________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ નામના ગ્રન્થમાં શ્રી જિનેશ્વર-વ-જિનાલય સંબંધી જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ પ્રકારની આશાતનાઓનું વ્યવસ્થિત વર્ણન છે. આને ધ્યાનથી વાંચવામાં આવે તો છતી શક્તિએ પૂજા છોડી દેવાના પાપથી બચી જવાય. ઋતુધર્મના દિવસોમાં શ્રી જિનપૂજા થાય? ઋતુધર્મના દિવસોમાં તે બહેનોથી શ્રી જિનપૂજા ન થાય, પણ ઋતુધર્મવાળીબહેનો ઘરમાં હોય એટલા માત્રથી બાકીના બધાથી શ્રી જિનપૂજા ન થાય - એ વાત ખોટી છે. બાકીના માણસો સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જાય. પછી તેઓને પૂજા કરવામાં કોઈ શાસ્ત્રીયબાધ નથી. આમ પણ ઋતુધર્મવાળી બહેનોને અડી જવાય તો શુદ્ધિ માટે ફક્ત સ્નાન જ કરવાનું હોય છે. એથી વિશેષ કોઈ વિધિ નથી. આજના વિભક્ત કુટુંબના જમાનામાં ઋતુધર્મસંબંધી ઘણી ગરબડો ઉભી થઈ ગઈ છે. ઋતુધર્મવાળા બહેનો જ રસોઈ - પાણી કરતા હોય તેવી પરિસ્થિતિ ઘણાં ઘરોમાં આવવા માંડી છે. આને માટે યોગ્ય ઉપાય કરવો જ જોઈએ. કોઈ પણ સંયોગોમાં આ પરિસ્થિતિ ન જ બદલાય, ઋતુધર્મવાળા બહેનોએ બનાવેલી રસોઈ જમવી પડી તો તેથી પૂજા બંધ કરવાની હોતી નથી. અગાઉ જોઈ ગયા તેમ ખોરાકને શ્રી જિનપૂજા સાથે સંબંધ હોતો નથી. અભોજ્ય' આહાર કરનારો પણ સ્નાન કરે એટલે તેની શરીરશુદ્ધિ થઈ જાય છે. (આમાંથી કોઈએ “અભોજય’ આહાર વાપરવાની પ્રેરણા મેળવવાની નથી. ફક્ત માર્ગ શું છે - તેની વાત ચાલી રહી છે. બાકી ‘અભોજ્ય આહારનો ત્યાગ કરવાનો જ છે -એ કોઈ પણ સંયોગોમાં ભૂલાય નહિ.) એટલે પછી શ્રી જિનપૂજા કરવામાં કોઈ બાધ નથી. ઘણા માણસો કહે છે, “સાહેબ, પૂજા કરવાનું તો બહું જ મનછે. પણ શું થાય? ઘરમાં ત્રણ દિવસની મર્યાદા પળાતી નથી. એટલે એટલા દિવસ પૂજા કરતો નથી. જો કોઈ માર્ગ મળતો હોય તો મારે અવશ્ય પૂજા કરવી છે. આ માણસોને રસ્તો બતાવતા સૌથી પહેલા તો એ જ જણાવવાનું કે - “ઘરમાં ત્રણ દિવસની મર્યાદાનું પાલન થાય - આ જ માર્ગ ઉત્તમ છે. સંયોગવશ એ