________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ગુરુદેવની શૈલીમાં જ ઉત્તર આપ્યો છે : “શાસ્ત્રમાં નિષેધ જાણ્યો નથી. આ શબ્દો માટે હીરપ્રશ્ન જેવી દલીલ કરવામાં આવે તો તેનો ઉત્તર ત્યાં આપ્યો છે તે જ ઉત્તર અહીં પણ લાગુ પડશે. આ સમાધાનમાં “સૂતકમાં સ્નાન પછી પૂજાનો નિષેધ ન હોવાનું સ્પષ્ટ સમજાય તેવું છે. અગાઉ મનુસ્મૃતિમાં પણ આપણે જોઈ ગયા કે “સૂતિકા સ્ત્રી, અને મૃતકને સ્પર્શ કરનારા જ્ઞાનમાત્રથી શુદ્ધ થઈ જાય છે. એ જ રીતે “જન્મનું સૂતક કેવળ માતાપિતાને હોય છે. તેમાં માતા દશ દિવસે અને પિતાને તો સ્નાનથી જ શુદ્ધિ થઈ જાય છે.” શ્રી સેનપ્રશ્નના આ સમાધાનથી ‘સૂતકમાં સ્નાન પછી પૂજાની છૂટ મળી જાય છે. એથી વ્યથિત બનેલા માણસોએ “સેનપ્રશ્ન”ના “સ્નાન” શબ્દથી ‘દશ દિવસ પછીનું સ્નાન લેવાનું એક નવું ગતકડું ચલાવ્યું છે. એના માટે દસુઠણ” શબ્દને શોધી કાઢવાની ખૂબ મહેનત કરવામાં આવી પણ ખેદ સાથે જણાવવું પડે છે કે તેમની મહેનત એળે જાય છે. કારણ કે તેઓ જણાવે છે તે “દસુઠણ'નું સ્નાન તો પ્રસૂતા સ્ત્રી કરે છે. એ સ્નાન ઘરના બીજા સભ્યોને કરવાનું હોતું જ નથી. એ સ્નાનથી શુદ્ધ થાય તો પ્રસૂતિથી અશુદ્ધ બનેલ પ્રસૂતા સ્ત્રી શુદ્ધ થાય, પછી તે પ્રસૂતા સ્ત્રી ઘરમાં અડે-કરે તો અશુદ્ધિ રહેતી નથી. પરંતુ જેમને પ્રસૂતિ થઈ નથી તેવા ઘરના બીજા સભ્યો તો અશુદ્ધ બન્યા જ નથી એટલે પ્રસૂતા સ્ત્રીના સ્નાનથી ઘરના સભ્યો શુદ્ધ થાય એ વાત તો કેમ માની શકાય ? સ્નાન કોક કરે અને શુદ્ધ બીજા થઈ જાય એ કેમ બને ! આ તો ખાય કો’ક અને બીજો માણસ ઓડકાર ખાય તેવી વાત થઈ ! માતાપિતા સિવાય જન્મનું સૂતક બીજાને લાગતું નથી. એ વાત તો “મનુસ્મૃતિ જેવું લૌકિક શાસ્ત્ર પણ માને છે તો પછી લોકોત્તર શાસ્ત્રને માનનારા જૈનો શ્રી સેનપ્રશ્નના સ્નાન શબ્દનો ઉટપટાંગ અર્થ કરે તે કેમ ચાલે? ખરી વાત તો એ છે કે “સૂતક પછી પૂજા થાય નહિ એવું તો ખરતરગચ્છવાળા પણ કહેતા નથી એટલે “સૂતક પછી પૂજા થાય કે નહિ એવો પ્રશ્ન કોઈનેય ઉઠવાનો સંભવ નથી. “સૂતકમાં પૂજા ન થાય તેવી માન્યતા ખરતરગચ્છની છે એટલે જ “સૂતકમાં પૂજા થાય કે નહિ?” તેવો