________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 103 દોઢ દિવસ બાદ ચાલુ થઈ જાય તેવું નથી હોતું અને ત્રણ દિવસથી પણ વધુ રક્તસ્રાવ આવતો હોય તો તેની સ્પર્શમર્યાદા 72 કલાક બાદ પણ છૂટી ન થાય એવું બનતું નથી. આવું જ પ્રસૂતિ સમયે પણ સમજી લેવું એમાં પણ રક્તસ્રાવના દિવસો નક્કી હોતા નથી. દરેક સ્ત્રીની પોતપોતાની તાસીર અનુસાર હોય છે. હમણાં તો ડૉક્ટરી સારવારના કારણે એ વિષયમાં પણ ઘણું પરિવર્તન જોવા મળી શકે છે. માટે જ સ્પર્શમર્યાદા માટે M.C. માટે 72 કલાક અને પ્રસૂતિ માટે 10 દિવસ ગણીને ચાલવાનું છે. આ સમય મર્યાદા પહેલા રક્તસ્રાવ બંધ થઈ જાય છે કે સમયમર્યાદા પછી પણ ચાલુ રહે છે તેની ગણતરી પર સ્પર્શ મર્યાદા માટે ચાલવાનું નથી. હા, જિનપૂજા માટે રક્તસ્ત્રાવ ચાલુ ન હોવો જોઈએ - એ નિયમ શ્રી શ્રાદ્ધવિધિમાં જણાવ્યો છે માટે અવશ્ય પાળવાનો શ્રી પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં અસ્વાધ્યાયની વિચારણાના સમયે સ્ત્રીઓને જે ઋતુસ્ત્રાવ આવે છે તેની વાત કરતા જણાવ્યું છે કે એનો સમય ત્રણ દિવસનો હોય છે ત્રણ દિવસ બાદ પણ જો પ્રકૃતિ ભિન્નતાને કારણે કોઈક સ્ત્રીને રક્તસ્રાવ ચાલુ રહે તો પણ તે રક્તસ્રાવ “આર્તવ' સ્વરૂપ નથી. નિયમો મહારક્ત છે. માટે એવું મહારક્ત ચાલુ રહે તો પણ ત્રણ દિવસ બાદ અસજઝાય રહેતી નથી. આપણે આ જ વાતને પ્રસૂતિના દશ દિવસ માટે પણ વિચારી શકીએ છીએ. દશ દિવસ સુધીનો સાવ સ્પર્શમર્યાદામાં બાધક છે તે પછીનો સાવ સ્પર્શમર્યાદામાં બાધક બનતો નથી. આ રીતે સ્પર્શાસ્પર્શની મર્યાદા માટે જે આજે અરાજકતા ચાલે છે. તેને દૂર કરીને તપાગચ્છમાન્ય સામાચારી મુજબ શ્રી સેનપ્રશ્નના આધારે પ્રસૂતા સ્ત્રી માટે સ્પર્શની મર્યાદા દશ દિવસની દરેકે પાળવી જોઈએ. જે પ્રશ્નોત્તર માટે આટલો વિચાર કર્યો છે તે પ્રશ્નોત્તર સંસ્કૃત અને ગુજરાતીમાં હવે અહીં આપણે જોઈએ. શ્રી સેનપ્રશ્ન