________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 116 ગ્રંથમાં એવો ઉલ્લેખ મળવો જોઈએ કે “સૂતકવાળાના ઘરના અગ્નિ અને જળથી જિનપૂજા ન થાય તેવું નિશીથ ચૂર્ણિમાં લખ્યું છે.” આવો ઉલ્લેખ કોઈ પૂર્વાચાર્યોએ પોતાના ગ્રંથમાં કર્યો નથી. વાચકવર્યશ્રી ઉમાસ્વાતિજી ભગવંતનો પ્રઘોષ (ક્ષયે પૂર્વા... વાળો) શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ વગેરે ગ્રંથોમાં શ્રી વાચકવર્યના નામથી જોવા મળે છે તેથી તેનો મૂળગ્રંથ ન મળવા છતાં આ માન્ય બન્યો છે. આવું નિશીથચૂર્ણિ માટે ક્યાંય આવતું નથી. સૂતક પટ જેવાનો ઉલ્લેખ કરીને નિશીથચૂર્ણિના નામે આવી વાત લખી દેવાથી તે માન્ય બની શકે નહિ. શ્રેયસ, વિચાર કર કે ખરતરગચ્છવાળાના ગ્રંથમાં પણ શ્રી નિશીથચૂર્ણિના પાઠમાં ફક્ત ગોચરીની વિધિનો પાઠ છે. સૂતકવાળા ઘરના અગ્નિ અને જળથી જિનપૂજા ન થાય તેવું તેઓ માનતા હોવા છતાં પોતાના ગ્રંથમાં નિશીથચૂર્ણિનું ગપ્યું માર્યું નથી. તપાગચ્છવાળા આજે કેમ એ લોકો કરતા પણ આગળ વધીને કલ્પનાઓ દોડાવે છે? અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તપાગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા જ્યારે જણાવે છે કે “સૂતકવાળા ઘરના પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી.” ત્યારે એ વાત તો ચોક્કસ થઈ કે તેવી વાત શ્રી નિશીથચૂર્ણિમાં તે સમયે પણ ન જ હતી. જો તેવા અક્ષરો તેમાં હોય તો પૂ. હીર વિજય સૂ. મ. તેનો અપલાપ કદી ન કરે. શ્રેયસ : તો પછી સૂતક પટમાં નિશીથચૂર્ણિના નામે તેવી વાત કોણે લખી આચાર્યશ્રી એ તો સ્વીકારનારાને પૂછવું જોઈએ. એ સૂતકપટના રચયિતા કોણ છે? તેની જ ખબર ન હોવા છતાં તેની વાતને માથે લઈને ચાલવું અને શ્રી સંઘને ગેરમાર્ગે દોરવાનું સાહસ કોઈ ગીતાર્થ ભગવંતો ન કરે. અનામીની વાત માનવી અને તપાગચ્છાધિપતિ શ્રી હીર સૂ. મ. જેવા સમગ્ર તપાગચ્છને માન્ય, ભવભીરું ગીતાર્થ મહાપુરુષની વાત ન માનવી એવું કોઈ ધર્માત્મા કરે ખરો? શ્રેયસ : સાહેબ, સૂતકમાં સ્નાન કર્યા બાદ જિનપૂજા કરવાની છૂટ શ્રી સેન સૂ. મ. એ કેમ આપી?