________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 114 તેનાં ઘરનાં પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી અને તેના ઘરે વહોરવાની વિધિમાં તો જે દેશમાં જે લોકવ્યવહાર હોય તે અનુસારે સાધુઓએ કરવું જોઈએ. દશ દિવસનો આગ્રહ શાસ્ત્રમાં જાણ્યો નથી.” આ પ્રશ્નોત્તર મુજબ સૂતકવાળા ઘરના ખરતરગચ્છના મનુષ્યો પોતાના ઘરના પાણીથી દેવપૂજા કરતા ન હતા અને તપાગચ્છવાળા તેવા અક્ષરો શાસ્ત્રમાં ન હોવાથી જિનપૂજા કરતા હતા. આ વાત સ્પષ્ટ જાણવા મળે છે. શ્રેયસ : આમાં તો ફક્ત તપાગચ્છના ગ્રંથમાં જ આ વાત આવી. ખરતરગચ્છના ગ્રંથમાં ક્યાંય તેમની આવી માન્યતાનો ઉલ્લેખ મળે છે? આચાર્યશ્રી : હા, એ પણ જણાવું. આજથી લગભગ ચાર સદી પહેલા તપાગચ્છ અને ખરતરગચ્છની માન્યતામાં ભેદ હતો તેની નોંધ કરેલા પાનાં તપાગચ્છવાળા તરફથી બહાર મૂકાયા હતા. આ પાનાં તે સમયના ખરતરગચ્છના ઉપાધ્યાય શ્રી જયસોમ ગણિવરના હાથમાં આવતા તેમણે તેનો જવાબ આપ્યો તે હાલમાં પ્રશ્નોત્તર ચત્વારિંશત્ શતક' નામે પુસ્તક રૂપે ખરતરગચ્છ તરફથી છપાયેલ છે અને પેલા જૂનાં પાનાં હતાં જેનો જવાબ ખરતરગચ્છના ઉપાધ્યાયજીએ આપ્યો હતો તે પાનાં તપા-ખરતરભેદ' નામે પુસ્તક રૂપે છપાયેલ છે. આ બંને પુસ્તકો તું વાંચીશ તો તને સમજાશે કે આજે જે સૂતકમાં પૂજાબંધીની વાતો તપાગચ્છવાળા કરે છે તે મત તો ખરતરગચ્છનો છે અને તપાગચ્છની માન્યતા તો શ્રી સેનપ્રશ્ન ગ્રંથમાં “ચાલુ સૂતકે સ્નાન કર્યા પછી જિનપૂજા થઈ શકે છે' - આ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં તપાગચ્છાધિપતિએ ચાર સદી પહેલા જાહેર કરી છે. શ્રેયસ : મેં સાંભળ્યું છે કે ખરતરગચ્છવાળાએ પોતાની માન્યતા સિદ્ધ કરવા માટે શાસ્ત્રપાઠો પણ આપ્યા છે. શું તપાગચ્છવાળા એ શાસ્ત્રપાઠી નથી માનતા, તેમાં તો આગમ અને છેદસૂત્રના પણ પાઠો છે તેવું મેં સાંભળ્યું છે? આ બાબતમાં આપનું શું કહેવું છે? આચાર્યશ્રી શ્રેયસ, તારા કહેવા મુજબ “પ્રશ્નોત્તર ચવારિંશત્ શતકમાં ઉપા. શ્રી જયસોમ ગણિવરે આગમ - છેદ સૂત્રના પાઠો મૂક્યા છે ખરા પરંતુ