________________ 119 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કે ‘સૂતકમાં એટલે કે ચાલુ સૂતકે પૂજા થાય કે નહિ તેવો પ્રશ્ન કર્યો છે. સૂતક પછી પૂજા થાય કે નહિ એવો પ્રશ્ન કોઈ કરે ખરો? એવો પ્રશ્ન કોઈનેય ના ઉઠે. આનો જવાબ આપતા લખ્યું કે સૂતકમાં એટલે કે ચાલુ સૂતકે સ્નાન કર્યા પછી પૂજાનો નિષેધ જાણ્યો નથી. મતલબ કે સૂતક ચાલુ હોય ત્યારે પણ સ્નાન કર્યા બાદ જિનપૂજા થઈ શકે. હવે આ સ્નાનથી જો દસુટણનું સ્નાન લે તો એ સ્નાન તો પ્રસૂતા સ્ત્રીએ કરવાનું હોય છે એ સ્નાનથી શુદ્ધ થાય પછી પ્રસૂતા સ્ત્રી ઘરમાં બધે અડે-કરે તો વાંધો ન આવે. પ્રસૂતા સ્ત્રી સ્નાન કરે અને ઘરના બાકીના સભ્યો શુદ્ધ થાય આવો અશાસ્ત્રીય- અવ્યવહારુ તર્ક તો કોણ સ્વીકારે ? દસુટણના પ્રસૂતાના સ્નાન પહેલા ઘરના સભ્યો ઘરમાં કે બહાર બધે અડી શકે છે. તેમણે ફક્ત પ્રસૂતા સ્ત્રી અને તેને અડેલ બાળકને દશ દિવસ સુધી અડાય નહિ. જો અડી જાય તો સ્નાન કર્યા બાદ શુદ્ધ થાય. પ્રસૂતા સ્ત્રીથી દશ દિવસ સાચવવાનું છે. ઘરના બાકીના સભ્યો સાથે કોઈ આભડછેટ હોતી નથી. - શ્રેયસ : હવે સીધું પૂછું છું. ઘરમાં પ્રસૂતિ થાય તો કેવી મર્યાદા જાળવવી આચાર્યશ્રી તારો સવાલ મને ગમ્યો. સૂતક સંબંધી માર્ગદર્શન આપનારા શ્રી હરિપ્રશ્ન શ્રી સેનપ્રશ્ન વગેરે શાસ્ત્રો અનુસાર ઘરમાં પ્રસૂતિ થાય તો મર્યાદા આ પ્રમાણે પાળવી જોઈએ. પ્રસૂતિ આવી છે તે સ્ત્રીએ દશ દિવસ કયાંય વસ્તુ કે વ્યક્તિને અડવું નહિ. દશ દિવસના સ્નાન બાદ પ્રસૂતા સ્ત્રીની સ્પર્શની મર્યાદા પૂર્ણ થાય છે. જેવી રીતે ત્રણ દિવસના અંતરાયના સમયમાં 72 કલાકના સ્નાન બાદ બધે અડી શકે તેવી રીતે પ્રસૂતા સ્ત્રી દશ દિવસના સ્નાન બાદ બધે અડી શકે છે. સુપાત્રદાન- સામાયિક- જિનદર્શનાદિ બધું જ કરી શકે. પ્રસૂતા સ્ત્રીને જ્યારે સંપૂર્ણ શુદ્ધિ આવી જાય તે પછી જિનપ્રતિમાની અંગપૂજા પણ કરી શકે. આ થઈ જેમને પ્રસૂતિ આવી છે તે સ્ત્રીએ પાળવાની મર્યાદાની વાત ! હવે વાત આવી ઘરના સભ્યોએ પાળવાની મર્યાદાની વાત. ઘરના તમામ સભ્યોએ એ દિવસોમાં પ્રસૂતિના દશ દિવસનું સ્નાન જયાં સુધી પ્રસૂતા સ્ત્રી ન કરે ત્યાં સુધી પ્રસૂતા સ્ત્રીને અડે નહિ, તેની અડેલી વસ્તુને પણ ન અડે. તેની