________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ લોકોત્તર સ્થાપના કુલોમાં પૂ. ગુરુભગવંતો વહોરવા પધારે છે. પોતાનાથી પામેલા શ્રાવકને ત્યાં તો ખાસ જાય છે. ઉપરના પાઠ મુજબ તો શ્રી જિનાજ્ઞાભંગ વગેરે ચાર પાપો તેમને લાગવાં જોઈએ. પણ વર્તમાનના સૂતકની વાતો કરનારા સમુદાયો પણ તે બધી જગ્યાએ ગોચરી જવાનો પ્રતિબંધ મૂકતા નથી. નવા પમાડેલા શ્રાવકને પણ કહેતા નથી કે તમારે ત્યાં સૂતકકુલની જેમ અમારાથી ગોચરી વહોરવા અવાય નહિ અને તમારાથી અમને વહોરાવાય પણ નહીં. આપણને બંનેને શ્રી જિનાજ્ઞાભંગ વગેરે ચાર મોટા પાપ બંધાય. ફક્ત સૂતકકુલો- લૌકિકસ્થાપના કુલો માટે જ બૂમાબૂમ કરવામાં આવે છે - તે કેટલી હદે યોગ્ય છે? લૌકિકસ્થાપના કુલો માટે આટલી બૂમાબૂમ અને લોકોત્તર સ્થાપનાકુલોમાં ગૂપચૂપ ગોચરી વહોરીને આવતા રહેવું : આ કેવું કહેવાય? શાસ્ત્રની અડધી વાત માનવી અને અડધી વાત ન માનવી : એમાં શાસ્ત્રભક્તિ ક્યાં રહી? ખરેખર તો અહીં વિવેક કેળવવો જોઈએ કે, નવા પામેલા શ્રાવક વગેરેને ત્યાં જવાથી તેની ધર્મભાવના વધવાને બલે ઘટતી જણાય, અપ્રીતિ થાય તો તેને ત્યાં વહોરવા ન જ જવાય. પણ જવાથી તેની ધર્મભાવના વધતી હોય તો ત્યાં પણ જવામાં ઉપર જણાવ્યા તેમાંના કોઇ પાપ લાગે નહિ. માટે જ દરેક ગીતાર્થ ભગવંતો લોકોત્તર સ્થાપના કુલોમાં પણ ધર્મભાવના વધે તેવા કુલોમાં વહોરવા જવામાં પાપ માનતા નથી અને જાય છે. દાનરુચિવાળા શ્રાવક, નવા શ્રાવક વગેરેના ઘરોમાં વહોરવા જવાથી તેમની ધર્મભાવના વધતી નજરે દેખાય છે. ઉપરથી તેવાને ત્યાં વહોરવા ન જાય તો તેને ખોટું લાગવું, ધર્મભાવના ઘટવી, ઉત્સાહ ઓસરી જવો વગેરે બનવું શક્ય છે. જ્યારે આભિગ્રહિક મિથ્યાત્વી. ઘરે આવવાની ના કહેનાર, વહોરવા આવે તેવું ઇચ્છતા ન હોય વગેરે લોકોત્તરસ્થાપના કુલોમાં સાધુ ગોચરી જાય તો શાસનલઘુતા, સાધુ ઉપર અપ્રીતિ, ધર્મભાવનો નાશ વગેરે દોષો ઉત્પન્ન થાય તે સમજાય તેવી વાત છે. માટે આવા કુલોમાં સાધુ ગોચરી જતા નથી. આ રીતે લોકોત્તર સ્થાપના કુલોમાં પણ આભિગ્રહિક મિથ્યાત્વી, ઘરે આવવાની ના કહેનાર, વહોરવા આવે એવું ન ઇચ્છનાર, “સાધુઓ અમારું