________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 122 હતા એટલે શાસ્ત્રની વાતમાં તો ક્યાંય ગરબડ કરે તેવા ન હતા. આવા મહાપુરુષ તે સમયે ચાલતા તપાગચ્છના વ્યવહારની બાબતમાં ગડું મારે તેવી તો કોઈ સંભાવના જ ન કહેવાય. તને આ નામ મળી ગયું એટલે હવે તારી શંકા શમી જવી જોઈએ. આમાં તારે એ પણ વિચારવું જોઈએ કે આ પંડિત શ્રી નગર્ષિ ગણિવરશ્રીના પ્રશ્નનો ઉત્તર આપતી વખતે જો દશદિવસની મર્યાદા તપાગચ્છની ન હોત તો તપાગચ્છાધિપતિશ્રીજીએ એ વાતનો ઇન્કાર કર્યો હોત. તું પ્રશ્નોત્તરમાં જોઈ શકે છે કે એ વાતનો ઈન્કાર તો દૂર રહ્યો, તેઓશ્રીજીએ તો એનું સમર્થન કરીને દશ દિવસથી ઓછા દિવસ હોવાનું પણ દેશવિશેષમાં હોય છે તેવી વાત કહી છે. દશ દિવસની વાત માટે જો બધા આટલા ભડકી જતા હોય તો દશ દિવસથી ઓછા દિવસો પણ દેશવિશેષમાં હોવાની વાત માટે તો તેઓનો પ્રતિભાવ કેવો હોય તે કલ્પી શકાય છે. તારી ખૂણો પાળવાની બીજી વાત તો ભારે વિચિત્ર છે. દશ દિવસને બદલે એક મહિના સુધી સ્પર્શ મર્યાદા પાળે તે જો તને સારું લાગતું હોય તો આ વિચાર તને એમ.સી.ની બાબતમાં નથી આવતો? આ ત્રણ દિવસ પાળે એના કરતા તેર દિવસ પાળે તો સારું જ ન કહેવાય, તારી દૃષ્ટિથી ? ઘણા ત્રણ દિવસમાં એક પણ દિવસ પાળતા જ નથી એના કરતા તો તેર દિવસ કે મહિનો પાળે તો આનંદની જ વાત તારી દષ્ટિએ ન ગણાય? જો તને આનાથી આનંદ થતો હોય તો ત્રણ દિવસના બદલે મહિનો પાળનારા તો જિંદગીમાં ખૂણો જ પાળ્યા કરશે. કદી બહાર જ નહિ આવે. માટે શ્રેયસ, આવી અધૂરી અને અહિતકારી વાત ઊભી કરવી નહિ. વ્યાખ્યાનનો સંબંધ પણ ગમે ત્યાં જોડી દેવાને બદલે ઉચિત રીતે જ જોડવો જોઈએ. સારા કાર્યમાં અધિકનું ફળ અધિક મળે તેવું સ્વીકારીને ચાલે તો લાભ વધારે થાય પણ જેમાં સારા કાર્યથી વંચિત રહેવાનું હોય તેમાં જો અધિક દિવસ ગાળે તો તેમાં લાભ નથી થતો પણ સારા કાર્યથી વંચિત રહેવાનું નુકશાન થાય છે માટે બરાબર સમજીને દરેક વાતનો સ્વીકાર કરીશ તો ગાડી આડા પાટે નહિ દોડે. શ્રેયસ : સાહેબ, આગમશાસ્ત્રોમાં સૂતકની વાત આવે જ છે ને ?