________________ 98 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ શ્રી પંચાશક પ્રકરણનો આ સંદર્ભ જોતાં સ્પષ્ટ જણાય છે કે, અહીં જે શિષ્ટપુરુષોના દાનની વાત જણાવી છે તે અન્ય ધર્મીઓ, પોતાના સ્મૃતિ આદિ ગ્રન્થોનાં અનુસાર સૂતકમાં દાન આપતા નથી તેની છે. અહીં શાસ્ત્રકારે જૈનોનાં દાન અંગે કોઈ વાત કરી નથી. અને “સૂતકમાં જૈનો સાધુને ન વહોરાવી શકે” એવું શાસ્ત્રકારે ક્યાંય ફરમાવ્યું નથી. “સૂતકમાં દાન ન અપાય” તેવી માન્યતા સ્મૃતિ આદિને માનનારા જૈનેતરોની છે. “સૂતકમાં સાધુને ન વહોરાવાય” તેવી માન્યતા જૈનોની નથી. અન્ય ધર્મના સ્મૃતિ આદિના આધારે ચાલતા લોકાચારને જૈનાચાર સમજી લેવો - એ અગીતાર્થપણાનું લક્ષણ છે. શ્રીપંચાશક પ્રકરણનાં નામે “સૂતકમાં જૈનોથી સાધુને ન વહોરાવાય” તેમ કહેવું અનુચિત છે. શ્રી જિનપૂજાના વિષયમાં શ્રી “હીરપ્રશ્ન”નો પાઠ આપણે જોઈ ગયા. તેમાં ગોચરીનો વિષયવિચારવાનો બાકી રાખેલ તે હવે જોઈએ. જેસલમેરના શ્રી સંઘે આ પ્રશ્નમાં “ખરતરગચ્છના સાધુઓ સૂતકવાળાનાં ઘરે દશદિવસ સુધી વહોરતા નથી. તેવા અક્ષરો શાસ્ત્રમાં ક્યાં છે? અને આપણાં પક્ષમાં આ વિષયમાં ક્યો વિધિ છે ?" એવું પૂછ્યું છે. આના ઉત્તરમાં પૂ. તપાગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું કે સૂતકવાળા ઘરે વહોરવાના વિષયમાં જે દેશમાં જે લોકવ્યવહાર હોય તેના અનુસાર સાધુઓએ કરવું. દશ દિવસનો આગ્રહ તો શાસ્ત્રમાં જાણ્યો નથી.” આ પ્રશ્નોત્તરથી સમજાય છે કે, ખરતરગચ્છવાળા બધી જગ્યાએ દશ દિવસ સુધી સૂતકવાળા ઘરોમાં વહોરતા ન હતા. જ્યારે તપાગચ્છવાળા જે દેશમાં જેટલા દિવસનો લોકવ્યવહાર હોય તેટલા દિવસ વહોરવા જતા ન હતા. દશ દિવસનો આગ્રહ રાખતા ન હતા. વાત પણ ખરી છે કે સૂતક લૌકિક છે એટલે લોકોમાં જેટલા દિવસનો વ્યવહાર હોય તેટલા જ દિવસ ગોચરી જવા માટે વર્જવા જોઈએ. લોકવ્યવહાર દેશ-દેશમાં જુદો જુદો હોઈ શકે છે. માટે દશ દિવસ પકડી રાખવા શી રીતે યોગ્ય ગણાય? આ વખતે ખરતરગચ્છવાળા શ્રી વ્યવહારસૂત્રની ટીકાનો પાઠ આપીને કેવી વાત કરતા હતા તે વાત સૂતકવાદીઓ તરફથી રજૂ કરાતા શ્રી