________________ 120 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ પાસે રહેલા બાળકને પણ ન અડે. જો અડી ગયા તો સ્નાન કરે એટલે શુદ્ધ થાય. આ પ્રમાણે મર્યાદા પાળીને ઘરના તમામ સભ્યો દરરોજ જિનપૂજાસામાયિક- પ્રતિક્રમણ - પૌષઘ- સુપાત્રદાન - જિનવાણીશ્રવણ વગેરે દરેક ધર્મો આરાધી શકે છે. ઘરના સભ્યોથી અમુક દિવસ સુધી આવી કોઈ જ આરાધના ન થઈ શકે તેવું કોઈ પ્રામાણિક ગ્રંથમાં વાંચવા મળતું નથી. તપાગચ્છને માન્ય સામાચારી મુજબ તો ઉપર જણાવ્યું તેવી મર્યાદા પાળવાની છે. તપાગચ્છની સામાચારીને અમાન્ય પ્રતિબંધો આપણે પાળવાના હોતા નથી. શ્રેયસ : સાહેબ, દશ દિવસ પછી પ્રસૂતા સ્ત્રી ઘરમાં અડી શકે તેવી વાત આપ કરો છો તો તેના માટે આપની પાસે કોઈ આધાર છે કે પછી એમ.સી.ના ત્રણ દિવસની વાત સાથે જોડકણું ગોઠવી દીધું છે? આચાર્યશ્રી : તને આપવામાં આવેલ સંસ્કાર મુજબ તને આવી શંકા જન્મે તેમાં નવાઈ નથી. જિજ્ઞાસાભાવે આ વાત પૂછવામાં આવે તો એનો જવાબ એ છે કે એમ.સી.ના ત્રણ દિવસની વાત સાથે આ લાકડે માકડું બેસાડી દેવા જેવું જોડકણું નથી. આનો આધાર છે. તારે જિજ્ઞાસાથી જાણવો હોય તો બતાવું. શ્રેયસ : ભલે સાહેબ, મને એની જિજ્ઞાસા જન્મી છે. આપ ફરમાવો. આચાર્યશ્રી : તો સાંભળ, સેનપ્રશ્નમાં // ર-૨૫૪ો પ્રશ્ન આ દિવસોની મર્યાદાને સ્પષ્ટ કરનારો છે. આખો પ્રશ્નોત્તર આ પ્રમાણે છે. “પ્રશ્ન : જેમણે બાળકને જન્મ આપ્યો છે તેવી કડવામતવાળી સ્ત્રી એક મહિના સુધી ક્યાંય કોઈને અડતી નથી, રાંધવાની ક્રિયા પણ કરતી નથી જ્યારે આપણા ગચ્છમાં તો આવી અડવાની કે રાંધવાદિની મર્યાદા દશ દિવસ સુધીની છે તો આમ કેમ? ઉત્તર : પ્રસૂતા સ્ત્રી દશ દિવસ સુધી અડવા - રાંધવાદિ ક્રિયા કરતી નથી. મર્યાદા પાળે છે આ લોકવ્યવહાર છે. તેમાં પણ દેશવિશેષમાં ઓછા - વધતા દિવસો પણ હોય.' - શ્રેયસ, તને આ વિષયમાં બરાબર સમજાયું ને? આ આધાર મુજબ મેં તને મર્યાદા પાળવાની વાત બતાવી છે. તપાગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી