________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 107 શ્રી શ્રાદ્ધવિધિના પાઠથી સિદ્ધ થાય છે. પરંતુ ‘પ્રસૂતા બહેન સિવાય બાકીના ઘરના સભ્યો પૂજા કરે તો ભગવાન અભડાય જાય” એવો મત મુનિશ્રીનો પોતાના ઘરનો છે, જૈન શાસ્ત્રોનો એવો મત નથી. એ જ રીતે એમ.સી. વાળી બહેનના પડછાયા વગેરેથી પાપડ વડી બગડે છે-એવું માનનારાય, પ્રસૂતાબહેન કે એમ.સી.વાળા બહેન સિવાયના સૂતકવાળા ઘરના અન્ય સભ્યોના પડછાયાથી પાપડ કે વડી કશુંય બગડતું હોય એમ માનતા નથી. પછી પ્રતિમા બગડવાની તો વાત જ નથી. આવા મો-માથા વિનાના તરંગોથી મગજ બગડે-એમ સમજવામાં કોઈ બાધ નડતો નથી. પોતાના આવા તરંગને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવાની ધૂનમાં પૃ. 78 ઉપર લખે છે કે એક સત્ય હકીકતથી તને સમજાવું - એક ફલૅટમાં એક વ્યક્તિનું ખૂન થયું. ખૂન થતાં જ રૂમની દીવાલ-ગાદલા ઓસીકાંનાં કવરો વગેરે લોહીથી ખરડાયાં. કોઈને પણ આ ખૂનની ગંધ સુદ્ધાં ન આવે તે હેતુથી દીવાલ-ગાદલાં વિ.નાં કવરો બધુ જ સાબુથી બરોબર સાફ કરવામાં આવ્યું. ક્યાંય આછી છાંટ પણ ન દેખાય એની પૂરેપૂરી તકેદારી રાખી હતી. છતાં કેટલાક (પ્રાયઃ 3-4) દિવસ બાદ સામાન્ય શક જતાં પોલીસ તંત્રે એ જ રૂમની દીવાલ-ગાદલાં-ઓશીકાંનાં કવરો પર રાસાયણિક દ્રવ્ય છાંટ્યું. આ રાસાયણિક દ્રવ્ય સ્પર્શતા જ એ દીવાલ વગેરે પર લોહીના ડાઘ ઊપસવા લાગ્યા. તાત્પર્યાર્થ એ શ્રેયસ્ ! કે સાબુ વગેરેથી ઘસી ઘસીને બરાબર સાફ કરવા છતાં કેટલાય દિવસ સુધી તે લોહીના પુદ્ગલ દ્રવ્ય સાફ ન થયા. તો શું સૂતકના વિષયમાં પણ કાળ પાક્યા વગર સ્નાનમાત્રથી આવાં અશુચિમય પુદ્ગલ દ્રવ્યો સાફ થાય ખરા? બીજી વાત જે સ્થળ પર બહેનો (સ્ત્રીઓ) બેસેલ હોય - તે સ્થળ પર પુરુષે બે ઘડી બેસાય નહિ. આ વાત શાસ્ત્રીય છે. તો કોઈ પરમાત્માનો અનુયાયી એમ કહી શકશે કે એ જગ્યા ધોયા પછી એના પર બેસી શકાય ? નહીં જ. ગમે તેટલું ધુવો ને..... એ પરમાણુ-પુગલોનો પ્રભાવ અમુક