________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ હાથે ગ્રહણ કરવામાં દોષ નથી એવું સ્પષ્ટ વિધાન છે. જ્યારે ખરતરગચ્છની માન્યતા મુજબ સૂતકીના ઘરના પાણીથી દેવપૂજા કરવી શુદ્ધ ન કહેવાય એવું તેમના ગ્રંથોમાં છે. બોલો, હવે? લૌકિકોમાંથી સૂતકની વાત આવી છે તેઓ જેને દોષ માનતા નથી તેવી જ વસ્તુમાં જૈનધર્મ માટે દોષ લાગે તેવું વિધાન કરવું જરાય યોગ્ય કહેવાય ? ખૂબ જ મધ્યસ્થ બુદ્ધિથી વિચારવા જેવી વાત છે. મારી માન્યતા કે તારી માન્યતાની વાત છોડો. વસ્તુતત્ત્વ શું છે તે વિચારો તો ક્યાંય હઠાગ્રહ કરવાનો રહે નહિ. એક બીજી વાત પર પણ ખાસ ધ્યાન આપજો . ઉપર જણાવી ગયા તે મુજબ ‘નિર્ણયસિંધુ' ગ્રંથમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “વ્રતવાળાને વ્રતમાં દૂષણ લાગતું નથી.” લૌકિકો તેમના વ્રતધારીઓને સૂતકના દિવસોમાં પણ વ્રત પાળવાનું ચાલુ રાખવા જણાવે છે. સૂતકના નામે લીધેલા વ્રતને છોડી દેવાનું કહેતા નથી. આપણા ધર્મ મુજબ વિચારો તો શ્રાવકને નિત્ય શ્રીજિનપૂજા કરવાનો નિયમ ગ્રહણ કરવાનો છે. શ્રાવકોની ચર્યાને વર્ણવતો શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ નામનો ગ્રંથ સમગ્ર તપાગચ્છનો માન્ય ગ્રંથ છે. તેમાં શ્રાવકે દિવસે, રાતે, પર્વદિને, ચાતુર્માસમાં, વર્ષમાં અને સમગ્ર જીવનમાં શું શું કરવું જોઈએ તેનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. આ ગ્રંથરત્નમાં પૂ. આ. શ્રી રત્નશેખર સૂ.મ.એ સદીઓ પૂર્વે ફરમાવ્યું છે કે ___ "नित्यं यथाशक्ति त्रिर्द्विः सकृद्वा जिनपूजा, जिनदर्शनं, संपूर्णदेववंदनं, चैत्यवंदना वा कार्येति नियम्यम् / " “હંમેશા યથાશક્તિ ત્રણવાર, બેવાર કે એકવાર શ્રીજિનપૂજા, શ્રી જિનદર્શન, સંપૂર્ણ દેવવંદન કે ચૈત્યવંદન કરવું એ પ્રમાણે શ્રાવકે નિયમ કરવો જોઈએ.” આ શાસ્ત્રાજ્ઞા મુજબ દરેક શ્રાવકે “હંમેશા શ્રી જિનપૂજા કરવી એવો નિયમ ગ્રહણ કરવાનો છે જ. શ્રાવકનું આ એક વ્રત થયું, નિયમ થયો. લૌકિકો પણ વ્રતવાળા ધાર્મિકોને સૂતક પાળવાની આજ્ઞા કરતા નથી. તેમનું વ્રત પાળવા દે છે. જ્યારે આપણે ત્યાં નિયમપૂર્વક કરવાના શ્રી જિનપૂજાના