________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 111 હોવા છતાં લેખક પાંચ પ્રકારના સ્વાધ્યાયમાંના ચોથા અનુપ્રેક્ષા સ્વાધ્યાયનો પણ ઉપર મુજબ નિષેધ કરે છે. આવી જ કુટેવના કારણે તેમણે આખી ચોપડીમાં શાસ્ત્રકારે નિષેધ ન કર્યો હોવા છતાં સૂતકના નામે શ્રી જિનપૂજા અને ગોચરી વહોરાવવાનો નિષેધ ફરમાવ્યો છે. શાસ્ત્રકારો કરતા વિપરીત વિધાન કરનારા લેખકની વાત કોઈ પણ સંયોગોમાં માની શકાય નહિ. શાસ્ત્રાધાર વિનાની વાત પણ શાસ્ત્રના નામે જ રજૂ કરવાની આ કુટેવ લેખકની પોતાની નથી, તેમને વડિલોનો મળેલો વારસો છે. ઐતિહાસિક આધારો, ચાર ચાર સદી જૂના ગ્રંથોના આધારે તપાગચ્છની સૂતક વિષયક સામાચારી કઈ છે તેની વાત આગમાદિ શાસ્ત્રોના આધારે આપણે જોઈ. હવે આ જ વિષયને પ્રશ્નોત્તરના વાર્તાલાપ રૂપે પણ જોઈએ. કેટલાક જીવો પ્રશ્નોત્તરના માર્ગે તત્ત્વ સમજવાની રુચિવાળા હોય છે તેમના લાભાર્થે આ લખાણ પ્રગટ કરવામાં આવે છે. શાસ્ત્રપાઠો આગળના લખાણમાં આવી જ ગયા છે. હવે આ લખાણમાં તો શાસ્ત્રનો ઉલ્લેખ જ થશે. પાઠ આગળમાંથી જોઈ લેવો.