________________ 97 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ન અપાય' એવું માને છે. તેવાં લૌકિકકુલોમાં ગોચરી જવાનો નિષેધ છે. શ્રાવકોનાં કુળો તો લોકોત્તર કુળો છે. અને ‘સૂતકમાં દાન ન અપાય” એવું લોકોત્તર જૈનશાસ્ત્ર ફરમાવતું નથી. માટે શ્રાવકોએ સૂતકનાં નામે સુપાત્રદાન બંધ કરવાનું ન હોય. શ્રી પંચાશક સૂત્ર - સટીકનો ઉપર રજૂ કરેલો પાઠ વિચારતાં તો ઘણી સ્પષ્ટતા થાય તેમ છે. તેની ચોત્રીસથી આડત્રીસ ગાથાની ટીકાનો સાર આ પ્રમાણે છે : શ્રમણ-સાધુ - પાખંડિ આદિને માટે બનાવેલ આહારાદિ ઉદ્દેશકાદિ દોષથી દુષ્ટ બને છે માટે સાધુને કહ્યું નહિ” શાસ્ત્રકારની આ રજૂઆત સામે પરધર્મવાળાની દલીલ છે કે “તો પછી તો તમારા સાધુ ગોચરી માટે વિશિષ્ટશિષ્ટકુલોમાં જઈ શકશે જ નહિ. કારણ કે “ગુરુત્તશેષ મુનિત એવા સ્મૃતિના વચનાનુસારે શિષ્ટપુરુષો ધર્મ - પુણ્યને માટે (સાધુ આદિને દાન આપવા માટે) આહારાદિ પકાવે છે. તમારા સિદ્ધાંત મુજબ એવા આહારાદિ સાધુને ન કહ્યું, તો સાધુ શિષ્ટ વગેરે કુલોમાં ગોચરી શી રીતે જઈ શકે? આ રીતે તો તેમને ભિક્ષા મળશે જ નહિ.” પરધર્મવાળાની આ દલીલ સામે શાસ્ત્રકાર ફરમાવે છે કે “આટલું મારા કુટુંબ માટે, આટલું શ્રમણાદિ માટે” એવી કલ્પનાપૂર્વક બનાવેલો આહાર સાધુને કહ્યું નહિ. પરંતુ ગૃહસ્થ પોતાના માટે બનાવેલ આહારમાંથી “હું આમાંથી સાધુને પણ આપીશ” એવો સંકલ્પ તે કરે, તો તે આહારાદિ સાધુને કલ્પી શકે છે. અમે તો કુટુંબ અને શ્રમણાદિને આપવાના આહારને બનાવતી વખતે બે વિભાગપૂર્વક સંકલ્પ કરે તેને જ સાધુ માટે અકથ્ય કહીએ છીએ એ જ રીતે સર્વશિષ્ટજનો ધર્મ (દાન) માટે જ રસોઈ આદિનો આરંભ કરે છે એવું પણ નથી. કારણ કે તેઓને સૂતક આદિદાનનિષેધનું કારણ હોવા છતાં, કેટલાક શિષ્ટ પુરુષોનાં ઘરમાં, રોજની જેમ જ,રોજની માત્રામાં જ રસોઈ આદિનો આરંભ થાય જ છે અને બીજી વાત કે - પોતાના માટે બનાવેલ રસોઈમાંથી થોડું પણ સાધુને આપતા ગૃહસ્થો આજે દેખાય છે. માટે સાધુને પોતાના માટે ન બનાવેલી ભિક્ષા ન જ મળે એવી તમારી (પરધર્મવાળાની) દલીલ ખોટી પુરવાર થાય છે.”