________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 118 આવે તો જ તે આચાર્યશ્રી શ્રીહરિપ્રશ્નના સૂતકના પ્રશ્નોત્તરને ‘તપાગચ્છની સામાચારી વિરુદ્ધ છે તેવું કહી શકે. અને આવું કહ્યું હોવાથી તેમનાથી એવું બોલાય જ નહિ કે શ્રીહરિપ્રશ્ન-શ્રી સેનપ્રશ્નના પ્રશ્નોત્તરો સૂતકમાં જિનપૂજા કરવાની છૂટ આપતા નથી. કારણ કે છૂટ આપે છે એવો અર્થ કરીને જ તેમણે ખંડન કરેલું છે. તેઓ બેવડા ધોરણ અપનાવે તે તેમની મરજીની વાત છે પણ તે યોગ્ય તો ન જ કહેવાય ને? શ્રેયસ : આપની વાત તો સાચી છે પરંતુ હીરપ્રશ્નમાં ‘તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી” એવું લખેલું છે તેનો અર્થ એવો પણ થાય ને કે કદાચ શાસ્ત્રમાં કયાંક હોય પણ ખરા? - આચાર્યશ્રી : પૂ. આ. શ્રી હીરવિજય સૂરીશ્વરજી મ. જેવા તે સમયના તપાગચ્છાધિપતિ મહાપુરુષ જ્યારે કહેતા હોય કે “તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી” ત્યારે એનો અર્થ એ જ કરાય છે તેવું વિધાન શાસ્ત્રમાં નથી.” જેમની માન્યતા છે તેવા તે સમયના કે આજના ખરતરગચ્છવાળા પણ શાસ્ત્રમાં તેવાં અક્ષરો લખેલા બતાવી શક્યા નથી. તપાગચ્છવાળા કે ખરતરગચ્છવાળા કોઈ પણ આટલી સદીઓ પસાર થવા છતાં તેવા અક્ષરો શોધી શક્યા નથી. ઉપરથી પોતાના હઠાગ્રહને કારણે શ્રી હરિપ્રશ્નના ‘તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી' એ પંક્તિનો અર્થ કદાચ શાસ્ત્રમાં ક્યાંક હોય પણ ખરા” એવો ખોટો અર્થ તાણે તે શાસ્ત્રકારની આશાતના નથી? આ જ શ્રી હીરપ્રશ્નના બીજા એક પ્રશ્નોત્તરમાં શાસ્ત્રમાં નિષેધ જાણ્યો નથી” એવો જવાબ આપ્યો છે ત્યાં અહીં અવળો અર્થ ખેંચનારા પણ સીધો અર્થ કરે છે અને શાસ્ત્રમાં નિષેધ નથી” એવો અર્થ કરીને જ એ સમાધાન સ્વીકારે છે. માટે શ્રેયસ, તું એવા હઠાગ્રહમાં પડતો નહિ. વાસ્તવિક અર્થ છે તેનો સરળતાથી સ્વીકાર કરી લે. શ્રેયસ : મને તો એનપ્રશ્નના પ્રશ્નોત્તરમાં પણ એવું શીખવ્યું છે કે સૂતકમાં સ્નાન કર્યા પછી પૂજા થાય' એનો અર્થ એવો થયો કે દસુટણનું જે સ્નાન પ્રસૂતિ પછી દશ દિવસે થાય છે તે સ્નાન પછી પૂજા થાય. આ વાતમાં આપનું શું કહેવું છે? આચાર્યશ્રી : શ્રેયસ, તું પ્રશ્નોત્તર તો પૂરો વાંચ. પ્રશ્નોત્તરમાં લખ્યું છે