________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 133 શ્રેયસ : અગ્નિદાહ આપ્યો હોય તેનાથી કેટલા દિવસ પૂજા ન થાય? આચાર્યશ્રી અગ્નિદાહ આપનાર મૃતકની ખૂબ નિકટ રહેનારો બને છે તેથી ત્યાં તો બધાની સાથે સ્પર્શમાં આવવાનું બને છે. તેમાં પણ સ્નાન કર્યા બાદ શુદ્ધ થાય અને પૂજા કરી શકે. શ્રેયસ પત્ર - ફોન કે તેવા સમાચાર માધ્યમોથી સગાના મરણની જાણ થાય તો તેનાથી કેટલા દિવસ પૂજા ન થાય? આચાર્યશ્રી : મર્યાના શબ્દો કાને પડે કે મરણના સમાચાર આપતો પત્ર હાથમાં આવે તેનાથી કોઈ જ અશુદ્ધિ સર્જાતી નથી માટે તેમને તો પૂજા ન કરવાનો પ્રશ્ન જ ન ઉભો થાય. તેઓ તો રોજ કરે છે તેમ પૂજા ખુશીથી કરતા જ રહે. તેમાં કોઈ જ દોષ લાગતો નથી. શ્રેયસ : સાહેબ, પરદેશમાં સમાચાર મળે તો? આચાર્યશ્રી : શ્રેયસ, તું તો હદ કરે છે ! દેશમાં વાંધો નથી આવતો, પૂજા થઈ શકે તો પરદેશમાં તો થઈ જ શકે તેમાં પૂછવાનું હોય જ નહિ. - શ્રેયસ : સાહેબ, સમાચાર ચાર દિવસ પછી આવેતો ચાર દિવસ પૂજા કરી તેનું પાપ લાગે કે નહિ? આચાર્યશ્રી : સમાચાર સાંભળવાથી કશી જ અશુદ્ધિ થતી નથી માટે સમાચાર મળ્યા પછી પણ પૂજા થાય, તો સમાચાર મળ્યા પહેલાની પૂજાનો તો સવાલ જ ન આવે. આ બંને પૂજામાં કોઈ પાપ ન લાગે. હા, પૂજાની ના પાડે તો પાપ જરૂર લાગે. શ્રેયસ : સાહેબ, ધારો કે મરનાર વ્યક્તિ સૂતકની કટ્ટર હિમાયતી હોય. પૂજા ન જ થાય તેવું હઠ પૂર્વક માનતી હોય અને એ મરતા પહેલા જો કડક સૂચના કરીને જાય કે મારા મર્યા બાદ અમુક દિવસ સુધી કોઈએ પૂજા ન કરવી તો એમનું માનીને જેઓ પૂજા છોડી દે તેનું પાપ એ મરનારને લાગે? આચાર્યશ્રી : શ્રેયસ, તું તો બહું બટકબોલો થઈ ગયો છે. આવું કહીને કોઈ મર્યો હોય તેવું તારી જાણમાં છે કે સંભાવના રૂપે પૂછે છે? એ જે હોય તે. ખરેખર તું પૂછે છે તેવું જ હોય તો આવું કહીને જનારને પૂજા બંધ કરાવવાનું પાપ ચોક્કસ લાગે. આગળ વધીને કહું તો એ વ્યક્તિના કહેવા મુજબ કદાચ