________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 101 સવાઈ હીરલા પૂ. આ. ભ. શ્રી વિજય સેનસૂરીશ્વરજી મહારાજાના સમયમાં તેઓશ્રીને આ વિષયનો જ પ્રશ્ન પૂછાયો છે અને તે તપાગચ્છના સર્વે સર્વા મહાપુરુષે આ પ્રશ્નનું સમાધાન પણ આપેલું છે તે પ્રશ્ન અને સમાધાન સંસ્કૃત અને ગુજરાતીમાં અહીં મુકવામાં આવે છે તે પહેલા આ પ્રશ્નોત્તર પર વિચાર કરી લઈએ. પ્રશ્ન એવો છે કે “કડવા મતની સુવાવડી સ્ત્રી સંતાનને જન્મ આપ્યા બાદ એક મહિના સુધી કોઈને પણ અડતી નથી અને રસોઈ પણ રાંધતી નથી. જ્યારે આપણામાં (એટલે કે તપાગચ્છમાં) તો આ અડવાની અને રસોઈ આદિની મર્યાદા દશ દિવસની છે તો આમ કેમ? આ પ્રશ્ન એમ સૂચવે છે કે તે સમયે કડવા મતની માન્યતાવાળાઓ પોતાના ઘરે સંતાનને જન્મ આપનાર સ્ત્રીને સુવાવડ બાદ એક મહિના સુધી કોઈને અડવાની છૂટ આપતા ન હતા. અને રસોડાને અડવાનું કે રાંધવાનું પણ તેને કરવા દેતા ન હતા. એનો મતલબ એ થયો કે પ્રસૂતિ પછી તેમના મતે એક મહિના સુધી સ્પર્શની મર્યાદા પળાતી હતી. આપણા તપાગચ્છમાં પણ જો આવી મહિના સુધી ન અડવાની મર્યાદા પળાતી હોય તો પ્રશ્ન ઊભો થાય જ નહિ પણ તે વખતે આપણા તપાગચ્છમાં પ્રસૂતિ પછી સંતાનને જન્મ આપનાર સ્ત્રી દશ દિવસ કોઈને અડતી ન હતી, રસોઈ પણ કરતી ન હતી, મતલબ રસોડાને પણ અડતી ન હતી. દશ દિવસ બાદનું જે સ્નાન કરવામાં આવે છે જેને લોકભાષામાં ‘દસુટણ કાઢ્યું’ એમ કહેવાય છે તે સ્નાન કર્યા બાદ કોઈને પણ અડવાની - રાંધવાદિની છૂટ મળી જતી હતી. M.C. વાળી સ્ત્રીને 72 કલાક બાદના સ્નાન પછી જેટલી છૂટ મળે છે તેટલી છૂટ પ્રસૂતા સ્ત્રીને પણ દશ દિવસના સ્નાન પછી મળે છે એવું આ પ્રશ્ન પરથી સમજાય છે. કારણ કે M.C. વાળી અને પ્રસૂતા સ્ત્રી બન્નેને સ્પર્શની મર્યાદા પૂરી થાય એટલે જેટલી ધર્મકરણી કરવાની છૂટ મળે છે તે સમાન જ હોય. જેમ M.C. ની સ્પર્શમર્યાદા 72 કલાકની છે તેમ પ્રસૂતિની સ્પર્શમર્યાદા દશ દિવસની તપાગચ્છમાં ચાલે છે તેવું આ પ્રશ્નથી સ્પષ્ટ સમજાય છે. જો કે આ તો પ્રશ્ન છે. ક્યારેક પ્રશ્નમાં ખોટી માહિતી પણ મૂકવામાં