________________ 48 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ પૂજા, અહમ્ મૂર્તિનો ન્યાસ, સિદ્ધાદિ મૂર્તિનો ન્યાસ, જ્ઞાનશક્તિ આદિ સહિત અહન મૂર્તિનો ન્યાસ, વિદ્યાદેહનો ન્યાસ, આહ્વાન આદિ મુદ્રાઓ બતાવવી, દેવરચનાવિધિ, પંચપરમેષ્ઠિમંત્ર પૂજા, આરતી, મંગલદીવો, ત્રણ પ્રકારનો જાપ, યૌગિક ધ્યાન, મંત્ર પૂજા, અષ્ટમૂર્તિપૂજા, ગૃહદેવતાપૂજા, બલિવિધાન.” આ નિત્યકર્મવિધિ જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે પ્રતિષ્ઠાવિધિ કરાવનારને આ કર્તવ્ય કરાવવાનું હોય છે. સૂતકીજનના સ્પર્શ વગેરેથી આ નિત્યકર્મની હાનિ થાય છે ત્યારે ઉપર જણાવ્યા મુજબ તેણે પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. સામાન્ય રીતે શ્રી જિનપૂજા વગેરે શ્રાવકોનું નિત્યકર્તવ્ય છે તેને નિત્યકર્મવિધિથી લેવાનું નથી. પ્રતિષ્ઠાવિધિના સમયે પાળવાના વિશેષ નિયમો દૈનિક વિધિમાં લગાવવાના ન હોય. એટલે આજે શ્રી નિર્વાણકલિકાના પાઠને છૂપાવીને, શ્રી ઉપદેશપ્રાસાદગ્રંથના નામે, “સૂતકવાળાથી શ્રી જિનપૂજા ન થાય એમ કહીને અનેક દિવસો સુધી શ્રાવકોનાં નિત્યકર્તવ્ય સ્વરૂપ શ્રી જિનપૂજાના પવિત્ર કર્તવ્યમાં અંતરાય કરવામાં આવે છે તે સ્પષ્ટ પાપકૃત્ય છે. શાસ્ત્રના નામે ખોટી રીતે શ્રી જિનપૂજામાં અંતરાય કરવાનું કૃત્ય સર્જન માણસ પણ ન કરે ત્યારે સાધુથી તો આવા પાપ કૃત્યનો વિચાર પણ ન થાય. આમ છતાં સાધુ આવું અપકૃત્ય કરતો દેખાય ત્યારે તેમની ભાવકરુણા ચિંતવવા સિવાય બીજો ઉપાય રહેતો નથી. ફક્ત શ્રાવકો આવા લોકોની અધૂરી અને છેતરનારી વાતોથી ભ્રમિત થઈને શ્રી જિનપૂજાના પવિત્રમાર્ગને છોડી ન દે એ માટે આ બધી ચોખવટ કરવામાં આવે છે. શ્રી ઉપદેશ પ્રાસાદ અને શ્રી નિર્વાણકલિકામાં જણાવેલ નિત્યકર્મની હાનિ અને શ્રાવકોની નિત્યકર્તવ્યસ્વરૂપ શ્રી જિનપૂજા બંને અલગ છે. આ વાત ઉપરની વિચારણામાં સ્પષ્ટ થાય છે. નિત્યકર્મની હાનિનો અર્થ આ રીતે સ્પષ્ટ થયો. કોઈ પણ વ્યક્તિ એવી ગેરસમજ ન કરે કે અહીં પ્રસૂતા સ્ત્રીએ સ્પર્શેલો આહાર લેવાની છૂટ છે. હકીકતમાં પ્રસૂતિ પછી દશ દિવસ સુધી પ્રસૂતા સ્ત્રીએ ઘરમાં ક્યાંય અડવાનું નથી. એને જે જોઈએ તે બીજા પાસેથી અધ્ધર લઈ લે. આખા ઘરે દશ દિવસના સ્નાનથી પ્રસૂતા સ્ત્રી શુદ્ધ ન થાય ત્યાં સુધી M.C. ના ત્રણ