________________ 25 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ શ્રી રામચંદ્ર સૂ.મ.એ શરુ કર્યો છે. તપાગચ્છમાં તો પરાપૂર્વ કાળથી સૂતકમાં જિનપૂજા કરવાનો પ્રતિબંધ જ છે.” જેમણે ઇતિહાસ વાંચ્યો નથી અને શાસ્ત્રશ્રવણ પણ કર્યું નથી એવા અંગૂઠાછાપ માણસો પણ આ પ્રચારયાત્રામાં જોડાઈ ગયા છે. માણસ ડાહ્યો હોય તો પ્રચારમાં તણાય નહિ પણ તપાસ કરે. જે શોધમાં નીકળે છે તેને સત્ય મળે પણ છે. પણ તેમાં ડૂબકી મારવી પડે છે. “જિન ખોજા તિન પાઈયા, ગહરે પાની પેઠ.' જેને શોધવા નીકળ્યો તેને મેળવીને જ રહ્યો પણ ઊંડા પાણીમાં ઉતરીને ! શું આ વિવાદ આજકાલનો ઉભો થયો છે ? આ વિષયમાં વિવાદમાં ખરતરગચ્છનો મત શું છે? આ વિષયમાં | વિવાદમાં તપાગચ્છનો મત શું છે ? શું આ વિવાદ વિજય રામચન્દ્ર સૂ.મ. એ ઉભો કર્યો છે? કે તપાગચ્છના મતને તેઓશ્રી વળગી રહ્યા છે? આના નિર્ણય માટે શું આધારો મળે છે? આ બધા સવાલોના જવાબો અત્યારે મળે તેમ છે. આ પ્રશ્ન આજકાલનો નથી પણ સદીઓ જૂનો છે, પ્રાચીન છે. ખરતરગચ્છની માન્યતા આ વિષયમાં કઈ છે તેને સ્પષ્ટપણે રજુ કરતા ખરતરગચ્છના ગ્રંથો આજે વિદ્યમાન છે અને સૌ કોઈ વાંચી શકે છે. તપાગચ્છની માન્યતા આ વિષયમાં કઈ છે તેને સ્પષ્ટપણે રજુ કરતા તપાગચ્છના ગ્રંથો પણ આજે વિદ્યમાન છે. અને સૌ કોઈ વાંચી શકે છે. જો ખરતરગચ્છ અને તપાગચ્છના સદીઓ જૂના આધારો છે જ તો પછી પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂ.મહારાજાએ સૂતકમાં જિનપૂજા કરવાનો નવો મત કાઢ્યો છે એવી વાત તો ટકે જ કેવી રીતે? તમે આજે પણ ‘વિવિધ પ્રશ્નોત્તર વગેરે પુસ્તકોમાં થયેલ પ્રતિપાદન જોઈ શકો છો. ક્યાંય તેમણે નવામતરૂપે આ વાત કરી જ નથી. પૂર્વના તપાગચ્છાધિપતિ શ્રીહીરવિજય સુ.મ., સેનસૂ.મ. વગેરેના ગ્રંથોનું જ પ્રતિપાદન અને સમર્થન કર્યું છે. એ ગ્રંથો તો આપણે જોઈશું જ, પણ સૌ પ્રથમ સૂતકમાં જિનપૂજા થાય કે નહિ તે પ્રશ્ન સદીઓ પહેલા ચર્ચાતો હતો તેના આધારગ્રંથોની સાક્ષી આપીને અહીં તેની વિચારણા કરીએ.