________________ 83 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ શક્ય બનતુ ન હોય તો પણ મર્યાદા પળાય તે માટે પ્રયત્નો ચાલુ રાખીને આ પ્રમાણે થઈ શકે ઋતુધર્મવાળા બહેનો જયાં અડતા ન હોય તેવી સલામત જગ્યાએ પૂજાની સામગ્રી અને વસ્ત્રો રાખવા. બાથરૂમ કોરો હોય ત્યારે ઋતુધર્મવાળા બહેનો સિવાયનાએ તૈયાર કરેલી સામગ્રીથી સ્નાન કરી ઘરમાં કશે અડ્યા વિના પૂજાનાં વસ્ત્રો પહેરી, પૂજાની સામગ્રી લઈને પૂજા કરવા જઈ શકાય. પૂજા કરીને આવ્યા બાદ પણ કશે અડ્યા વિના પૂજાની સામગ્રી અને વસ્ત્રો પાછા સલામત જગ્યાએ મૂકી દેવા. આ પ્રમાણે કરવાથી શ્રી જિનપૂજાનું નિત્યકર્તવ્ય આવા સમયે પણ આરાધી શકાય છે.” પૂ. ગુરુભગવંતોને આહાર -પાણી વહોરાવવાના વિષયમાં એવી મર્યાદા છે કે ઋતુધર્મવાળા બહેનોએ બનાવેલી કે સ્પર્શેલી રસોઈ પાણી વહોરાવાય નહિ. તેઓ પોતે પણ એવી અવસ્થામાં આહાર-પાણી વહોરાવી શકે નહિ. પરંતુ બીજાએ બનાવેલા આહાર-પાણી તે બહેન સિવાયના બીજા બધાથી વહોરાવી શકાય. શ્રી જિનપૂજા અને સુપાત્રદાનનો લાભ લેવા માટે ઉપર મુજબની મર્યાદાઓ ધ્યાનમાં લઈને પાળવી જોઈએ. સૂતક સમયે ગોચરી સંબંધી મર્યાદા: હવે આપણે સૂતકના સમયે પૂ. ગુરુભગવંતોને આહાર - પાણી વહોરવા જવા આદિ માટે કેવી મર્યાદાઓ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવી છે અને શાં કારણે બતાવી છે - તેનો શાસ્ત્રપાઠ સાથે વિચાર કરીએ. “સૂતકમર્યાદાયે નમ:'માં આ વિષયના જે પાઠો. જેવા અર્થ સાથે રજૂ કર્યા છે. તે પાઠો તેવા સ્વરૂપે અહીં ઉતારીને, એ પાઠો ઉપર વિચાર કરશું. પણ તે પહેલાં આ જ પુસ્તકનાં છઠ્ઠા પાને જે રમુજી સંવાદ લખ્યો છે તે જોઈએ : “મ. શ્રી. હું તને પ્રશ્ન કરું છું કે તારી સામે બે પક્ષ આવે : (1) બ્રાહ્મણ અને (2) ક્રિશ્ચિયન. તો તે બેમાંથી તું વધારે મહત્ત્વ કોને આપે ? શ્રેયસ - બ્રાહ્મણને. મ. શ્રી સાંભળ! બ્રાહ્મણ સૂતક માને છે. ક્રિશ્ચિયન સૂતક માનતા નથી. હવે તારે બ્રાહ્મણના પક્ષમાં જવુ છે કે ક્રિશ્ચિયનના? શ્રેયસ : ક્રિશ્ચિયનના પક્ષમાં તો જવાય જ શી રીતે?