________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 13 અગ્નિહોત્રને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. અગ્નિહોત્રીથી એક પણ દિવસ અગ્નિહોત્ર છોડાય નહિ. માટે જ સૂતક લાગવા છતાં અગ્નિહોત્ર પર તેઓ પ્રતિબંધ મૂકતા નથી ઉપરથી અગ્નિહોત્ર ન છોડવાનો આદેશ કરે છે. શ્રાવક જીવનમાં જિનપૂજાનું અનુષ્ઠાન અતિપવિત્ર છે અને અનિવાર્ય છે. પૂજા કર્યા વિના મુખમાં પાણી પણ ન નાંખવાના સંસ્કારો જૈનકૂળના મોટા અલંકાર તરીકે જગપ્રસિદ્ધ છે. જિનપૂજા વિના શ્રાવકને ચેન જ ન પડે. બ્રાહ્મણો સૂતકમાં પણ અગ્નિહોત્ર છોડવાની ના પાડે છે. અને આપણે ત્યાં સૂતકના નામે જિનપૂજા છોડવાનું દબાણ કરવામાં આવે એ કેટલું વિચિત્ર કહેવાય? આ ભેદ તો સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ પણ સમજી શકે તેવો છે. સૂતક લૌકિક છે તેવું શાસ્ત્રોમાં સ્પષ્ટ થયેલું છે. લૌકિકો પણ પોતાના અગ્નિહોત્રના અનુષ્ઠાનને સૂતકમાં છોડતા ન હોય તો જૈનોએ પોતાની જિનપૂજાદિ આરાધના તોછોડવાની હોય જ નહિ. આટલી સીધી-સાદી વાત પણ કેમ સમજાતી નહિ હોય! લૌકિકો સૂતકમાં પોતાનો ધર્મ ન છોડે અને આપણે આપણો ધર્મ સૂતકના નામે છોડી દેવાનો? આવું તો કેમ ચાલે ! હજી આગળ. મનુસ્મૃતિ સપિંડનું સૂતક લાગ્યું હોય તો પણ ‘અગ્નિહોત્રી અશુદ્ધ થાય એવું સ્વીકારતી નથી. જ્યારે આપણે ત્યાં ઘરમાં છોકરું જન્યું નથી ને સૂતકના નામે પૂજા કરનારા જિનપૂજકોની જિનપૂજા બંધ કરાવી નાંખે છે. કેવી ઊલટી ગંગા ! જિનપૂજકને પણ અશુદ્ધ માની લે છે અને એ પૂજા કરવા દેરાસરમાં ગયો હોય તો દેરાસર અભડાઈ ગયાની રાડો નાંખવામાં આવે છે!! આટલી વિચારણા વાચક પોતાની જાતે સૂતકના વિષયને આધાર સાથે વિચારી શકે તે માટે લખી છે. કેવું અસમંજસ ચાલી રહ્યું છે તે પોતાની જાતે સમજી શકાશે. મનુસ્મૃતિએ જન્મસૂતકની બાબતમાં કરેલી વાત મુજબ આટલી વાત સ્પષ્ટ થાય છે ! - જન્મ સૂતક ફક્ત માતાપિતાને જ લાગે છે. - તેમાં પણ દશ દિવસનું સૂતક માતાને લાગે છે. - પિતા તો સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જાય છે.