________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 15. લખી જ છે : રજસ્વલા - પ્રસૂતા સ્ત્રીને અડી જનારો જો સ્નાન (માથાબોળ) કરી લે તો શુદ્ધ થઈ જાય છે. આ રીતે શુદ્ધ થયેલ વ્યક્તિ ક્યાંય ઘરમાં અડ્યા વિના સલામત જગ્યાએ રાખેલ પૂજાના વસ્ત્ર, પૂજાની સામગ્રીથી જિનપૂજા અવશ્ય કરી શકે. ઘરમાં કોઈ અંતરાયવાળા થાય, ઘરમાં પ્રસૂતિવાળા બેન હોય એટલે “હવે પૂજા કરવી નહિ” આવી ભ્રમણા વર્તમાનમાં કદાગ્રહ બનીને ફેલાઈ રહી છે તે, મર્યાદાપાલન નષ્ટ થઈ રહ્યું છે તેની જેમ જ જોખમી છે, અપેક્ષાએ વધુ જોખમી છે તે સૌએ સ્વીકારવું પડે તેવું છે. ‘પ્રસૂતા સ્ત્રીને અડનાર, મૃતકને અડનાર અને મૃતકને અડેલાને અડેલા હોય તેવા માણસને અડનાર સ્નાનમાત્રથી જ શુદ્ધ થઈ જાય છે એવું સ્પષ્ટ શબ્દોમાં “મનુસ્મૃતિ'માં લખવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં બધે સૂતકને લૌકિક કહ્યું છે. જ્યારે લૌકિક માન્યતા જ આવી છે ત્યારે આપણાથી “સ્નાન પછી પણ અશુદ્ધિ રહે તેવી શાસ્ત્રાધાર વિનાની માન્યતાને કોઈ પણ રીતે સ્વીકારી શકાય નહિ. “સૂતકમાં સ્નાન કર્યા પછી પૂજા થઈ શકે છે એવી શાસ્ત્રીય વાત રજૂ કરનારા અને તે મુજબ આરાધના કરનારાને કશું પાપ લાગતું નથી. છતાં તે બધા ઉપર “દેરાસર અભડાવી રહ્યા છે, જિનપ્રતિમાને અભડાવી રહ્યા છે' એવો અસત્ય આક્ષેપ કરવામાં આવે તો આવો આક્ષેપ કરનારને તેરમું અભ્યાખ્યાન' નામનું પાપ અવશ્ય લાગે. કારણ કે સૂતકમાં સ્નાન કર્યા પછી પણ અશુદ્ધિ રહે એવી માન્યતાને જૈનશાસ્ત્રોનો ટેકો તો નથી જ, મનુસ્મૃતિ જેવું લૌકિક શાસ્ત્ર પણ એને ટેકો આપતું નથી. આટલી સ્પષ્ટ વાત હોવા છતાં સૂતકની બૂમાબૂમ કરીને શ્રાવકોની શ્રી જિનપૂજામાં અંતરાય કરવામાં આવે તો તેવા મૂર્તિપૂજકો, શ્રી જિનપૂજાના અનુષ્ઠાનને સ્થાનકવાસીઓ કરતા પણ વધુ નુકશાન કરી રહ્યા છે તેવું સૌને સમજાશે. કારણ કે સ્થાનકવાસીઓ તો પ્રગટપણે શ્રી જિનપૂજાના વિરોધી હોવાથી લોકો તેમની વાત એકદમ માની ન લે. જ્યારે મૂર્તિપૂજક થઇને કેટલાક તપાગચ્છવાળા પણ, ખરતરગચ્છવાળાની સાથે શાસ્ત્રીય નિષેધ ન હોવા છતાં સૂતકના નામે શ્રી જિનપૂજા બંધ કરાવી રહ્યા હોવાથી લોકો ભ્રમણામાં અટવાય છે અને