________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 125 છે તેવા લૌકિકગ્રંથોને માનનારાના કૂળમાં સૂતકના દિવસોમાં ગોચરી માટે સાધુન જ જાય. પણ જ્યારે અન્ય ધર્મીઓ પણ અધર્મન પામે તેવું હોય ત્યારે સૂતક હોવા છતાં પણ શ્રાવક આરામથી વિવેકપૂર્વક ગોચરી વહોરાવી શકે છે અને આવા સંયોગોમાં સાધુ ગોચરી વહોરી શકે છે. શ્રેયસ, આની વિસ્તારથી વાત આગળના શાસ્ત્રપાઠો સાથેની વિચારણામાં કરી છે તે બરાબર વાંચી લેજે. અધૂરાં વચનો અને અધૂરા સંદર્ભોને આગળ કરીને કોઈ પણ જાતની ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ ન કરીશ. સ્વસ્થ ચિત્તે બધા શાસ્ત્રકારોનો વિચાર કરીશ તો ઝનૂન નહિ ચડે અને વાત તેના મૂળસ્વરૂપે સમજાશે. શ્રેયસ : આજના વધુ ચર્ચાતા સવાલોના જવાબો આપશો ? જવાબ લાંબા ન હોય અને સાથે ટૂંકમાં સમજ પડી જાય અને તે સમજ સાચી મળી રહે તેવી મારી ભાવના છે. આપ રજા આપો તો પૂછું? આચાર્યશ્રી : તારી ભાવના સારી છે તું પૂછી શકે છે. ફક્ત શાસ્ત્રકારોનો ઇશારો કરીને તારા સવાલોના શાસ્ત્રીય અને સુવિહિત તપાગચ્છની પરંપારનુસાર જવાબો આપવાનો પ્રયત્ન કરીશ. શ્રેયસ : શ્રાવકથી જિનપૂજા ક્યારે ન થઈ શકે ? આચાર્યશ્રી : શ્રાવક વિરતિમાં બેઠો હોય ત્યારે દ્રવ્ય જિનપૂજા શ્રાવક કરી શકે નહિ, આરંભમાં બેઠેલો શ્રાવક શરીરમાંથી લોહી વગેરે અશુદ્ધિ બહાર ન આવતી હોય તો સ્નાનાદિથી પવિત્ર થઈને જિનપૂજા કરી શકે. સ્નાન કરવા છતાં શરીરમાંથી લોહી વગેરે વહેતું હોય તો જિનપૂજા શ્રાવક ન કરી શકે ? શ્રેયસ : જુઓ સાહેબ, આપ જ કહો છો કે સ્નાન કરવા છતાં પણ શ્રાવકથી પૂજા ન થાય તો પછી સૂતકમાં સ્નાન કરે તો પણ પૂજા ન જ થાય ને આચાર્યશ્રી : શ્રેયસ, અધૂરું સાંભળવાની અને ઊધું પકડવાની ટેવ સારી ન કહેવાય. સ્નાન કરે છતાં પણ જો શરીરમાંથી લોહી વગેરે અશુચિ વહેતી હોય તો અશુદ્ધ જ રહે છે માટે શ્રી શ્રાદ્ધવિધિકારે આવી સ્નાન કરેલી વ્યક્તિને પણ જિનપૂજાનો નિષેધ ફરમાવ્યો છે. સૂતકમાં પણ સ્નાન કર્યા બાદ જેને