________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 124 બાબતમાં શ્રાવકોને દોઢ કે અઢી ડાહ્યા બનાવવામાં આવે છે તે તો સાવ જ આગમ વિરુદ્ધ છે. શ્રાવકે કદી પણ “મારે ઘરે સૂતક છે માટે વહોરવા આવતા નહિ કે આવશો તો વહોરાવીશ નહિ એવી વાયડાઈ કરવી એવું કોઈ આગમમાં ક્યાંય લખ્યું નથી. તે આગમોમાં તો સ્પષ્ટ લખેલું છે કે સૂતકથી રોકાયેલા ઘરમાં અને એની જેમ જ ઉપાશ્રયથી સંલગ્ન સાત-આઠ ઘરોમાં પણ સાધુએ ગોચરી જવું નહિ. છતાં જો સાધુ તેવી ભૂલ કરે તો તેને શું પ્રાયશ્ચિત્ત આવે તે પણ જણાવ્યું છે. શ્રેયસ, માની લે કે તે ઉપાશ્રયની અડોઅડ ઘર લીધું અને રહેવા આવી ગયો. હવે એ ઉપાશ્રયમાંથી કોઈ ગુરુભગવંત વહોરવા માટે નીકળ્યા, તે એમને જોયા તો તું શું કરીશ? તેમને વહોરવા માટેની વિનંતિ કરીશ કે એમને તો શાસ્ત્રકારે ઉપાશ્રયની બાજુના ઘરમાં વહોરવાની ના પાડી છે માટે વિનંતિ નહિ કરે ? કદાચ તે મહાત્મા સીધા જ તારા ઘરે આવી ચડ્યા તો તું શું કરીશ? પધારો કહીને આવકારીશ કે પછી શાસ્ત્રકારોએ તમને આવા ઘરે વહોરવાની ના પાડી છે છતાં તમે કેમ આવી ગયા? જાવ, પાછા વળો... આવું કંઈક બોલીશ? નહિ ને? હવે તારી વાત બાજુએ રાખ. કોઈક બીજાનું જ ઘર ઉપાશ્રયની અડોઅડ છે અને તે વ્યક્તિ આવો દોઢો થતો હોય તો તને એ બરાબર કરે છે તેમ લાગશે કે ખોટું કરે છે તેમ લાગશે? શ્રેયસ, આ વાતમાં શ્રાવક દોઢડાહ્યો થાય તે અનુચિત જ છે તો પછી આની સાથે જ લખેલી સૂતકવાળા ઘરે ગોચરી ન જવાની શાસ્ત્રકારોની મર્યાદા માટે ઉપર જણાવ્યો તેનાથી પણ અધિક કદાગ્રહ અને કર્કશવચનો ઉચ્ચારે તે પણ અનુચિત જ થયું ને? આજે ઉપાશ્રયથી સંલગ્ન સાત-આઠ ઘરોમાં ગોચરી જતા હોય છે, પોતાનાથી ધર્મ પામેલા શ્રાવકને ત્યાં પણ ગોચરી જતા હોય છે. આ બંનેનો નિષેધ શાસ્ત્રોમાં કરેલો છે. છતાં આજે ત્યાં ગોચરી જવાય છે અને આ રીતે ગોચરી જવું દોષપાત્ર ગણીને તેની સામે સૂતકની જેમ જોરમાં તો નહિ પણ ઝીણો અવાજ પણ કરવામાં આવતો નથી. આનો અર્થ એ જ થયો કે સામો જીવ અધર્મ ન પામે, ઉપરથી તેની ધર્મભાવના વૃદ્ધિ પામતી હોય ત્યારે વિવેકપૂર્વક આવા ઘરોમાં ગોચરી જવામાં દોષ માનવામાં આવતો નથી. સૂતક સમયે પણ જેમના ધર્મમાં દાન આપવાનો નિષેધ કરવામાં આવ્યો