________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 121 વિજય સેનસૂરીશ્વરજી મહારાજાના સમયમાં કડવા મતના શ્રાવકો તેમના મત મુજબ સૂતકમર્યાદા જે પાળતા હતા તેની વાત છે. તેઓ એક મહિના સુધી આભડછેટ પાળતા હતા. પણ તે સમયે તપાગચ્છમાં તો અડવા-કરવાની સ્પર્શ મર્યાદા દશ દિવસની પળાતી હતી તે પણ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. અને ઉત્તર આપતી વખતે તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંતે એ દશ દિવસની મર્યાદાને સમર્થન આપ્યું છે, ઉપરથી દશ દિવસથી ઓછા કે વધારે દિવસો પણ દેશવિશેષમાં પાળતા હોય તેની પણ વાત કરી છે. આ વચનના આધારે તપાગચ્છની સૂતક વિષયક મર્યાદા મુજબ આજે પણ દશ દિવસ સુધી અડવા - કરવાની મર્યાદા પાળવી જોઈએ. એક મહિનો કે 40 - 40 દિવસ સુધી ખૂણો પાળવાની જે વાતો થઈ રહી છે તે આ જ પ્રશ્નોત્તર મુજબ તપાગચ્છની ન કહેવાય. કડવામતીઓ પણ મહિનો માનતા હતા. ચાલીશ દિવસવાળાને તો પોતાને જ ખબર નથી કે એમનો મત કયા ગચ્છનો છે. શ્રેયસ : ખોટું ન લગાડતા પણ મને એક શંકા ઉભી થાય છે કે પ્રશ્ન કરનાર તપાગચ્છના મતનો જાણકાર ન હોય અને કહી દે કે આપણામાં તો દશ દિવસની મર્યાદા છે એટલા માત્રથી આપ આ વાતને આટલું બધું મહત્ત્વ આપી દો છો તે બરાબર છે? બીજી વાત એ પણ છે કે આજે કોઈ મહિના સુધી ખૂણો પાળતા હોય તો સારું જ છે ને? એક દિવસ પણ પાળતા ન હોય તેનાં બદલે આટલા બધા દિવસ પાળે તે તો આનંદની વાત ન ગણાય ? વ્યાખ્યાનમાં મેં સાંભળ્યું છે કે ધસ્ય ધ% પત્નમ્ | વધારે કરીએ તો વધારે ફળ મળે. આચાર્યશ્રી : ખોટું લગાડવાનો પ્રશ્ન જ નથી. શંકા ઉભી તો થાય પણ એ સમાધાન મળ્યા પછી પણ ઉભી જ રહે તો દોષ કહેવાય. સમજવા માટેની શંકા તો ગુણકારી કહેવાય. તારી પહેલી વાતના જવાબમાં તને જણાવવાનું કે સેનપ્રશ્નમાં ઉપર જણાવેલો પ્રશ્નોત્તર જે પણ આપ્યો છે તેમાં પ્રશ્ન કરનારનું નામ પણ લખ્યું છે. આ પ્રશ્ન કરનાર કોઈ અજ્ઞાન શ્રાવક નથી કે અનામી પણ નથી. આ પ્રશ્ન કરનાર છે : પંડિત નગર્ષિ ગણિવર ! તેઓશ્રી શાસ્ત્રોના પણ જ્ઞાતા