________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 112 સૂતક સંબંધી સરળ પ્રશ્નોત્તરી શ્રેયસ : ગુરુદેવ, મને ઓળખ્યો? હું સૂતક મર્યાદાય નમઃ ચોપડીવાળો શ્રેયસ છું. આચાર્યશ્રી : ઓળખી લીધો, બોલ, કેમ આવવાનું થયું ? શ્રેયસ : સાહેબ, સૂતક વિષે મને જે સમજાવવામાં આવ્યું છે તેના સંબંધમાં મારે આપને કેટલાક પ્રશ્નો પૂછવા છે? હું પૂછી શકું ? આચાર્યશ્રી : સમજયા પછી પણ સૂતક વિષે તને પ્રશ્નો ઉઠે છે તે સારી નિશાની છે. કારણ કે જે મળ્યું, જેવું મળ્યું તે પકડીને બેસી જનારા વિચારણા માટેના દ્વાર ખુલ્લા રાખતા નથી. પરિણામે તેઓ તત્ત્વના પારને પામતા નથી. બોલ ભાઈ, શું પૂછવું છે તારે ? શ્રેયસ : સાહેબ, મને એવું જણાવવામાં આવ્યું છે કે બે તિથિ પક્ષવાળા સૂતકને માનતા નથી. શું આ વાત સાચી છે? - આચાર્યશ્રી : પુણ્યશાળી, બે તિથિપક્ષવાળા શાસ્ત્રમાં સૂતક સંબંધી જે મર્યાદાઓ પાળવાની લખી છે તે બધી જ માને છે અને પાળે પણ છે. તપાગચ્છ સિવાયના અન્યગચ્છની સૂતક સંબંધી માન્યતાઓ જુદી છે તે અમે માનતા નથી અને પાળતા પણ નથી. અમે તપાગચ્છના છીએ અને તપાગચ્છની સમાચારી પાળીએ છીએ. અન્યગચ્છની સામાચારી કોઈ પણ તપાગચ્છવાળાએ પાળવાની હોતી નથી. શ્રેયસ : તો શું આજે તપાગચ્છમાં સૂતક સમયે ઘરના તમામ સભ્યોથી અમુક દિવસો સુધી જિનપૂજા - સામાયિક - સુપાત્રદાન વગેરે ન થાય તેવી વાતો ચાલે છે અને મને ભણાવવામાં આવી છે તે શું તપાગચ્છની સામાચારી નથી ? શું અન્ય ગચ્છની છે? પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ સૂતકની મર્યાદાઓ તોડી છે, છોડી છે તેવું મને ઠોકી ઠોકીને