________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ થયો કહેવાય. ધર્મ કરવા જતાં પાપ લાગી જાય. અને જો સૂતકમાં પૂજા થઈ શકતી હોય અને પ્રતિબંધની વાતો સાંભળીને છોડી દઈએ તો પણ ખોટનો ધંધો થાય. માટે આમાં સાચું શું તે તપાસવું અનિવાર્ય બને છે. આગમો, ગ્રંથો અને ઇતિહાસ સૂતક અંગે શું ફરમાવે છે તે જોઈએ તો જ સાચી ખબર પડે. સૌથી પ્રાચીન આગમો છે. આગમોમાં જયાં જયાં “સૂતક શબ્દ વપરાયો છે ત્યાં ત્યાં અચૂક “લૌકિક' શબ્દ પણ વપરાયો છે. આપણે ત્યાં પ્રસિદ્ધ છે કે લોકોત્તર એટલે જિનશાસનનું, લૌકિક એટલે લોકોમાં ચાલતું, જિનશાસનનું નહિ. આવા સ્પષ્ટભેદ દેવ-ગુરુ-ધર્મ વગેરે તત્ત્વો માટે શાસ્ત્રોમાં ઠેરઠેર લખવામાં આવ્યા છે. આગમ આદિ શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ગોચરી જવાની વિધિ બતાવી અને તેમાં કયા કુળોમાં ગોચરી ન જવું તેનું વર્ણન કરતી વખતે લોકોત્તર કુળોની વાત કર્યા પછી લૌકિકકુળોની વાત કરી તેમાં સૂતક સંબંધી કુળોની વાત કરી છે. એટલે સમગ્ર વિષય સાધુ-સાધ્વી ભગવંતોની ગોચરી માટેનો છે. શ્રાવક માટેની જિનપૂજાના કર્તવ્ય માટે સૂતકકુળોના સભ્યોએ સૂતકમાં જિનપૂજા ન કરવી એવું આગમોમાં ક્યાંય લખ્યું નથી. શ્રી ઓશનિયુક્તિ, શ્રી વ્યવહારભાષ્યવૃત્તિ, શ્રી દશવૈકાલિક સૂત્ર ટીકા - ચૂર્ણિ, વગેરે આગમોમાં ગોચરી વહોરવાના વિષયમાં સૂતકકુળોને લૌકિકકુલો તરીકે ઓળખાવ્યા છે. કોઈ શાસ્ત્રમાં લોકોત્તરકુલોની ગણનામાં સૂતકકુળોને ગણાવ્યા નથી માટે સૂતકને લૌકિક જ કહેવાય, લોકોત્તર ન કહેવાય. શાસ્ત્રકારોએ આ રીતે સૂતકને લૌકિક તરીકે ઓળખાવ્યું હોવા છતાં સૂતકને લોકોત્તર બનાવી દેવા માટે “જૈન સૂતક' નામનું નવું તૂત આજે ચલાવવામાં આવી રહ્યું છે. જૈન સૂતક નામની કોઈ વાત આપણા કોઈ આગમશાસ્ત્રોમાં લખવામાં આવી નથી. આજે જૈન શબ્દ લગાડીને અનેક અભક્ષ્યપદાર્થો જૈનોના પેટમાં પહોંચાડવાનું દૂષણ વ્યાપક બની રહ્યું છે. એ જ રીતે સૂતકને જૈન શબ્દ લગાડીને જૈનોની જિનપૂજામાં અંતરાય કરવાનું દૂષણ પણ વ્યાપક બનતું જાય છે. કાંદા વગેરે અભક્ષ્ય પદાર્થોને “જૈન” શબ્દ લગાડી દેવાથી જેમ તે કાંદા વગેરે પદાર્થો ભક્ષ્ય બની ન જાય તેમ લૌકિક