________________ 135 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કોઈની કનડગત તને નહિ નડે. શ્રેયસ : જન્મ સૂતકના નામે પણ દેરાસરમાં આવું જ બને તો શું કરવું? આચાર્યશ્રી : મરણ સૂતક માટે તને જે જણાવ્યું તે રીતે રસ્તો કરવો. જિનપૂજામાં અંતરાય કરનારા આડા આવે તો તેમની સાથે ઝઘડો કરવાનો નથી પણ સાથે તારી પૂજા પણ અટકાવવાની નથી. શ્રેયસ : મેં સાંભળ્યું છે કે સૂતકનો આખો વિવાદ પૂ. આ. શ્રી રામચંદ્ર સૂ. મ.એ શરુ કર્યો છે. તપાગચ્છ તો સૂતકમાં પૂજા કરતો જ ન હતો. બધી ધમાલ એમના કારણે ઉભી થઈ છે. જે શબ્દોમાં મને જણાવ્યું છે તે શબ્દો તો અહીં બોલી શકાય તેમ નથી. શું આ વાત સાચી છે ? આચાર્યશ્રી : પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા તો હજી સો વર્ષથી થોડા વધારે વર્ષ પહેલા થયા. સૂતકનો આ પ્રશ્ન અકબર બાદશાહના સમય જેટલો પુરાણો છે. તે સમયે તપાગચ્છાધિપતિ પૂ. આ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા અને તેઓશ્રીના પટ્ટધર તપાગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય સેનસૂરીશ્વરજી મહારાજાને સૂતક બાબતમાં પ્રશ્ન કરવામાં આવેલો. અને તેઓશ્રીએ તેનો જવાબ આપેલો એટલા માટે જેઓ “પૂ. આ. શ્રી રામચન્દ્ર સૂ. માએ સૂતકનો નવો વિવાદ ઉભો કર્યો’ એમ કહે છે તેઓ ભયંકર જુઠાણું ચલાવે છે. ખરેખર સૂતકનો વિવાદ ચાર સદી પહેલા તપાગચ્છ-ખરતરગચ્છ વચ્ચે હતો. તેમાં ખરતરગચ્છ એવું માનતો હતો કે જેના ઘરે સંતાનનો જન્મ થાય તે ઘરના પાણીથી જિનપૂજા ન થાય. જ્યારે તપાગચ્છ સ્નાન કર્યા પછી સૂતકમાં પૂજા થઈ શકે તેવું માનતો હતો. શ્રી હીરપ્રશ્ન શ્રી સેનપ્રશ્ન, પ્રશ્નોત્તર ચત્વારિંશત્ શતક, તપા-ખરતરભેદ વગેરે ગ્રંથો-પુસ્તકો જોતા આ ઇતિહાસ સ્પષ્ટ જોવા મળે છે. આ ઇતિહાસનું અધ્યયન કરનારને તરત જ સમજાશે કે આજથી ચાર સદી પહેલાના સમયમાં સૂતકમાં જિનપૂજા ન થાય તેવું ખરતરગચ્છવાળા માનતા હતા અને ત્યારે તપાગચ્છવાળા સ્નાન કરીને સૂતકમાં પૂજા થાય તેવું માનતા હતા. આજે તપાગચ્છવાળા ખરતરગચ્છની માન્યતા તેમના કરતા પણ વધુ ઝનૂનથી પકડીને તપાગચ્છની માન્યતાને