને ઉડાવી દેવાનો જે પ્રયાસ થાય છે તે સ્થાનકવાસીઓને મળતો આવે તેવો છે. સ્થાનકવાસીઓ, શ્રી જિનપૂજાને ઉડાવવા માટે, આગમમાં “ચૈત્ય' શબ્દ આવે તેનો અર્થ “પ્રતિમા જ કરવાનો હોવા છતાં
Page #70
--------------------------------------------------------------------------
________________ 15 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ તેનો “જ્ઞાન” એવો અર્થ કરે છે. અહીં દરેક ટીકાકારોએ ‘ના૩ નો અર્થ દેવપૂજા' કર્યો હોવા છતાં સૂતકના નામે શ્રી જિનપૂજાને ઉડાવવા માટે દેવપૂજા' માટેનું ‘દ્રવ્ય એવો ખોટો અર્થ કરવામાં આવે છે. સ્થાનકવાસીઓના પગલે ચાલીને શ્રી જિનપૂજાને ઉડાવવામાં કોઈનું ય કલ્યાણ નથી. કદાગ્રહને પોષવા માટે આવું ભયંકર દુષ્કૃત્ય કરનારાઓનું બિચારાનું શું થશે? યાન = વપૂગા' એવો સ્પષ્ટ અર્થ ઉડાવી દેવા માટે “સૂતકમર્યાદાયે નમઃ” ના પૃ. 67 ઉપર શું લખે છે તે જુઓ : સિદ્ધાર્થ મહારાજા નવરા જ બેસી રહેતા હતા કે જેથી આખોય દિવસ પ્રતિમાની પૂજા કરતા હશે. શું કુળમર્યાદાનું કાર્ય કે ખાતા-પીતા નહિ હોય? કે જેથી સેંકડો, હજારો અને લાખો પ્રતિમાની પૂજા પોતે કરી અને કરાવી એમ કહો છો. અને કદાચ સમજો કે ભગવાન પ્રત્યેની અતિશય ભક્તિવશાત્ તેવું કરવા જાય તો પણ શું દસ દિવસમાં લાખો પ્રતિમાની પૂજા સંભવિત છે ખરી ? અને ક્ષત્રિયકુંડમાં એટલા બધા દેરાસરો, યા સેંકડો, હજારો લાખો પ્રતિમાજીનો પરિવાર હશે ખરો? આટલો વિચાર કરીએ તો ય જૂઠા ખોટા એવા નવા પાઠનો પ્રચાર થતો અટકે, કેમકે આ તો કોમન સેન્સનો વિષય છે.” આ બધી દલીલો જ કોમન સેન્સ વિનાની છે. અષ્ટોત્તરીસ્નાત્ર (બૃહત્ક્રાંતિસ્નાત્ર) વખતે 108 વાર ભગવાનની પૂજા થાય છે. એના માટે 108 પ્રતિમાની જરૂર પડતી નથી. એટલે “ક્ષત્રિયકુંડમાં લાખો પ્રતિમાજીનો પરિવાર હશે ખરો?” એવી ખોટી ચિંતા કરીને દૂબળા બનવાની જરૂર નથી. એ જ રીતે પોતે 108 વાર પૂજા કરતા હોય ત્યારે સાથે બીજા ૧૦૦માણસોને પણ પોતાની સાથે પૂજા કરાવે તો દસ હજારથી વધુવાર પૂજા થઈ જાય. કરવા-કરાવવાની વાત હોય ત્યારે લાખો તો શું કરોડોની સંખ્યા પણ આરામથી પૂરી થઈ જાય છે. વાહિયાત દલીલ કરનારા મુ. શ્રી અક્ષયચંદ્રસાગરજીના ગુરુ આ. હેમચંદ્રસાગરજી ગણતરીના દિવસોમાં 68 કરોડ નવકારનો જાપ કરાવે છે. મુ. શ્રી અક્ષયચંદ્રસાગરજી હવે તેમના ગુરુ માટે પણ દલીલ કરશે
Page #71
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 76 કે “શું તેઓ નવરા જ બેસી રહેતા હશે કે જેથી આખોય દિવસ લોકોને નવકાર ગણાવ્યા કરતા હશે. શું સાધુ-ક્રિયા નહિ કરતા હોય કે ખાતા-પીતા નહિ હોય? શું ગણતરીના દિવસોમાં 68 કરોડ નવકારનો જાપ શક્ય છે ?" આટલો ય વિચાર જો મુનિશ્રીએ કર્યો હોત તો શ્રી કલ્પસૂત્રની ટીકાના પાઠને જુઠો-ખોટો કે નવો કહેવાનું પાપ તેઓ બાંધત નહિ. ‘ના , તાપ ૩ગ, માપ ૩ગ’ આ ત્રણે પદોમાં “ચ” અવ્યય હોવાથી તેનો અર્થ જુદો જુદો જ કરાય; વિશેષણ-વિશેષ્યરૂપે ન કરાય. માટે જ ઉપરના બધા ટીકાકારોએ નાગ્નિ = નો સ્વતંત્ર અર્થ ‘દેવપૂજા” એવો જ કર્યો છે. નાગ = નો “દેવપૂજા સંબંધી દ્રવ્ય એવો અર્થ ખરતરગચ્છની માન્યતાવાળાઓએ કર્યો છે. આ રહ્યો તે પાઠ: 'खरतरगतच्छीय श्री लक्ष्मीवल्लभ उपाध्यायकृता कल्पद्रुमकलिकाटीका "तत सिद्धार्थो राजा दसदिवससत्कायां कुलमर्यादायां कृतायाम् एकं शतप्रमाणं, अन्यं सहस्त्रप्रमाणम्, तृतीयं लक्षप्रमाणं-यस्मिन्, शतद्रव्यं लगति, यस्मिन् सहस्त्रद्रव्यं लगति, यस्मिन् लक्षद्रव्यं लगति एतादृशोयागो देवपूजनं तन्निमित्तं દ્રવ્ય ધારતિ'' (પૃ. 74) ત્યાર પછી સિદ્ધાર્થ રાજા દસ દિવસ સંબંધી કુલમર્યાદાના સમયમાં સો પ્રમાણ, હજાર પ્રમાણ, લાખ પ્રમાણ એટલે કે જેમાં સો દ્રવ્યનો ખર્ચ થાય, જેમાં હજાર દ્રવ્યનો ખર્ચ થાય, જેમાં લાખ દ્રવ્યનો ખર્ચ થાય- એવા યાગ એટલે દેવપૂજન-તે નિમિત્તના દ્રવ્યને ધારણ કરે છે. દરેક ટીકાકારોએ “યાગ’નો અર્થ સ્પષ્ટ રીતે દેવપૂજા એવો કરેલો છે છતાં આ ખરતરગચ્છના ઉપાધ્યાયજીએ “સૂતકમાં પૂજા ન થાય તેવી ખરતરગચ્છની માન્યતાને પુષ્ટ કરવા માટે ઉપર મુજબ “દેવપૂજા સંબંધી દ્રવ્ય” એવો અર્થ કર્યો છે. “સૂતકમર્યાદાય નમ:' ના લેખકે ખરતરોનો આ મત સ્વીકારી લીધો હોવાથી તપાગચ્છવાળા કોઈથી પણ એમની વાત માની શકાય નહિ અને શ્રી જિનપૂજા છોડાય નહિ. શ્રી કલ્પસૂત્ર સુબોધિકા ટીકાનું પદ સુર્વનું કારયંતિ શેષ: આ પદથી સૂતકમાં જિનપૂજાનો પ્રતિબંધ લગાવવો આગમવિરુદ્ધ બની જાય છે તેથી
Page #72
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ તેને “પ્રક્ષેપિત’ ગણાવવાની સૂતકવાદીઓ તરફથી ઝુંબેશ ચાલી છે. આ પદો ટીકામાં દાખલ કરવાનો તદ્દન જૂઠો આરોપ તેઓ પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર સૂ. મહારાજા પર લગાવી રહ્યા છે ત્યારે એ સરાસર જૂઠાણું જ છે એ વાત સિદ્ધ કરતો આધાર અહીં રજુ કરવો વધુ ઉચિત જણાય છે. વિ. સં. 1956 સને ૧૯૮૦ની સાલમાં મુંબઈના શ્રાવક ભીમસિંહ માણેકે શ્રી કલ્પસૂત્રની સુખબોધિકા - સુબોધિકા ટીકાનું ગુજરાતી ભાષાંતર છપાવીને પ્રકાશિત કર્યું હતું. શ્રી કલ્પસૂત્રની સુબોધિકાટીકાને સંસ્કૃત પરથી જામનગર નિવાસી પંડિત હીરાલાલ વિ. હંસરાજ પાસે ગુજરાતીમાં ભાષાંતર કરાવી છપાવેલું હતું. તેમાં આજથી લગભગ 115 વર્ષ પહેલા ભાષાંતરરૂપે લખાયું છે કે પછી તે સિદ્ધાર્થ રાજા, તેવી રીતે દશ દિવસો સુધી કુલમર્યાદા પાલતે છત, સેંકડો, હજારો અને લાખો પ્રમાણે અરિહંતપ્રભુની પૂજા કરતા હતા.” વિ. સં. ૧૯૫૬ની સાલમાં છપાયેલી - વંચાતી શ્રી કલ્પસૂત્ર સુબોધિકા ટીકામાં સુર્વન વાળું પદ હતું માટે જ તો પંડિત હીરાલાલ હંસરાજે ઉપર મુજબ ભાષાંતર કરીને મૂક્યું છે. આ પુસ્તક આજે પણ જ્ઞાનભંડારોમાં સચવાઈને પડેલું છે. શ્રાવક ભીમસિંહ માણેકે ગુજરાતી છાપખાનામાં સને ૧૯OOમાં આ પુસ્તક છપાવીને બહાર પાડ્યું હતું. વિ. સં. ૧૯૫૨ની સાલમાં જન્મેલા પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂ. મ. વિ. સં. ૧૯૫૬માં ચાર વર્ષના બાળક હતા. તેઓ ભાષાંતર કરનાર પંડિત હીરાલાલ હંસરાજની પ્રતમાં સુર્વન વાળું પદ પ્રક્ષેપિત કરાવવા ગયા હતા તેવું કોઈ જ સુજ્ઞજન વિચારી પણ ન શકે. શ્રાવકને સૂતકના નામે જિનપૂજા ન કરવા દેવાની જીદે ચઢેલા સૂતકવાદીઓ સુર્વન વાળા પદને પ્રક્ષેપિત માનીને આગમની ટીકાકારની આશાતના કરી રહ્યા છે તેમ સૌ સુજ્ઞો સ્વીકારી શકે તેવું સ્પષ્ટ છે. આનાથી એટલી વાત સિદ્ધ થાય છે કે શ્રી કલ્પસૂત્ર આગમની ટીકા પણ
Page #73
--------------------------------------------------------------------------
________________ 78 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ સૂતકમાં જિનપૂજા થઈ હતી તે વાતનું સમર્થન કરે છે. આવા પવિત્ર આગમની સામે પડીને જેઓ સૂતકમાં જિનપૂજાનો કડક પ્રતિબંધ ઠોકી બેસાડવાની નાદાન ચેષ્ટા કરે છે તેઓ બિચારા કરુણાને પાત્ર છે. તેમનું વચન માન્ય રાખીને ચલાય નહિ. અણગાર પ્રતિક્રમણ સામાચારી, સૂતકવિચાર પટ પુષ્પવતી વિચાર તથા સૂતકવિચાર અણગાર પ્રતિક્રમણ સામાચારી” અને “પુષ્પવતી વિચાર તથા સૂતક વિચાર’ પુસ્તકમાં “સૂતકની સજ્ઝાય' છાપવામાં આવી છે. આ સજ્ઝાય અંચલગચ્છના સાધુની રચેલી છે. ત્રીસમી ગાથામાં એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. 'श्री अंचलगच्छे वांदु अणगार, श्री पुण्यसिंधु सूरीश्वर सार / / 30 / / અંચલગચ્છની માન્યતા પણ તપાગચ્છથી વિરુદ્ધ હોય તો મનાય નહિ. આ સજ્ઝાયમાં “સૂતકવિચાર પટ' તરીકે પ્રસિદ્ધ કરવામાં આવતી સૂતકમાન્યતાઓ જ ગૂંથવામાં આવી છે. “સૂતક વિચાર પટમાં લખ્યું છે તેમ આ સજ્ઝાયમાં પણ લખ્યું છે કે “તતો પુત્રેનન્મનો સાર, પુત્રી નનમેં વિવસ इग्यार, मृत्युघरनो सूतक दिन बार, ते घरे साधु न वहोरे आहार. ते घरनो जल अग्नि जाण, जिनपूजा नवि सूझे सुजाण, इम निशीथ चूर्णि माहे कह्यो तत्त्वार्थ 'ગુરુમુરઘથી dહ્યો.” હકીકતમાં શ્રી નીશીથ ચૂર્ણિમાં સૂતકકુલોમાં સાધુએ ગોચરી જવામાં કેવી મર્યાદા પાળવી તે બતાવ્યું છે. પણ “સૂતકની સજ્ઝાય કે સૂતક વિચાર પટ’માં જણાવ્યા મુજબ “સૂતકનાં ઘરનાં પાણી અને અગ્નિથી શ્રી જિનપૂજા ન થાય એવું શ્રી નિશીથચૂર્ણિમાં ક્યાંય લખ્યું નથી. છતાં શ્રી નિશીશચૂર્ણિનાં નામે આ પ્રચાર જોરશોરથી ચલાવવામાં આવે છે. આવા અસત્યપ્રચારને માનીને શ્રી જિનપૂજા બંધ કરાય નહિ. પૂ. રામચન્દ્ર સૂ. મ. માટે અસત્ય પ્રચાર કલ્પકિરણાવલીટીકા : પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મહારાજની બનાવેલી
Page #74
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કલ્પકિરણાવલીટીકા'આગળ કરીને પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માટે કેવો અસત્યપ્રચાર કરવામાં આવે છે તે સૂતકમર્યાદાય નમઃ”ના ૩૯-૪૦પાને તેઓના શબ્દોમાં જ વાંચો : “હજુ આગળ. આગમનું નામ ખૂબ પ્રચલિત છે. તે “શ્રી કલ્પસૂત્રજી’ આ ગ્રંથને કહેવાય છે “કલ્પસૂત્ર કિરણાવલી.” જેનું સંશોધન વિ. સં. ૧૯૬૮માં આ. શ્રીદાનસૂરિ મ. દ્વારા થયું છે. અને આ ગ્રંથની પ્રસ્તાવના શ્રી રામવિજયજી (હાલ સ્વ. રામચંદ્રસૂરિ) દ્વારા લખાયેલી છે. એટલે કે આ ગ્રંથ તેમને માન્ય છે જ. તેનું આ આખું પાનું (આગળ-પાછળ બને) ખૂબ સુંદર સ્પષ્ટતા દર્શાવે છે. જો આ રહ્યું. એમાં મુખ્ય : 'तएणमित्यादित एवं वा विहरंति त्ति पर्यन्तम्, तत्र मातापितरौ स्थितिपतितं कुलक्रमान्तर्भूतं पुत्रजन्मोचितमनुष्ठानं कारयतः स्म, XXX तथाहिजन्माहादिनद्वयेऽतिकान्ते गृहस्थगुरुः समीपगृहेऽचितार्हत्प्रतिमाग्रे स्फटिकमयी रुप्यमयी वा चन्द्रमूर्ति प्रतिष्ठाप्याचित्वा च विधिना स्थापयेत्, ततः स्नातां सुवस्त्राभरणां शिशुमातरं करद्वये धृतपुत्रां चन्द्रोदये प्रत्यक्षचन्द्रसन्मुखं नीत्वा XXXXXX માતૃપુત્રૌ મૂતમયાત્તત્ર નાનેય XXXXXX વી Sષ્ટચાં રાત્રી जागरणं-धर्मजागरिका ताम् / निवर्तितेऽतिक्रान्तेऽशुचीनां अशौचवतां जन्मकर्मणां-नालच्छेदनादीनां यत्करणं तस्मिन्, द्वादशाख्यदिवसे उपस्कारयत:रसवतीं निष्पादयतः मित्राणि-सुहृदः, ज्ञातयः-सजातीयाः मातापितृभ्रात्रादयः XXXXXX પરિ–સામર્ચન મુન્નાની અત્પમધ્યત્યનાઁ મોગ્યમ્, સાંભળ્યું શ્રેયસ ! (1) બે દિવસ પછી = ત્રીજે દિવસે સ્નાનની વાત કરી. (2) તેમાં સૂર્ય-ચંદ્રના દર્શનનો પ્રસંગ. (3) પ્રતિમા પાસે માતા અને પુત્રને સૂતકના ભયથી ત્યાં ન લઈ જવાં. (4) છઠ્ઠી રાત્રે ધર્મજાગરિકા. (5) અને છેલ્લે અશુચિ કર્મ દૂર કરીને બારમે દિવસે નાત જમાડવાની. મ. શ્રી : આ વાક્ય કોણ પ્રસિદ્ધ કરનાર છે શ્રેય?
Page #75
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 80 શ્રેયસ : આ. રામચંદ્રસૂરિ મ.ના પ્રગુરુ આ. દાનસૂરિ મ. મ. શ્રી: હા, પ્રસ્તાવના તો શ્રી રામચંદ્રસૂરિ મ.ની જ અર્થાત્ ત્યારે તો તેઓ સૂતક માનતા હતા જ એટલે કે વિ.સં. 1968 સુધી તો માનતા હતા જ.” આ આખાય લખાણમાં તેમની દૃષ્ટિએ “પ્રતિમા પાસે માતા અને પુત્રને સૂતકના ભયથી ન લઈ જવા' - આ પંક્તિ વધુ મહત્ત્વની છે. પૂ. આ. શ્રી. વિ. રામચંદ્રસૂ.મ. એ ક્યારેય એવું કહ્યું નથી કે ‘સૂતકના દિવસોમાં માતાએ પુત્રને તેડીને દેરાસરે જવું. એ જ રીતે ચરિત્રવર્ણન તરીકે કરેલું બાર દિવસનું વર્ણન પણ તેઓશ્રીને ચરિત્રવર્ણન તરીકે માન્ય જ છે. ચરિત્રવર્ણનને જ વિધિવાક્ય માનીને લોકવ્યવહારને “ધર્મ બનાવી દેવાનું અકાર્ય કોઈ ગીતાર્થ ન કરી શકે. માટે આવું કાર્ય મહાગીતાર્થ એવા પૂજયશ્રી તો ન જ કરે. આ રીતે કલ્પરિણાવલી’ ટીકાની ઉપર રજૂ કરાયેલી વાતમાં તેઓશ્રીને અમાન્ય કરવા જેવું કશું નથી. છતાં લેખકે “શ્રી રામચન્દ્રસૂ.મ. વિ. સં.૧૯૬૮ સુધી સૂતક માનતા જ હતા. અર્થાત્ હવે નથી માનતા !" એવી રજૂઆત કરીને પ્રત્યક્ષ મૃષાવાદનું સેવન કર્યું છે. ખરેખર તો કલ્પકિરણાવલી'ને અમાન્ય કરવાનું કામ તો લેખકના મતવાળાઓએ કર્યું છે. કારણ કે ટીકામાં તો માતાપુત્રને જ સૂતકના ભયથી શ્રી જિનપ્રતિમા પાસે લાવવાનો નિષેધ કર્યો છે. જે બધા જ માને છે. જ્યારે આ લોકો તો માતા-પુત્ર સિવાયના માણસોને પણ સ્નાનથી શુદ્ધ થયા હોય તોય સૂતકનો ભય બતાવીને તેઓની પૂજા બંધ કરાવે છે. આવા સ્થાનકવાસીઓના ભાઈબંધોથી મૂર્તિપૂજકો ચેતીને ચાલે. શ્રી કલ્પસૂત્રની જેટલી ટીકાઓ, તે પછી છપાયેલી હોય કે હસ્તલિખિત કોઈપણ ટીકાઓથી એવું સિદ્ધ થતું નથી કે “સૂતકમાં પૂજા ન થાય.” માટે શ્રી કલ્પસૂત્રના નામે લોકોની પૂજા બંધ કરાવનારાઓ શ્રી કલ્પસૂત્રની આશાતના કરી રહ્યા છે. આ રીતે શ્રીજિનપૂજા સંબંધી શાસ્ત્રપાઠોનો વિચાર કરતા, કોઈ
Page #76
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 81 શાસ્ત્રપાઠો સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરવાનું ફરમાન કરતા નથી. માટે સૂતકમાં શ્રીજિનપૂજા બંધ કરવી આ માન્યતા અશાસ્ત્રીય છે એમ સિદ્ધ થાય છે. પ્રસૂતા બહેનોને જ્યાં સુધી અશુચિ વહેતી હોય ત્યાં સુધી તેઓથી શ્રી જિનપૂજા ન થાય. આ બહેનોએ દશ દિવસ સુધી સ્પર્શાસ્પર્શની મર્યાદા બરાબર જાળવવી-એવી તપાગચ્છની પ્રણાલિકા છે. પ્રસૂતા બહેન સિવાયના કોઈને સૂતકસંબંધી અશુચિ વહેતી ન હોવાથી તેઓ સ્નાન કરીને પોતાનું શ્રી જિનપૂજાનું નિત્યકર્તવ્ય આરાધી શકે છે. આ લોકોએ પોતાના પૂજાનાં વસ્ત્રો અને ઉપકરણોને પ્રસૂતા બહેન અડે નહિ તે રીતે સાચવીને રાખવા, પ્રસૂતાબહેને વાપરેલો બાથરૂમ કોરો હોય ત્યારે શ્રી જિનપૂજા માટેનું સ્નાન કરવું, પ્રસૂતાબહેનને અડાય નહિ તેનો ઉપયોગ રાખવો. વગેરે મર્યાદાઓ બરાબર પાળવાની છે. કદાચ પ્રસૂતાબહેનને અડી જવાય તોય સ્નાન કરવાથી શુદ્ધ થઈ જવાય છે. માટે પ્રસૂતા બહેન સિવાયના કોઈએ સૂતકની અશુદ્ધિના નામે શ્રી જિનપૂજાનો ત્યાગ કરવો નહિ. મરણ સૂતકમાં શ્રી જિનપૂજા કરાય? મરણસૂતકમાં મૃતકને અડ્યા હોય, સ્મશાને ગયા હોય તે પણ પાછા આવે અને સ્નાન કરે તો શુદ્ધ થઈ જાય છે. આ વાત આપણે અગાઉના શાસ્ત્રપાઠોમાં જોઈ આવ્યા છીએ માટે મૃતકને અડેલા કે સ્મશાને ગયેલાઓ પણ સ્નાન કરીને શ્રી જિનપૂજા અવશ્ય કરી શકે છે. બાકી જન્મસૂતક કે મરણસૂતકમાં જન્મ-મરણના સમાચાર આવે, તે પછી પત્રથી આવે, ટેલિફોનથી આવે કે બીજા કોઈ સાધનથી આવે. જૈનોએ કોઈપણ સંયોગોમાં સૂતકના નામે પોતાની પૂજા છોડવાની નથી. છતી શક્તિએ શ્રી જિનપૂજા ન કરવી–આ મધ્યમ આશાતનાનો એક પ્રકાર છે. માટે શાસ્ત્રમાં ક્યાંય નિષેધ ન હોવાથી, ઉપરથી સૂતકમાં સ્નાન કર્યા પછી શ્રી જિનપૂજાની છૂટ હોવાથી, જેઓ કો'કના ભરમાવવાથી સૂતકના નામે શ્રી જિનપૂજા છોડી દે છે તેઓને શ્રી જિનેશ્વર ભગવંતની આશાતના કરવાનું પાપ લાગે છે. શ્રી “ધર્મસંગ્રહ
Page #77
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ નામના ગ્રન્થમાં શ્રી જિનેશ્વર-વ-જિનાલય સંબંધી જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ પ્રકારની આશાતનાઓનું વ્યવસ્થિત વર્ણન છે. આને ધ્યાનથી વાંચવામાં આવે તો છતી શક્તિએ પૂજા છોડી દેવાના પાપથી બચી જવાય. ઋતુધર્મના દિવસોમાં શ્રી જિનપૂજા થાય? ઋતુધર્મના દિવસોમાં તે બહેનોથી શ્રી જિનપૂજા ન થાય, પણ ઋતુધર્મવાળીબહેનો ઘરમાં હોય એટલા માત્રથી બાકીના બધાથી શ્રી જિનપૂજા ન થાય - એ વાત ખોટી છે. બાકીના માણસો સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જાય. પછી તેઓને પૂજા કરવામાં કોઈ શાસ્ત્રીયબાધ નથી. આમ પણ ઋતુધર્મવાળી બહેનોને અડી જવાય તો શુદ્ધિ માટે ફક્ત સ્નાન જ કરવાનું હોય છે. એથી વિશેષ કોઈ વિધિ નથી. આજના વિભક્ત કુટુંબના જમાનામાં ઋતુધર્મસંબંધી ઘણી ગરબડો ઉભી થઈ ગઈ છે. ઋતુધર્મવાળા બહેનો જ રસોઈ - પાણી કરતા હોય તેવી પરિસ્થિતિ ઘણાં ઘરોમાં આવવા માંડી છે. આને માટે યોગ્ય ઉપાય કરવો જ જોઈએ. કોઈ પણ સંયોગોમાં આ પરિસ્થિતિ ન જ બદલાય, ઋતુધર્મવાળા બહેનોએ બનાવેલી રસોઈ જમવી પડી તો તેથી પૂજા બંધ કરવાની હોતી નથી. અગાઉ જોઈ ગયા તેમ ખોરાકને શ્રી જિનપૂજા સાથે સંબંધ હોતો નથી. અભોજ્ય' આહાર કરનારો પણ સ્નાન કરે એટલે તેની શરીરશુદ્ધિ થઈ જાય છે. (આમાંથી કોઈએ “અભોજય’ આહાર વાપરવાની પ્રેરણા મેળવવાની નથી. ફક્ત માર્ગ શું છે - તેની વાત ચાલી રહી છે. બાકી ‘અભોજ્ય આહારનો ત્યાગ કરવાનો જ છે -એ કોઈ પણ સંયોગોમાં ભૂલાય નહિ.) એટલે પછી શ્રી જિનપૂજા કરવામાં કોઈ બાધ નથી. ઘણા માણસો કહે છે, “સાહેબ, પૂજા કરવાનું તો બહું જ મનછે. પણ શું થાય? ઘરમાં ત્રણ દિવસની મર્યાદા પળાતી નથી. એટલે એટલા દિવસ પૂજા કરતો નથી. જો કોઈ માર્ગ મળતો હોય તો મારે અવશ્ય પૂજા કરવી છે. આ માણસોને રસ્તો બતાવતા સૌથી પહેલા તો એ જ જણાવવાનું કે - “ઘરમાં ત્રણ દિવસની મર્યાદાનું પાલન થાય - આ જ માર્ગ ઉત્તમ છે. સંયોગવશ એ
Page #78
--------------------------------------------------------------------------
________________ 83 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ શક્ય બનતુ ન હોય તો પણ મર્યાદા પળાય તે માટે પ્રયત્નો ચાલુ રાખીને આ પ્રમાણે થઈ શકે ઋતુધર્મવાળા બહેનો જયાં અડતા ન હોય તેવી સલામત જગ્યાએ પૂજાની સામગ્રી અને વસ્ત્રો રાખવા. બાથરૂમ કોરો હોય ત્યારે ઋતુધર્મવાળા બહેનો સિવાયનાએ તૈયાર કરેલી સામગ્રીથી સ્નાન કરી ઘરમાં કશે અડ્યા વિના પૂજાનાં વસ્ત્રો પહેરી, પૂજાની સામગ્રી લઈને પૂજા કરવા જઈ શકાય. પૂજા કરીને આવ્યા બાદ પણ કશે અડ્યા વિના પૂજાની સામગ્રી અને વસ્ત્રો પાછા સલામત જગ્યાએ મૂકી દેવા. આ પ્રમાણે કરવાથી શ્રી જિનપૂજાનું નિત્યકર્તવ્ય આવા સમયે પણ આરાધી શકાય છે.” પૂ. ગુરુભગવંતોને આહાર -પાણી વહોરાવવાના વિષયમાં એવી મર્યાદા છે કે ઋતુધર્મવાળા બહેનોએ બનાવેલી કે સ્પર્શેલી રસોઈ પાણી વહોરાવાય નહિ. તેઓ પોતે પણ એવી અવસ્થામાં આહાર-પાણી વહોરાવી શકે નહિ. પરંતુ બીજાએ બનાવેલા આહાર-પાણી તે બહેન સિવાયના બીજા બધાથી વહોરાવી શકાય. શ્રી જિનપૂજા અને સુપાત્રદાનનો લાભ લેવા માટે ઉપર મુજબની મર્યાદાઓ ધ્યાનમાં લઈને પાળવી જોઈએ. સૂતક સમયે ગોચરી સંબંધી મર્યાદા: હવે આપણે સૂતકના સમયે પૂ. ગુરુભગવંતોને આહાર - પાણી વહોરવા જવા આદિ માટે કેવી મર્યાદાઓ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવી છે અને શાં કારણે બતાવી છે - તેનો શાસ્ત્રપાઠ સાથે વિચાર કરીએ. “સૂતકમર્યાદાયે નમ:'માં આ વિષયના જે પાઠો. જેવા અર્થ સાથે રજૂ કર્યા છે. તે પાઠો તેવા સ્વરૂપે અહીં ઉતારીને, એ પાઠો ઉપર વિચાર કરશું. પણ તે પહેલાં આ જ પુસ્તકનાં છઠ્ઠા પાને જે રમુજી સંવાદ લખ્યો છે તે જોઈએ : “મ. શ્રી. હું તને પ્રશ્ન કરું છું કે તારી સામે બે પક્ષ આવે : (1) બ્રાહ્મણ અને (2) ક્રિશ્ચિયન. તો તે બેમાંથી તું વધારે મહત્ત્વ કોને આપે ? શ્રેયસ - બ્રાહ્મણને. મ. શ્રી સાંભળ! બ્રાહ્મણ સૂતક માને છે. ક્રિશ્ચિયન સૂતક માનતા નથી. હવે તારે બ્રાહ્મણના પક્ષમાં જવુ છે કે ક્રિશ્ચિયનના? શ્રેયસ : ક્રિશ્ચિયનના પક્ષમાં તો જવાય જ શી રીતે?
Page #79
--------------------------------------------------------------------------
________________ 84 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કેવી વાહિયાત દલીલ છે ! હવે આ મુજબ જ આગળ વિચારશે તો તેઓ મિથ્યાત્વમાં ચાલ્યા જશે. કારણકે બ્રાહ્મણ અને ક્રિશ્ચિયન : બન્નેય મિથ્યાત્વી છે. આપણાથી બેમાંથી કોઈનોય પક્ષ ન લેવાય. આપણે તો શ્રી જિનેશ્વર ભગવંતોનો મત સ્વીકાર્યો છે. કોઈ પ્રશ્ન કરે કે “બ્રાહ્મણ હિંસકયજ્ઞમાં માને છે. ક્રિશ્ચિયનો યજ્ઞને જ માનતા નથી. બ્રાહ્મણો આ સૃષ્ટિની રચના બ્રહ્માએ કરી છે - એમ માને છે, ક્રિશ્ચિયનો એવું માનતા નથી. બ્રાહ્મણો અનેક મિથ્યાપર્વો માને છે. ક્રિશ્ચિયનો આવા કોઈ મિથ્યાપર્વ માનતા નથી. બોલ શ્રેયસ! તારે કોના પક્ષમાં જવું છે ?" શ્રી અક્ષયચંદ્રસાગરજીનો આ શ્રેયસ તો ફદઈને કહી દેશે: ‘ક્રિશ્ચિયનના પક્ષમાં તો જવાય જ શી રીતે?” ઉપર જણાવેલી બધી બ્રાહ્મણોની માન્યતાને આપણા શ્રી જિનેશ્વર ભગવંતોએ ‘મિથ્યાત્વ' તરીકે ઓળખાવી છે. મુ. (હાલ આ.) શ્રી અક્ષયચંદ્ર સાગરજીના ચઢાવ્યા મુજબ પોપટની જેમ બોલ બોલ કરનાર શ્રેયસ, બ્રાહ્મણોનો પક્ષ લઈને પોતાનું અશ્રેય કરશે એ ચોક્કસ છે. મિથ્યાત્વનો સ્વીકાર કરનારો કદી પોતાનું કલ્યાણ કરી શકે નહિ. સૂતક માનવું તે ગણધર (ભગવંત)ની આજ્ઞા છે. એવું મુ. (હાલ આ.) શ્રી અક્ષયચંદ્ર સાગરજી પેજ નં. 6 ઉપર લખે છે. આ તેમનો ચોખ્ખો મૃષાવાદ છે. શાસ્ત્રોમાં તો ‘સૂતક માનનારાં કુલોમાં સાધુએ ગોચરી ન જવું.” એવી શ્રી ગણધર ભગવંતોએ મર્યાદા બાંધી છે. સૂતકને માનવાની આજ્ઞા શ્રી ગણધર ભગવંતોએ કરી જ નથી. તેમના તર્કોનું સ્તર એટલું તો ‘ઉંચું છે કે સામાન્ય બુદ્ધિવાળો માણસ પણ એમાં રહેલી પોકળતાને પકડી પાડે છે. બે ખોટામાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ આપનારો સત્યનો દુશ્મન અને ખોટાનો પક્ષપાતી જ ગણાય. શ્રેયસ લેખકશ્રીને ફરી મળે ત્યારે “તું બ્રાહ્મણ નથી, ક્રિશ્ચિયન નથી, પણ જૈન છે, માટે જૈન જ રહેજે' એવો ઉપદેશ લેખક તેને આપી દે - એ જ હિતાવહ છે. આ તો પ્રાસંગિક વાત થઈ. હવે આપણે શાસ્ત્રપાઠો જોઈએ. શ્રી ઓઘનિર્યુક્તિ 'प्रतिकृष्टं' छिम्पकादि गृहं सूतकोपेतगृहं वा, एतेषु न प्रवेष्टव्यं / इयं 'गणधरमेरा' गणधरस्थितिस्ततश्चैतां मर्यादां प्रवेशेनातिक्रामन् विराधयति दर्शनादि
Page #80
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 85 અર્થ - “નિષેધ કરેલાં ઘરો અથવા જન્મ-મરણાદિ સૂતકે કરી યુક્ત ઘરો તે ઘરોમાં પ્રવેશ ન કરવો. આ ગણધર ભગવંતોની મર્યાદા છે. આવાં નિષેધ કરેલાં ઘરોમાં પ્રવેશ કરવા વડે ગણધર ભગવંતોની મર્યાદાને ઉલ્લંઘન કરતો સમ્યગુદર્શનાદિની વિરાધના કરે છે.” छक्कायदयावंतोऽवि संजमो दुल्लहं कुणइ बोहिं / आहारे निहारे दुगंछिए पिंडगहणे य / / 441 / / અર્થ - ષડૂજીવનિકાયજીવોની દયા કરતો એવો પણ સાધુ જો આહાર તથા નિહારની ક્રિયા પ્રગટપણે કરતો હોય અથવા તો એવા છિપક અને સૂતકી આદિનો પિંડગ્રહણ કરતો હોય તો તે સાધુદુર્લભબોધિ થાય છે. टी "आहार - निहारौ यद्यगुप्तः सन् करोति, 'जुगुप्सितेषु' छिम्पकादिषु यदि पिण्डग्रहणं करोति ततो दुर्लभां बोधिं करोतीति / અર્થ - આવા ઠેકાણે આહારાદિ કરનાર કે લેનાર દુર્લભબોધિને પામે છે.” (हुमणोधिननेछ). जे जहि दुगुंछिया खलु पव्वावणवसहिभत्तपाणे सु / जिणवयणपडिकुट्ठा वज्जे यव्वा पयत्तेणं // 442 // મૂલગાથાનો અર્થ : જે જ્યાં દુગંછિત હોય તેને દીક્ષા, તેની વસતિ (64॥श्रय), तेनो मोडा२ - 5 नियनमा प्रति(४ (निषधेस.) छ ते પ્રયત્ન વડે કરી ત્યાગ કરવો. टst ये 'यस्मिन्' विषयादौ जुगुप्सिताः प्रव्रज्यामंगीकृत्य तथा भक्तं पानं चांगीकृत्य ते तत्र वर्जनीयाः, तत्थ 'पव्वावणं, प्रतीत्य अवरुन्धिका ण पव्वावणजोग्गा, वसहिभत्तपाणेसु जोग्गा / वसति-मंगीकृत्य जुगुप्सितो भंडाण वाडओ, तत्थ वसही न कीरइ, जतो तत्थ गाइयव्व-नच्चियव्वएण असज्झायादि होइ, पव्वावण - भत्तपाणेसु पुण जुग्गो / तथा भक्तपानग्रहणेषु जुगुप्सितानि सूतकगृहाणि पव्वावणेसु य, ताणि पुण वसहि अण्णत्थ दवावेंति, अण्णाणि पुण तिहिंवि दोसेहिं दुट्ठाणि कम्मकराईणि, एते जिनवचनप्रतिकुष्टा वर्जनीयाः प्रयत्नेन / અર્થ - જે દેશમાં જે પ્રવજયાને આશરી, વસતિને આશરી તથા
Page #81
--------------------------------------------------------------------------
________________ 86 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ આહારપાણીને આશરીને જુગુણિત હોય તે ત્યાં ત્યાગ કરવા, પ્રવ્રયાને આશરીને વરૂન્ધિકા યોગ્ય હોતા નથી પણ આહાર પાણીને યોગ્ય હોય છે. વસતિને આશરીને જુગુપ્સિત એવા ભાંડનાં ઘરો - તેમાં વસતિ ન કરવી. જે કારણથી ત્યાં ગાવાનાચવા વડે અસજઝાય આદિ થાય છે. પણ દીક્ષા-આહાર પાણી માટે યોગ્ય છે. તથા આહારપાણી માટે તથા દીક્ષા માટે સૂતકવાળાં ઘરો જુગુપ્સિત ગણેલાં છે. સૂતકવાળાં ઘરો વસતિ બીજે સ્થાને દેવડાવે, બીજા વળી ગુલામો આદિ છે. તે પ્રયત્નથી વર્જન કરવા - ત્યાગ કરવા. दोसेण जस्स अयसो पवयणे अ अग्गहणं / विप्परिणामो अप्पच्चओ य कुच्छा य उप्पज्जे / / 444 / / पवयणमणपेहं तस्स निद्धंधसस्स लुद्धस्स / વધુમોહમ્સ મવિયા સંસારોડjતનો મણિકો II || 446 / व्याख्या-सर्वथा येन केनचित् यस्य संबंधिना 'अयशः' अश्लाघा 'आयासः' पीडा प्रवचने भवति, अग्रहणं वा विपरिणामो वा श्रावकस्य शैक्षकस्य वा तन्न कर्तव्यं / तथा जुगुप्सा च येनोत्पद्यते यदुत वराकका एते दयामनकास्तदेवंविधं न किंचित्कार्यं / यस्तु पुनरेवं करोति तस्येदमुक्तं भगवता प्रवचनमनपेक्षमाणस्य तस्य निर्वसस्य निःशूकस्य लुब्धस्य बहुमोहस्य भगवता संसारोऽनंत उक्त इति અર્થ - જે કોઈ આત્મા વડે કોઈપણ તેવા પ્રકારના કારણ વડે અપકીર્તિ થાય, જૈનશાસનને પીડા થાય, જૈનશાસનના અગ્રહણ કરવાનું કે તેના પ્રતિ શ્રાવક કે નવા દીક્ષિતને દુષ્પરિણામ થાય અથવા જૈનશાસનમાં અવિશ્વાસ ઉત્પન્ન કરવામાં - “આ સાધુઓ બોલે છે કાંઈ અને કરે છે કાંઈ’ એ રૂપે નિમિત્ત થાય અથવા તો “આ બાપડા છે દયાને પાત્ર છે, એવી રીતે જૈન શાસનની નિંદા થાય તેવું કાંઈ પણ કાર્ય ન કરવું જોઈએ. અને જેઓ જૈનશાસનની ઉપેક્ષા કરીને તેવાં કાર્યો કરે છે તે નિઃશુકપરિણામી, આહારાદિના લાલચુ અને બહુ મોહવાળા આત્માઓને માટે ભગવંતોએ અનંતસંસાર કહ્યો છે. અર્થાત્ તેવા આત્માઓ અનંતસંસારી છે . ૪૪૪૪૪પી શ્રી “ઓઘનિર્યુક્તિ'ના આ શાસ્ત્રપાઠમાં ક્યાંય “શ્રાવકોએ સૂતકના
Page #82
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ સમયમાં પૂ. ગુરુભગવંતોને આહાર-પાણી વહોરાવવા નહીં એવું ફરમાવ્યું નથી. માટે શ્રાવકોથી સૂતકમાં વહોરાવાય નહિ એવું આ પાઠથી સિદ્ધ થતું નથી. આ ગ્રન્થ રચાયો તે સમયે અત્યારે પ્રચલિત એવી જૈનકુલોની વ્યવસ્થા ન હતી. એટલે પૂ. સાધુ - સાધ્વી ભગવંતો શાસ્ત્રમાં નિષેધ કર્યો ન હોય તેવા જૈન અને જૈનેતર કુલોમાં ગોચરી જતાં. આમાંનાં જૈનેતર કુલોમાં સૂતક સમયે દાન આપવાનો નિષેધ હોવાથી ત્યાં જો સાધુ ગોચરી વહોરવા જાય તો શાસનની લઘુતા થાય. માટે શ્રી ગણધર ભગવંતોએ એ મર્યાદા બતાવી છે. એ મર્યાદાનું ઉલ્લંઘન કરે તો સાધુ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રનો વિરાધક બને, તે સમજાય તેવી વાત છે. પરંતુ વર્તમાનમાં મોટે ભાગે સાધુને જૈનેતર કુલોમાં વહોરવા જવાનો પ્રસંગ ઓછો બને છે. છતાં જયારે જૈનેતર કુલોમાં ગોચરી જવાનો પ્રસંગ આવે ત્યારે દરેક સાધુ સૂતકસમયની લોકમર્યાદા પાળે જ છે. માટે તેને રત્નત્રયીની વિરાધનાનું પાપ લાગતું નથી. શ્રાવકકુલોમાં સૂતકસમયે પણ ઉપયોગપૂર્વક ગોચરી જાય તો વર્તમાન સમયમાં શાસનલઘુતાનો પ્રસંગ બનતો નથી. માટે સાધુ દુર્લભબોધિ પણ બનતો નથી. શ્રી ઓઘનિર્યુક્તિ'ની ૪૪૨મી ગાથામાં જણાવ્યા મુજબ જે દેશમાં જે પ્રવ્રજ્યા: વસતિ અને આહારક પાણી માટે જુગુપ્સિત હોય ત્યાં તેનો ત્યાગ કરવાનો છે. આજે પણ જે દેશમાં લૌકિકોની જે માન્યતા હોય છે તે મુજબ તે તે કાર્ય માટે તેવું વર્જન કરવામાં આવે જ છે. માટે શાસનની નિંદા થતી ન હોવાથી સાધુ અનંતસંસારી બનતો નથી, પણ લૌકિકોની આ માન્યતાથી શ્રાવકોએ પણ સૂતકમાં વહોરાવાય નહિ' - એવું સિદ્ધ થતું નથી. સૂતકકુલોને લૌકિક સ્થાપનાકુલોમાં શાસ્ત્રકારોએ ગણાવ્યા છે, લોકોત્તર કુલોમાં નહિ. તે સ્પષ્ટરૂપે તેઓ દ્વારા રજૂ કરાતા જ શાસ્ત્રપાઠોમાં જુઓ : શ્રી નિશીથ સૂત્રઃ जे भिक्खू ठवणाकुलाइं अजाणिय अपुच्छिय अगवेसिय पुव्वामेव पिंडवायपडिवाए अणुपविसति अणुप्पविसंतं वा सातिज्जति / / 4-22 // અર્થ: જે કોઈ સાધુઓ સ્થાપના કુળ જાણ્યા વિના, પૂછ્યા વિના, પહેલેથી તપાસ્યા સિવાય ગોચરી માટે પ્રવેશ કરે, પ્રવેશ કરતાને નિષેધે નહિ. અથવા
Page #83
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 88 એવાઓનું અનુમોદન કરે. તે ભિક્ષુને એક માસનું ઉદ્ઘાતિત પ્રાયશ્ચિત્ત આવે.” ડવાના તુ સુવિહી નોર્થ તોડત્તરી સમાસ | इत्तरिय आवकहिया दुविहा पुण लोइया हुंति / / 1617 // सूयगमयगकुलाइ, इत्तरिया जे य होंति णिज्जूढा / जे जत्थ जुंगिता खलु, ते होंति आवकहिया तु / / 1618 / / दुविहा लोउतरिया वसहिसंबंधा इत्तरा चेव / सत्तघरंतर जाव तु वसधीतो वसधिसंबद्धा / / / / 1619 / / दाणे अभिगमसड्डे सम्मत्ते तहेव खलु मिच्छत्ते / मामाए अचियत्ते य एतरा होंति नायव्वा / / 1620 // एतेसामण्णतरं ठवणाकुलं जो तु पविसति भिक्खू / पुव्वं अपुच्छित्तूणं सो पावेति आणमादीणि / / 67 / / 1621 // સ્થાપના કુળો સંક્ષેપ કરી લૌકિક અને લોકોત્તર એમ પ્રકારે છે. તેમાં લૌકિક સ્થાપનાકુળ બે પ્રકારે (1) ઇતરિક અને (2) યાવત્રુથિક (તે જ વાતને વિસ્તારતા ૧૬૧૦મી ગાથામાં) જન્મ-મરણ આદિવાળાં (સૂતક) કુળો જે થોડા કાળ માટે દૂર કરેલાં છે તેને ઇરિક સ્થાપનાકુળ કહે છે. અને જે દેશમાં જે દુગંછિત હોય તેને યાવત્રુથિક - જાવજીવ ત્યાગ કરેલાં સ્થાપનાકુળો કહે છે. (હવે ૧૬૧૧મી ગાથામાં લોકોત્તર સ્થાપના કુળ) લોકોત્તર સ્થાપનાકુળો - વસતિ સંબંધવાળા તથા વસતિના સંબંધ વિનાના એમ બે પ્રકારે છે. ઉપાશ્રયથી સાત ઘર સુધી વસતિનાં સંબંધવાળાં ઘરોને વસતિ સંબંધવાળાં સ્થાપના કુળો કહે છે. 1612 ગાથામાં સદાવ્રતાદિ, નવો શ્રાવક આપણે જેને સમકિત પમાડ્યું હોય તે, આભિગ્રહિક મિથ્યાત્વી, મારા ઘરમાં આવશો નહિ એમ કહે ત્યાં, તથા ઘેર આવતાં ન ઇચ્છતા હોય તેને ઘેર, આવાં સ્થાનોને સંબંધ વિનાનાં સ્થાપનાકુળો કહે છે. તે રૂત્તર કહેતા ઇવર - થોડા કાળ માટેનાં સ્થાપનાકુળો જાણવા. ૧૬૧૩મી ગાથામાં કહે છે કે આવાં કુળો કે તેમાંનાં કોઈપણ કુળોમાં (‘પહેલેથી પૂળ્યા વિના' આ અર્થ છૂપાવ્યો છે.) જે પ્રવેશ કરે તે
Page #84
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 89 જિનાજ્ઞાભંગાદિ 4 દોષોને પામે છે. “જિનાજ્ઞાભંગ” એ તો શ્રેયા મહાપાપ જ કહેવાય. પૂર્વમહર્ષિએ પણ કહ્યું કે :- સારરૂસ વર્vi તન્મ ના નિ માંતિ માં 2 ફિhતો છસ્સાસા ગરૂં સે ? / જિનેશ્વરની આજ્ઞારુચિવાળાનું ચારિત્ર એ ચારિત્ર, તે આજ્ઞાભંગમાં શેનો ભંગ નથી // અર્થાત્ બધું જ ભંગ કર્યું ગણાય, અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર વ્યકિત કયા આદેશને (આજ્ઞાને કે આજ્ઞા પ્રમાણે) ચારિત્રપાલન કરશે? વળી શ્રેયસૂ! ગાથા તો તને આવડે જ છે કે ‘પાપ નહિ કોઈ ઉસૂત્રભાષણ જિસ્ય, ધર્મ નહિ કોઈ જગસૂત્ર સરિખું.” (પૂ. આનંદઘનજી મ.) ઠીક, હવે લૌકિક અને લોકોત્તર સ્થાપનાકુળોનો ત્યાગ કરવાથી થતો ફાયદો જણાવે છે. लोउत्तरम्मि ठविता लोगणिब्बाहिरत्तमिच्छत्ति / लोगजठे परिहरता तित्थविवठ्ठी य वण्णो य / / 16-22 / / લોકોત્તર માર્ગમાં સ્થાપેલાં કુળોને અને લૌકિક સ્થાપનાકુળોને છોડવાથી લોકથી બહારપણું નથી ઇચ્છતા. અર્થાત્ તેઓ લોકાચારથી વિરુદ્ધ નથી. સૂત્ર - ને મિÇ ટુછિયત્વેસુ બસ વી પાનું વા વારૂણં વા સારૂણં વા પડિયાદે પતિં વા સાતિજ્ઞતિ / ૨૬-ર૭ // અર્થ :- જે સાધુદુગંછિત કુળોમાં આહાર-પાણી-ખાદિમ સ્વાદિમ ગ્રહણ કરે આવું ગ્રહણ કરતા હોય, તેને રોકે નહિ. આવું ગ્રહણ કરતા હોય તેનું અનુમોદન કરે તેને મહિનાનું ઉદ્ઘાતિત પ્રાયશ્ચિત્ત આવે. ગાથા - સૂત્ર - ને ઉમવરવૂ તુાંછિયવુ જોસુ વલ્થ વા પડપારં વા વવનં વા पायपुंछणं वा पडिग्गाहेइ पडिग्गाहेंतं वा सातिज्जति / / 16-28 / / અર્થ :- જે સાધુદુગંછિય કુળોમાંથી વસ્ત્ર-પાત્ર-કાંબળ- ઓઘારિયું અથવા રજોહરણ ગ્રહણ કરે, ગ્રહણ કરનારને રોકે નહીં, ગ્રહણ કરનારનું અનુમોદન કરે તેને મહિનાનું ઉદ્ઘાતિત પ્રાયશ્ચિત્ત આવે. ટીકા :- તેલું સવિસ્થાવિ, વસહી વી હેવ વાયાળિ | जे भिक्खु गेण्हेज्जा, विसेज्ज कुज्जा व आणादी / / 637 / /
Page #85
--------------------------------------------------------------------------
________________ 9ii સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ असणवत्थादियाणं गहणं, वसहिए वा विसेज्ज-पविसति, वायणादिसज्झायं कुज्जा तस्स आणादिया दोसा / / 638 / / અર્થ : જે સાધુ દુગંછિત કુળોમાં એટલે જન્મ-મરણ સૂતકાદિવાળાં કુળોમાંથી અશન, વસ્ત્રાદિ, વસતિ અને વાંચનાદિ ગ્રહણ કરે, કરતાંને રોકે નહિ, કરતાનું અનુમોદન કરે તેને જિનાજ્ઞાભંગાદિ દોષો લાગે. 'सूयगमयगकुलाइ इत्तरिया जे य होंति निज्जूढा / जे जत्थ जुंगिता खलु ते होंति य आवकहिया तु / / 636 / / इत्रियत्ति सुयगंमि णिज्जूढा-जे ठप्पाकया सलागपडियत्ति आवकहिगा।" અર્થ:- એટલે કે લૌકિકના પણ બે ભેદ- તેમાં ઇત્વરિય એટલે થોડા કાળ માટે દૂર કરેલા કે જે સૂતક-મૃતક કુળો છે. (સૂયા એટલે સૂતક = જન્મ મય| એટલે મરણ. જન્મ મરણાદિ સૂતક કુળો) અને જ્ઞાતિ આદિથી બહાર કરાયેલા છે તે દરેક યાવત્કથિક. જે દેશમાં જે જાતિકર્મ આદિએ કરીને દુગંછિતનિંદિત હોય, અભોજય હોય તે દરેક યાવત્કથિક સ્થાપના કુળો કહેવાય.' अयसो पवयणहाणी विप्परिणामो तहेव दुगंछा। लोइय ठवणकुलेसु गहणे आहारमादीणं / / 1615 / / / અર્થ :- ‘લૌકિક સ્થાપનાકુળોમાં આહારાદિ ગ્રહણ કરે છતે લોકો નિંદા કરે તે સ્વરૂપ અપયશ થાય, જિનપ્રવચનને હાનિ થાય, દીક્ષા-સમ્યક્ત્વ વગેરે ઉચ્ચપરિણામ ચાલ્યા જાય, જૈનોની દુગંછા થાય.” આ રીતે સૂતકવાદીઓ તરફથી રજુ કરાતા શ્રી “નિશીથસૂત્ર'ના આ પાઠમાં, “સ્થાપનાકુલોનાં સંક્ષેપથી બે પ્રકાર કહ્યા. લૌકકિ અને લોકોત્તર. લૌકિક સ્થાપનાકુલોમાં સૂતકકુલો અને જે દેશમાં જે દુગંછિત હોય તેને ગણાવાયા. લોકોત્તર સ્થાપના કુલોમાં વસતિ (ઉપાશ્રય) થી સંબંધિત સાત ઘર સુધીના ઘરો તેમજ સદાવ્રતાદિ, નવા શ્રાવક, જેને સમકિત પમાડ્યું હોય તે, વગેરેને ગણાવ્યા છે. આ લૌકિક અને લોકોત્તર સ્થાપના કુલોમાં સાધુ પહેલેથી પૂછ્યા વિના પ્રવેશ કરે તો શ્રી જિનાજ્ઞાભંગ (અનવસ્થા, મિથ્યાત્વ વિરાધના) આદિ ચાર પાપો લાગે' એમ ફરમાવ્યું છે. આજે ઉપાશ્રયથી સંલગ્ન સાત ઘરોમાં, નવા શ્રાવકને ત્યાં. સમકિત પમાડેલા ને ત્યાં વગેરે
Page #86
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ લોકોત્તર સ્થાપના કુલોમાં પૂ. ગુરુભગવંતો વહોરવા પધારે છે. પોતાનાથી પામેલા શ્રાવકને ત્યાં તો ખાસ જાય છે. ઉપરના પાઠ મુજબ તો શ્રી જિનાજ્ઞાભંગ વગેરે ચાર પાપો તેમને લાગવાં જોઈએ. પણ વર્તમાનના સૂતકની વાતો કરનારા સમુદાયો પણ તે બધી જગ્યાએ ગોચરી જવાનો પ્રતિબંધ મૂકતા નથી. નવા પમાડેલા શ્રાવકને પણ કહેતા નથી કે તમારે ત્યાં સૂતકકુલની જેમ અમારાથી ગોચરી વહોરવા અવાય નહિ અને તમારાથી અમને વહોરાવાય પણ નહીં. આપણને બંનેને શ્રી જિનાજ્ઞાભંગ વગેરે ચાર મોટા પાપ બંધાય. ફક્ત સૂતકકુલો- લૌકિકસ્થાપના કુલો માટે જ બૂમાબૂમ કરવામાં આવે છે - તે કેટલી હદે યોગ્ય છે? લૌકિકસ્થાપના કુલો માટે આટલી બૂમાબૂમ અને લોકોત્તર સ્થાપનાકુલોમાં ગૂપચૂપ ગોચરી વહોરીને આવતા રહેવું : આ કેવું કહેવાય? શાસ્ત્રની અડધી વાત માનવી અને અડધી વાત ન માનવી : એમાં શાસ્ત્રભક્તિ ક્યાં રહી? ખરેખર તો અહીં વિવેક કેળવવો જોઈએ કે, નવા પામેલા શ્રાવક વગેરેને ત્યાં જવાથી તેની ધર્મભાવના વધવાને બલે ઘટતી જણાય, અપ્રીતિ થાય તો તેને ત્યાં વહોરવા ન જ જવાય. પણ જવાથી તેની ધર્મભાવના વધતી હોય તો ત્યાં પણ જવામાં ઉપર જણાવ્યા તેમાંના કોઇ પાપ લાગે નહિ. માટે જ દરેક ગીતાર્થ ભગવંતો લોકોત્તર સ્થાપના કુલોમાં પણ ધર્મભાવના વધે તેવા કુલોમાં વહોરવા જવામાં પાપ માનતા નથી અને જાય છે. દાનરુચિવાળા શ્રાવક, નવા શ્રાવક વગેરેના ઘરોમાં વહોરવા જવાથી તેમની ધર્મભાવના વધતી નજરે દેખાય છે. ઉપરથી તેવાને ત્યાં વહોરવા ન જાય તો તેને ખોટું લાગવું, ધર્મભાવના ઘટવી, ઉત્સાહ ઓસરી જવો વગેરે બનવું શક્ય છે. જ્યારે આભિગ્રહિક મિથ્યાત્વી. ઘરે આવવાની ના કહેનાર, વહોરવા આવે તેવું ઇચ્છતા ન હોય વગેરે લોકોત્તરસ્થાપના કુલોમાં સાધુ ગોચરી જાય તો શાસનલઘુતા, સાધુ ઉપર અપ્રીતિ, ધર્મભાવનો નાશ વગેરે દોષો ઉત્પન્ન થાય તે સમજાય તેવી વાત છે. માટે આવા કુલોમાં સાધુ ગોચરી જતા નથી. આ રીતે લોકોત્તર સ્થાપના કુલોમાં પણ આભિગ્રહિક મિથ્યાત્વી, ઘરે આવવાની ના કહેનાર, વહોરવા આવે એવું ન ઇચ્છનાર, “સાધુઓ અમારું
Page #87
--------------------------------------------------------------------------
________________ 92 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ જ ઘર ભાળી ગયા છે' એવી અપ્રીતિ કરનારા ઉપાશ્રયથી સંબંધિત સાત ઘરો વગેરેમાં સાધુ ગોચરી જતા નથી. જ્યારે લોકોત્તર સ્થાપના કુલોમાંના જ દાનરુચિવાળા, નવા શ્રાવક, સમકિત પમાડેલા અને ઉપાશ્રયથી સંબંધિત સાત ઘરો પણ સાધુ વહોરવા આવે ત્યારે સુપાત્રદાનનો લાભ મળ્યો એવી ઉત્તમ ભાવનાથી ધર્મભાવનાને વધારતા હોય તો વહોરવા જવામાં કોઈ દોષ નથી. આ રીતે કયા કુલોમાં ગોચરી જવાથી લાભ થાય કે નુકશાન થાય -તે ગોચરી વહોરવા જનાર ગીતાર્થ મહાત્માએ વિચારવાનું છે. અને પ્રવૃત્તિ કરવાની છે. “હું તમારાથી ધર્મ પામ્યો છું” માટે મારે ત્યાં વહોરવા આવતા નહિ. શ્રી નિશીથસૂત્રના પાઠ મુજબ શ્રી જિનાજ્ઞાભંગ વગેરે ચાર મોટા પાપ તમને લાગે છે - આવી અતિપરિણતિ શ્રાવકે રાખવાની હોય નહિ અને છતાં કોઈ રાખે તો તેવા અતિપરિણતનાં ઘરે સાધુથી જવાય નહિ. સૂતકકુલોના વિષયમાં પણ આવો જ વિવેક કરવાનો છે, છતાં આજે પોતાના ઘરે વહોરવા આવેલ પૂ. ગુરુભગવંતોને “મહારાજ સાહેબ, અમારે ત્યાં સૂતક છે. તમને નહિ ખપે. તમે વહોરતા હોય તોય અમે ન વહોરાવીયે જેવી અતિપરિણતિ “સૂતકમર્યાદાયે નમઃ” જેવી ચોપડીઓ શીખવી રહી છે. લૌકિકસ્થાપનાકુલોસ્વરૂપ સૂતકકુલોમાં પણ ઉપર મુજબ વિવેક કરવો જોઈએ. સૂતકમાં દાન ન અપાય' એવી લૌકિક માન્યતાના પ્રચારક સાધુઓથી ભરમાયેલા શ્રાવકો પણ જયારે “અમારે ત્યાં સૂતક છે , આપને નહિ ખપે” એવું કહે ત્યારે પણ એના ઘરે વહોરાય નહિ. કારણકે ત્યાં વહોરવાથી અજ્ઞાનકદાગ્રહી તે શ્રાવકની ધર્મભાવના વધતી તો નથી પણ સાધુ ઉપરષ, અપ્રીતિ વગેરે પણ તેને થઈ આવે. જયારે “સૂતકમાં દાન ન અપાય' એવી લૌકિકમાન્યતાને નહીં સ્વીકારનારા શ્રાવકો જૈન શાસ્ત્રોની મર્યાદા મુજબ વહોરાવતા હોય ત્યારે વહોરવામાં દોષ નથી. કારણકે વહોરાવવાથી શ્રી જિનાજ્ઞાનો ભંગ થતો નથી અને વહોરાવનારની ધર્મભાવના પણ વધે છે. સુપાત્રદાનનો લાભ મળ્યાનો આનંદ પણ તેને હોય છે. અમે આવી શાસ્ત્રમર્યાદાનું સ્પષ્ટ પાલન કરતા હોવા છતાં “અમે જાણે લાડવા અને શીરા ખાવા માટે સૂતકવાળાનાં ઘરમાં ઘૂસી જતાં હોઈએ” એવા
Page #88
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 93 હીનઆક્ષેપો કરનારાઓ પોતાનું બીજું મહાવ્રત જોખમમાં મૂકે છે અને તેરમું અભ્યાખ્યાન' નામનું પાપ બાંધે છે. આ લોકોને પૂછવું જોઈએ કે ‘તમારાથી પામેલા ભક્ત શ્રાવકના ઘરના સ્વાદિષ્ટ આહાર-પાણી વહોરીને લાવો અને વાપરો તો કિંપાકફળ જેવું પરિણામ મળે કે નહિ? દીક્ષા પણ ચાલી જાય કે નહિ? સમ્યકત્વ પણ નાશ પામે કે નહિ? ઉચ્ચ પરિણામ પણ નષ્ટ થાય કે નહિ?' જો લોકોત્તરસ્થાપનાકુલો સ્વરૂપ, પોતાનાથી પામેલા ભક્ત શ્રાવકના ઘરના આહાર- પાણી વહોરવા-વાપરવા છતાં જો ઉપર જણાવ્યા તે દોષ ન લાગતા હોય તો સૂતકમર્યાદામાં નહિ માનનારાં કુલોનાં આહાર-પાણી વિવેકપૂર્વક વહોરવા- વાપરવાથી દોષ શી રીતે લાગે? ગીતાર્થ મહાત્માએ જ લાભાલાભનો વિચાર કરીને કયા કુલોમાં ગોચરી જવું કે ન જવું તેનો નિર્ણય કરવાનો છે. સૂતકના સમયે શ્રાવકોને પણ સુપાત્રદાનથી વંચિત રાખનારા, સુપાત્રદાન ઉપર પ્રતિબંધ મુકનારા અગીતાર્થ છે. સૂતકમાં શ્રાવકોથી સુપાત્રદાનનો લાભ ન લેવાય- એવી માન્યતા જૈનશાસ્ત્રોની નથી. શ્રી નિશીથસૂત્રમાં જણાવેલ દોષો અને પ્રાયશ્ચિત્ત, ઉપર મુજબનો વિવેક રાખ્યા વિના સ્થાપનાકુલોમાં ગોચરી જનાર સાધુને લાગે છે. પરંતુ વિવેક રાખીને સ્થાપનાકુલોમાં ગોચરી જનાર ગીતાર્થ સાધુને કોઈ દોષ કે કોઈ પ્રાયશ્ચિત્ત લાગે નહિ. આ પાઠો રજૂ કરતી વખતે “સૂતકમર્યાદાયે નમઃ” માં જે અપ્રાસંગિક ફેંકાફેંક કરી છે. તેય જરા જોઈ લઈએ. સમજ પડી શ્રેયસ! સૂતક ન પાળવું’ | ‘ન માનવું' તે લોકવિરૂદ્ધ જ છે. આવે છે ને “જયવીયરાય'માં ‘લોગવિરુદ્ધચાઓ’ ‘લોકવિરુદ્ધનો ત્યાગ' અહીં સૂતક ન પાળવું' તે લોકવિરુદ્ધ છે. તેનો ત્યાગ એટલે કે સૂતક ન પાળવાનો ત્યાગ - સૂતક પાળવું - તે લોકવિરુદ્ધનો ત્યાગ થયો. જયવીયરાયના લાંબાલચ વિસ્તાર કરનાર તેમણે લોગવિરુદ્ધચાઓનો આટલો ય વિચાર કર્યો હોત તો ઠીક રહેત.” (પૃ. 12) શ્રેયસ્ ને સમજાવતા પહેલા મુનિશ્રીએ જાતે સમજવાની જરૂર છે. જગતમાં ગમે તેટલા જન્મ થાય કે મરણ થાય : સાધુને એનું કોઈ સૂતક
Page #89
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 94 લાગતું જ નથી. અરે, સાધુ કાળધર્મ પામે તોય સાથે રહેલા કે બીજે વિચરતા : કોઈ સાધુને સૂતક ન લાગે. માટે સાધુને સૂતક પાળવાનું ય નથી અને માનવાનું ય નથી. સૂતક માનનારા અને પાળનારાઓ જયારે સૂતકમાં દાન ન આપતા હોય ત્યારે તેવા રીવાજવાળા કુલોમાં સાધુએ ગોચરી જવાનું નથી. આ જ લોકવિરુદ્ધનો ત્યાગ કર્યો કહેવાય. આટલી શાસ્ત્રમર્યાદા સાધુએ પાળવાની છે. લોકવિરુદ્ધના ત્યાગને નામે સાધુને પણ સૂતક લગાડી દેનારા મુનિશ્રી અજ્ઞાન છે. અને એટલે જ એમને શ્રી “જયવીયરાય” સૂત્રની તાત્ત્વિક વિચારણા પણ ‘લાંબાલચ વિસ્તાર કરનારી લાગે છે. આમાં એય બિચારા શું કરે ? તેમની અજ્ઞાનતાનો દોષ છે. લેખકે વધુમાં પૃ. 11 ઉપર અશુદ્ધિના કારણે સૂતક પાળવાની વિચિત્ર વાત કરી છે. સૂતકમાં અશુદ્ધિ માતાને હોય છે એટલે માતાએ સ્પર્શેલા આહાર-પાણી ન કહ્યું- આ વાતમાં કોઈ વિવાદ જ નથી. બધાં આનું પાલન કરે છે. પરંતુ સૂતકના દિવસો હોવાથી તેના ઘરમાં માતાએ ન સ્પર્શેલી રસોઈ પણ અપવિત્ર ગણાય- આ માન્યતાને જૈનશાસ્ત્રોનો કોઇ ટેકો નથી. લૌકિકશાસ્ત્ર પણ એવી માન્યતા ધરાવતું નથી - એ વાત આપણે શ્રી જિનપૂજાના વિષયમાં જોઇ આવ્યા છીએ. શ્રી કલ્પસૂત્ર વગેરેમાં બારમે દિવસે નાત જમાડવામાં કારણ તરીકે તે પહેલા “રસોઈ અશુચિવાળી હોય છે” - તે નથી, પરંતુ માતાને સ્પર્શની મર્યાદા પૂર્ણ થતી હોવાથી નામકરણ વિધિ વખતે માતા હાજર રહી શકે - તે કારણ છે. શ્રી પ્રશમરતિ પ્રકરણ સટીક तस्माल्लोके यद्विरुद्धं जातमृतकसूतके समुहनिराकृतादिगृहेषु भिक्षादिग्रहणभोज्येषु च परिहार्य અર્થ : જન્મ મરણનાં સૂતક સમૂહથી દૂર કરાયેલ ઘરોમાં ભિક્ષા આદિનું ગ્રહણ તથા ભોજયનું ત્યાગ કરવું. કારણ કે તે લોકમાં વિરુદ્ધ છે. શ્રી વિંશતિવિંશિકા ગ્રંથ (શુન્નનીતિધર્મવિંશિT) अन्ने उ लोगधम्मा पहूया देसाइभेयओ हुंति / वारिज्ज सोयसूयगविसया आयारभेएण // 16 // અર્થ : દેશભેદે કરીને બીજા-બીજા લોકધર્મો ઘણા છે. તેમાં) આચારભેદે
Page #90
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કરીને અશૌચ (જન્મ અંગેનું) સૂતક મૃત્યુ અંગેનું) વિષયના લોકધર્મો નિવારવા. શ્રી સૂયગડાંગ સૂત્ર - મૃ. 181 'सागारिकः' शय्यातरस्तस्य पिंडम्-आहारं, यदि वा सागारिक-पिंडमिति सूतकगृहपिंडं जुगुप्सितं-वर्णापसदपिंडं वा, चशब्दः समुच्चये तदेतद्सर्वं विद्वान् ज्ञपरिज्ञया प्रत्यापख्यानपरिज्ञया परिहरेदिति / / 16 / / અર્થ : “સાગારિક એટલે શય્યાતર, તેનો પિંડ એટલે આહાર, અથવા સાગારિક પિંડ એટલે સૂતકવાળાં ઘરનો પિંડ, નિંદનીય વર્ણવાળાનો પિંડ, નીચ વર્ણવાળાનો પિંડ - એ સર્વે વિદ્વાન આત્મા જ્ઞપરિજ્ઞા વડે જાણીને પચ્ચકખાણપરિજ્ઞા વડે ત્યાગ કરે.” વાત એમ છે કે કોઈ નાના ગામમાં પ્રથમથી સાધુઓ રહેલા હોય, ત્યાં બીજા સાધુઓ આવે ત્યારે પ્રથમના સાધુઓ એ ગામની જાણ કરતાં કહે કે આ ગામ નાનું છે. આમાં ભિક્ષા દેવાવાળા ઘરો થોડા છે, એમાંય કેટલાંક સૂતકાદિ વડે રોકાયેલાં ઘરો છે. એટલે ગોચરીમાં તકલીફ પડે તેમ છે. વગેરે” “શ્રી વૈwાત્નિ વૂળિ” પૃષ્ઠ નં. ૨૭૪'पडिकुठ्ठकुलं न पविसे' અર્થ : શાસ્ત્રકારે નિષેધેલાં કુળોમાં પ્રવેશ ન કરવો. કયાં કુળો નિષેધેલાં છે? એનો જવાબ આપતા લખે છે કે, "तत्थ पडिकुठं द्विविधम्-इत्वरं सूतकयुक्तं, यावत्कथिकं अभोज्यम्, एतन्न प्रविशेत्, शासनलघुत्वप्रसंगात् / અર્થ : નિષેધ કરેલાં કુળો બે પ્રકારના છે (1) ઇત્વરિક અને (2) થાવત્રુથિક. ઇવરિક - જન્મ-મરણના સૂતક આદિવાળાં અને યાવત્રુથિકઅંત્યજ ડોંબ અને ચમાર આદિ. શ્રી દશવૈકાલિક ટીકા-પૃ. 166 प्रतिकुष्ठकुलं द्विविधम्-इत्वरं यावत्कथिकं च इत्वरं सूतकयुक्तं, यावत्कथिकं अभोज्यम्, एतन्न प्रविशेत्, शासनलघुत्वप्रसंगात् / અર્થ : “શાસ્ત્રકારે નિષેધ કરેલાં કુળો બે પ્રકારનાં છે (1) ઈવર-થોડા
Page #91
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 96 કાળ માટેનાં - જે સૂતયુક્ત હોય છે (2) યાવત્કથિક - જે યાવજીવન માટે ત્યાગ કરેલા જે અંત્યજ આદિ. આવાં કુળોમાં સાધુઓ પ્રવેશે નહિ. કારણ કે જિનશાસનની હેલના થવાનો પ્રસંગ છે.” શ્રી પંચાશક પ્રકરણ પૃ. 219 सूतकादिभावेऽपि-जातमृतकप्रभूतिकदाननिषेधहेतुसद्भावेऽपि, आस्तां सूतकाद्यभावे, अविशेषस्य निविशेषस्य पाकारम्भस्ययावत सूतकाद्यभावे सूतकादावपि तावत एव उपलम्भो दर्शनमविशेषोपलंभस्तस्मात् / અર્થ : સૂતક આદિ હોતે છતે પણ એટલે ગૃહસ્થોને ત્યાં જન્મ-મરણ વગેરેમાં દાન દેવાનો નિષેધના હેતુનો સદ્ભાવ છે. છતાં પણ આરંભ થાય શ્રી અષ્ટક પ્રકરણ-અષ્ટક-૬, શ્લોક 8 ની ટીકા यतो गृहस्था अदित्सवोऽपि सूतककान्तारादिषु तथा भिक्षूणामभावेऽपि तथा रात्र्यादौ भिक्षानवसरेऽपि पाकं कुर्वन्ति / તાત્પર્યાર્થ : સ્પષ્ટ ફરમાવે છે કે સૂતક આદિ પ્રસંગોમાં દાન દેવાનો અવસર ન હોવા છતાં ગૃહસ્થો રસોઈ (આહાર) વધારે બનાવે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર પૃ. 173 दृश्यते च कदाचित्सूतकादाविव सर्वेभ्य एव प्रदानविकला शिष्टाभिमतानामपि पाकप्रवृतिरिति / અર્થ અને ક્યારેક સૂતક આદિમાં જેમ સર્વને આપવાની પ્રથા નથી - તેમ બધાને આપવાની પ્રવૃત્તિથી વિકલ હોય તો પણ શિષ્ટસંમત એ પ્રવૃત્તિ દેખાય છે કે સહેજે જ વધારે રંધાય.” સૂતકવાદીઓ તરફથી અર્થસહિત રજૂ કરાતા શ્રી પ્રશમરતિપ્રકરણ સટીક, શ્રી વિશતિવિશિકા, શ્રી સૂયગડાંગ સૂત્ર - ટીકા, શ્રી આચારાંગ સૂત્રટીકા, શ્રી દશવૈકાલિક ચૂર્ણિ - ટીકા, શ્રી અષ્ટકપ્રકરણ-ટીકા : આ બધા ગ્રન્થોના પાઠોથી “શ્રાવકોથી સૂતકમાં સુપાત્રદાન ન થાય' એવું સિદ્ધ થતું નથી. કારણ કે સૂતક કુલોનું વર્જન લૌકિક કુલોના વર્જનના ભેદમાં છે. એટલે અગાઉ જોઈ ગયા તેમ “મૃતિ' આદિને માનનારાઓ ‘સૂતકમાં દાન
Page #92
--------------------------------------------------------------------------
________________ 97 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ન અપાય' એવું માને છે. તેવાં લૌકિકકુલોમાં ગોચરી જવાનો નિષેધ છે. શ્રાવકોનાં કુળો તો લોકોત્તર કુળો છે. અને ‘સૂતકમાં દાન ન અપાય” એવું લોકોત્તર જૈનશાસ્ત્ર ફરમાવતું નથી. માટે શ્રાવકોએ સૂતકનાં નામે સુપાત્રદાન બંધ કરવાનું ન હોય. શ્રી પંચાશક સૂત્ર - સટીકનો ઉપર રજૂ કરેલો પાઠ વિચારતાં તો ઘણી સ્પષ્ટતા થાય તેમ છે. તેની ચોત્રીસથી આડત્રીસ ગાથાની ટીકાનો સાર આ પ્રમાણે છે : શ્રમણ-સાધુ - પાખંડિ આદિને માટે બનાવેલ આહારાદિ ઉદ્દેશકાદિ દોષથી દુષ્ટ બને છે માટે સાધુને કહ્યું નહિ” શાસ્ત્રકારની આ રજૂઆત સામે પરધર્મવાળાની દલીલ છે કે “તો પછી તો તમારા સાધુ ગોચરી માટે વિશિષ્ટશિષ્ટકુલોમાં જઈ શકશે જ નહિ. કારણ કે “ગુરુત્તશેષ મુનિત એવા સ્મૃતિના વચનાનુસારે શિષ્ટપુરુષો ધર્મ - પુણ્યને માટે (સાધુ આદિને દાન આપવા માટે) આહારાદિ પકાવે છે. તમારા સિદ્ધાંત મુજબ એવા આહારાદિ સાધુને ન કહ્યું, તો સાધુ શિષ્ટ વગેરે કુલોમાં ગોચરી શી રીતે જઈ શકે? આ રીતે તો તેમને ભિક્ષા મળશે જ નહિ.” પરધર્મવાળાની આ દલીલ સામે શાસ્ત્રકાર ફરમાવે છે કે “આટલું મારા કુટુંબ માટે, આટલું શ્રમણાદિ માટે” એવી કલ્પનાપૂર્વક બનાવેલો આહાર સાધુને કહ્યું નહિ. પરંતુ ગૃહસ્થ પોતાના માટે બનાવેલ આહારમાંથી “હું આમાંથી સાધુને પણ આપીશ” એવો સંકલ્પ તે કરે, તો તે આહારાદિ સાધુને કલ્પી શકે છે. અમે તો કુટુંબ અને શ્રમણાદિને આપવાના આહારને બનાવતી વખતે બે વિભાગપૂર્વક સંકલ્પ કરે તેને જ સાધુ માટે અકથ્ય કહીએ છીએ એ જ રીતે સર્વશિષ્ટજનો ધર્મ (દાન) માટે જ રસોઈ આદિનો આરંભ કરે છે એવું પણ નથી. કારણ કે તેઓને સૂતક આદિદાનનિષેધનું કારણ હોવા છતાં, કેટલાક શિષ્ટ પુરુષોનાં ઘરમાં, રોજની જેમ જ,રોજની માત્રામાં જ રસોઈ આદિનો આરંભ થાય જ છે અને બીજી વાત કે - પોતાના માટે બનાવેલ રસોઈમાંથી થોડું પણ સાધુને આપતા ગૃહસ્થો આજે દેખાય છે. માટે સાધુને પોતાના માટે ન બનાવેલી ભિક્ષા ન જ મળે એવી તમારી (પરધર્મવાળાની) દલીલ ખોટી પુરવાર થાય છે.”
Page #93
--------------------------------------------------------------------------
________________ 98 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ શ્રી પંચાશક પ્રકરણનો આ સંદર્ભ જોતાં સ્પષ્ટ જણાય છે કે, અહીં જે શિષ્ટપુરુષોના દાનની વાત જણાવી છે તે અન્ય ધર્મીઓ, પોતાના સ્મૃતિ આદિ ગ્રન્થોનાં અનુસાર સૂતકમાં દાન આપતા નથી તેની છે. અહીં શાસ્ત્રકારે જૈનોનાં દાન અંગે કોઈ વાત કરી નથી. અને “સૂતકમાં જૈનો સાધુને ન વહોરાવી શકે” એવું શાસ્ત્રકારે ક્યાંય ફરમાવ્યું નથી. “સૂતકમાં દાન ન અપાય” તેવી માન્યતા સ્મૃતિ આદિને માનનારા જૈનેતરોની છે. “સૂતકમાં સાધુને ન વહોરાવાય” તેવી માન્યતા જૈનોની નથી. અન્ય ધર્મના સ્મૃતિ આદિના આધારે ચાલતા લોકાચારને જૈનાચાર સમજી લેવો - એ અગીતાર્થપણાનું લક્ષણ છે. શ્રીપંચાશક પ્રકરણનાં નામે “સૂતકમાં જૈનોથી સાધુને ન વહોરાવાય” તેમ કહેવું અનુચિત છે. શ્રી જિનપૂજાના વિષયમાં શ્રી “હીરપ્રશ્ન”નો પાઠ આપણે જોઈ ગયા. તેમાં ગોચરીનો વિષયવિચારવાનો બાકી રાખેલ તે હવે જોઈએ. જેસલમેરના શ્રી સંઘે આ પ્રશ્નમાં “ખરતરગચ્છના સાધુઓ સૂતકવાળાનાં ઘરે દશદિવસ સુધી વહોરતા નથી. તેવા અક્ષરો શાસ્ત્રમાં ક્યાં છે? અને આપણાં પક્ષમાં આ વિષયમાં ક્યો વિધિ છે ?" એવું પૂછ્યું છે. આના ઉત્તરમાં પૂ. તપાગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું કે સૂતકવાળા ઘરે વહોરવાના વિષયમાં જે દેશમાં જે લોકવ્યવહાર હોય તેના અનુસાર સાધુઓએ કરવું. દશ દિવસનો આગ્રહ તો શાસ્ત્રમાં જાણ્યો નથી.” આ પ્રશ્નોત્તરથી સમજાય છે કે, ખરતરગચ્છવાળા બધી જગ્યાએ દશ દિવસ સુધી સૂતકવાળા ઘરોમાં વહોરતા ન હતા. જ્યારે તપાગચ્છવાળા જે દેશમાં જેટલા દિવસનો લોકવ્યવહાર હોય તેટલા દિવસ વહોરવા જતા ન હતા. દશ દિવસનો આગ્રહ રાખતા ન હતા. વાત પણ ખરી છે કે સૂતક લૌકિક છે એટલે લોકોમાં જેટલા દિવસનો વ્યવહાર હોય તેટલા જ દિવસ ગોચરી જવા માટે વર્જવા જોઈએ. લોકવ્યવહાર દેશ-દેશમાં જુદો જુદો હોઈ શકે છે. માટે દશ દિવસ પકડી રાખવા શી રીતે યોગ્ય ગણાય? આ વખતે ખરતરગચ્છવાળા શ્રી વ્યવહારસૂત્રની ટીકાનો પાઠ આપીને કેવી વાત કરતા હતા તે વાત સૂતકવાદીઓ તરફથી રજૂ કરાતા શ્રી
Page #94
--------------------------------------------------------------------------
________________ 99 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ‘સેનપ્રશ્નના પ્રશ્નોત્તરમાં વાંચો : ___ तथा - “जायमयसूअगाईनिच्छूढा" इत्यादि सूतकशब्दः प्रत्येकं सम्बद्ध्यते, जातसूतकं नाम जन्मानन्तरं दशाहानि यावत् मृतसूतकं मृतान्नतरं दश दिवसान् यावत्तत्र यद्वयं तद्विधा - 'लोग' त्ति लौकिकं 'उत्तर' त्ति लोकोत्तरं, लौकिकं द्विधा-इत्वरं यावत्कथिकंच, तत्रेत्वरं यत्सूतकमृतकादि, तथाहि-लोके सूतकादि दश दिवसान् यावद्वर्ण्यत इति, यावत्कथिकं च वरुडछिम्पकचर्मकारडोम्बादि, एतान्यक्षराणि व्यवहारसूत्रवृत्तौ सन्तीत्युक्त्वा सूतकगृहं दशदिवसान् यावत्खरतरास्त्यजन्तः सन्ति, प्रश्नोत्तरग्रन्थे तु दशदिननिर्बन्धो ज्ञातो नास्ति इत्युक्तमस्ति, तत्कथमिति ? प्रश्नोऽत्रोत्तरं - व्यवहारसूत्रवृत्तौ सूतकविषये यदशदिनवर्जनं तद्देशविशेषपरत्वेन, ततो यत्र देशे सूतकविषये यावानवधिस्तावन्ति दिनानि वर्जनीयानि, तेन प्रश्नोत्तरग्रन्थेन सह न कोऽपि વિરોધ તિ / ર૬૦ || અર્થ : આ પ્રશ્નના ઉત્તરમાં પૂ. શ્રી સેન સૂ.મ. કહે છે કે “દશ દિવસની જે વાત કરી છે તે દેશવિશેષે કરીને. એટલે જે દેશમાં દશ દિવસની મર્યાદા હોય તે દેશમાં દશ દિવસ. બાકી જયાં વધારે હોય ત્યાં ચોવી અવધિ તાન્તિ વિનાનિ એટલે જેટલી મર્યાદા તેટલા દિવસ વર્જવા.” એવો અર્થ છે. આવા શબ્દોની સાક્ષીરૂપે શ્રી “વ્યવહાર સૂત્ર” નામનો ગ્રંથ પણ મૂક્યો. પ્રશ્નોત્તરનો પૂરો અર્થ આ પ્રમાણે છે : પ્રશ્ન : “જાય-મયસૂઅગાઇનિછૂઢા” ઇત્યાદિ. સૂતક શબ્દ દરેક સાથે જોડવો. જાતસૂતક-જન્મ પછી દસ દિવસ સુધી. અને મરણસૂતક - મરણ પછી દસ દિવસ સુધી, તેમાં વર્જવાના બે પ્રકાર છે : લૌકિક અને લોકોત્તર. તેમાં લૌકિક બે પ્રકાર છે : ઇવર અને યાવસ્કૃથિક. લોકમાં સૂતકના દસ દિવસ વર્તાય છે - તે ઇવર છે અને યાવત્કથિક એટલે વરુડ, છીંપા, ચામડીઆ, ડોંબ, વગેરે અસ્પૃશ્યજાતિઓ. આ પ્રમાણે શ્રી વ્યવહાર સૂત્રની ટીકામાં છે.” એમ કહી ખરતરો સૂતકનું ઘર દસ દિવસ સુધી વર્જે છે. અને શ્રીહરિપ્રશ્નમાં તો કહ્યું છે કે “દસ દિવસનો આગ્રહ જાણ્યો નથી.” તો આ બાબત કેમ છે? (પં. શ્રી ધનહર્ષગણીનો પ્રશ્ન)
Page #95
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 100 ઉત્તર : શ્રી વ્યવહાર સૂત્રની ટીકામાં જે દસ દિવસનું વર્જન છે તે દેશ વિશેષને આશ્રયીને છે. તેથી જે દેશમાં સૂતકસંબંધી જે મર્યાદા હોય તેટલા દિવસ વર્જવા. તેથી પ્રશ્નોત્તર ગ્રન્થ સાથે કોઈ વિરોધ નથી. - પૂ. સેન. સૂ. મ. એ સ્પષ્ટ જણાવ્યું કે શ્રી વ્યવહાર સૂત્રની ટીકામાં સૂતકના વિષયમાં જે દશ દિવસ વર્જવાના કહ્યા છે તો કોઈક દેશ વિશેષમાં ચાલતા રીવાજ મુજબ છે. બાકી તો જે દેશમાં સૂતકના વિષયમાં જેટલા દિવસની મર્યાદા હોય તેટલા દિવસ વર્જવાના છે. પ્રસૂતા (સુવાવડી) સ્ત્રી કેટલા દિવસ પછી બધે અડી શકે ? રજસ્વલા (M.C.વાળી) સ્ત્રી M.C. શરું થયા બાદ 72 કલાકે સ્નાન કરે એટલે ઘરમાં બધે અડી શકે, રસોઈ-પાણી કરી શકે. દેરાસરે જઈ શકે, સામાયિક કરી શકે, ગુરુભગવંતોને વહોરાવી શકે, સાધર્મિકોને જમાડી શકે. ટૂંકમાં ભગવાનની અંગપૂજન સિવાયની બધી ધર્મકરણી કરી શકે છે. 72 કલાક બાદ જયારે M.C. વાળી સ્ત્રીને સંપૂર્ણ શુદ્ધિ આવી જાય પછી તે જિનપૂજા પણ કરી શકે છે. જિનની અંગપૂજામાં લોહી વગેરે વહેતું હોય ત્યારે સ્નાન કર્યા પછી પણ જિનપૂજા ન થાય. લોહી આદિ અશુચી વહેતી ન હોય તો સ્નાન કર્યા બાદ પ્રભુપૂજન થઈ શકે. આ સમજ મોટે ભાગે બધે ખૂબ જ પ્રચલિત છે. પરંતુ સુવાવડ આવી હોય તો સંતાનને જન્મ આપનાર માતા કેટલા દિવસે અડી શકે અને કેટલા દિવસે જિનપૂજા કરી શકે? આ વિષયમાં માથા એટલા મત જોવા મળે છે. કોઈ ર૧ દિવસ બાદ ઘરમાં અડવાની છૂટ આપે છે પણ રસોડાને અડવામાં 30 દિવસની મુદત મૂકે છે. 40 દિવસ પછી પૂજાની છૂટ આપે છે તો કોઈક વળી બધી જ છૂટ 40 દિવસ પછી આપે છે. તે પહેલા કશી જ છૂટ આપતા નથી. આમાં કોઈ નિયામક તત્ત્વ એક જ હોય તેવું ચાલતું નથી. આથી પ્રશ્ન ઊભો થાય કે આવા અવસરે શું કરવું? તપાગચ્છની આ વિષયમાં સામાચારી કઈ ? અને તપાગચ્છની આ વિષયમાં શી માન્યતા છે, તેનો આધાર કયો? આનું સમાધાન આપણને શ્રી સેનપ્રશ્નમાં જોવા મળે છે. તપાગચ્છાધિપતિ
Page #96
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 101 સવાઈ હીરલા પૂ. આ. ભ. શ્રી વિજય સેનસૂરીશ્વરજી મહારાજાના સમયમાં તેઓશ્રીને આ વિષયનો જ પ્રશ્ન પૂછાયો છે અને તે તપાગચ્છના સર્વે સર્વા મહાપુરુષે આ પ્રશ્નનું સમાધાન પણ આપેલું છે તે પ્રશ્ન અને સમાધાન સંસ્કૃત અને ગુજરાતીમાં અહીં મુકવામાં આવે છે તે પહેલા આ પ્રશ્નોત્તર પર વિચાર કરી લઈએ. પ્રશ્ન એવો છે કે “કડવા મતની સુવાવડી સ્ત્રી સંતાનને જન્મ આપ્યા બાદ એક મહિના સુધી કોઈને પણ અડતી નથી અને રસોઈ પણ રાંધતી નથી. જ્યારે આપણામાં (એટલે કે તપાગચ્છમાં) તો આ અડવાની અને રસોઈ આદિની મર્યાદા દશ દિવસની છે તો આમ કેમ? આ પ્રશ્ન એમ સૂચવે છે કે તે સમયે કડવા મતની માન્યતાવાળાઓ પોતાના ઘરે સંતાનને જન્મ આપનાર સ્ત્રીને સુવાવડ બાદ એક મહિના સુધી કોઈને અડવાની છૂટ આપતા ન હતા. અને રસોડાને અડવાનું કે રાંધવાનું પણ તેને કરવા દેતા ન હતા. એનો મતલબ એ થયો કે પ્રસૂતિ પછી તેમના મતે એક મહિના સુધી સ્પર્શની મર્યાદા પળાતી હતી. આપણા તપાગચ્છમાં પણ જો આવી મહિના સુધી ન અડવાની મર્યાદા પળાતી હોય તો પ્રશ્ન ઊભો થાય જ નહિ પણ તે વખતે આપણા તપાગચ્છમાં પ્રસૂતિ પછી સંતાનને જન્મ આપનાર સ્ત્રી દશ દિવસ કોઈને અડતી ન હતી, રસોઈ પણ કરતી ન હતી, મતલબ રસોડાને પણ અડતી ન હતી. દશ દિવસ બાદનું જે સ્નાન કરવામાં આવે છે જેને લોકભાષામાં ‘દસુટણ કાઢ્યું’ એમ કહેવાય છે તે સ્નાન કર્યા બાદ કોઈને પણ અડવાની - રાંધવાદિની છૂટ મળી જતી હતી. M.C. વાળી સ્ત્રીને 72 કલાક બાદના સ્નાન પછી જેટલી છૂટ મળે છે તેટલી છૂટ પ્રસૂતા સ્ત્રીને પણ દશ દિવસના સ્નાન પછી મળે છે એવું આ પ્રશ્ન પરથી સમજાય છે. કારણ કે M.C. વાળી અને પ્રસૂતા સ્ત્રી બન્નેને સ્પર્શની મર્યાદા પૂરી થાય એટલે જેટલી ધર્મકરણી કરવાની છૂટ મળે છે તે સમાન જ હોય. જેમ M.C. ની સ્પર્શમર્યાદા 72 કલાકની છે તેમ પ્રસૂતિની સ્પર્શમર્યાદા દશ દિવસની તપાગચ્છમાં ચાલે છે તેવું આ પ્રશ્નથી સ્પષ્ટ સમજાય છે. જો કે આ તો પ્રશ્ન છે. ક્યારેક પ્રશ્નમાં ખોટી માહિતી પણ મૂકવામાં
Page #97
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 102 આવી હોય તેવું બની શકે. માટે આ પ્રશ્નનો તપાગચ્છાધિપતિએ ચાર સદી પહેલા જે જવાબ આપ્યો છે તે સૌથી અગત્યનો ગણાય. આ પ્રશ્નનો ઉત્તર આપતા સેનપ્રશ્નમાં જણાવ્યું છે કે “સંતાનને જન્મ આપનાર પ્રસૂતા સ્ત્રી સંઘટ્ટાદિ (એટલે કે કોઈને અડવા આદિ, રસોઈ આદિ) દશ દિવસ સુધી કરતી નથી એ લોકવ્યવહાર છે. તેમાં પણ દેશવિશેષમાં ઓછા-વધતા દિવસ પણ હોય. (એટલે કે દશથી ઓછા નવ દિવસ આદિ પણ ક્યાંક હોય તો ક્યાંક દશથી વધારે 11 દિવસ આદિ પણ હોય).” જો તપાગચ્છમાં પણ એક મહિના સુધી સ્પર્શની મર્યાદા પળાતી જ હોય કે પાળવી જોઈએ તેવી સામાચારી હોત તો સ્પષ્ટ જવાબ આપ્યો હોત કે આપણે પણ મહિના સુધી સ્પર્શની મર્યાદા પાળવી જોઈએ. પણ તેવો જવાબ આપ્યો નથી. જવાબમાં દશ દિવસની સ્પર્શમર્યાદાને પુષ્ટિ આપી છે. તેમાં પણ દેશવિશેષમાં કોઈક સ્થાને 9 કે 11 દિવસ આદિ ઓછા-વધતા હોય તો તેનો પણ સ્વીકાર કરી શકાય. આજે જોવા મળતી માથા એટલા મતવાળી માન્યતા અને આ શ્રી સેનપ્રશ્ન સંબંધી પ્રશ્નોત્તરમાં મળતો આધાર બન્ને વચ્ચે મોટું અંતર છે. તપાગચ્છના જેનોએ તો શ્રી એનપ્રશ્નના આધારે જ સમાચારી પાળવાની હોય. આ વાત કહ્યા વિના સમજાય તેવી છે. અહીં કોઈકને એ પ્રશ્ન પણ ઉભો થઈ શકે કે M.C. વાળાને 72 કલાકની અંદર અને પ્રસૂતા સ્ત્રીને દશ દિવસ દરમિયાન ગમે તેટલીવાર સ્નાન કરે તો પણ સ્પર્શની મર્યાદા છૂટી ન થાય એ જ રીતે M.C. વાળાને 72 કલાક બાદ પણ રક્તસ્રાવ ચાલુ રહે અને પ્રસૂતા સ્ત્રીને દશ દિવસ બાદ પણ રક્તસ્રાવ ચાલુ જ રહે તો તેમની સાથેની સ્પર્શમર્યાદા છૂટી કેવી રીતે થાય? રક્તસ્રાવ બંધ થયા પછી જ સ્પર્શમર્યાદા છૂટી થવી જોઈએ ને? આનું સમાધાન એ છે કે સ્પર્શમર્યાદા રક્તસ્ત્રાવના આધારે નક્કી થતી નથી. કારણ કે રક્તસ્રાવ તો દરેક સ્ત્રીની શારીરિક તાસીર અનુસાર અલગ અલગ દિવસો સુધી ચાલે છે. કોઈકને દોઢ દિવસમાં બંધ થઈ જાય છે તો કોઈકને ત્રણ દિવસ પછી પણ ચાલુ રહે છે. દોઢ દિવસવાળાની સ્પર્શમર્યાદા
Page #98
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 103 દોઢ દિવસ બાદ ચાલુ થઈ જાય તેવું નથી હોતું અને ત્રણ દિવસથી પણ વધુ રક્તસ્રાવ આવતો હોય તો તેની સ્પર્શમર્યાદા 72 કલાક બાદ પણ છૂટી ન થાય એવું બનતું નથી. આવું જ પ્રસૂતિ સમયે પણ સમજી લેવું એમાં પણ રક્તસ્રાવના દિવસો નક્કી હોતા નથી. દરેક સ્ત્રીની પોતપોતાની તાસીર અનુસાર હોય છે. હમણાં તો ડૉક્ટરી સારવારના કારણે એ વિષયમાં પણ ઘણું પરિવર્તન જોવા મળી શકે છે. માટે જ સ્પર્શમર્યાદા માટે M.C. માટે 72 કલાક અને પ્રસૂતિ માટે 10 દિવસ ગણીને ચાલવાનું છે. આ સમય મર્યાદા પહેલા રક્તસ્રાવ બંધ થઈ જાય છે કે સમયમર્યાદા પછી પણ ચાલુ રહે છે તેની ગણતરી પર સ્પર્શ મર્યાદા માટે ચાલવાનું નથી. હા, જિનપૂજા માટે રક્તસ્ત્રાવ ચાલુ ન હોવો જોઈએ - એ નિયમ શ્રી શ્રાદ્ધવિધિમાં જણાવ્યો છે માટે અવશ્ય પાળવાનો શ્રી પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં અસ્વાધ્યાયની વિચારણાના સમયે સ્ત્રીઓને જે ઋતુસ્ત્રાવ આવે છે તેની વાત કરતા જણાવ્યું છે કે એનો સમય ત્રણ દિવસનો હોય છે ત્રણ દિવસ બાદ પણ જો પ્રકૃતિ ભિન્નતાને કારણે કોઈક સ્ત્રીને રક્તસ્રાવ ચાલુ રહે તો પણ તે રક્તસ્રાવ “આર્તવ' સ્વરૂપ નથી. નિયમો મહારક્ત છે. માટે એવું મહારક્ત ચાલુ રહે તો પણ ત્રણ દિવસ બાદ અસજઝાય રહેતી નથી. આપણે આ જ વાતને પ્રસૂતિના દશ દિવસ માટે પણ વિચારી શકીએ છીએ. દશ દિવસ સુધીનો સાવ સ્પર્શમર્યાદામાં બાધક છે તે પછીનો સાવ સ્પર્શમર્યાદામાં બાધક બનતો નથી. આ રીતે સ્પર્શાસ્પર્શની મર્યાદા માટે જે આજે અરાજકતા ચાલે છે. તેને દૂર કરીને તપાગચ્છમાન્ય સામાચારી મુજબ શ્રી સેનપ્રશ્નના આધારે પ્રસૂતા સ્ત્રી માટે સ્પર્શની મર્યાદા દશ દિવસની દરેકે પાળવી જોઈએ. જે પ્રશ્નોત્તર માટે આટલો વિચાર કર્યો છે તે પ્રશ્નોત્તર સંસ્કૃત અને ગુજરાતીમાં હવે અહીં આપણે જોઈએ. શ્રી સેનપ્રશ્ન
Page #99
--------------------------------------------------------------------------
________________ 104 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ तथा - प्रसूतापत्या स्त्री कटुकमतीनां मासं यावन्न संघट्यति कस्यापि, न करोति रंधनक्रियां, आत्मीयानां तु दिनदशकं यावत् तत्किमिति? प्रश्नोऽत्रोत्तरंप्रसूतापत्या स्त्री संघटनादि दशदिनानि न करोतीति लोकरीतिः, तत्रापि देशविशेषे ન્યૂનધિત્વમપિ | 228 છે. અર્થ: પ્રશ્ન : સંતાનને જન્મ આપનારી કડવામતીની સુવાવડી સ્ત્રી, મહિના સુધી કોઈને પણ અડતી નથી, તેમ જ રાંધવાની ક્રિયા કરતી નથી, આપણામાં તો દશ દિવસ સુધી. આમ કેમ? ‘ઉત્તર : સુવાવડી સ્ત્રી સંઘટ્ટાદિને (અડકવા આદિને) દશ દિવસ સુધી કરતી નથી એ લોકવ્યવહાર છે. દેશવિદેશમાં કોઈક સ્થાને ઓછાવત્તાપણું પણ છે.” तथा-सूतकगृहं साधव आहारार्थं यान्ति नवेति ? प्रश्नोऽत्रोत्तरं - यत्र देशे सूतकगृहे यावद्भिर्वासरैर्ब्राह्मणादयो भिक्षार्थं व्रजति तत्रात्मभिरपि तथा विधेयमिति વૃદ્ધવ્યવહાર: // 202 // પ્રશ્ન : સૂતકવાળા ઘરે સાધુએ વહોરવા જવાય કે નહિ ? (પં. શ્રી વિદ્યાવિજય ગણીનો પ્રશ્ન) ઉત્તર : જે દેશમાં સૂતકવાળા ઘરે જેટલા દિવસ પછી બ્રાહ્મણ વગેરે ભિક્ષા માટે જાય, તે દેશમાં સાધુઓએ તેટલા દિવસ પછી આહાર માટે જવું. એવો વૃદ્ધપુરુષોનો વ્યવહાર છે. અહીં શ્રી સેનપ્રશ્નના બીજા પ્રશ્નોત્તરમાં લોકવ્યવહાર મુજબ જ ગોચરી જવાની વાત લખી છે. જયારે પહેલા પ્રશ્નોત્તરમાં કડવાગચ્છ અને તપાગચ્છની પ્રસૂતા બહેનો માટેની સમયમર્યાદાનો તફાવત જોવા મળે છે. આમાં પણ દેશવિશેષમાં ઓછા-વધતા દિવસો હોવાની વાત સ્પષ્ટ લખી છે. માટે દશ દિવસનો આગ્રહ પણ હોતો નથી. જે તે દેશનો જેવો રીવાજ, એ ના આધારે જ દિવસો નક્કી થતાં. કડવાગચ્છવાળા જો આજના સૂતકવાળાઓની જેમ જીદ્દી વલણ અપનાવનારા હોત તો તેઓ પણ મહિના પહેલા સૂતકવાળા ઘરનો કોઈ માણસ પૂજા કરવા જાય તો “દેરાસર અને શ્રી જિનપ્રતિમા અભડાવવાનો આક્ષેપ તેઓ ઉપર કરતા હોત અને મહિના
Page #100
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 105 પહેલાં ગોચરી વહોરવા જનારા સાધુને ‘સુવાવડીના શીરા અને લાડવા ખાવાના લાલચુ” તરીકે ચીતર્યા હોત. આ કડવાગચ્છવાળા કે સૂતકના નામે શ્રીજિનપૂજા અને સુપાત્રદાન ઉપર પ્રતિબંધ મૂકનારા આજના તપાગચ્છવાળા : બેમાંથી એકેય સાચા રસ્તે નથી. સૂતક લૌકિક હોવાથી જે દેશમાં જેટલા દિવસનો લોકવ્યવહાર હોય તેટલા દિવસ જ લૌકિક કુલોનો ત્યાગ કરવાનો હોય. શ્રી હરિપ્રશ્ન કે શ્રી સેનપ્રશ્નના સૂતકમાં ગોચરીસંબંધી પ્રશ્નોત્તરોથી જ સ્પષ્ટ થાય છે કે, સૂતકના કાળમાં શ્રાવકોએ સાધુને ગોચરી વહોરાવવામાં કે સાધુએ એ કાલમાં ગોચરી વહોરવામાં કોઈ શાસ્ત્રીય બાધ નથી, પણ વ્યાવહારિક બાધ છે. શ્રી હીરપ્રશ્ન કે શ્રી સેનપ્રશ્નના રચના સમયનાં સામાજિક, ધાર્મિક કે રાજકીય વાતાવરણને ધ્યાનમાં લઈએ તો આ વ્યાવહારિક નિષેધની જરૂર સહેલાઈથી સમજાય તેવી છે. પ્રાચીનશાસ્ત્ર પાઠોની અગાઉ વિચારણા કરી, તેમાંય સૂતકના દોષને તાત્ત્વિક નહિ, પણ વ્યાવહારિક ગણીને લોકોમાં આપણા ધર્મની નિંદા ન થાય તે વિચારને જ મહત્ત્વ અપાયું છે. પ્રાચીન કાળમાં અન્ય ધર્મી ખાસ તો બ્રાહ્મણ વર્ગનાધર્મશાસ્ત્રોનું લોકવ્યવહારમાં ભારે મહત્ત્વ હતું. એ વર્ગને જૈનધર્મ પ્રત્યે એક ખાસ પ્રકારનો દ્વેષભાવ હતો. વિદ્યામાં, વ્યાપારમાં, રાજકારણમાં અને બીજા કોઈ ક્ષેત્રમાં ય જૈનોની ચડતી એ વર્ગને ભારે ઇર્ષ્યાનું કારણ બનતી. આ ઐતિહાસિક સ્થિતિમાં જૈનોની નજીવી વાતોને વિકૃત કરીને સામાન્ય લોકમાનસમાં તેમને ઉતારી પાડવાની વૃત્તિ એ વર્ગમાં જોર કરતી હતી. તે વર્ગની આવી વૃત્તિને ખોટી તક ન મળી જાય એનું આપણા શ્રી સંઘે સતત લક્ષ્ય રાખવું પડતું. અને તેથી જ આવા લોકવ્યવહારના વિધિ-નિષેધો ધ્યાનમાં લેવાતા. એક ઉદાહરણ જોઈએ અશુચિના સ્પર્શ જેવા ખાસ કારણ વિના સાધુ માટે અંડિલભૂમિથી આવીને પગ વગેરે ધોવામાં વધુ પાણી વાપરવાનો નિષેધ છે. છતાં બ્રાહ્મણાદિ - બાહ્ય શૌચને મહત્ત્વ આપનારાજોતા હોય એવા પ્રસંગે વધુ પાણી વાપરીને પગ વગેરે ધોવાની પણ શાસ્ત્રોમાં આજ્ઞા છે. આમાં આપણા શાસ્ત્રકારોએ લોકવ્યવહારને-લોકોમાં આપણા
Page #101
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 106 ધર્મની નિંદા ન થાય તે વાતને મહત્ત્વ આપ્યાનું સ્પષ્ટ છે. પણ તેથી આવા વ્યાવહારિક કારણ વિના પાણીનાં છબછબિયાં બોલાવવાની સાધુને છૂટ મળી જતી નથી. સૂતકમાં ય આવી જ વ્યાવહારિક વિચારણા કરવામાં આવી હોવાનું શાસ્ત્રકારોએ સ્પષ્ટ ફરમાવ્યું છે. આજે જ્યારે આપણા સૌના પુણ્યયોગે, અન્ય ધર્મીઓની ચિંતા કરવી જ પડે એવી સામાજિક - રાજકીય પરાધીનતા ટળી ગઈ છે ત્યારે ય પેલા વ્યાવહારિક વિધિ-નિષેધો પકડી રાખવામાં કોઈ ઔચિત્ય નથી. આરાધકોના દુર્ભાગ્યે ફરી તેવી અન્યધર્મીઓના વર્ચસ્વવાળી-પરિસ્થિતિ સર્જાય તો વિધિનિષેધો પાળવાનું શરૂ ય કરવું પડે. પણ તેવા કારણ વિના આપણા તાત્ત્વિક નિયમોને ગૌણ કરીને વ્યાવહારિક નિયમો પાળવામાં મિથ્યાત્વની આડકતરી અનુમોદના જ છે. - સ્ત્રીઓના માસિક ધર્મની કે પ્રસવકાલની શારીરિક અશુદ્ધિના કાલમાં તેઓને શ્રી જિનપૂજાદિનો નિષેધ તાત્ત્વિક હોવાથી તે સ્વીકાર્ય જ છે. આટલી વિચારણાથી એ વાત સ્પષ્ટ બને છે કે સૂતકના સમયમાં પ્રસૂતા બહેનોએ જ્યાં સુધી શુદ્ધિ ન જણાય ત્યાં સુધી શ્રી જિનપૂજન ન કરવું. અશુદ્ધિના કાળ દરમ્યાન ઘરમાં અન્ન, પાણી, વસ્ત્ર વગેરે દૂષિત ન બને તે રીતે સ્પર્શવાની મર્યાદા તેમણે જાળવવી, ઘરના અન્ય સભ્યો માટે “સ્નાન કર્યા પછી શ્રી જિનપૂજા કરવી, પૂ. ગુરુભગવંતોને વહોરાવવું' વગેરે નિષિદ્ધ નથી. સૂતકના નામે આનો નિષેધ કરવો એ જૈનેતરોનો આચાર છે. જૈનશાસ્ત્રો તેવો નિષેધ ફરમાવતા નથી. સૂતક વિચારણાની સમાપ્તિ કરતાં પહેલા, “સૂતકમર્યાદાયે નમ:'ના લેખકે જે વાહિયાત તર્કો કર્યા છે-તેનોય સામાન્ય વિચાર કરી લઈએ. પૃ. 26 ઉપર લખ્યું છે કે “અહીં તો એમ.સી. અને પરુની જેમ સૂતકમાં પૂજા કરવી એટલે ભગવાનને અભડાવવા. અપવિત્ર બનાવવા. એમ સમજી જ લેવું. અર્થાત એમ.સી. વાળી બહેનના પડછાયા વગેરેથી પાપડવડી બગડે છે. તેમ સૂતકીય વ્યક્તિથી પરમાત્માની પ્રતિમા બગડે છે એમ સમજવામાં કોઈ બાધ નડતો નથી.” આમાં એમ.સી. કે પરુવાળી વ્યક્તિ પૂજા કરે તો ભગવાનની આશાતના થાય. એ વાત અગાઉ જોઈ ગયા તે
Page #102
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 107 શ્રી શ્રાદ્ધવિધિના પાઠથી સિદ્ધ થાય છે. પરંતુ ‘પ્રસૂતા બહેન સિવાય બાકીના ઘરના સભ્યો પૂજા કરે તો ભગવાન અભડાય જાય” એવો મત મુનિશ્રીનો પોતાના ઘરનો છે, જૈન શાસ્ત્રોનો એવો મત નથી. એ જ રીતે એમ.સી. વાળી બહેનના પડછાયા વગેરેથી પાપડ વડી બગડે છે-એવું માનનારાય, પ્રસૂતાબહેન કે એમ.સી.વાળા બહેન સિવાયના સૂતકવાળા ઘરના અન્ય સભ્યોના પડછાયાથી પાપડ કે વડી કશુંય બગડતું હોય એમ માનતા નથી. પછી પ્રતિમા બગડવાની તો વાત જ નથી. આવા મો-માથા વિનાના તરંગોથી મગજ બગડે-એમ સમજવામાં કોઈ બાધ નડતો નથી. પોતાના આવા તરંગને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવાની ધૂનમાં પૃ. 78 ઉપર લખે છે કે એક સત્ય હકીકતથી તને સમજાવું - એક ફલૅટમાં એક વ્યક્તિનું ખૂન થયું. ખૂન થતાં જ રૂમની દીવાલ-ગાદલા ઓસીકાંનાં કવરો વગેરે લોહીથી ખરડાયાં. કોઈને પણ આ ખૂનની ગંધ સુદ્ધાં ન આવે તે હેતુથી દીવાલ-ગાદલાં વિ.નાં કવરો બધુ જ સાબુથી બરોબર સાફ કરવામાં આવ્યું. ક્યાંય આછી છાંટ પણ ન દેખાય એની પૂરેપૂરી તકેદારી રાખી હતી. છતાં કેટલાક (પ્રાયઃ 3-4) દિવસ બાદ સામાન્ય શક જતાં પોલીસ તંત્રે એ જ રૂમની દીવાલ-ગાદલાં-ઓશીકાંનાં કવરો પર રાસાયણિક દ્રવ્ય છાંટ્યું. આ રાસાયણિક દ્રવ્ય સ્પર્શતા જ એ દીવાલ વગેરે પર લોહીના ડાઘ ઊપસવા લાગ્યા. તાત્પર્યાર્થ એ શ્રેયસ્ ! કે સાબુ વગેરેથી ઘસી ઘસીને બરાબર સાફ કરવા છતાં કેટલાય દિવસ સુધી તે લોહીના પુદ્ગલ દ્રવ્ય સાફ ન થયા. તો શું સૂતકના વિષયમાં પણ કાળ પાક્યા વગર સ્નાનમાત્રથી આવાં અશુચિમય પુદ્ગલ દ્રવ્યો સાફ થાય ખરા? બીજી વાત જે સ્થળ પર બહેનો (સ્ત્રીઓ) બેસેલ હોય - તે સ્થળ પર પુરુષે બે ઘડી બેસાય નહિ. આ વાત શાસ્ત્રીય છે. તો કોઈ પરમાત્માનો અનુયાયી એમ કહી શકશે કે એ જગ્યા ધોયા પછી એના પર બેસી શકાય ? નહીં જ. ગમે તેટલું ધુવો ને..... એ પરમાણુ-પુગલોનો પ્રભાવ અમુક
Page #103
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 108 નિશ્ચિત કાળ વિના નષ્ટ નથી થતો. તો શું સૂતકમાં શુદ્ધિ હેતુ કાળ પાક્યા વિના શરીર ધોવાથી સ્નાન કરવાથી) અશુચિમય પુદ્ગલો દૂર થઈ જાય ખરા ? ના, ન જ થાય. ત્રીજી વાત :- તે શું પેલા શિકારી કૂતરાની વાત નથી સાંભળી ? ચોરને પકડવા માટે પોલીસ તંત્ર કૂતરાને સાથે ફેરવે છે. કૂતરો ભૂમિ સૂંઘતો સુંઘતો આગળ વધે છે. જે ભૂમિ ઉપરથી ચોર પસાર થયો હોય છે, તે ભૂમિ ઉપરથી બીજા પણ સેંકડો-હજારો માનવ પ્રાણી ગણ પસાર થયેલ હોય છે. છતાં તે ચોરના પરમાણુના પુગલો નષ્ટ નથી થતા હોતા એને કૂતરો ઓળખી કાઢે સૂતક મર્યાદામૈ નમ:ના ક્રમ મુજબ જ આ મુદ્દાઓ પર વિચારીએ. શાસ્ત્રકાર ભગવંતોએ પરિમિત જલથી સ્નાન કરીને શ્રી જિનપૂજા કરવાનું જણાવ્યું છે, પણ સ્નાન કર્યા પછી રાસાયણિક પરીક્ષણ કરાવવાનું જણાવ્યું નથી. સ્નાન કર્યા બાદ પણ રાસાયણિક પરીક્ષણ કરાવીને જ પૂજા કરવાનું શાસ્ત્ર આ લેખક સિવાય કોઈએ વાંચ્યું નથી. એમ તો શરીરમાંથી લોહી વગેરે અશુચિ નીકળતી બંધ થાય પછી પણ રાસાયણિક પરીક્ષણ કરાવે તો કદાચ અશુદ્ધિ દેખાય પણ ખરી. પણ આવું કરાવ્યા પછી શુદ્ધિ જણાય તો જ પૂજા કરવી એવું શાસ્ત્રકારોએ ફરમાવ્યું નથી “સૂતકવાળાના ઘરના સભ્યો અને સૂતક વિનાના ઘરના માણસોનું રાસાયણિક પરીક્ષણ કરાવતા, સૂતકવાળાં ઘરના સભ્યોના શરીર ઉપર અશુચિદ્રવ્યો મળી આવ્યા અને સૂતક વિનાના ઘરના માણસોના શરીર ઉપર અશુચિ દ્રવ્યો ન મળ્યા” આવી જાહેરાત લેખક કરે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. છબસ્થ સાધુ શાસ્ત્રીય મર્યાદાપૂર્વક શ્રુતજ્ઞાનનો પૂરતો ઉપયોગ રાખીને નિર્દોષ જણાતો આહાર લઈ આવે અને એ આહાર કેવલી ભગવંતના જ્ઞાનમાં દોષિત દેખાતો હોય તોય કેવલી ભગવંત એ આહાર વાપરી જાય. પેલા સાધુને “આહાર દોષિત હતો એમ કહે નહિ. જ્યારે આ લેખક પરિમિત જળથી સ્નાન કર્યા બાદ શ્રી જિનપૂજા થઈ શકે - તેવી શાસ્ત્રમર્યાદાની સાથે રાસાયણિક પરીક્ષણનું પારાયણ લઈ મંડ્યા છે. તેમનું
Page #104
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 109 વિજ્ઞાન, અજ્ઞાન વધારવાથી વિશેષ કશું કરે તેવું નથી. બીજી વાત”ના જવાબમાં તો જણાવવાનું કે “જે સ્થળે બહેનો બેઠા હોય તે સ્થળે પુરુષે બે ઘડી સુધી બેસવું નહિ આ શાસ્ત્રીય મર્યાદામાં કોઈ વિવાદ જ નથી. અહીં “બહેનો બેઠી માટે અશુચિ થઈ એવું છે જ નહિ. એટલે જગ્યા ધોવાની વાત સાવ અક્કલ વગરની છે. શરીર ઉપર લાગેલી લોહી આદિ અશુચિ ધોવા છતાં સાફ ન થાય-એ વાત તદન આધાર વિનાની છે. અશુચિના સ્પર્શમાં સ્નાનથી શુદ્ધિ થાય-એવું ઘણી જગ્યાએ વિધાન છે. પુદ્ગલનો પ્રભાવ અને અશુચિનો સ્પર્શ : આ બે વચ્ચેનો તફાવત સમજયા વિના લેખક લાંબી લાંબી વાતો કરે છે. ત્રીજી વાત’ના જવાબમાં જણાવવાનું કે “પૂજા કરવા જતા શ્રાવકને રસ્તામાં ચાંડાલ વગેરે અશુદ્ધ માણસોનો સ્પર્શ થઈ જાય તો ફરી સ્નાનથી શુદ્ધ થવાનું હોય છે. પણ જે રસ્તા ઉપરથી ચાંડાલ વગેરે પસાર થયા હોય તે ભૂમિ ઉપર તેની અશુચિના પુદ્ગલો નષ્ટ થતા નથી માટે તે ભૂમિ ઉપર ચાલીને જનારો અશુદ્ધ થઈ જાય-એવું તો કોણ માને ? શ્રી જિનપૂજાનો વિરોધ કરવા માટે આવી વાહિયાત દલીલો કરીને લેખક કઈ ગતિમાં જવા ઇચ્છે છે ? શાસનદેવ તેમને સબદ્ધિ આપે. ‘સેનપ્રશ્ન ના (પ્રશ્ન-૧૧૮) પાઠમાં, દેશાચાર મુજબ સૂતકની દસ દિવસની મર્યાદામાં ઓછા દિવસો પણ હોઈ શકે તેમ સ્પષ્ટ જણાવ્યું છે (ન્યૂનાધિત્વમપિ) પ્રશ્ન 201 અને 290 પણ આ જ ભાવ સ્પષ્ટ કરે છે. છતાં લેખક વારંવાર “જેટલા વધારે દિવસનો વ્યવહાર’ આ વાત પકડી રાખે છે. લેખકના વડિલ સ્વ. સાગરજી મહારાજ પણ, સૂતકવાળાને ઘેર ખાનારપીનાર પણ બીજે ઘરે જાય તો સૂતક પાળવાની જરૂર નહિ હોવાનું સ્પષ્ટ જણાવે છે. છતાં મુનિશ્રી પોતાના એ વડિલની વાતને પણ અવગણીને, સૂતક પાળવાની અને તેય બાર દિવસ સુધીની મર્યાદા ફરમાવી રહ્યા છે. જુઓઃ (સૂ.મ.ન. પૃ. 86) પોતાની માન્યતાને સાચી ઠરાવવા, પોતાના વડિલ, પૂ. શ્રી. સેન સૂ. મ. જેવા પૂર્વાચાર્ય અને શાસ્ત્રોની ઘોર ઉપેક્ષા કરનારા લેખક શાસ્ત્રની અને મહાપુરુષોની આશાતના કરતા અટકે એમ
Page #105
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 110 ઇચ્છીએ. લેખકના વાહિયાત તરંગોના કેટલા જવાબ આપવા? સૂતકવિષયક શાસ્ત્રમર્યાદાની વિચારણા અહીં સમાપ્ત કરવામાં આવે છે. ભવિષ્યમાં સંગત શાસ્ત્રપાઠો સાથે રજૂઆત કરવામાં આવશે તો અવશ્ય એના ઉપર પણ વિચારણા કરશું. અસ્વાધ્યાય વિષયક શાસ્ત્રપાઠોની વિચારણા સૂતકમર્યાદાયે નમ:' પુસ્તકમાં પૃ. 40 થી 44 સુધી સ્વાધ્યાયનિષેધના શાસ્ત્રપાઠો મૂક્યા છે. શ્રી વ્યવહાર સૂત્ર, શ્રી વિચાર રત્નાકર, શ્રી ધર્મસાગરીય-ઉસૂત્રખંડન, શ્રી આવશ્યક સૂત્ર-સટીક, શ્રી સ્થાનાંગ સૂત્ર-સટીક, શ્રી પ્રાચીન સામાચારી, શ્રી પ્રવચન સારોદ્ધાર આદી ગ્રન્થોના રજૂ કરવામાં આવેલા પાઠોમાં મુખ્યતયા અસ્વાધ્યાયનો વિષય વર્ણવ્યો છે. આનુસંગિક સૂતકનાં કુલ અને દિવસો સંબંધી ઉલ્લેખ કર્યો છે. તેના જવાબો તો અગાઉની વિચારણામાં આવી જાય છે. શ્રી જિનપૂજા અને ગોચરીને અસ્વાધ્યાય સાથે કોઈ સંબંધ હોતો નથી. કારણકે શાશ્વતી ઓળી સંબંધી અને ચોમાસીસંબંધી અસ્વાધ્યાયના દિવસોમાં વિશિષ્ટ શ્રતોનો સ્વાધ્યાય કરવાનો નિષેધ છે, પરંતુ આ જ પર્વના દિવસોમાં શ્રી જિનપૂજા તો વિશિષ્ટ રીતે કરવાનું વિધાન છે. અને સુપાત્રદાનનો લાભ લેવાનું પણ આ દિવસોમાં વધુ મહત્ત્વનું છે. એટલે ઉપર જણાવેલ શાસ્ત્રપાઠોથી સૂતકના નામે શ્રી જિનપૂજા, ગોચરી વહોરાવવી બંધ કરાવી શકાય નહિ. અહીં પૃ-૪૩ ઉપર શ્રી “સ્થાનાંગસૂત્ર'નો પાઠ લખ્યા પછી છેલ્લે લેખક લખે છે કે “અર્થાત્ ત્યાં સુધી પાંચેય પ્રકારમાંનો કોઈપણ સ્વાધ્યાય થઈ શકે નહિ. તાત્પર્ય એ છે કે સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. (વાચના પૃચ્છનાદિ) શાસ્ત્રબોધ વિના શાસ્ત્રચર્ચા કરવા બેસે તો શું પરિણામ આવે તેનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. લેખકે રજૂ કરેલ શ્રી “પ્રવચન સારોદ્ધાર'ના પાઠમાં જ ચાર લીટીઓ પછી પંક્તિ લખી છે કે અનુપ્રેક્ષા તું ને શ્રીવનાપિ પ્રતિષધ્યતે - અનુપ્રેક્ષા સ્વાધ્યાયનો ક્યારેય નિષેધ હોતો નથી.” શાસ્ત્રકારે નિષેધ ન કર્યો
Page #106
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 111 હોવા છતાં લેખક પાંચ પ્રકારના સ્વાધ્યાયમાંના ચોથા અનુપ્રેક્ષા સ્વાધ્યાયનો પણ ઉપર મુજબ નિષેધ કરે છે. આવી જ કુટેવના કારણે તેમણે આખી ચોપડીમાં શાસ્ત્રકારે નિષેધ ન કર્યો હોવા છતાં સૂતકના નામે શ્રી જિનપૂજા અને ગોચરી વહોરાવવાનો નિષેધ ફરમાવ્યો છે. શાસ્ત્રકારો કરતા વિપરીત વિધાન કરનારા લેખકની વાત કોઈ પણ સંયોગોમાં માની શકાય નહિ. શાસ્ત્રાધાર વિનાની વાત પણ શાસ્ત્રના નામે જ રજૂ કરવાની આ કુટેવ લેખકની પોતાની નથી, તેમને વડિલોનો મળેલો વારસો છે. ઐતિહાસિક આધારો, ચાર ચાર સદી જૂના ગ્રંથોના આધારે તપાગચ્છની સૂતક વિષયક સામાચારી કઈ છે તેની વાત આગમાદિ શાસ્ત્રોના આધારે આપણે જોઈ. હવે આ જ વિષયને પ્રશ્નોત્તરના વાર્તાલાપ રૂપે પણ જોઈએ. કેટલાક જીવો પ્રશ્નોત્તરના માર્ગે તત્ત્વ સમજવાની રુચિવાળા હોય છે તેમના લાભાર્થે આ લખાણ પ્રગટ કરવામાં આવે છે. શાસ્ત્રપાઠો આગળના લખાણમાં આવી જ ગયા છે. હવે આ લખાણમાં તો શાસ્ત્રનો ઉલ્લેખ જ થશે. પાઠ આગળમાંથી જોઈ લેવો.
Page #107
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 112 સૂતક સંબંધી સરળ પ્રશ્નોત્તરી શ્રેયસ : ગુરુદેવ, મને ઓળખ્યો? હું સૂતક મર્યાદાય નમઃ ચોપડીવાળો શ્રેયસ છું. આચાર્યશ્રી : ઓળખી લીધો, બોલ, કેમ આવવાનું થયું ? શ્રેયસ : સાહેબ, સૂતક વિષે મને જે સમજાવવામાં આવ્યું છે તેના સંબંધમાં મારે આપને કેટલાક પ્રશ્નો પૂછવા છે? હું પૂછી શકું ? આચાર્યશ્રી : સમજયા પછી પણ સૂતક વિષે તને પ્રશ્નો ઉઠે છે તે સારી નિશાની છે. કારણ કે જે મળ્યું, જેવું મળ્યું તે પકડીને બેસી જનારા વિચારણા માટેના દ્વાર ખુલ્લા રાખતા નથી. પરિણામે તેઓ તત્ત્વના પારને પામતા નથી. બોલ ભાઈ, શું પૂછવું છે તારે ? શ્રેયસ : સાહેબ, મને એવું જણાવવામાં આવ્યું છે કે બે તિથિ પક્ષવાળા સૂતકને માનતા નથી. શું આ વાત સાચી છે? - આચાર્યશ્રી : પુણ્યશાળી, બે તિથિપક્ષવાળા શાસ્ત્રમાં સૂતક સંબંધી જે મર્યાદાઓ પાળવાની લખી છે તે બધી જ માને છે અને પાળે પણ છે. તપાગચ્છ સિવાયના અન્યગચ્છની સૂતક સંબંધી માન્યતાઓ જુદી છે તે અમે માનતા નથી અને પાળતા પણ નથી. અમે તપાગચ્છના છીએ અને તપાગચ્છની સમાચારી પાળીએ છીએ. અન્યગચ્છની સામાચારી કોઈ પણ તપાગચ્છવાળાએ પાળવાની હોતી નથી. શ્રેયસ : તો શું આજે તપાગચ્છમાં સૂતક સમયે ઘરના તમામ સભ્યોથી અમુક દિવસો સુધી જિનપૂજા - સામાયિક - સુપાત્રદાન વગેરે ન થાય તેવી વાતો ચાલે છે અને મને ભણાવવામાં આવી છે તે શું તપાગચ્છની સામાચારી નથી ? શું અન્ય ગચ્છની છે? પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ સૂતકની મર્યાદાઓ તોડી છે, છોડી છે તેવું મને ઠોકી ઠોકીને
Page #108
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 113 કહેવામાં આવ્યું છે. આ વાતમાં સત્ય શું છે? આચાર્યશ્રી : શ્રેયસ, તું સત્યનો ગવેષક બનીને પૂછી રહ્યો છે તેથી આનંદ થયો. હાલમાં તો સમુહમાં એવો અસત્યનો ઢોલ પીટવામાં આવે છે કે એના અવાજથી બહેરો બનેલો માણસ પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માટે માં-માથા વિનાની ગમે તેવી વાત પણ સ્વીકારી લેતા અચકાતો નથી. હકીકતમાં આ મહાપુરુષે સૂતકની મર્યાદા નથી તો તોડી કે નથી તો છોડી. શાસ્ત્રોમાં અને શાસ્ત્રાનુસારી તપાગચ્છની સુવિહિત સામાચારી મુજબ તપાગચ્છની જે સૂતક સંબંધી મર્યાદા છે તેનું પાલન પોતે કર્યું છે અને સૌને એની સમજ આપી છે. જે અન્યગચ્છની સામાચારીને તપાગચ્છની સામાચારી સમજીને તપાગચ્છવાળાને પાળવાનો આગ્રહ કરી રહ્યા છે તેનો તેઓશ્રીએ વિરોધ કર્યો છે. આવી સ્પષ્ટ વાત છે માટે જ તેઓશ્રીએ જાહેર કર્યું હતું કે સૂતકમાં ઘરનો પ્રત્યેક સભ્ય પોતાના ઘરના પાણીથી જિનપૂજાદિ નહિ કરી શકે આવી વાત અન્ય ગચ્છની છે. તપાગચ્છમાં તો સ્નાન કર્યા પછી ઘરના બાકીના સભ્યો પૂજા કરી શકે તેવી સામાચારી છે. શ્રેયસ : સૂતકમાં જિનપૂજાદિ બંધ કરવાની સામાચારી તપાગચ્છની નથી તો કયા ગચ્છની છે? - આચાર્યશ્રી : સૂતકમાં ઘરના તમામ સભ્યોથી પોતાના ઘરના પાણીથી જિનપૂજાદિ ન થાય તેવી માન્યતા ખરતરગચ્છની છે. શ્રેયસ : આપની આ વાત માટે પ્રાચીન ગ્રંથનો આધાર મળે છે? હોય તો જણાવો. આચાર્યશ્રી : અકબર બાદશાહના સમયમાં થયેલ તપાગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ હીરવિજય સૂરીશ્વરજી મહારાજાના શ્રી હીરપ્રશ્ન ગ્રંથમાં સ્પષ્ટ લખેલું છે કે “જેના ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થાય છે તે ઘરના મનુષ્યો ખરતરપક્ષમાં પોતાના ઘરનાં પાણીથી દેવપૂજા કરતા નથી. ખરતર ગચ્છના સાધુઓ પણ તેનાં ઘરે દશ દિવસ સુધી વહોરતા નથી તેવા અક્ષર ક્યાં છે? અને આપણા તપાગચ્છમાં આ વિષયમાં કયો વિધિ છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા તપાગચ્છાધિપતિએ કહ્યું છે કે જેનાં ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થાય છે
Page #109
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 114 તેનાં ઘરનાં પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી અને તેના ઘરે વહોરવાની વિધિમાં તો જે દેશમાં જે લોકવ્યવહાર હોય તે અનુસારે સાધુઓએ કરવું જોઈએ. દશ દિવસનો આગ્રહ શાસ્ત્રમાં જાણ્યો નથી.” આ પ્રશ્નોત્તર મુજબ સૂતકવાળા ઘરના ખરતરગચ્છના મનુષ્યો પોતાના ઘરના પાણીથી દેવપૂજા કરતા ન હતા અને તપાગચ્છવાળા તેવા અક્ષરો શાસ્ત્રમાં ન હોવાથી જિનપૂજા કરતા હતા. આ વાત સ્પષ્ટ જાણવા મળે છે. શ્રેયસ : આમાં તો ફક્ત તપાગચ્છના ગ્રંથમાં જ આ વાત આવી. ખરતરગચ્છના ગ્રંથમાં ક્યાંય તેમની આવી માન્યતાનો ઉલ્લેખ મળે છે? આચાર્યશ્રી : હા, એ પણ જણાવું. આજથી લગભગ ચાર સદી પહેલા તપાગચ્છ અને ખરતરગચ્છની માન્યતામાં ભેદ હતો તેની નોંધ કરેલા પાનાં તપાગચ્છવાળા તરફથી બહાર મૂકાયા હતા. આ પાનાં તે સમયના ખરતરગચ્છના ઉપાધ્યાય શ્રી જયસોમ ગણિવરના હાથમાં આવતા તેમણે તેનો જવાબ આપ્યો તે હાલમાં પ્રશ્નોત્તર ચત્વારિંશત્ શતક' નામે પુસ્તક રૂપે ખરતરગચ્છ તરફથી છપાયેલ છે અને પેલા જૂનાં પાનાં હતાં જેનો જવાબ ખરતરગચ્છના ઉપાધ્યાયજીએ આપ્યો હતો તે પાનાં તપા-ખરતરભેદ' નામે પુસ્તક રૂપે છપાયેલ છે. આ બંને પુસ્તકો તું વાંચીશ તો તને સમજાશે કે આજે જે સૂતકમાં પૂજાબંધીની વાતો તપાગચ્છવાળા કરે છે તે મત તો ખરતરગચ્છનો છે અને તપાગચ્છની માન્યતા તો શ્રી સેનપ્રશ્ન ગ્રંથમાં “ચાલુ સૂતકે સ્નાન કર્યા પછી જિનપૂજા થઈ શકે છે' - આ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં તપાગચ્છાધિપતિએ ચાર સદી પહેલા જાહેર કરી છે. શ્રેયસ : મેં સાંભળ્યું છે કે ખરતરગચ્છવાળાએ પોતાની માન્યતા સિદ્ધ કરવા માટે શાસ્ત્રપાઠો પણ આપ્યા છે. શું તપાગચ્છવાળા એ શાસ્ત્રપાઠી નથી માનતા, તેમાં તો આગમ અને છેદસૂત્રના પણ પાઠો છે તેવું મેં સાંભળ્યું છે? આ બાબતમાં આપનું શું કહેવું છે? આચાર્યશ્રી શ્રેયસ, તારા કહેવા મુજબ “પ્રશ્નોત્તર ચવારિંશત્ શતકમાં ઉપા. શ્રી જયસોમ ગણિવરે આગમ - છેદ સૂત્રના પાઠો મૂક્યા છે ખરા પરંતુ
Page #110
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 115 એ પાઠોમાં તો ક્યાંય જિનપૂજા બંધીની વાત જ નથી. સૂતકવાળા ઘરોમાં સાધુને ગોચરી જવાની મર્યાદાની જ વાત છે. જિનપૂજા બંધ કરાવવા માટે તેમણે તર્ક આપ્યો છે કે જ્યારે સૂતકવાળાના ઘરે લોકો જમતા નથી સાધુઓ વહોરતા નથી, તે ઘર અપવિત્ર છે. ત્યારે તે ઘરના પાણીથી જિનપ્રતિમાની અંગપૂજા કહો કેમ થઈ શકે ?' આ તર્ક કેટલો પાંગળો છે તે શ્રેયસ, તને સમજાય છે ને? લોકો તે ઘરે જમતા ન હોય તેથી પૂજા બંધ થાય? સાધુ વહોરતા ન હોય તે ઘરના સભ્યોથી પૂજા ન થાય ? “તે ઘર અપવિત્ર છે તેવું તો કોઈ શાસ્ત્ર લખ્યું નથી. ફક્ત લોકવ્યવહારના કારણે તે ઘરોમાં સાધુએ ગોચરી ન જવું તેવું શાસ્ત્રનું ફરમાન છે. લોકો કોના ઘરે જમે છે કે નથી જમતા તેના આધારે જિનપૂજાને જોડવી તે તો તદન અજ્ઞાનતા જ છે. શય્યાતરના ઘરે સાધુ વહોરતા નથી પણ શય્યાતર જિનપૂજા તો અવશ્ય કરી શકે છે. ગોચરી જવાના પાઠમાંથી ખેંચી-તાણીને જિનપૂજાનો પ્રતિબંધ કાઢવાની કોઈ ગમે તેટલી મહેનત કરે તોય તેવો પ્રતિબંધ શાસ્ત્રમાન્ય બની શકે નહિ. શ્રેયસ : સાહેબ, સમજી ગયો કે ગોચરીનો નિષેધ કરે તેવા શાસ્ત્રપાઠોના આધારે જિનપૂજા બંધ ન કરાવાય. પણ એમ કહે છે કે નિશીથ ચૂર્ણમાં એવું લખ્યું છે કે સૂતકવાળાના ઘરના અગ્નિ અને જળથી જિનપૂજા થાય નહિ. આ વાત તો સાચી છે ને? આ પાઠ મુજબ તો સ્પષ્ટ પૂજાનો નિષેધ થઈ જ જાય ને? આચાર્યશ્રી : શ્રેયસ, ખરતરગચ્છવાળાએ પણ શ્રી નિશીથચૂર્ણનો પાઠ મૂક્યો છે અને તેના આધારે મારી - મચડીને જિનપૂજા બંધ કરવાની દલીલ કરી છે પરંતુ એ પાઠમાં તો ફક્ત સાધુએ ગોચરી કયા ઘરોમાંથી ન વહોરવી તેની જ વાત છે. આ પાઠમાં “સૂતકવાળાના ઘરના અગ્નિ અને જળથી જિનપૂજા થાય નહિ” એવું તો ક્યાંય લખ્યું જ નથી. શ્રેયસ : પણ સાહેબ, ભૂતકાળમાં કોઈક ચૂર્ણમાં તેવો પાઠ હોય એવું ન બને? આજે એ ચૂર્ણ ન મળતી હોય તો પણ આપણે તેને અમાન્ય કેવી રીતે કરી શકીએ ? આચાર્યશ્રી તારી વાત એકદમ બરાબર છે પણ એના માટે કોઈ પ્રામાણિત
Page #111
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 116 ગ્રંથમાં એવો ઉલ્લેખ મળવો જોઈએ કે “સૂતકવાળાના ઘરના અગ્નિ અને જળથી જિનપૂજા ન થાય તેવું નિશીથ ચૂર્ણિમાં લખ્યું છે.” આવો ઉલ્લેખ કોઈ પૂર્વાચાર્યોએ પોતાના ગ્રંથમાં કર્યો નથી. વાચકવર્યશ્રી ઉમાસ્વાતિજી ભગવંતનો પ્રઘોષ (ક્ષયે પૂર્વા... વાળો) શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ વગેરે ગ્રંથોમાં શ્રી વાચકવર્યના નામથી જોવા મળે છે તેથી તેનો મૂળગ્રંથ ન મળવા છતાં આ માન્ય બન્યો છે. આવું નિશીથચૂર્ણિ માટે ક્યાંય આવતું નથી. સૂતક પટ જેવાનો ઉલ્લેખ કરીને નિશીથચૂર્ણિના નામે આવી વાત લખી દેવાથી તે માન્ય બની શકે નહિ. શ્રેયસ, વિચાર કર કે ખરતરગચ્છવાળાના ગ્રંથમાં પણ શ્રી નિશીથચૂર્ણિના પાઠમાં ફક્ત ગોચરીની વિધિનો પાઠ છે. સૂતકવાળા ઘરના અગ્નિ અને જળથી જિનપૂજા ન થાય તેવું તેઓ માનતા હોવા છતાં પોતાના ગ્રંથમાં નિશીથચૂર્ણિનું ગપ્યું માર્યું નથી. તપાગચ્છવાળા આજે કેમ એ લોકો કરતા પણ આગળ વધીને કલ્પનાઓ દોડાવે છે? અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તપાગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા જ્યારે જણાવે છે કે “સૂતકવાળા ઘરના પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી.” ત્યારે એ વાત તો ચોક્કસ થઈ કે તેવી વાત શ્રી નિશીથચૂર્ણિમાં તે સમયે પણ ન જ હતી. જો તેવા અક્ષરો તેમાં હોય તો પૂ. હીર વિજય સૂ. મ. તેનો અપલાપ કદી ન કરે. શ્રેયસ : તો પછી સૂતક પટમાં નિશીથચૂર્ણિના નામે તેવી વાત કોણે લખી આચાર્યશ્રી એ તો સ્વીકારનારાને પૂછવું જોઈએ. એ સૂતકપટના રચયિતા કોણ છે? તેની જ ખબર ન હોવા છતાં તેની વાતને માથે લઈને ચાલવું અને શ્રી સંઘને ગેરમાર્ગે દોરવાનું સાહસ કોઈ ગીતાર્થ ભગવંતો ન કરે. અનામીની વાત માનવી અને તપાગચ્છાધિપતિ શ્રી હીર સૂ. મ. જેવા સમગ્ર તપાગચ્છને માન્ય, ભવભીરું ગીતાર્થ મહાપુરુષની વાત ન માનવી એવું કોઈ ધર્માત્મા કરે ખરો? શ્રેયસ : સાહેબ, સૂતકમાં સ્નાન કર્યા બાદ જિનપૂજા કરવાની છૂટ શ્રી સેન સૂ. મ. એ કેમ આપી?
Page #112
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 117 આચાર્યશ્રી તપાગચ્છાધિપતિ શ્રી હરિ સુ.મ. એ તપાગચ્છની સામાચારી આવી જ હોવાથી સૂતકમાં પૂજાનું સમર્થન કર્યું હતું. તેઓશ્રીના પટ્ટધર તરીકે પૂ. આ. શ્રી સેન સૂ. મ. એ પણ એ જ તપાગચ્છની સામાચારીનું સમાધાન આપ્યું છે તેમાં તને વાંધો ક્યાં પડ્યો? શ્રેયસ : વાત એવી છે સાહેબ, કે મને એવું જણાવવામાં આવ્યું છે કે શ્રી હીરપ્રશ્ન ગ્રંથમાં શ્રી હીર સૂ. મ. એ સૂતકમાં પૂજા કરવાનું સમર્થન કર્યું છે તે તપાગચ્છની સામાચારીથી વિરુદ્ધછે તેવું ‘હીરપ્રશ્નોત્તરટિપ્પનિકા'માં લખેલું છે એટલે શ્રી એન. સૂ. મ. એ સૂતકમાં પૂજાની છૂટ આપી તે બરાબર ન કહેવાય ને ? આચાર્યશ્રી : શ્રેયસ, તું ભોળો છે કે નહિ તેની વાત નહિ કરું પણ તને ભરમાવ્યો છે તેમાં કોઈ સંશય રહેતો નથી. “હીરપ્રશ્નોત્તર ટિપ્પનિકા” અત્યારના આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજીની લખેલી છે. ચાર-પાંચ સદી પહેલા તપાગચ્છની સામાચારી સૂતક વિષયક કઈ હતી તેની પ્રામાણિક જાણકારી તે સમયના તપાગચ્છાધિપતિ પૂ. આ. શ્રી હીરવિજય સૂ. મ. અને શ્રી સેન સૂ. મ. ને જ વધુ હોય તે તું પણ સમજી શકે છે. આજના કાળમાં કોઈ લખી નાંખે કે આ બંને તપાગચ્છાધિપતિઓએ તપાગચ્છની સામાચારી લોપી છે તો એ નકામો બબડાટ અને ખોટો કકડાટ જ કહેવાય. કારણ કે ટિપ્પણી કરવા બેઠેલા આ આચાર્યશ્રીએ તે સમયની ચાલી આવતી તપાગચ્છની સામાચારીનો એક પણ પ્રામાણિક આધાર આપ્યો નથી. નકામા બબડાટને તું મહત્ત્વ આપીશ અને તપાગચ્છાધિપતિના ટંકશાળી વચનને સ્વીકારીશ નહિ તો તારું શ્રેય કેવી રીતે થશે, શ્રેયસ? શ્રેયસ પણ સાહેબ, એ આચાર્યશ્રી તો કહે છે કે આપ બધા શ્રીહરિપ્રશ્નસેનપ્રશ્નના સૂતક સંબંધી પ્રશ્નોત્તરોનો અર્થ ખોટો કરો છો. તેમાં સૂતકમાં જિનપૂજા થાય તેવી છૂટ આપવામાં જ નથી આવી. આ વાત તો બરાબર છે ને? - આચાર્યશ્રી : આ વાત બરાબર નથી. જો શ્રીહરિપ્રશ્નના પ્રશ્નોત્તર મુજબ સૂતકમાં જિનપૂજા થાય તેવી તપાગચ્છની સામાચારી છે તેવો અર્થ કરવામાં
Page #113
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 118 આવે તો જ તે આચાર્યશ્રી શ્રીહરિપ્રશ્નના સૂતકના પ્રશ્નોત્તરને ‘તપાગચ્છની સામાચારી વિરુદ્ધ છે તેવું કહી શકે. અને આવું કહ્યું હોવાથી તેમનાથી એવું બોલાય જ નહિ કે શ્રીહરિપ્રશ્ન-શ્રી સેનપ્રશ્નના પ્રશ્નોત્તરો સૂતકમાં જિનપૂજા કરવાની છૂટ આપતા નથી. કારણ કે છૂટ આપે છે એવો અર્થ કરીને જ તેમણે ખંડન કરેલું છે. તેઓ બેવડા ધોરણ અપનાવે તે તેમની મરજીની વાત છે પણ તે યોગ્ય તો ન જ કહેવાય ને? શ્રેયસ : આપની વાત તો સાચી છે પરંતુ હીરપ્રશ્નમાં ‘તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી” એવું લખેલું છે તેનો અર્થ એવો પણ થાય ને કે કદાચ શાસ્ત્રમાં કયાંક હોય પણ ખરા? - આચાર્યશ્રી : પૂ. આ. શ્રી હીરવિજય સૂરીશ્વરજી મ. જેવા તે સમયના તપાગચ્છાધિપતિ મહાપુરુષ જ્યારે કહેતા હોય કે “તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી” ત્યારે એનો અર્થ એ જ કરાય છે તેવું વિધાન શાસ્ત્રમાં નથી.” જેમની માન્યતા છે તેવા તે સમયના કે આજના ખરતરગચ્છવાળા પણ શાસ્ત્રમાં તેવાં અક્ષરો લખેલા બતાવી શક્યા નથી. તપાગચ્છવાળા કે ખરતરગચ્છવાળા કોઈ પણ આટલી સદીઓ પસાર થવા છતાં તેવા અક્ષરો શોધી શક્યા નથી. ઉપરથી પોતાના હઠાગ્રહને કારણે શ્રી હરિપ્રશ્નના ‘તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી' એ પંક્તિનો અર્થ કદાચ શાસ્ત્રમાં ક્યાંક હોય પણ ખરા” એવો ખોટો અર્થ તાણે તે શાસ્ત્રકારની આશાતના નથી? આ જ શ્રી હીરપ્રશ્નના બીજા એક પ્રશ્નોત્તરમાં શાસ્ત્રમાં નિષેધ જાણ્યો નથી” એવો જવાબ આપ્યો છે ત્યાં અહીં અવળો અર્થ ખેંચનારા પણ સીધો અર્થ કરે છે અને શાસ્ત્રમાં નિષેધ નથી” એવો અર્થ કરીને જ એ સમાધાન સ્વીકારે છે. માટે શ્રેયસ, તું એવા હઠાગ્રહમાં પડતો નહિ. વાસ્તવિક અર્થ છે તેનો સરળતાથી સ્વીકાર કરી લે. શ્રેયસ : મને તો એનપ્રશ્નના પ્રશ્નોત્તરમાં પણ એવું શીખવ્યું છે કે સૂતકમાં સ્નાન કર્યા પછી પૂજા થાય' એનો અર્થ એવો થયો કે દસુટણનું જે સ્નાન પ્રસૂતિ પછી દશ દિવસે થાય છે તે સ્નાન પછી પૂજા થાય. આ વાતમાં આપનું શું કહેવું છે? આચાર્યશ્રી : શ્રેયસ, તું પ્રશ્નોત્તર તો પૂરો વાંચ. પ્રશ્નોત્તરમાં લખ્યું છે
Page #114
--------------------------------------------------------------------------
________________ 119 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કે ‘સૂતકમાં એટલે કે ચાલુ સૂતકે પૂજા થાય કે નહિ તેવો પ્રશ્ન કર્યો છે. સૂતક પછી પૂજા થાય કે નહિ એવો પ્રશ્ન કોઈ કરે ખરો? એવો પ્રશ્ન કોઈનેય ના ઉઠે. આનો જવાબ આપતા લખ્યું કે સૂતકમાં એટલે કે ચાલુ સૂતકે સ્નાન કર્યા પછી પૂજાનો નિષેધ જાણ્યો નથી. મતલબ કે સૂતક ચાલુ હોય ત્યારે પણ સ્નાન કર્યા બાદ જિનપૂજા થઈ શકે. હવે આ સ્નાનથી જો દસુટણનું સ્નાન લે તો એ સ્નાન તો પ્રસૂતા સ્ત્રીએ કરવાનું હોય છે એ સ્નાનથી શુદ્ધ થાય પછી પ્રસૂતા સ્ત્રી ઘરમાં બધે અડે-કરે તો વાંધો ન આવે. પ્રસૂતા સ્ત્રી સ્નાન કરે અને ઘરના બાકીના સભ્યો શુદ્ધ થાય આવો અશાસ્ત્રીય- અવ્યવહારુ તર્ક તો કોણ સ્વીકારે ? દસુટણના પ્રસૂતાના સ્નાન પહેલા ઘરના સભ્યો ઘરમાં કે બહાર બધે અડી શકે છે. તેમણે ફક્ત પ્રસૂતા સ્ત્રી અને તેને અડેલ બાળકને દશ દિવસ સુધી અડાય નહિ. જો અડી જાય તો સ્નાન કર્યા બાદ શુદ્ધ થાય. પ્રસૂતા સ્ત્રીથી દશ દિવસ સાચવવાનું છે. ઘરના બાકીના સભ્યો સાથે કોઈ આભડછેટ હોતી નથી. - શ્રેયસ : હવે સીધું પૂછું છું. ઘરમાં પ્રસૂતિ થાય તો કેવી મર્યાદા જાળવવી આચાર્યશ્રી તારો સવાલ મને ગમ્યો. સૂતક સંબંધી માર્ગદર્શન આપનારા શ્રી હરિપ્રશ્ન શ્રી સેનપ્રશ્ન વગેરે શાસ્ત્રો અનુસાર ઘરમાં પ્રસૂતિ થાય તો મર્યાદા આ પ્રમાણે પાળવી જોઈએ. પ્રસૂતિ આવી છે તે સ્ત્રીએ દશ દિવસ કયાંય વસ્તુ કે વ્યક્તિને અડવું નહિ. દશ દિવસના સ્નાન બાદ પ્રસૂતા સ્ત્રીની સ્પર્શની મર્યાદા પૂર્ણ થાય છે. જેવી રીતે ત્રણ દિવસના અંતરાયના સમયમાં 72 કલાકના સ્નાન બાદ બધે અડી શકે તેવી રીતે પ્રસૂતા સ્ત્રી દશ દિવસના સ્નાન બાદ બધે અડી શકે છે. સુપાત્રદાન- સામાયિક- જિનદર્શનાદિ બધું જ કરી શકે. પ્રસૂતા સ્ત્રીને જ્યારે સંપૂર્ણ શુદ્ધિ આવી જાય તે પછી જિનપ્રતિમાની અંગપૂજા પણ કરી શકે. આ થઈ જેમને પ્રસૂતિ આવી છે તે સ્ત્રીએ પાળવાની મર્યાદાની વાત ! હવે વાત આવી ઘરના સભ્યોએ પાળવાની મર્યાદાની વાત. ઘરના તમામ સભ્યોએ એ દિવસોમાં પ્રસૂતિના દશ દિવસનું સ્નાન જયાં સુધી પ્રસૂતા સ્ત્રી ન કરે ત્યાં સુધી પ્રસૂતા સ્ત્રીને અડે નહિ, તેની અડેલી વસ્તુને પણ ન અડે. તેની
Page #115
--------------------------------------------------------------------------
________________ 120 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ પાસે રહેલા બાળકને પણ ન અડે. જો અડી ગયા તો સ્નાન કરે એટલે શુદ્ધ થાય. આ પ્રમાણે મર્યાદા પાળીને ઘરના તમામ સભ્યો દરરોજ જિનપૂજાસામાયિક- પ્રતિક્રમણ - પૌષઘ- સુપાત્રદાન - જિનવાણીશ્રવણ વગેરે દરેક ધર્મો આરાધી શકે છે. ઘરના સભ્યોથી અમુક દિવસ સુધી આવી કોઈ જ આરાધના ન થઈ શકે તેવું કોઈ પ્રામાણિક ગ્રંથમાં વાંચવા મળતું નથી. તપાગચ્છને માન્ય સામાચારી મુજબ તો ઉપર જણાવ્યું તેવી મર્યાદા પાળવાની છે. તપાગચ્છની સામાચારીને અમાન્ય પ્રતિબંધો આપણે પાળવાના હોતા નથી. શ્રેયસ : સાહેબ, દશ દિવસ પછી પ્રસૂતા સ્ત્રી ઘરમાં અડી શકે તેવી વાત આપ કરો છો તો તેના માટે આપની પાસે કોઈ આધાર છે કે પછી એમ.સી.ના ત્રણ દિવસની વાત સાથે જોડકણું ગોઠવી દીધું છે? આચાર્યશ્રી : તને આપવામાં આવેલ સંસ્કાર મુજબ તને આવી શંકા જન્મે તેમાં નવાઈ નથી. જિજ્ઞાસાભાવે આ વાત પૂછવામાં આવે તો એનો જવાબ એ છે કે એમ.સી.ના ત્રણ દિવસની વાત સાથે આ લાકડે માકડું બેસાડી દેવા જેવું જોડકણું નથી. આનો આધાર છે. તારે જિજ્ઞાસાથી જાણવો હોય તો બતાવું. શ્રેયસ : ભલે સાહેબ, મને એની જિજ્ઞાસા જન્મી છે. આપ ફરમાવો. આચાર્યશ્રી : તો સાંભળ, સેનપ્રશ્નમાં // ર-૨૫૪ો પ્રશ્ન આ દિવસોની મર્યાદાને સ્પષ્ટ કરનારો છે. આખો પ્રશ્નોત્તર આ પ્રમાણે છે. “પ્રશ્ન : જેમણે બાળકને જન્મ આપ્યો છે તેવી કડવામતવાળી સ્ત્રી એક મહિના સુધી ક્યાંય કોઈને અડતી નથી, રાંધવાની ક્રિયા પણ કરતી નથી જ્યારે આપણા ગચ્છમાં તો આવી અડવાની કે રાંધવાદિની મર્યાદા દશ દિવસ સુધીની છે તો આમ કેમ? ઉત્તર : પ્રસૂતા સ્ત્રી દશ દિવસ સુધી અડવા - રાંધવાદિ ક્રિયા કરતી નથી. મર્યાદા પાળે છે આ લોકવ્યવહાર છે. તેમાં પણ દેશવિશેષમાં ઓછા - વધતા દિવસો પણ હોય.' - શ્રેયસ, તને આ વિષયમાં બરાબર સમજાયું ને? આ આધાર મુજબ મેં તને મર્યાદા પાળવાની વાત બતાવી છે. તપાગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી
Page #116
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 121 વિજય સેનસૂરીશ્વરજી મહારાજાના સમયમાં કડવા મતના શ્રાવકો તેમના મત મુજબ સૂતકમર્યાદા જે પાળતા હતા તેની વાત છે. તેઓ એક મહિના સુધી આભડછેટ પાળતા હતા. પણ તે સમયે તપાગચ્છમાં તો અડવા-કરવાની સ્પર્શ મર્યાદા દશ દિવસની પળાતી હતી તે પણ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. અને ઉત્તર આપતી વખતે તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંતે એ દશ દિવસની મર્યાદાને સમર્થન આપ્યું છે, ઉપરથી દશ દિવસથી ઓછા કે વધારે દિવસો પણ દેશવિશેષમાં પાળતા હોય તેની પણ વાત કરી છે. આ વચનના આધારે તપાગચ્છની સૂતક વિષયક મર્યાદા મુજબ આજે પણ દશ દિવસ સુધી અડવા - કરવાની મર્યાદા પાળવી જોઈએ. એક મહિનો કે 40 - 40 દિવસ સુધી ખૂણો પાળવાની જે વાતો થઈ રહી છે તે આ જ પ્રશ્નોત્તર મુજબ તપાગચ્છની ન કહેવાય. કડવામતીઓ પણ મહિનો માનતા હતા. ચાલીશ દિવસવાળાને તો પોતાને જ ખબર નથી કે એમનો મત કયા ગચ્છનો છે. શ્રેયસ : ખોટું ન લગાડતા પણ મને એક શંકા ઉભી થાય છે કે પ્રશ્ન કરનાર તપાગચ્છના મતનો જાણકાર ન હોય અને કહી દે કે આપણામાં તો દશ દિવસની મર્યાદા છે એટલા માત્રથી આપ આ વાતને આટલું બધું મહત્ત્વ આપી દો છો તે બરાબર છે? બીજી વાત એ પણ છે કે આજે કોઈ મહિના સુધી ખૂણો પાળતા હોય તો સારું જ છે ને? એક દિવસ પણ પાળતા ન હોય તેનાં બદલે આટલા બધા દિવસ પાળે તે તો આનંદની વાત ન ગણાય ? વ્યાખ્યાનમાં મેં સાંભળ્યું છે કે ધસ્ય ધ% પત્નમ્ | વધારે કરીએ તો વધારે ફળ મળે. આચાર્યશ્રી : ખોટું લગાડવાનો પ્રશ્ન જ નથી. શંકા ઉભી તો થાય પણ એ સમાધાન મળ્યા પછી પણ ઉભી જ રહે તો દોષ કહેવાય. સમજવા માટેની શંકા તો ગુણકારી કહેવાય. તારી પહેલી વાતના જવાબમાં તને જણાવવાનું કે સેનપ્રશ્નમાં ઉપર જણાવેલો પ્રશ્નોત્તર જે પણ આપ્યો છે તેમાં પ્રશ્ન કરનારનું નામ પણ લખ્યું છે. આ પ્રશ્ન કરનાર કોઈ અજ્ઞાન શ્રાવક નથી કે અનામી પણ નથી. આ પ્રશ્ન કરનાર છે : પંડિત નગર્ષિ ગણિવર ! તેઓશ્રી શાસ્ત્રોના પણ જ્ઞાતા
Page #117
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 122 હતા એટલે શાસ્ત્રની વાતમાં તો ક્યાંય ગરબડ કરે તેવા ન હતા. આવા મહાપુરુષ તે સમયે ચાલતા તપાગચ્છના વ્યવહારની બાબતમાં ગડું મારે તેવી તો કોઈ સંભાવના જ ન કહેવાય. તને આ નામ મળી ગયું એટલે હવે તારી શંકા શમી જવી જોઈએ. આમાં તારે એ પણ વિચારવું જોઈએ કે આ પંડિત શ્રી નગર્ષિ ગણિવરશ્રીના પ્રશ્નનો ઉત્તર આપતી વખતે જો દશદિવસની મર્યાદા તપાગચ્છની ન હોત તો તપાગચ્છાધિપતિશ્રીજીએ એ વાતનો ઇન્કાર કર્યો હોત. તું પ્રશ્નોત્તરમાં જોઈ શકે છે કે એ વાતનો ઈન્કાર તો દૂર રહ્યો, તેઓશ્રીજીએ તો એનું સમર્થન કરીને દશ દિવસથી ઓછા દિવસ હોવાનું પણ દેશવિશેષમાં હોય છે તેવી વાત કહી છે. દશ દિવસની વાત માટે જો બધા આટલા ભડકી જતા હોય તો દશ દિવસથી ઓછા દિવસો પણ દેશવિશેષમાં હોવાની વાત માટે તો તેઓનો પ્રતિભાવ કેવો હોય તે કલ્પી શકાય છે. તારી ખૂણો પાળવાની બીજી વાત તો ભારે વિચિત્ર છે. દશ દિવસને બદલે એક મહિના સુધી સ્પર્શ મર્યાદા પાળે તે જો તને સારું લાગતું હોય તો આ વિચાર તને એમ.સી.ની બાબતમાં નથી આવતો? આ ત્રણ દિવસ પાળે એના કરતા તેર દિવસ પાળે તો સારું જ ન કહેવાય, તારી દૃષ્ટિથી ? ઘણા ત્રણ દિવસમાં એક પણ દિવસ પાળતા જ નથી એના કરતા તો તેર દિવસ કે મહિનો પાળે તો આનંદની જ વાત તારી દષ્ટિએ ન ગણાય? જો તને આનાથી આનંદ થતો હોય તો ત્રણ દિવસના બદલે મહિનો પાળનારા તો જિંદગીમાં ખૂણો જ પાળ્યા કરશે. કદી બહાર જ નહિ આવે. માટે શ્રેયસ, આવી અધૂરી અને અહિતકારી વાત ઊભી કરવી નહિ. વ્યાખ્યાનનો સંબંધ પણ ગમે ત્યાં જોડી દેવાને બદલે ઉચિત રીતે જ જોડવો જોઈએ. સારા કાર્યમાં અધિકનું ફળ અધિક મળે તેવું સ્વીકારીને ચાલે તો લાભ વધારે થાય પણ જેમાં સારા કાર્યથી વંચિત રહેવાનું હોય તેમાં જો અધિક દિવસ ગાળે તો તેમાં લાભ નથી થતો પણ સારા કાર્યથી વંચિત રહેવાનું નુકશાન થાય છે માટે બરાબર સમજીને દરેક વાતનો સ્વીકાર કરીશ તો ગાડી આડા પાટે નહિ દોડે. શ્રેયસ : સાહેબ, આગમશાસ્ત્રોમાં સૂતકની વાત આવે જ છે ને ?
Page #118
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 123 આગમોમાં સ્પષ્ટ લખેલું જ છે ને કે સૂતકવાળા ઘરે સાધુએ ગોચરી ન જવું અને સૂતકવાળા ઘરના સભ્યોએ ભગવાનની પૂજા ન કરવી. સૂતક ઉતરે પછી બધું થાય. આ વાત બરાબર છે ને? આચાર્યશ્રી તું પૂછે છે એ વાત જરાય બરાબર નથી. કારણ કે સૂતકવાળા ઘરના સભ્યોએ ભગવાનની પૂજા ન કરવી એવું કોઈ આગમમાં લખ્યું નથી. આગમની વાત તો દૂર રહી તપાગચ્છની પ્રામાણિક પરંપરાના ગ્રંથોમાં પણ ક્યાંય આવું લખાણ નથી. અન્ય ગચ્છના ગ્રંથોમાં તેવી વાત વાંચવા મળે તો એનો સ્વીકાર તપાગચ્છ કરવાનો ન હોય કારણ કે તપાગચ્છના ગ્રંથોમાં અન્યગચ્છની તેવી માન્યતાનો પ્રતિકાર કરવામાં આવ્યો છે. આગમના નામે જે ભ્રમણાઓ ફેલાવવામાં આવે છે તેના માટે તો ખાસ વાત કરવી જ પડશે. જે જે આગમોમાં જીવનચરિત્રની વાત લખી છે તેમાં ચરિત્રરૂપે આવતી ઘટનામાં સૂતક સંબંધી વાત આવી જાય તે સહજ છે, તેવી વાત આવે જ છે. પણ આ વાતનો પરમાર્થ સમજાવવા માટે પૂ. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર, પૂ. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર વગેરે સમર્થ ટીકાકારોએ ખુલાસો કરેલો છે કે સૂતકમાં દશ દિવસ સુધીનો પુત્રજન્મનો ઉત્સવ કરવામાં આવ્યો તેમાં સેંકડો - હજારો અને લાખો જિનપ્રતિમાની સિદ્ધાર્થ રાજાએ પૂજા કરી અને કરાવી. ત્યાં વપરાયેલ યજ્ઞ’ શબ્દનો અર્થ બંને ટીકાકારોએ દેવપૂજા-જિનપૂજા જ કર્યો છે. એટલે આગમમાં જ સૂતક સમયે જિનપૂજા ન થાય તેવી વાતનો છેદ આ ટીકાકારોના સ્પષ્ટીકરણથી થઈ જાય છે. શ્રી કલ્પસૂત્ર જેવા પવિત્ર આગમની ટીકામાં આવો ખુલાસો થઈ જવાના કારણે બાકીના આગમોમાં આ જ વાત આવે ત્યારે તેનો અર્થ પણ કેવો કરવો તે બંને મહોપાધ્યાયશ્રીજીના વચનોથી ખ્યાલ આવી જશે. ટીકાકારોનું સ્પષ્ટીકરણ ત્યાં પણ સાચો અર્થબોધ કરાવશે. સાધ્વાચારોનું વર્ણન કરતા આગમોમાં પણ સૂતકની વાત વિચારવામાં આવી છે પણ તે ફક્ત સાધુએ કયા ઘરે ગોચરી ન જવાય તેની વાત કરતી વખતે કરી છે. આમાં ક્યાંય શ્રાવકની જિનપૂજાનો ઉલ્લેખમાત્ર પણ કરવામાં નથી આવ્યો. એટલું જ નહિ પણ શ્રાવકે ગોચરી વહોરાવવી કે નહિ તેની પણ વાત નથી લખી. ફક્ત સાધુએ શું કરવું તે જ જણાવ્યું છે. આજે આ
Page #119
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 124 બાબતમાં શ્રાવકોને દોઢ કે અઢી ડાહ્યા બનાવવામાં આવે છે તે તો સાવ જ આગમ વિરુદ્ધ છે. શ્રાવકે કદી પણ “મારે ઘરે સૂતક છે માટે વહોરવા આવતા નહિ કે આવશો તો વહોરાવીશ નહિ એવી વાયડાઈ કરવી એવું કોઈ આગમમાં ક્યાંય લખ્યું નથી. તે આગમોમાં તો સ્પષ્ટ લખેલું છે કે સૂતકથી રોકાયેલા ઘરમાં અને એની જેમ જ ઉપાશ્રયથી સંલગ્ન સાત-આઠ ઘરોમાં પણ સાધુએ ગોચરી જવું નહિ. છતાં જો સાધુ તેવી ભૂલ કરે તો તેને શું પ્રાયશ્ચિત્ત આવે તે પણ જણાવ્યું છે. શ્રેયસ, માની લે કે તે ઉપાશ્રયની અડોઅડ ઘર લીધું અને રહેવા આવી ગયો. હવે એ ઉપાશ્રયમાંથી કોઈ ગુરુભગવંત વહોરવા માટે નીકળ્યા, તે એમને જોયા તો તું શું કરીશ? તેમને વહોરવા માટેની વિનંતિ કરીશ કે એમને તો શાસ્ત્રકારે ઉપાશ્રયની બાજુના ઘરમાં વહોરવાની ના પાડી છે માટે વિનંતિ નહિ કરે ? કદાચ તે મહાત્મા સીધા જ તારા ઘરે આવી ચડ્યા તો તું શું કરીશ? પધારો કહીને આવકારીશ કે પછી શાસ્ત્રકારોએ તમને આવા ઘરે વહોરવાની ના પાડી છે છતાં તમે કેમ આવી ગયા? જાવ, પાછા વળો... આવું કંઈક બોલીશ? નહિ ને? હવે તારી વાત બાજુએ રાખ. કોઈક બીજાનું જ ઘર ઉપાશ્રયની અડોઅડ છે અને તે વ્યક્તિ આવો દોઢો થતો હોય તો તને એ બરાબર કરે છે તેમ લાગશે કે ખોટું કરે છે તેમ લાગશે? શ્રેયસ, આ વાતમાં શ્રાવક દોઢડાહ્યો થાય તે અનુચિત જ છે તો પછી આની સાથે જ લખેલી સૂતકવાળા ઘરે ગોચરી ન જવાની શાસ્ત્રકારોની મર્યાદા માટે ઉપર જણાવ્યો તેનાથી પણ અધિક કદાગ્રહ અને કર્કશવચનો ઉચ્ચારે તે પણ અનુચિત જ થયું ને? આજે ઉપાશ્રયથી સંલગ્ન સાત-આઠ ઘરોમાં ગોચરી જતા હોય છે, પોતાનાથી ધર્મ પામેલા શ્રાવકને ત્યાં પણ ગોચરી જતા હોય છે. આ બંનેનો નિષેધ શાસ્ત્રોમાં કરેલો છે. છતાં આજે ત્યાં ગોચરી જવાય છે અને આ રીતે ગોચરી જવું દોષપાત્ર ગણીને તેની સામે સૂતકની જેમ જોરમાં તો નહિ પણ ઝીણો અવાજ પણ કરવામાં આવતો નથી. આનો અર્થ એ જ થયો કે સામો જીવ અધર્મ ન પામે, ઉપરથી તેની ધર્મભાવના વૃદ્ધિ પામતી હોય ત્યારે વિવેકપૂર્વક આવા ઘરોમાં ગોચરી જવામાં દોષ માનવામાં આવતો નથી. સૂતક સમયે પણ જેમના ધર્મમાં દાન આપવાનો નિષેધ કરવામાં આવ્યો
Page #120
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 125 છે તેવા લૌકિકગ્રંથોને માનનારાના કૂળમાં સૂતકના દિવસોમાં ગોચરી માટે સાધુન જ જાય. પણ જ્યારે અન્ય ધર્મીઓ પણ અધર્મન પામે તેવું હોય ત્યારે સૂતક હોવા છતાં પણ શ્રાવક આરામથી વિવેકપૂર્વક ગોચરી વહોરાવી શકે છે અને આવા સંયોગોમાં સાધુ ગોચરી વહોરી શકે છે. શ્રેયસ, આની વિસ્તારથી વાત આગળના શાસ્ત્રપાઠો સાથેની વિચારણામાં કરી છે તે બરાબર વાંચી લેજે. અધૂરાં વચનો અને અધૂરા સંદર્ભોને આગળ કરીને કોઈ પણ જાતની ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ ન કરીશ. સ્વસ્થ ચિત્તે બધા શાસ્ત્રકારોનો વિચાર કરીશ તો ઝનૂન નહિ ચડે અને વાત તેના મૂળસ્વરૂપે સમજાશે. શ્રેયસ : આજના વધુ ચર્ચાતા સવાલોના જવાબો આપશો ? જવાબ લાંબા ન હોય અને સાથે ટૂંકમાં સમજ પડી જાય અને તે સમજ સાચી મળી રહે તેવી મારી ભાવના છે. આપ રજા આપો તો પૂછું? આચાર્યશ્રી : તારી ભાવના સારી છે તું પૂછી શકે છે. ફક્ત શાસ્ત્રકારોનો ઇશારો કરીને તારા સવાલોના શાસ્ત્રીય અને સુવિહિત તપાગચ્છની પરંપારનુસાર જવાબો આપવાનો પ્રયત્ન કરીશ. શ્રેયસ : શ્રાવકથી જિનપૂજા ક્યારે ન થઈ શકે ? આચાર્યશ્રી : શ્રાવક વિરતિમાં બેઠો હોય ત્યારે દ્રવ્ય જિનપૂજા શ્રાવક કરી શકે નહિ, આરંભમાં બેઠેલો શ્રાવક શરીરમાંથી લોહી વગેરે અશુદ્ધિ બહાર ન આવતી હોય તો સ્નાનાદિથી પવિત્ર થઈને જિનપૂજા કરી શકે. સ્નાન કરવા છતાં શરીરમાંથી લોહી વગેરે વહેતું હોય તો જિનપૂજા શ્રાવક ન કરી શકે ? શ્રેયસ : જુઓ સાહેબ, આપ જ કહો છો કે સ્નાન કરવા છતાં પણ શ્રાવકથી પૂજા ન થાય તો પછી સૂતકમાં સ્નાન કરે તો પણ પૂજા ન જ થાય ને આચાર્યશ્રી : શ્રેયસ, અધૂરું સાંભળવાની અને ઊધું પકડવાની ટેવ સારી ન કહેવાય. સ્નાન કરે છતાં પણ જો શરીરમાંથી લોહી વગેરે અશુચિ વહેતી હોય તો અશુદ્ધ જ રહે છે માટે શ્રી શ્રાદ્ધવિધિકારે આવી સ્નાન કરેલી વ્યક્તિને પણ જિનપૂજાનો નિષેધ ફરમાવ્યો છે. સૂતકમાં પણ સ્નાન કર્યા બાદ જેને
Page #121
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 126 જેને લોહી વગેરે અશુચિ વહેતી હોય તેનાથી પૂજા ન થાય. પણ સૂતકવાળા ઘરમાં આવું ફક્ત બાળકની માતાને હોય છે માટે તે માતા અશુચિ વહેતી બંધ ન થાય ત્યાં સુધી પૂજા કરી શકે નહિ. અશુચિ વહેતી બંધ થાય પછી માતા પૂજા કરે. બાકીના ઘરના સભ્યોને કોઈ અશુચિ વહેતી નથી માટે તેઓ સ્નાન કર્યા પછી પણ અશુદ્ધ રહેતા નથી. માટે તેઓ શ્રીશ્રાદ્ધવિધિકારના મતે આનંદથી જિનપૂજા કરી શકે. શ્રેયસ એટલે ઘરમાં સંતાનનો જન્મ થાય તો પણ ઘરના સભ્યો પૂજા કરી શકે એમજ ને? આચાર્યશ્રી : હા, શ્રીહરિપ્રશ્ન, શ્રીસેનપ્રશ્ન, શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ આદિ ગ્રંથોના આધારે સ્નાન કર્યા બાદ સૂતકવાળાના ઘરના સભ્યો અવશ્ય જિનપૂજા કરી શકે. શ્રેયસ : તો પછી માતા કેટલા દિવસ પછી પૂજા કરી શકે ? આચાર્યશ્રી : બાળકને જન્મ આપનારી માતાને જયાં સુધી અશુચિ વહેતી રહે, ચોખાઈ આવે નહિ ત્યાં સુધી તેમનાથી જિનપૂજા થાય નહિ. પૂરી શુદ્ધિ આવે એટલે તેઓ પૂજા કરી શકે. આમાં દિવસનું કોઈ નિયમન નક્કી થઈ શકશે નહિ જેને જેટલા દિવસે પૂર્ણશુદ્ધિ આવે તે તેટલા દિવસે જિનપૂજા કરી શકે. દરેકની તાસીર અલગ અલગ રહેવાની માટે જ આમાં ફક્ત શુદ્ધિ જ જોવાની રહે છે. શ્રેયસ સાહેબ, હમણાં તો ઘરે બાળકનો જન્મ થયો હોય કે હૉસ્પિટલમાં થયો હોય, તેના સમાચાર બહારગામ રહેતા કે બહારગામ ગયેલા સ્વજનને સાંભળવા મળે તો પણ સૂતક લાગે છે. પછી તેમનાથી કેટલા દિવસ પૂજા ન થાય ? આચાર્યશ્રી : ભલાદમી, ફક્ત બાળકના જન્મના સમાચાર મળે એટલે કઈ અશુચિ ઉભી થઈ જાય છે કે તેને પૂજા બંધ કરવી પડે ? આ તો ગાંડપણની હદ કહેવાય. બાળકના જન્મના સમાચાર સાંભળવા મળે તે વ્યક્તિ પણ જિનપૂજા કરી જ શકે. તેને ના પાડનારાને ભવાંતરમાં જિનપૂજા કરવા ન મળે તેવું અંતરાય કર્મ બંધાય છે. આ વાત ઘરના સભ્યો, સ્વજનો, સંબંધીઓ, મિત્રો વગેરે સૌ માટે સમજી લેવી. આ બધા કદાચ માતાને અડી ગયા હોય
Page #122
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 127 તો પણ સ્નાન કર્યા બાદ શુદ્ધ થાય છે માટે જિનપૂજા કરી શકે છે. કોઈ શાસ્ત્ર તેનો નિષેધ કરતું નથી. શ્રેયસ : પ્રસૂતા સ્ત્રીને અડી ગયા કે બાળકને રમાડવા લીધો હોય તેવી વ્યક્તિથી પૂજા થાય? - આચાર્યશ્રી : પહેલા નંબરે દશ દિવસ સુધી પ્રસૂતા સ્ત્રીને અડી શકાય નહિ તેવી સ્પર્શ મર્યાદા પાળવાની છે. બાળક પણ માતાને અડેલો હોય ત્યારે બાળકને પણ અડાય નહિ. સ્નાન કરાવી લીધા પછી બાળક માતાને પાછો અડે તે પહેલા તેને રમાડ્યો હોય તો તેમાં બાધ આવતો નથી. જો તમે આવી મર્યાદા પાળી ન હોય, પ્રસૂતા સ્ત્રી કે તેને અડેલા બાળકને અડી ગયા હો તો સ્નાન કર્યા પછી શુદ્ધ થાઓ. તે પછી જિનપૂજા કરી શકાય. ફક્ત છાંટ નાંખી દેવાથી શુદ્ધિ થતી નથી. એ ધ્યાનમાં રાખવું. શ્રેયસ : પ્રસૂતા સ્ત્રીને દશ દિવસનું સૂતક લાગે તો દશ દિવસ પછી સ્નાન કરીને શુદ્ધ થાય ત્યારે પ્રસૂતા સ્ત્રી કઈ કઈ આરાધના કરી શકે ? આચાર્યશ્રી : પ્રસૂતા સ્ત્રી દશ દિવસ બાદ સ્નાન કરીને શુદ્ધ થાય ત્યાર બાદ તેની સ્પર્શમર્યાદા પૂરી થાય છે માટે એ બધે અડી શકે છે. જિનદર્શનવંદન કરી શકે. સુપાત્રદાન- સામાયિક આદિ કરી શકે છે. ટૂંકમાં એમ.સી.ના ત્રણ દિવસ - 72 કલાકના સ્નાન બાદ એ સ્ત્રી જેટલી આરાધના કરી શકે તે બધી જ આરાધના પ્રસૂતા સ્ત્રી દશ દિવસના સ્નાન બાદ શુદ્ધ થઈને કરી શકે. ખાસ ધ્યાન રાખશો કે પૂરી શુદ્ધિ આવ્યા વિના જિનપૂજા તેઓ કરી શકે નહિ. શ્રેયસ સૂતકના ઘરનું ભોજન કર્યું હોય તો કેટલા દિવસ પૂજા ન થાય? આચાર્યશ્રી સૂતકવાળા ઘરના સભ્યો પણ સ્નાન કરીને શુદ્ધ થાય પછી પૂજા કરી શકે છે તો બાકીના તેમના ઘરે જમ્યા હોય એટલા માત્રથી પૂજા ન કરી શકે તેવો નિયમ તો હોય જ નહિ ને? સૂતકવાળા ઘરના સભ્યો પોતાના ઘરનું જમે છે છતાં તેમના માટે સ્નાનથી શુદ્ધ થયા બાદ પૂજાનો નિષેધ નથી તો પછી બહારની વ્યક્તિ તેના ઘરે જમે તેટલા માત્રથી તેના માટે પૂજાબંધી તો હોય જ નહિ.
Page #123
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 128 શ્રેયસ : શાસ્ત્રમાં એવું નથી આવતું કે સૂતકવાળા ઘરનું જમે તો તેને 'નિત્યકર્મની હાનિ થાય ? શ્રાવકનું નિત્યકર્તવ્ય જિનપૂજાનું છે એટલે સૂતકવાળા ઘરનું જમે તો જિનપૂજા ન થાય તેવું શાસ્ત્રવચન ન કહેવાય ? આપ કેમ પૂજાની હા પાડો છો ? આચાર્યશ્રી : ભાઈ શ્રેયસ, તને ફરીથી ઊંધુ ગોખાવ્યું લાગે છે. તું ક્યા શાસ્ત્રમાં ‘નિત્યકર્મની હાનિ થાય છે” એવું વાંચી આવ્યો? શ્રેયસ : ઉપદેશ પ્રાસાદ નામના શાસ્ત્રમાં આવી વાત આવે છે. મેં તેનું ગુજરાતી ભાષાંતર વાંચ્યું છે. આચાર્યશ્રી : ધન્યવાદ. તું શાસ્ત્રોના ગુજરાતી ભાષાંતર વાંચતો થયો તે જાણી આનંદ. હવે મને એ કહે કે ઉપદેશપ્રાસાદમાં જ્યાં સૂતકવાળા ઘરનું જમે તેને નિત્યકર્મની હાનિ થાય એમ લખ્યું છે ત્યાં નિત્યકર્મ કયા કયા છે જેની હાનિ થાય છે તે પણ બતાવ્યું જ હશે? બોલ જોઈએ, એ નિત્યકર્મ કયા કયા છે? - શ્રેયસ : સાહેબ, એવું તો કશું ત્યાં લખેલું નથી. પણ આપણને તો ખબર જ છે ને કે જે રોજ આરાધના કરતા હોય તે નિત્યકર્મ કહેવાય. આમાં જિનપૂજા ન આવી જાય? આચાર્યશ્રી : લાકડે માકડું બરાબર વળગાવી દીધું તે તો શ્રેયસ ! ઉપદેશ પ્રાસાદકારે નિત્યકર્મહાનિ લખી પણ નિત્યકર્મ કયા કયા તે ન જણાવ્યું તો તે તો તારું મગજ દોડાવીને નિત્યકર્મ શોધી પણ કાઢ્યા ! જોરદાર કહેવાય ! શ્રેયસ : કેમ સાહેબ, કઈ મારી ભૂલ થાય છે? મને તો મારા ગુરુએ આવું જ શીખવાડ્યું છે. - આચાર્યશ્રી ભૂલ જ નથી, તું ભીંત ભૂલે છે. તને જેણે શીખવાડ્યું હોય તેઓએ પણ ઉપદેશપ્રાસાદના પાઠની પૂરી તપાસ કરી નથી. હકીકતમાં આ પાઠ મૂળ સ્વરૂપે શ્રી નિર્વાણકલિકા નામના પૂ. આ. શ્રી પાદલિપ્ત સૂ. મ. ના રચેલા પ્રતિષ્ઠાકલ્પના પાછળના ભાગમાં આવેલ પ્રાયશ્ચિત્તના અધિકારમાં આવે છે. પ્રતિષ્ઠાવિધિ કરાવનાર શ્રાવક (આજની ભાષામાં વિધિકાર) જ્યારે પ્રતિષ્ઠા કરાવી રહ્યા હોય એ દરમિયાન જો સૂતકવાળા ઘરનું ભોજન ભૂલમાં લઈ લે તો એને પ્રાયશ્ચિત્ત કેટલું આવે તેની વાત લખી છે અને આ ભોજનના
Page #124
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 129. કારણે તે વિધિકારને પ્રતિષ્ઠા દરમિયાન જે વિધાન નિત્ય કરવાના હોય તેને નિત્યકર્મ કહેવામાં આવે છે તે નિત્યકર્મની હાનિ થાય છે. તું જે કલ્પના લગાવે છે તેવું કોઈ નિત્યકર્મ ત્યાં લેવાનું લખ્યું નથી. શાસ્ત્રપાઠ જો પૂરી ગીતાર્થતા સાથે વંચાય અને વિચારાય તો કલ્યાણ કરે આડેધડ ઉઠાવીને તેનો અસંગત અર્થ કરે તો એ જ શાસ્ત્ર તે વ્યક્તિ માટે વિઘાતક પણ બને માટે શ્રેયસ, તું સમજ, ભોજનના કારણે પૂજા અટકી જતી નથી. શ્રેયસ : સૂતકવાળાના ઘરનું ભોજન અભોજ્ય તો ખરું જ ને ? તેવું ભોજન લેનારો અશુદ્ધ ન બની જાય ? આવો અશુદ્ધ વ્યક્તિ સ્નાન કરે તો પણ શુદ્ધ કેવી રીતે થાય ? તેણે પૂજા બંધ કરવી જ પડે એવું નહિ? - આચાર્યશ્રી : પ્રસૂતા કે રજસ્વલા સ્ત્રીએ અડેલો આહાર વપરાય નહિ. એ અભોજ્ય જ કહેવાય. પણ કોઈએ વાપરી લીધો તો હવે તેનાથી પૂજા ન થાય એવો નિયમ તું લગાડવા જાય છે ત્યાં તારી ઉતાવળ થાય છે. કારણ કે અભોજ્ય કે અભક્ષ્ય આહાર વાપરનાર જો પૂજા ન કરી શકે તો બાવીશ અભક્ષ્યમાં અનંતકાયનું ભક્ષણ, રાત્રિભોજન, દ્વિદળભોજન વગેરે પણ ગણાવેલ છે. તારા વિચાર મુજબ તો આવું અભક્ષ્ય ભોજન કરનારાથી પૂજા થશે જ નહિ તો પછી રાત્રિભોજન કરનારા, કંદમૂળ ખાનારા દ્વિદળભોજન લેનારા બધા માટે પૂજા બંધ નહિ થાય? આજે સૂતકમાં પૂજા બંધ કરવાનો મોટેથી ઉદ્ઘોષ કરનારા મંદ સ્વરે પણ એવું નથી કહેતા કે રાત્રિભોજન - કંદમૂળ-દ્વિદળ વગેરે અભક્ષ્યભોજન કરનારાથી પૂજા ન થાય. તેનાથી શરીર અભડાઈ ગયું, આત્મા પણ અભડાયો માટે દેરાસર પણ અભડાઈ જશે. શ્રેયસ, ધ્યાન રાખજે, આ વાત રાત્રિભોજન કરવાના સમર્થનમાં નથી અને અનંતકાય ને દ્વિદળ આદિના ભક્ષણનો બચાવ કરવા માટે પણ નથી. આનાથી આત્મા મલીન બને જ છે. આ બધું છોડવું જ જોઈએ પણ જિનપૂજા સાથે એનો સંબંધ સૂતકની જેમ જોડવામાં આવતો નથી એ તો તું પણ જાણે છે. ને? હા, હવે આગળ બોલ. શ્રેયસ : સમજાયું. મારો ભ્રમ દૂર થયો. હવે ગોચરી માટે પૂછું? શાસ્ત્રમાં સૂતકવાળાના ઘરની ગોચરી વહોરવાનો તો નિષેધ કર્યો છે તો પછી સાધુથી વહોરાય ? અમારાથી વહોરાવાય ?
Page #125
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 130 આચાર્યશ્રી : આમાં સામાચારી એવી છે કે ભિક્ષાચરો જેટલા દિવસ પછી સૂતકવાળા ઘરે ભિક્ષા લેવા માટે જાય તેટલા દિવસે સાધુએ ગોચરી જવું દેશ-દેશમાં આ માટે અલગ અલગ રીવાજ હોઈ શકે છે માટે તે તે ગામ-નગરમાં જેટલા દિવસ ચાલતા હોય તેટલા દિવસનું ધ્યાન રાખવું. ખાસ કરીને આ નિયમ અજૈન ભદ્રિક પરિણામી દાતાને પોતાના શાસ્ત્ર મુજબ સૂતકમાં દાન આપવાનો નિષેધ હોવાથી તેઓને વિપરીત અસર ન થાય તે માટે છે. જેઓ જૈન છે. ઘરમાં બધી સ્પર્શાસ્પર્શની મર્યાદા પાળે છે અને કોઈને અધર્મ પમાડતો નથી તેમને સુપાત્ર દાન કરવામાં કોઈ દોષ નથી, લાભ જ છે અને આવી જગ્યાએથી ગોચરી વહોરનાર સાધુને પણ કોઈ દોષ લાગતો નથી. શ્રાવકથી સૂતકના સમયમાં બધી મર્યાદાઓ સાચવીને પણ ગુરુભગવંતને ગોચરી ન વહોરાવાય - એવું કોઈ શાસ્ત્રમાં જણાવ્યું નથી. સાધુ માટેની મર્યાદા ગીતાર્થ સાધુ ગોચરી વહોરવા નીકળે તેણે ગીતાર્થતા કામે લગાડીને ધ્યાનમાં રાખવાની છે. શ્રાવકે એમાં દોઢ - અઢી કે સાડા ત્રણ ગણું ડહાપણ કરવાનું હોય જ નહિ. - શ્રેયસ : નગરમાં નવા આવેલા સાધુએ નગરના “સૂતકથી નિરુદ્ધ ઘરો’ જાણવા આનો અર્થ શું થાય? આચાર્યશ્રી : જે ઘરોમાં તેમના શાસ્ત્ર મુજબ સૂતકસમયે દાન આપવાનો નિષેધ છે તેવા ઘરમાં નવા આવેલ અજાણ્યા સાધુ ગોચરીએ જાય તો એ ઘરના માલિકને એવું થાય કે ભિક્ષાચરોને પણ ખબર છે કે આ સમયે અમારે ત્યાં દાન અપાતું નથી આ જૈન સાધુ આટલું પણ સમજતા નથી? એમનો ધર્મ કેવો? આવી ધર્મ માટેની અપ્રીતિ ન જન્મ માટે તેવાં ઘરોને સાધુએ પહેલેથી જાણીને વર્જવાના છે, આમાં કોઈ શ્રાવકને ઉદ્દેશીને વાત નથી કરી. શ્રાવકના ઘર ક્યારેય ગુરુભગવંતને ગોચરી વહોરાવવા માટે નિરુદ્ધ હોતા જ નથી. એ તો સદાને માટે “અભંગ દ્વાર” હોય છે. પરંતુ એમાંથી જ શય્યાતર વગેરેના ઘરો હોય તો તેને તો વહોરાવવાની ભાવના હોય જ, એ ના ન પાડે કે મારું ઘર શય્યાતરનું છે હું તમને નહિ વહોરાવું. શય્યાતરનું ઘર સાધુએ નક્કી કરવાનું છે અને સાધુએ જ એની મર્યાદા પાળવાની છે. શ્રાવકે આ વાતમાં કશું જ અતિમાત્રાએ ડહાપણ કરવાનું નથી.
Page #126
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 131 શ્રેયસ, ઉપયોગપૂર્વક વહોરાવનાર શ્રાવક અને ઉપયોગપૂર્વક વહોરનાર મહાત્મા માટે ગમે તેમ વિચારવું, બોલવું કે પ્રચારનું મહાપાપ છે માટે સાવધ રહીને આવા રસ્તે ચઢી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખજે. શ્રેયસ : આવી વાતો તો મને સમજાવવામાં આવી જ નથી. અમને તો એવું શીખવ્યું કે “આ સાધુઓ તો સુવાવડીનો શીરો ખાવાના લાલચું છે. ઘરે આવે તો ના પાડી દેવાની કે તમારાથી વહોરાતું હોય તો ય અમે નહિ વહોરાવીએ.” તમે દોષમાં નહિ પડો. સારું થયું આપે મને વિસ્તારથી સમજાવ્યું. આચાર્યશ્રી : શ્રેયસ, માર્ગને વિપરીત રૂપે રજુ કરવામાં આવતો હોય તો અમે શુદ્ધ માર્ગ કયો છે તે બતાવીએ છીએ. અંગત અણછાજતા વિધાનો કરવામાં અમને જરાય રસ નથી. કોઇક આવા અયોગ્ય માર્ગે ઉતરી પડ્યો હોય તો પણ અમે તેની ભાવ દયા ચીંતવીએ છીએ. અમે તો નહિ વહોરાવીએ' એવું કહેનારાને પણ પ્રેમથી ધર્મલાભનો આશિષ આપીને પાછા વળી જઈએ છીએ. હઠાગ્રહપૂર્વક ના પાડનારના ઘરે વહોરવું જ એવું અમને ન શાત્રે શીખવ્યું છે કે ન તો અમારા ગુરુએ શીખવ્યું છે. ન વહોરાવનારાની કોઈ ચર્ચા કરવાનો પણ અમને રસ નથી. સાધુને સામે ચાલીને સહન કરવા યોગ્ય 22 પરિષદોમાં અલાભ પરિષહ તો કંઈ જ ન ગણાય. તેનાથી પણ આકરા પરિષદો સમતાથી સહન કરવાનું પરમાત્માએ ફરમાવ્યું છે. માટે આવી વાતોને જરાય મહત્ત્વ આપવાનું ન હોય. શ્રેયસ : હવે મરણ સૂતકની વાત પૂછું છું. ઘરમાં કોઈનું મરણ થયું હોય તો તો પૂજા ન જ થાય ને? આચાર્યશ્રી શ્રી સેનપ્રશ્નમાં સમાધાન છે કે જન્મ-મરણ સૂતકમાં સ્નાન કર્યા પછી પૂજા થઈ શકે છે. શ્રેયસ : પણ સાહેબ, મડદાને અડ્યા હોઈએ એટલે અશુદ્ધિ તો થાય જ ને ? તો પછી પૂજા શી રીતે થાય? આચાર્યશ્રી : મૃતકનો સ્પર્શ થવાથી અશુદ્ધિ થઈ માટે જ તો સ્નાનની જરૂર પડે છે. સ્નાન કરે એટલે મૃતકના સ્પર્શથી થયેલ અશુદ્ધિનું નિવારણ
Page #127
--------------------------------------------------------------------------
________________ 132 થઈ જાય છે માટે પછી પૂજા કરવામાં કોઈ દોષ નથી. શ્રેયસ : આવું કોઈ શાસ્ત્રમાં વિધાન મળે છે? આચાર્યશ્રી H લૌકિક અને લોકોત્તર બંને શાસ્ત્રોમાં આ વિધાન મળે છે. લૌકિકશાસ્ત્રમાં મનુસ્મૃતિ નામનું શાસ્ત્ર છે તેમાં જણાવ્યું છે કે “ચંડાળ, રજસ્વલા (M.C.વાળી) સ્ત્રી, પ્રસૂતા સ્ત્રી, મૃતક કે મૃતકને અડનાર આમાંથી કોઈનો પણ સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવાથી શુદ્ધિ થઈ જાય છે. જ્યારે આપણા શાસ્ત્રોમાં શ્રી આચાર દિનકરમાં લખ્યું છે કે “પંચેન્દ્રિય મૃતકનો સ્પર્શ કરનાર ગૃહસ્થ સ્નાન કરે એટલે શુદ્ધ થઇ જાય છે.” શ્રેયસ : આટલો સ્પષ્ટ શાસ્ત્રપાઠ છે તો પછી પૂજાની ના કેમ પાડવામાં આવે છે? આચાર્યશ્રી : આગમોમાં પણ મૂર્તિપૂજાનો ઉલ્લેખ હોવાછતાં નાપાડનારા ના પાડે જ છે ને? આપણે કોઈને અટકાવી શકીએ છીએ? જેમ મૂર્તિપૂજાને આપણે માન્ય ગણીએ છીએ. ના પાડનારાની વાત સ્વીકારતા નથી. એ જ રીતે સૂતકના નામે પૂજાની ના પાડનારાને અટકાવી ન શકીએ તોય તેમની વાતનો સ્વીકાર તો ન જ કરીએ ને ! - શ્રેયસ : એટલે તો ઘરમાં મૃત્યુ થાય તો પણ સ્નાન કરીને પૂજા થાય, બરાબર ને? આચાર્યશ્રી : હા, સ્નાન કરીને પૂજા થાય. શાસ્ત્રકારો તેમાં સંમત છે. શ્રેયસ : મૃતકને અડ્યા હોય તેનાથી પૂજા થાય? આચાર્યશ્રી : સ્નાન કરવાથી મૃતકને અડ્યાની અશુદ્ધિ દૂર થાય છે તેથી તેઓ જિનપૂજા કરી શકે છે. શ્રેયસ : સ્મશાનયાત્રામાં ગયા હોય તો પૂજા થાય? આચાર્યશ્રી : એમાં મૃતકને અડેલાઓનો સ્પર્શ થવાની સંભાવના છે તેથી સ્નાન કર્યા પછી શુદ્ધ થવાય અને પછી પૂજા કરાય. શ્રેયસ : ચિતાનો ધૂમાડો લાગ્યો હોય તો? આચાર્યશ્રી : સ્નાન કરવાથી તેની પણ શુદ્ધિ થાય છે માટે પૂજા થાય.
Page #128
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 133 શ્રેયસ : અગ્નિદાહ આપ્યો હોય તેનાથી કેટલા દિવસ પૂજા ન થાય? આચાર્યશ્રી અગ્નિદાહ આપનાર મૃતકની ખૂબ નિકટ રહેનારો બને છે તેથી ત્યાં તો બધાની સાથે સ્પર્શમાં આવવાનું બને છે. તેમાં પણ સ્નાન કર્યા બાદ શુદ્ધ થાય અને પૂજા કરી શકે. શ્રેયસ પત્ર - ફોન કે તેવા સમાચાર માધ્યમોથી સગાના મરણની જાણ થાય તો તેનાથી કેટલા દિવસ પૂજા ન થાય? આચાર્યશ્રી : મર્યાના શબ્દો કાને પડે કે મરણના સમાચાર આપતો પત્ર હાથમાં આવે તેનાથી કોઈ જ અશુદ્ધિ સર્જાતી નથી માટે તેમને તો પૂજા ન કરવાનો પ્રશ્ન જ ન ઉભો થાય. તેઓ તો રોજ કરે છે તેમ પૂજા ખુશીથી કરતા જ રહે. તેમાં કોઈ જ દોષ લાગતો નથી. શ્રેયસ : સાહેબ, પરદેશમાં સમાચાર મળે તો? આચાર્યશ્રી : શ્રેયસ, તું તો હદ કરે છે ! દેશમાં વાંધો નથી આવતો, પૂજા થઈ શકે તો પરદેશમાં તો થઈ જ શકે તેમાં પૂછવાનું હોય જ નહિ. - શ્રેયસ : સાહેબ, સમાચાર ચાર દિવસ પછી આવેતો ચાર દિવસ પૂજા કરી તેનું પાપ લાગે કે નહિ? આચાર્યશ્રી : સમાચાર સાંભળવાથી કશી જ અશુદ્ધિ થતી નથી માટે સમાચાર મળ્યા પછી પણ પૂજા થાય, તો સમાચાર મળ્યા પહેલાની પૂજાનો તો સવાલ જ ન આવે. આ બંને પૂજામાં કોઈ પાપ ન લાગે. હા, પૂજાની ના પાડે તો પાપ જરૂર લાગે. શ્રેયસ : સાહેબ, ધારો કે મરનાર વ્યક્તિ સૂતકની કટ્ટર હિમાયતી હોય. પૂજા ન જ થાય તેવું હઠ પૂર્વક માનતી હોય અને એ મરતા પહેલા જો કડક સૂચના કરીને જાય કે મારા મર્યા બાદ અમુક દિવસ સુધી કોઈએ પૂજા ન કરવી તો એમનું માનીને જેઓ પૂજા છોડી દે તેનું પાપ એ મરનારને લાગે? આચાર્યશ્રી : શ્રેયસ, તું તો બહું બટકબોલો થઈ ગયો છે. આવું કહીને કોઈ મર્યો હોય તેવું તારી જાણમાં છે કે સંભાવના રૂપે પૂછે છે? એ જે હોય તે. ખરેખર તું પૂછે છે તેવું જ હોય તો આવું કહીને જનારને પૂજા બંધ કરાવવાનું પાપ ચોક્કસ લાગે. આગળ વધીને કહું તો એ વ્યક્તિના કહેવા મુજબ કદાચ
Page #129
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 134 પાછળવાળા પૂજા ન પણ છોડે તોય પૂજા બંધ કરાવવાની દુર્ભાવના અને દુર્વચનનું પાપ તે વ્યક્તિને બંધાય જ. માટે આવા અહિતકર માર્ગે કોઈએ જવા જેવું નથી. શ્રેયસ : હવે સાહેબ, આથી વિપરીત વિચારીએ. કોઈ વ્યક્તિ મરણ સૂતકના નામે પૂજા બંધ કરવામાં જરાય માનતા નથી. માટે તેવી કોઈને સૂચના આપી જતા નથી. ઉપરથી એમ કહી જાય કે આયુષ્ય પૂરું થશે એટલે મારું મૃત્યુ થવાનું જ છે જયારે પણ મારું મરણ થાય ત્યારે કોઈએ જિનપૂજાનો ત્યાગ કરવો નહિ. આમ છતાં પાછળવાળા પોતાના હઠાગ્રહના કારણે જિનપૂજા છોડી દે તો તેનું પાપ એ મરનાર વ્યક્તિને લાગે કે નહિ? આચાર્યશ્રી : શ્રેયસ, તું જે રીતે પૂછે તેવું જ જો બને તો તે વ્યકિત જિનપૂજા છોડવાની ના જ કહે છે, જિનપૂજા ચાલુ રાખવાની ભાવના રાખે છે માટે તેમને નિમિત્ત બનાવીને પાછળવાળા પૂજા છોડી દે તો તેનું પાપ એ વ્યકિતને જરાય ન લાગે. પાછળવાળાને પોતાના ખોટા હઠાગ્રહને કારણે જરૂર જિનપૂજા છોડી દેવાનું પાપ લાગે. - શ્રેયસ : સાહેબ, હવે મુદ્દાની વાત. આટલી પ્રશ્નોત્તરીથી મને સમજાયું છે કે મરણસૂતકના નામે જિનપૂજા છોડી દેવાની નથી. પણ હવે પ્રશ્ન નવો ઉભો થાય છે. સ્મશાનેથી આવ્યા બાદ સ્નાન કરીને પૂજા કરવા જઈએ તો દેરાસરમાં આવેલા અમને પૂજા કરવાની ના પાડે ત્યારે શું કરવું? ક્યારેક ટ્રસ્ટીઓ પોતાની મનમાની ચલાવીને અટકાવે તો ? - આચાર્યશ્રી સામી વ્યક્તિ સરળ હોય તો સમજાવવી, હઠાગ્રહી જણાય તો ચર્ચામાં ઉતરવાથી કોઈ લાભ ન થાય. આપણે આપણી પૂજાનો રસ્તો કરી લેવો. બોલબોલ કરનારા કદી અટકવાના નથી. આ લોકોને તમે જેમ બોલો તેમ વધુ જોમ ચઢશે. માટે એવું લાગે તો તેવી હઠાગ્રહી જગ્યા છોડીને બીજે દેરાસરે પૂજા કરી દેવી. શ્રેયસ, જો તું ઘરદેરાસર બનાવીશ તો આવો પ્રશ્ન જ ઉપસ્થિત નહિ થાય. વિધિ મુજબ જ્યારે પણ તારે જિનપૂજા આદિ કરવું હોય તે આરામથી કરી શકીશ.
Page #130
--------------------------------------------------------------------------
________________ 135 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કોઈની કનડગત તને નહિ નડે. શ્રેયસ : જન્મ સૂતકના નામે પણ દેરાસરમાં આવું જ બને તો શું કરવું? આચાર્યશ્રી : મરણ સૂતક માટે તને જે જણાવ્યું તે રીતે રસ્તો કરવો. જિનપૂજામાં અંતરાય કરનારા આડા આવે તો તેમની સાથે ઝઘડો કરવાનો નથી પણ સાથે તારી પૂજા પણ અટકાવવાની નથી. શ્રેયસ : મેં સાંભળ્યું છે કે સૂતકનો આખો વિવાદ પૂ. આ. શ્રી રામચંદ્ર સૂ. મ.એ શરુ કર્યો છે. તપાગચ્છ તો સૂતકમાં પૂજા કરતો જ ન હતો. બધી ધમાલ એમના કારણે ઉભી થઈ છે. જે શબ્દોમાં મને જણાવ્યું છે તે શબ્દો તો અહીં બોલી શકાય તેમ નથી. શું આ વાત સાચી છે ? આચાર્યશ્રી : પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા તો હજી સો વર્ષથી થોડા વધારે વર્ષ પહેલા થયા. સૂતકનો આ પ્રશ્ન અકબર બાદશાહના સમય જેટલો પુરાણો છે. તે સમયે તપાગચ્છાધિપતિ પૂ. આ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા અને તેઓશ્રીના પટ્ટધર તપાગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય સેનસૂરીશ્વરજી મહારાજાને સૂતક બાબતમાં પ્રશ્ન કરવામાં આવેલો. અને તેઓશ્રીએ તેનો જવાબ આપેલો એટલા માટે જેઓ “પૂ. આ. શ્રી રામચન્દ્ર સૂ. માએ સૂતકનો નવો વિવાદ ઉભો કર્યો’ એમ કહે છે તેઓ ભયંકર જુઠાણું ચલાવે છે. ખરેખર સૂતકનો વિવાદ ચાર સદી પહેલા તપાગચ્છ-ખરતરગચ્છ વચ્ચે હતો. તેમાં ખરતરગચ્છ એવું માનતો હતો કે જેના ઘરે સંતાનનો જન્મ થાય તે ઘરના પાણીથી જિનપૂજા ન થાય. જ્યારે તપાગચ્છ સ્નાન કર્યા પછી સૂતકમાં પૂજા થઈ શકે તેવું માનતો હતો. શ્રી હીરપ્રશ્ન શ્રી સેનપ્રશ્ન, પ્રશ્નોત્તર ચત્વારિંશત્ શતક, તપા-ખરતરભેદ વગેરે ગ્રંથો-પુસ્તકો જોતા આ ઇતિહાસ સ્પષ્ટ જોવા મળે છે. આ ઇતિહાસનું અધ્યયન કરનારને તરત જ સમજાશે કે આજથી ચાર સદી પહેલાના સમયમાં સૂતકમાં જિનપૂજા ન થાય તેવું ખરતરગચ્છવાળા માનતા હતા અને ત્યારે તપાગચ્છવાળા સ્નાન કરીને સૂતકમાં પૂજા થાય તેવું માનતા હતા. આજે તપાગચ્છવાળા ખરતરગચ્છની માન્યતા તેમના કરતા પણ વધુ ઝનૂનથી પકડીને તપાગચ્છની માન્યતાને
Page #131
--------------------------------------------------------------------------
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 136 ઠુકરાવી રહ્યા છે અને ખરતરગચ્છની એ માન્યતા તપાગચ્છની પરંપરા છે' એવો તદન પાયા વિનાનો અસત્ય પ્રચાર કરે છે. વધુ આશ્ચર્ય તો એ છે કે તપાગચ્છની સૂતકમાં પણ સ્નાન કરીને પૂજા કરવાની પરંપરાને ઇતિહાસના આધાર સાથે રજુ કરનારા તપાગચ્છના તાજ પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાને નવો મત શરું કરનારા કહીને વગોવે છે. આ તો સ્પષ્ટ “અભ્યાખ્યાન' નામનું તેરમું પાપ આચરી રહ્યા છે. આનો અમને ખેદ જરૂર છે પણ તેઓ ઉપર પણ અમારી તો ભાવકરુણા જ છે. શ્રેયસ સાહેબ, મોટો ઉપકાર કર્યો ! મને સાવ જ વિપરીત માર્ગે ઢસડી ગયા હતા. તેમાં આપે સાચો બોધ આપ્યો. હવે હું સૂતકના નામે ધર્મ છોડી દેવાના માર્ગને છોડી દઉં છું.