________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 68 ગ્રહણ કરવાનો ન હોય. કારણ કે એ બધું હેય (ત્યાગ કરવાલાયક) છે. શ્રાવકે તો બ્રાહ્મમુહૂર્તમાં ઉઠી જવાનું અને શ્રી જિનપૂજા માટેનું સ્નાન પણ પરિમિત જળથી જયણાપૂર્વક કરવાનું છે. ચરિત્રવર્ણનમાં હેય પદાર્થો હોય તેનો ત્યાગ કરવાનો છે. શ્રી જિનપૂજા હેય નથી માટે તેનો ત્યાગ કરવાનો હોય જ નહિ. ચરિત્રવર્ણન વખતે “સૂતક સમયે શ્રી જિનપૂજા હેય છે.” એવું તો કોઈ આગમમાં લખ્યું જ નથી, ઉપરથી શ્રીકલ્પસૂત્ર વગેરે આગમટીકાઓમાં તો સૂતક સમયે પણ શ્રી જિનપૂજા ઉપાદેય તરીકે વર્ણવી છે. એ વાત આપણે શ્રી કલ્પસૂત્રની વિચારણામાં જોઈશું. - ત્રીજી વાત: આપણે મનુસ્મૃતિ વગેરેમાં જોઈ ગયા તેમ અશુચિનું નિવારણ કરવા માટે દશ દિવસ પછી જે સ્નાન કરવામાં આવે છે તે બાળકની માતાએ કરવાનું હોય છે. બાકીના ઘરના સભ્યોને દશ દિવસની રાહ જોવાની હોય જ નહિ. તેઓ તો બાળક જન્મે તે જ દિવસે, કદાચ પ્રસૂતા બહેનને અડી ગયા હોય તો ય સ્નાન કરી લે એટલે તુરત શુદ્ધ જ ગણાય. તેથી આગમોનાં નામે અશુચિ કર્મને આગળ કરીને ઘરના બાકીના સભ્યોથી પણ શ્રી જિનપૂજા, સુપાત્રદાન, સાધર્મિક ભક્તિ વગેરે ન થાય - એવું જણાવનાર વ્યક્તિ, ધર્મમાં અંતરાય કરવાનું પાપ બાંધે છે. પ્રસૂતા બહેનને દસ દિવસ સુધી શ્રી જિનપૂજા, સુપાત્રદાન વગેરે કરવાનું તો કોઈ જ કહેતું નથી. કેટલાક સાધુઓ ‘ીયાવતિH' પદ દ્વારા લોકોને ભરમાવે છે કે - જુઓ, બારમે દિવસે જ્ઞાતિજનોને ભેગા કર્યા પછી સ્નાન કરાવ્યું, પછી જ જમાડ્યા, કારણ ? કારણ બીજું શું હોય ? બધાને સૂતક લાગેલું એટલે અપવિત્ર હતા. તેઓ સ્નાન કરે પછી જ શુદ્ધ થાય. માટે અગિયારમે દિવસે પણ તેઓને સ્નાનથી શુદ્ધ બનાવ્યા પછી જ જમાડ્યા.” આ લોકોને તો જવાબમાં એટલું જ જણાવવાનું કે, સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નપાઠકોને બોલાવ્યા ત્યારે તેઓ પણ સ્નાન કરીને રાજસભામાં આવ્યાં. ત્યાંય “છીયાવતિષ્ણ'પદ લખ્યું છે. તેઓને તો કોઈ સૂતક લાગ્યું ન હતું. એટલે સ્પષ્ટ વાત છે કે, તે વખતે લોકો રાજસભામાં જતા પહેલા કે જમતા પહેલા સ્નાન કરતા હતા. એવાં ચરિત્રવર્ણનસ્વરૂપ જ આ વાત છે.