________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ સવાલ ફતેપુરના શ્રી સંઘને ઉઠ્યો હતો. માટે “જન્મસૂતકે મરણસૂતકે'નો અર્થ “જન્મસૂતકમાં અને મરણસૂતકમાં એવો જ થાય. “જન્મસૂતક પછી અને મરણસૂતક પછી’ એવો અર્થ ન જ થાય. આ રીતે શ્રી હરિપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્ન જેવા ચાર ચાર સદી પહેલાના ગ્રંથો અને ખરતરગચ્છના પણ ચાર સદી પહેલાના ગ્રંથોમાં સૂતકનો વિષય ચર્ચાયો છે. તપાગચ્છ અને ખરતરગચ્છની માન્યતા કેવી રીતે જુદી પડે છે તે પણ એ ગ્રંથો દ્વારા સ્પષ્ટ થાય છે. એટલે સૂતકનો વિવાદ સદીઓ જૂનો છે એવું કોઈ પણ સજ્જન માણસને સ્વીકારવું પડે જ. આમ છતાં આજે સૂતકની વિચારણા કરવામાં આવે ત્યારે સૂતકમાં પૂજાબંધી ફરમાવનારો તપાગચ્છનો એક વર્ગ, સૂતકની બધી ચોપડીઓમાં એવો અસત્ય પ્રચાર કરે છે કે સૂતકમાં જિનપૂજા કરવાનો મત વિ.સં. 1992 પછી શરું થયો છે. અને આ. શ્રી રામચન્દ્ર સૂ. મ.એ આ નવોમત શરૂ કર્યો છે. સૌ વાચકો અત્યાર સુધીના જે ગ્રંથો જોયા અને ઐતિહાસિક તથ્યો વાંચ્યા તેના પરથી સમજી શકશે કે આ વાત તદ્દન ખોટી છે. કોઈ પણ વ્યકિતને પૂ. આ. શ્રી. વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા સાથે અંગત વાંધો હોય એ બની શકે છે. તેથી જ તેઓ આ મહાપુરુષનો વિરોધ કરવા ઊભા થાય તે પણ સમજી શકાય છે પરંતુ તેઓશ્રીએ પૂર્વાચાર્યોના ગ્રંથોની વાત કરી હોય તેનો અપલાપ કરવો અને પૂર્વાચાર્યોના મતને પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર સૂ. મ.એ કાઢેલો નવો મત કહેવો એ કોઈ પણ રીતે ઉચિત નથી. પોતાના અંગત રાગદ્વેષને પોષવા માટે સકલ શ્રી સંઘને ગેરમાર્ગે દોરવાનું આવું પાપ તો કદી ન કરાય. વાસ્તવિકતા એ છે કે સૂતકની ચર્ચા તો ચાર સદી પહેલાથી ચાલતી આવેલી છે. માટે તેને નવી ન કહેવાય. ખરતરગચ્છવાળા સૂતકમાં પૂજાબંધી ફરમાવે છે અને તપાગચ્છવાળા સ્નાન કર્યા પછી સૂતકમાં શ્રી જિનપૂજાનો નિષેધ કરતા નથી. પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ તપાગચ્છની સામાચારીનો ઉપદેશ આપ્યો છે. જયારે સૂતકમાં પૂજાબંધી ફરમાવનારા તપાગચ્છવાળા, ખરતરગચ્છની માન્યતાને પ્રચાર