________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કર્તવ્યને સૂતકના નામે બંધ કરાવવામાં આવે છે. કદાચ શ્રાવકો શાસ્ત્રજ્ઞા મુજબ જિનપૂજાનો નિયમ લેવાનું ભૂલતા હોય તો યાદ કરાવીને તેવા નિયમમાં શ્રાવકોને જોડવા જોઈએ તેના બદલે સૂતકના નામે જિનપૂજાનો પ્રતિબંધ ઠોકી દેવો કોઈ પણ રીતે ઉચિત ન કહેવાય. ગરબડ તો કેવી ચાલી છે તે જુઓ : લૌકિકો પણ સૂતકીના ઘરમાં રહેલા પાણી વગેરેને સૂતકી (માતા)ના હાથે ગ્રહણ કરવાની ના પાડે છે. પોતાની જાતે કે બીજાના હાથે લેવામાં દોષ માનતા નથી. આવી માન્યતા ધરાવતા લૌકિકોથી પણ આગળ વધીને આપણે ત્યાં ઘણા ઉત્સાહી ઉપદેશકો સૂતકીનાં ઘરનાં પાણી આદિને અસ્પૃશ્ય ગણાવીને તેનાથી શ્રી જિનપૂજા કરવાનો પ્રતિબંધ ફરમાવે છે. કેવી અજ્ઞાનતાભરી જડતા ! આ હકીકતમાં તો ખરતરગચ્છનો મત છે. લૌકિકો પણ જેનો સ્વીકાર કરતા નથી તેવા ખરતરગચ્છના આ મતને તપાગચ્છ માન્ય રાખ્યો નથી તેની વાત આગળના શાસ્ત્રપાઠોમાં સ્પષ્ટ થશે. એ જ રીતે “ધર્મસિંધુ'માં જણાવ્યા મુજબ “દશ દિવસ સુધી સૂતિકા(માતા)ને સ્પર્શાસ્પર્શની મર્યાદા પાળવાની છે.” “સેનપ્રશ્નમાં આ જ મર્યાદા બતાવી છે છતાં આજે પ્રસૂતા સ્ત્રીને દશ દિવસથી આગળ વધીને 20-30-40 દિવસો સુધી સ્પર્શની - અડાઅડીની મર્યાદા પળાવે છે. એટલું જ નહિ આપણા સૂતકવાદીઓ તો સૂતિકા (માતા) સિવાયના ઘરના બાકીના સભ્યો પાસે પણ દશ દશ દિવસ સુધી તેઓ પણ અસ્પૃશ્ય હોય તે રીતે શ્રી જિનપૂજા બંધ કરાવે છે. સૂતિકા (માતા)નો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરીને શુદ્ધ થવાનું વિધાન લૌકિકો કરે છે. આપણે ત્યાં સૂતિકાને અડી ગયેલા માણસો સ્નાન કરી લે તોય તેમને શુદ્ધ માનવાનો પેલા સૂતકવાદીઓ ધરાર ઇન્કાર કરે છે. આવી ખોટી માન્યતા ન તો લૌકિક શાસ્ત્રમાં છે, ન તો લોકોત્તર શાસ્ત્રમાં છે. આવી મનઘડંત માન્યતા ઉપદેશનારા, પ્રચારનારા કે તે મુજબ આચરનારા : આમાંથી કોઈનું ય કલ્યાણ ન થાય. શાસ્ત્રાજ્ઞા મુજબ સૂતક સમયે પણ સ્નાનથી પવિત્ર બનીને જિનપૂજા કરનારો શ્રાવક પોતાનું આત્મકલ્યાણ સાધે છે. લૌકિકશાસ્ત્રનો પણ જો વ્યવસ્થિત વિચાર કરવામાં