________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 126 જેને લોહી વગેરે અશુચિ વહેતી હોય તેનાથી પૂજા ન થાય. પણ સૂતકવાળા ઘરમાં આવું ફક્ત બાળકની માતાને હોય છે માટે તે માતા અશુચિ વહેતી બંધ ન થાય ત્યાં સુધી પૂજા કરી શકે નહિ. અશુચિ વહેતી બંધ થાય પછી માતા પૂજા કરે. બાકીના ઘરના સભ્યોને કોઈ અશુચિ વહેતી નથી માટે તેઓ સ્નાન કર્યા પછી પણ અશુદ્ધ રહેતા નથી. માટે તેઓ શ્રીશ્રાદ્ધવિધિકારના મતે આનંદથી જિનપૂજા કરી શકે. શ્રેયસ એટલે ઘરમાં સંતાનનો જન્મ થાય તો પણ ઘરના સભ્યો પૂજા કરી શકે એમજ ને? આચાર્યશ્રી : હા, શ્રીહરિપ્રશ્ન, શ્રીસેનપ્રશ્ન, શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ આદિ ગ્રંથોના આધારે સ્નાન કર્યા બાદ સૂતકવાળાના ઘરના સભ્યો અવશ્ય જિનપૂજા કરી શકે. શ્રેયસ : તો પછી માતા કેટલા દિવસ પછી પૂજા કરી શકે ? આચાર્યશ્રી : બાળકને જન્મ આપનારી માતાને જયાં સુધી અશુચિ વહેતી રહે, ચોખાઈ આવે નહિ ત્યાં સુધી તેમનાથી જિનપૂજા થાય નહિ. પૂરી શુદ્ધિ આવે એટલે તેઓ પૂજા કરી શકે. આમાં દિવસનું કોઈ નિયમન નક્કી થઈ શકશે નહિ જેને જેટલા દિવસે પૂર્ણશુદ્ધિ આવે તે તેટલા દિવસે જિનપૂજા કરી શકે. દરેકની તાસીર અલગ અલગ રહેવાની માટે જ આમાં ફક્ત શુદ્ધિ જ જોવાની રહે છે. શ્રેયસ સાહેબ, હમણાં તો ઘરે બાળકનો જન્મ થયો હોય કે હૉસ્પિટલમાં થયો હોય, તેના સમાચાર બહારગામ રહેતા કે બહારગામ ગયેલા સ્વજનને સાંભળવા મળે તો પણ સૂતક લાગે છે. પછી તેમનાથી કેટલા દિવસ પૂજા ન થાય ? આચાર્યશ્રી : ભલાદમી, ફક્ત બાળકના જન્મના સમાચાર મળે એટલે કઈ અશુચિ ઉભી થઈ જાય છે કે તેને પૂજા બંધ કરવી પડે ? આ તો ગાંડપણની હદ કહેવાય. બાળકના જન્મના સમાચાર સાંભળવા મળે તે વ્યક્તિ પણ જિનપૂજા કરી જ શકે. તેને ના પાડનારાને ભવાંતરમાં જિનપૂજા કરવા ન મળે તેવું અંતરાય કર્મ બંધાય છે. આ વાત ઘરના સભ્યો, સ્વજનો, સંબંધીઓ, મિત્રો વગેરે સૌ માટે સમજી લેવી. આ બધા કદાચ માતાને અડી ગયા હોય