________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 106 ધર્મની નિંદા ન થાય તે વાતને મહત્ત્વ આપ્યાનું સ્પષ્ટ છે. પણ તેથી આવા વ્યાવહારિક કારણ વિના પાણીનાં છબછબિયાં બોલાવવાની સાધુને છૂટ મળી જતી નથી. સૂતકમાં ય આવી જ વ્યાવહારિક વિચારણા કરવામાં આવી હોવાનું શાસ્ત્રકારોએ સ્પષ્ટ ફરમાવ્યું છે. આજે જ્યારે આપણા સૌના પુણ્યયોગે, અન્ય ધર્મીઓની ચિંતા કરવી જ પડે એવી સામાજિક - રાજકીય પરાધીનતા ટળી ગઈ છે ત્યારે ય પેલા વ્યાવહારિક વિધિ-નિષેધો પકડી રાખવામાં કોઈ ઔચિત્ય નથી. આરાધકોના દુર્ભાગ્યે ફરી તેવી અન્યધર્મીઓના વર્ચસ્વવાળી-પરિસ્થિતિ સર્જાય તો વિધિનિષેધો પાળવાનું શરૂ ય કરવું પડે. પણ તેવા કારણ વિના આપણા તાત્ત્વિક નિયમોને ગૌણ કરીને વ્યાવહારિક નિયમો પાળવામાં મિથ્યાત્વની આડકતરી અનુમોદના જ છે. - સ્ત્રીઓના માસિક ધર્મની કે પ્રસવકાલની શારીરિક અશુદ્ધિના કાલમાં તેઓને શ્રી જિનપૂજાદિનો નિષેધ તાત્ત્વિક હોવાથી તે સ્વીકાર્ય જ છે. આટલી વિચારણાથી એ વાત સ્પષ્ટ બને છે કે સૂતકના સમયમાં પ્રસૂતા બહેનોએ જ્યાં સુધી શુદ્ધિ ન જણાય ત્યાં સુધી શ્રી જિનપૂજન ન કરવું. અશુદ્ધિના કાળ દરમ્યાન ઘરમાં અન્ન, પાણી, વસ્ત્ર વગેરે દૂષિત ન બને તે રીતે સ્પર્શવાની મર્યાદા તેમણે જાળવવી, ઘરના અન્ય સભ્યો માટે “સ્નાન કર્યા પછી શ્રી જિનપૂજા કરવી, પૂ. ગુરુભગવંતોને વહોરાવવું' વગેરે નિષિદ્ધ નથી. સૂતકના નામે આનો નિષેધ કરવો એ જૈનેતરોનો આચાર છે. જૈનશાસ્ત્રો તેવો નિષેધ ફરમાવતા નથી. સૂતક વિચારણાની સમાપ્તિ કરતાં પહેલા, “સૂતકમર્યાદાયે નમ:'ના લેખકે જે વાહિયાત તર્કો કર્યા છે-તેનોય સામાન્ય વિચાર કરી લઈએ. પૃ. 26 ઉપર લખ્યું છે કે “અહીં તો એમ.સી. અને પરુની જેમ સૂતકમાં પૂજા કરવી એટલે ભગવાનને અભડાવવા. અપવિત્ર બનાવવા. એમ સમજી જ લેવું. અર્થાત એમ.સી. વાળી બહેનના પડછાયા વગેરેથી પાપડવડી બગડે છે. તેમ સૂતકીય વ્યક્તિથી પરમાત્માની પ્રતિમા બગડે છે એમ સમજવામાં કોઈ બાધ નડતો નથી.” આમાં એમ.સી. કે પરુવાળી વ્યક્તિ પૂજા કરે તો ભગવાનની આશાતના થાય. એ વાત અગાઉ જોઈ ગયા તે