________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 100 ઉત્તર : શ્રી વ્યવહાર સૂત્રની ટીકામાં જે દસ દિવસનું વર્જન છે તે દેશ વિશેષને આશ્રયીને છે. તેથી જે દેશમાં સૂતકસંબંધી જે મર્યાદા હોય તેટલા દિવસ વર્જવા. તેથી પ્રશ્નોત્તર ગ્રન્થ સાથે કોઈ વિરોધ નથી. - પૂ. સેન. સૂ. મ. એ સ્પષ્ટ જણાવ્યું કે શ્રી વ્યવહાર સૂત્રની ટીકામાં સૂતકના વિષયમાં જે દશ દિવસ વર્જવાના કહ્યા છે તો કોઈક દેશ વિશેષમાં ચાલતા રીવાજ મુજબ છે. બાકી તો જે દેશમાં સૂતકના વિષયમાં જેટલા દિવસની મર્યાદા હોય તેટલા દિવસ વર્જવાના છે. પ્રસૂતા (સુવાવડી) સ્ત્રી કેટલા દિવસ પછી બધે અડી શકે ? રજસ્વલા (M.C.વાળી) સ્ત્રી M.C. શરું થયા બાદ 72 કલાકે સ્નાન કરે એટલે ઘરમાં બધે અડી શકે, રસોઈ-પાણી કરી શકે. દેરાસરે જઈ શકે, સામાયિક કરી શકે, ગુરુભગવંતોને વહોરાવી શકે, સાધર્મિકોને જમાડી શકે. ટૂંકમાં ભગવાનની અંગપૂજન સિવાયની બધી ધર્મકરણી કરી શકે છે. 72 કલાક બાદ જયારે M.C. વાળી સ્ત્રીને સંપૂર્ણ શુદ્ધિ આવી જાય પછી તે જિનપૂજા પણ કરી શકે છે. જિનની અંગપૂજામાં લોહી વગેરે વહેતું હોય ત્યારે સ્નાન કર્યા પછી પણ જિનપૂજા ન થાય. લોહી આદિ અશુચી વહેતી ન હોય તો સ્નાન કર્યા બાદ પ્રભુપૂજન થઈ શકે. આ સમજ મોટે ભાગે બધે ખૂબ જ પ્રચલિત છે. પરંતુ સુવાવડ આવી હોય તો સંતાનને જન્મ આપનાર માતા કેટલા દિવસે અડી શકે અને કેટલા દિવસે જિનપૂજા કરી શકે? આ વિષયમાં માથા એટલા મત જોવા મળે છે. કોઈ ર૧ દિવસ બાદ ઘરમાં અડવાની છૂટ આપે છે પણ રસોડાને અડવામાં 30 દિવસની મુદત મૂકે છે. 40 દિવસ પછી પૂજાની છૂટ આપે છે તો કોઈક વળી બધી જ છૂટ 40 દિવસ પછી આપે છે. તે પહેલા કશી જ છૂટ આપતા નથી. આમાં કોઈ નિયામક તત્ત્વ એક જ હોય તેવું ચાલતું નથી. આથી પ્રશ્ન ઊભો થાય કે આવા અવસરે શું કરવું? તપાગચ્છની આ વિષયમાં સામાચારી કઈ ? અને તપાગચ્છની આ વિષયમાં શી માન્યતા છે, તેનો આધાર કયો? આનું સમાધાન આપણને શ્રી સેનપ્રશ્નમાં જોવા મળે છે. તપાગચ્છાધિપતિ