________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ વિના ભોજન કરીને ઉપવાસ સાથે એક હજાર મંત્રનો જાપ કરવો. ઇચ્છાથી (ભોજન કર્યું હોય, તો ત્રણ ઉપવાસ કરીને મૂલમંત્રનો ત્રણ હજાર જાપ કરવો. પોતાના સંબંધીનાં જન્મ-મરણનાં સૂતકમાં સૂતકીજનનો (સૂતકીજન એટલે બાળકના માતા-પિતા. તેમાંય પિતા તો સ્નાન કરવા માત્રથી શુદ્ધ થઈ જાય છે, આ વાત આપણે “મનુસ્મૃતિ'ની વાતમાં જોઈ ગયા માટે સૂતકીજનથી બાળકની માતા લેવી તેનો) સંસ્પર્શ કરીને છોડીને) જૂદી રસોઈપૂર્વક જમવું, નહિ તો નિત્ય (કર્મ)ની હાનિ થાય છે. હવે જન્મ-મરણના સૂતકમાં સુધર્મમાં રહેલા, ક્રિયાનુષ્ઠાનમાં તત્પર, જ્ઞાની અને વ્રતધારી આત્માએ નિત્યકર્મની ક્ષતિ ન કરવી જોઈએ અને જો નિત્યકર્મ પ્રમાદથી ન થાય અથવા સૂતકીજનથી સંસૃષ્ટ કે સંસ્કૃષ્ટ આહાર કરવાથી ન થાય ત્યારે તેણે ઉપવાસ કરી એક હજાર વાર મંત્રનો જાપ કરવો. ઇચ્છાથી જો આવું થયું હોય તો પ્રાયશ્ચિત્ત ત્રણ ગણું સમજવું. દિવસ સંબંધી દેવાર્ચન આદિ નિત્યકર્મનો લોપ થાય (એટલે કે ન થાય) તો મૂલમંત્રનો દશ હજાર જાપ કરવો. અથવા તો ઉપવાસ કરીને સોવાર જાપ કરવો. આ પ્રાયશ્ચિત્તવિધિ છે.” ઉપર આપેલ શ્રી ઉપદેશપ્રાસાદ અને શ્રી નિર્વાણકલિકાનો પાઠ થોડાક શાબ્દિક તફાવત સિવાય સમાન છે. આ બંને ગ્રંથમાંથી શ્રી નિર્વાણકલિકા ગ્રંથ વધુ પ્રાચીન છે. આ બંનેમાં “સૂતકીજનનો સ્પર્શ ન કરવો, તેણે બનાવેલો કે સ્પર્શેલો આહાર ન કરવો વગેરે નિયમ પાળવામાં ન આવે તો નિત્યકર્મની હાનિ થવાનું જણાવ્યું છે. અહીં કયા નિત્યકર્મની હાનિ થાય છે તેનો જવાબ શ્રી નિર્વાણકલિકા ગ્રંથમાં મળે છે. આ ગ્રંથમાં સૌથી પહેલું જ પ્રકરણ નિત્યકર્મવિધિ’નું છે. શ્રી નિર્વાણકલિકામાં દર્શાવેલ નિત્યકર્મવિધિ આ પ્રમાણે છે : - “નિત્યકર્મવિધિ : ઉપાસકની દેહશુદ્ધિ, દ્વારપૂજા, પૂજાગૃહમાં પ્રવેશ, ભૌમાદિ વિદનનો નિરાસ, આસનપૂજા, પૂજાગૃહનું સંરક્ષણ, બે પ્રકારનો કરવાસ, ભૂતશુદ્ધિ, મંત્રસ્નાન, ત્રણ પ્રકારનો અંગન્યાસ, મંત્રમય કવચ, પાંચ પ્રકારની શુદ્ધિ, સ્થાનશુદ્ધિ, આત્માભિષેક, આત્મશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, મંત્રશુદ્ધિ, દેવશુદ્ધિ, સામાન્યથી દેવપૂજા, ગુરુપૂજા, ચતુર્મુખદિવ્ય સિંહાસનની