________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 117 આચાર્યશ્રી તપાગચ્છાધિપતિ શ્રી હરિ સુ.મ. એ તપાગચ્છની સામાચારી આવી જ હોવાથી સૂતકમાં પૂજાનું સમર્થન કર્યું હતું. તેઓશ્રીના પટ્ટધર તરીકે પૂ. આ. શ્રી સેન સૂ. મ. એ પણ એ જ તપાગચ્છની સામાચારીનું સમાધાન આપ્યું છે તેમાં તને વાંધો ક્યાં પડ્યો? શ્રેયસ : વાત એવી છે સાહેબ, કે મને એવું જણાવવામાં આવ્યું છે કે શ્રી હીરપ્રશ્ન ગ્રંથમાં શ્રી હીર સૂ. મ. એ સૂતકમાં પૂજા કરવાનું સમર્થન કર્યું છે તે તપાગચ્છની સામાચારીથી વિરુદ્ધછે તેવું ‘હીરપ્રશ્નોત્તરટિપ્પનિકા'માં લખેલું છે એટલે શ્રી એન. સૂ. મ. એ સૂતકમાં પૂજાની છૂટ આપી તે બરાબર ન કહેવાય ને ? આચાર્યશ્રી : શ્રેયસ, તું ભોળો છે કે નહિ તેની વાત નહિ કરું પણ તને ભરમાવ્યો છે તેમાં કોઈ સંશય રહેતો નથી. “હીરપ્રશ્નોત્તર ટિપ્પનિકા” અત્યારના આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજીની લખેલી છે. ચાર-પાંચ સદી પહેલા તપાગચ્છની સામાચારી સૂતક વિષયક કઈ હતી તેની પ્રામાણિક જાણકારી તે સમયના તપાગચ્છાધિપતિ પૂ. આ. શ્રી હીરવિજય સૂ. મ. અને શ્રી સેન સૂ. મ. ને જ વધુ હોય તે તું પણ સમજી શકે છે. આજના કાળમાં કોઈ લખી નાંખે કે આ બંને તપાગચ્છાધિપતિઓએ તપાગચ્છની સામાચારી લોપી છે તો એ નકામો બબડાટ અને ખોટો કકડાટ જ કહેવાય. કારણ કે ટિપ્પણી કરવા બેઠેલા આ આચાર્યશ્રીએ તે સમયની ચાલી આવતી તપાગચ્છની સામાચારીનો એક પણ પ્રામાણિક આધાર આપ્યો નથી. નકામા બબડાટને તું મહત્ત્વ આપીશ અને તપાગચ્છાધિપતિના ટંકશાળી વચનને સ્વીકારીશ નહિ તો તારું શ્રેય કેવી રીતે થશે, શ્રેયસ? શ્રેયસ પણ સાહેબ, એ આચાર્યશ્રી તો કહે છે કે આપ બધા શ્રીહરિપ્રશ્નસેનપ્રશ્નના સૂતક સંબંધી પ્રશ્નોત્તરોનો અર્થ ખોટો કરો છો. તેમાં સૂતકમાં જિનપૂજા થાય તેવી છૂટ આપવામાં જ નથી આવી. આ વાત તો બરાબર છે ને? - આચાર્યશ્રી : આ વાત બરાબર નથી. જો શ્રીહરિપ્રશ્નના પ્રશ્નોત્તર મુજબ સૂતકમાં જિનપૂજા થાય તેવી તપાગચ્છની સામાચારી છે તેવો અર્થ કરવામાં