________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 113 કહેવામાં આવ્યું છે. આ વાતમાં સત્ય શું છે? આચાર્યશ્રી : શ્રેયસ, તું સત્યનો ગવેષક બનીને પૂછી રહ્યો છે તેથી આનંદ થયો. હાલમાં તો સમુહમાં એવો અસત્યનો ઢોલ પીટવામાં આવે છે કે એના અવાજથી બહેરો બનેલો માણસ પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માટે માં-માથા વિનાની ગમે તેવી વાત પણ સ્વીકારી લેતા અચકાતો નથી. હકીકતમાં આ મહાપુરુષે સૂતકની મર્યાદા નથી તો તોડી કે નથી તો છોડી. શાસ્ત્રોમાં અને શાસ્ત્રાનુસારી તપાગચ્છની સુવિહિત સામાચારી મુજબ તપાગચ્છની જે સૂતક સંબંધી મર્યાદા છે તેનું પાલન પોતે કર્યું છે અને સૌને એની સમજ આપી છે. જે અન્યગચ્છની સામાચારીને તપાગચ્છની સામાચારી સમજીને તપાગચ્છવાળાને પાળવાનો આગ્રહ કરી રહ્યા છે તેનો તેઓશ્રીએ વિરોધ કર્યો છે. આવી સ્પષ્ટ વાત છે માટે જ તેઓશ્રીએ જાહેર કર્યું હતું કે સૂતકમાં ઘરનો પ્રત્યેક સભ્ય પોતાના ઘરના પાણીથી જિનપૂજાદિ નહિ કરી શકે આવી વાત અન્ય ગચ્છની છે. તપાગચ્છમાં તો સ્નાન કર્યા પછી ઘરના બાકીના સભ્યો પૂજા કરી શકે તેવી સામાચારી છે. શ્રેયસ : સૂતકમાં જિનપૂજાદિ બંધ કરવાની સામાચારી તપાગચ્છની નથી તો કયા ગચ્છની છે? - આચાર્યશ્રી : સૂતકમાં ઘરના તમામ સભ્યોથી પોતાના ઘરના પાણીથી જિનપૂજાદિ ન થાય તેવી માન્યતા ખરતરગચ્છની છે. શ્રેયસ : આપની આ વાત માટે પ્રાચીન ગ્રંથનો આધાર મળે છે? હોય તો જણાવો. આચાર્યશ્રી : અકબર બાદશાહના સમયમાં થયેલ તપાગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ હીરવિજય સૂરીશ્વરજી મહારાજાના શ્રી હીરપ્રશ્ન ગ્રંથમાં સ્પષ્ટ લખેલું છે કે “જેના ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થાય છે તે ઘરના મનુષ્યો ખરતરપક્ષમાં પોતાના ઘરનાં પાણીથી દેવપૂજા કરતા નથી. ખરતર ગચ્છના સાધુઓ પણ તેનાં ઘરે દશ દિવસ સુધી વહોરતા નથી તેવા અક્ષર ક્યાં છે? અને આપણા તપાગચ્છમાં આ વિષયમાં કયો વિધિ છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા તપાગચ્છાધિપતિએ કહ્યું છે કે જેનાં ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થાય છે