________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 105 પહેલાં ગોચરી વહોરવા જનારા સાધુને ‘સુવાવડીના શીરા અને લાડવા ખાવાના લાલચુ” તરીકે ચીતર્યા હોત. આ કડવાગચ્છવાળા કે સૂતકના નામે શ્રીજિનપૂજા અને સુપાત્રદાન ઉપર પ્રતિબંધ મૂકનારા આજના તપાગચ્છવાળા : બેમાંથી એકેય સાચા રસ્તે નથી. સૂતક લૌકિક હોવાથી જે દેશમાં જેટલા દિવસનો લોકવ્યવહાર હોય તેટલા દિવસ જ લૌકિક કુલોનો ત્યાગ કરવાનો હોય. શ્રી હરિપ્રશ્ન કે શ્રી સેનપ્રશ્નના સૂતકમાં ગોચરીસંબંધી પ્રશ્નોત્તરોથી જ સ્પષ્ટ થાય છે કે, સૂતકના કાળમાં શ્રાવકોએ સાધુને ગોચરી વહોરાવવામાં કે સાધુએ એ કાલમાં ગોચરી વહોરવામાં કોઈ શાસ્ત્રીય બાધ નથી, પણ વ્યાવહારિક બાધ છે. શ્રી હીરપ્રશ્ન કે શ્રી સેનપ્રશ્નના રચના સમયનાં સામાજિક, ધાર્મિક કે રાજકીય વાતાવરણને ધ્યાનમાં લઈએ તો આ વ્યાવહારિક નિષેધની જરૂર સહેલાઈથી સમજાય તેવી છે. પ્રાચીનશાસ્ત્ર પાઠોની અગાઉ વિચારણા કરી, તેમાંય સૂતકના દોષને તાત્ત્વિક નહિ, પણ વ્યાવહારિક ગણીને લોકોમાં આપણા ધર્મની નિંદા ન થાય તે વિચારને જ મહત્ત્વ અપાયું છે. પ્રાચીન કાળમાં અન્ય ધર્મી ખાસ તો બ્રાહ્મણ વર્ગનાધર્મશાસ્ત્રોનું લોકવ્યવહારમાં ભારે મહત્ત્વ હતું. એ વર્ગને જૈનધર્મ પ્રત્યે એક ખાસ પ્રકારનો દ્વેષભાવ હતો. વિદ્યામાં, વ્યાપારમાં, રાજકારણમાં અને બીજા કોઈ ક્ષેત્રમાં ય જૈનોની ચડતી એ વર્ગને ભારે ઇર્ષ્યાનું કારણ બનતી. આ ઐતિહાસિક સ્થિતિમાં જૈનોની નજીવી વાતોને વિકૃત કરીને સામાન્ય લોકમાનસમાં તેમને ઉતારી પાડવાની વૃત્તિ એ વર્ગમાં જોર કરતી હતી. તે વર્ગની આવી વૃત્તિને ખોટી તક ન મળી જાય એનું આપણા શ્રી સંઘે સતત લક્ષ્ય રાખવું પડતું. અને તેથી જ આવા લોકવ્યવહારના વિધિ-નિષેધો ધ્યાનમાં લેવાતા. એક ઉદાહરણ જોઈએ અશુચિના સ્પર્શ જેવા ખાસ કારણ વિના સાધુ માટે અંડિલભૂમિથી આવીને પગ વગેરે ધોવામાં વધુ પાણી વાપરવાનો નિષેધ છે. છતાં બ્રાહ્મણાદિ - બાહ્ય શૌચને મહત્ત્વ આપનારાજોતા હોય એવા પ્રસંગે વધુ પાણી વાપરીને પગ વગેરે ધોવાની પણ શાસ્ત્રોમાં આજ્ઞા છે. આમાં આપણા શાસ્ત્રકારોએ લોકવ્યવહારને-લોકોમાં આપણા