________________ 92 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ જ ઘર ભાળી ગયા છે' એવી અપ્રીતિ કરનારા ઉપાશ્રયથી સંબંધિત સાત ઘરો વગેરેમાં સાધુ ગોચરી જતા નથી. જ્યારે લોકોત્તર સ્થાપના કુલોમાંના જ દાનરુચિવાળા, નવા શ્રાવક, સમકિત પમાડેલા અને ઉપાશ્રયથી સંબંધિત સાત ઘરો પણ સાધુ વહોરવા આવે ત્યારે સુપાત્રદાનનો લાભ મળ્યો એવી ઉત્તમ ભાવનાથી ધર્મભાવનાને વધારતા હોય તો વહોરવા જવામાં કોઈ દોષ નથી. આ રીતે કયા કુલોમાં ગોચરી જવાથી લાભ થાય કે નુકશાન થાય -તે ગોચરી વહોરવા જનાર ગીતાર્થ મહાત્માએ વિચારવાનું છે. અને પ્રવૃત્તિ કરવાની છે. “હું તમારાથી ધર્મ પામ્યો છું” માટે મારે ત્યાં વહોરવા આવતા નહિ. શ્રી નિશીથસૂત્રના પાઠ મુજબ શ્રી જિનાજ્ઞાભંગ વગેરે ચાર મોટા પાપ તમને લાગે છે - આવી અતિપરિણતિ શ્રાવકે રાખવાની હોય નહિ અને છતાં કોઈ રાખે તો તેવા અતિપરિણતનાં ઘરે સાધુથી જવાય નહિ. સૂતકકુલોના વિષયમાં પણ આવો જ વિવેક કરવાનો છે, છતાં આજે પોતાના ઘરે વહોરવા આવેલ પૂ. ગુરુભગવંતોને “મહારાજ સાહેબ, અમારે ત્યાં સૂતક છે. તમને નહિ ખપે. તમે વહોરતા હોય તોય અમે ન વહોરાવીયે જેવી અતિપરિણતિ “સૂતકમર્યાદાયે નમઃ” જેવી ચોપડીઓ શીખવી રહી છે. લૌકિકસ્થાપનાકુલોસ્વરૂપ સૂતકકુલોમાં પણ ઉપર મુજબ વિવેક કરવો જોઈએ. સૂતકમાં દાન ન અપાય' એવી લૌકિક માન્યતાના પ્રચારક સાધુઓથી ભરમાયેલા શ્રાવકો પણ જયારે “અમારે ત્યાં સૂતક છે , આપને નહિ ખપે” એવું કહે ત્યારે પણ એના ઘરે વહોરાય નહિ. કારણકે ત્યાં વહોરવાથી અજ્ઞાનકદાગ્રહી તે શ્રાવકની ધર્મભાવના વધતી તો નથી પણ સાધુ ઉપરષ, અપ્રીતિ વગેરે પણ તેને થઈ આવે. જયારે “સૂતકમાં દાન ન અપાય' એવી લૌકિકમાન્યતાને નહીં સ્વીકારનારા શ્રાવકો જૈન શાસ્ત્રોની મર્યાદા મુજબ વહોરાવતા હોય ત્યારે વહોરવામાં દોષ નથી. કારણકે વહોરાવવાથી શ્રી જિનાજ્ઞાનો ભંગ થતો નથી અને વહોરાવનારની ધર્મભાવના પણ વધે છે. સુપાત્રદાનનો લાભ મળ્યાનો આનંદ પણ તેને હોય છે. અમે આવી શાસ્ત્રમર્યાદાનું સ્પષ્ટ પાલન કરતા હોવા છતાં “અમે જાણે લાડવા અને શીરા ખાવા માટે સૂતકવાળાનાં ઘરમાં ઘૂસી જતાં હોઈએ” એવા