________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 128 શ્રેયસ : શાસ્ત્રમાં એવું નથી આવતું કે સૂતકવાળા ઘરનું જમે તો તેને 'નિત્યકર્મની હાનિ થાય ? શ્રાવકનું નિત્યકર્તવ્ય જિનપૂજાનું છે એટલે સૂતકવાળા ઘરનું જમે તો જિનપૂજા ન થાય તેવું શાસ્ત્રવચન ન કહેવાય ? આપ કેમ પૂજાની હા પાડો છો ? આચાર્યશ્રી : ભાઈ શ્રેયસ, તને ફરીથી ઊંધુ ગોખાવ્યું લાગે છે. તું ક્યા શાસ્ત્રમાં ‘નિત્યકર્મની હાનિ થાય છે” એવું વાંચી આવ્યો? શ્રેયસ : ઉપદેશ પ્રાસાદ નામના શાસ્ત્રમાં આવી વાત આવે છે. મેં તેનું ગુજરાતી ભાષાંતર વાંચ્યું છે. આચાર્યશ્રી : ધન્યવાદ. તું શાસ્ત્રોના ગુજરાતી ભાષાંતર વાંચતો થયો તે જાણી આનંદ. હવે મને એ કહે કે ઉપદેશપ્રાસાદમાં જ્યાં સૂતકવાળા ઘરનું જમે તેને નિત્યકર્મની હાનિ થાય એમ લખ્યું છે ત્યાં નિત્યકર્મ કયા કયા છે જેની હાનિ થાય છે તે પણ બતાવ્યું જ હશે? બોલ જોઈએ, એ નિત્યકર્મ કયા કયા છે? - શ્રેયસ : સાહેબ, એવું તો કશું ત્યાં લખેલું નથી. પણ આપણને તો ખબર જ છે ને કે જે રોજ આરાધના કરતા હોય તે નિત્યકર્મ કહેવાય. આમાં જિનપૂજા ન આવી જાય? આચાર્યશ્રી : લાકડે માકડું બરાબર વળગાવી દીધું તે તો શ્રેયસ ! ઉપદેશ પ્રાસાદકારે નિત્યકર્મહાનિ લખી પણ નિત્યકર્મ કયા કયા તે ન જણાવ્યું તો તે તો તારું મગજ દોડાવીને નિત્યકર્મ શોધી પણ કાઢ્યા ! જોરદાર કહેવાય ! શ્રેયસ : કેમ સાહેબ, કઈ મારી ભૂલ થાય છે? મને તો મારા ગુરુએ આવું જ શીખવાડ્યું છે. - આચાર્યશ્રી ભૂલ જ નથી, તું ભીંત ભૂલે છે. તને જેણે શીખવાડ્યું હોય તેઓએ પણ ઉપદેશપ્રાસાદના પાઠની પૂરી તપાસ કરી નથી. હકીકતમાં આ પાઠ મૂળ સ્વરૂપે શ્રી નિર્વાણકલિકા નામના પૂ. આ. શ્રી પાદલિપ્ત સૂ. મ. ના રચેલા પ્રતિષ્ઠાકલ્પના પાછળના ભાગમાં આવેલ પ્રાયશ્ચિત્તના અધિકારમાં આવે છે. પ્રતિષ્ઠાવિધિ કરાવનાર શ્રાવક (આજની ભાષામાં વિધિકાર) જ્યારે પ્રતિષ્ઠા કરાવી રહ્યા હોય એ દરમિયાન જો સૂતકવાળા ઘરનું ભોજન ભૂલમાં લઈ લે તો એને પ્રાયશ્ચિત્ત કેટલું આવે તેની વાત લખી છે અને આ ભોજનના