________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 115 એ પાઠોમાં તો ક્યાંય જિનપૂજા બંધીની વાત જ નથી. સૂતકવાળા ઘરોમાં સાધુને ગોચરી જવાની મર્યાદાની જ વાત છે. જિનપૂજા બંધ કરાવવા માટે તેમણે તર્ક આપ્યો છે કે જ્યારે સૂતકવાળાના ઘરે લોકો જમતા નથી સાધુઓ વહોરતા નથી, તે ઘર અપવિત્ર છે. ત્યારે તે ઘરના પાણીથી જિનપ્રતિમાની અંગપૂજા કહો કેમ થઈ શકે ?' આ તર્ક કેટલો પાંગળો છે તે શ્રેયસ, તને સમજાય છે ને? લોકો તે ઘરે જમતા ન હોય તેથી પૂજા બંધ થાય? સાધુ વહોરતા ન હોય તે ઘરના સભ્યોથી પૂજા ન થાય ? “તે ઘર અપવિત્ર છે તેવું તો કોઈ શાસ્ત્ર લખ્યું નથી. ફક્ત લોકવ્યવહારના કારણે તે ઘરોમાં સાધુએ ગોચરી ન જવું તેવું શાસ્ત્રનું ફરમાન છે. લોકો કોના ઘરે જમે છે કે નથી જમતા તેના આધારે જિનપૂજાને જોડવી તે તો તદન અજ્ઞાનતા જ છે. શય્યાતરના ઘરે સાધુ વહોરતા નથી પણ શય્યાતર જિનપૂજા તો અવશ્ય કરી શકે છે. ગોચરી જવાના પાઠમાંથી ખેંચી-તાણીને જિનપૂજાનો પ્રતિબંધ કાઢવાની કોઈ ગમે તેટલી મહેનત કરે તોય તેવો પ્રતિબંધ શાસ્ત્રમાન્ય બની શકે નહિ. શ્રેયસ : સાહેબ, સમજી ગયો કે ગોચરીનો નિષેધ કરે તેવા શાસ્ત્રપાઠોના આધારે જિનપૂજા બંધ ન કરાવાય. પણ એમ કહે છે કે નિશીથ ચૂર્ણમાં એવું લખ્યું છે કે સૂતકવાળાના ઘરના અગ્નિ અને જળથી જિનપૂજા થાય નહિ. આ વાત તો સાચી છે ને? આ પાઠ મુજબ તો સ્પષ્ટ પૂજાનો નિષેધ થઈ જ જાય ને? આચાર્યશ્રી : શ્રેયસ, ખરતરગચ્છવાળાએ પણ શ્રી નિશીથચૂર્ણનો પાઠ મૂક્યો છે અને તેના આધારે મારી - મચડીને જિનપૂજા બંધ કરવાની દલીલ કરી છે પરંતુ એ પાઠમાં તો ફક્ત સાધુએ ગોચરી કયા ઘરોમાંથી ન વહોરવી તેની જ વાત છે. આ પાઠમાં “સૂતકવાળાના ઘરના અગ્નિ અને જળથી જિનપૂજા થાય નહિ” એવું તો ક્યાંય લખ્યું જ નથી. શ્રેયસ : પણ સાહેબ, ભૂતકાળમાં કોઈક ચૂર્ણમાં તેવો પાઠ હોય એવું ન બને? આજે એ ચૂર્ણ ન મળતી હોય તો પણ આપણે તેને અમાન્ય કેવી રીતે કરી શકીએ ? આચાર્યશ્રી તારી વાત એકદમ બરાબર છે પણ એના માટે કોઈ પ્રામાણિત