________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 102 આવી હોય તેવું બની શકે. માટે આ પ્રશ્નનો તપાગચ્છાધિપતિએ ચાર સદી પહેલા જે જવાબ આપ્યો છે તે સૌથી અગત્યનો ગણાય. આ પ્રશ્નનો ઉત્તર આપતા સેનપ્રશ્નમાં જણાવ્યું છે કે “સંતાનને જન્મ આપનાર પ્રસૂતા સ્ત્રી સંઘટ્ટાદિ (એટલે કે કોઈને અડવા આદિ, રસોઈ આદિ) દશ દિવસ સુધી કરતી નથી એ લોકવ્યવહાર છે. તેમાં પણ દેશવિશેષમાં ઓછા-વધતા દિવસ પણ હોય. (એટલે કે દશથી ઓછા નવ દિવસ આદિ પણ ક્યાંક હોય તો ક્યાંક દશથી વધારે 11 દિવસ આદિ પણ હોય).” જો તપાગચ્છમાં પણ એક મહિના સુધી સ્પર્શની મર્યાદા પળાતી જ હોય કે પાળવી જોઈએ તેવી સામાચારી હોત તો સ્પષ્ટ જવાબ આપ્યો હોત કે આપણે પણ મહિના સુધી સ્પર્શની મર્યાદા પાળવી જોઈએ. પણ તેવો જવાબ આપ્યો નથી. જવાબમાં દશ દિવસની સ્પર્શમર્યાદાને પુષ્ટિ આપી છે. તેમાં પણ દેશવિશેષમાં કોઈક સ્થાને 9 કે 11 દિવસ આદિ ઓછા-વધતા હોય તો તેનો પણ સ્વીકાર કરી શકાય. આજે જોવા મળતી માથા એટલા મતવાળી માન્યતા અને આ શ્રી સેનપ્રશ્ન સંબંધી પ્રશ્નોત્તરમાં મળતો આધાર બન્ને વચ્ચે મોટું અંતર છે. તપાગચ્છના જેનોએ તો શ્રી એનપ્રશ્નના આધારે જ સમાચારી પાળવાની હોય. આ વાત કહ્યા વિના સમજાય તેવી છે. અહીં કોઈકને એ પ્રશ્ન પણ ઉભો થઈ શકે કે M.C. વાળાને 72 કલાકની અંદર અને પ્રસૂતા સ્ત્રીને દશ દિવસ દરમિયાન ગમે તેટલીવાર સ્નાન કરે તો પણ સ્પર્શની મર્યાદા છૂટી ન થાય એ જ રીતે M.C. વાળાને 72 કલાક બાદ પણ રક્તસ્રાવ ચાલુ રહે અને પ્રસૂતા સ્ત્રીને દશ દિવસ બાદ પણ રક્તસ્રાવ ચાલુ જ રહે તો તેમની સાથેની સ્પર્શમર્યાદા છૂટી કેવી રીતે થાય? રક્તસ્રાવ બંધ થયા પછી જ સ્પર્શમર્યાદા છૂટી થવી જોઈએ ને? આનું સમાધાન એ છે કે સ્પર્શમર્યાદા રક્તસ્ત્રાવના આધારે નક્કી થતી નથી. કારણ કે રક્તસ્રાવ તો દરેક સ્ત્રીની શારીરિક તાસીર અનુસાર અલગ અલગ દિવસો સુધી ચાલે છે. કોઈકને દોઢ દિવસમાં બંધ થઈ જાય છે તો કોઈકને ત્રણ દિવસ પછી પણ ચાલુ રહે છે. દોઢ દિવસવાળાની સ્પર્શમર્યાદા