________________ 84 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કેવી વાહિયાત દલીલ છે ! હવે આ મુજબ જ આગળ વિચારશે તો તેઓ મિથ્યાત્વમાં ચાલ્યા જશે. કારણકે બ્રાહ્મણ અને ક્રિશ્ચિયન : બન્નેય મિથ્યાત્વી છે. આપણાથી બેમાંથી કોઈનોય પક્ષ ન લેવાય. આપણે તો શ્રી જિનેશ્વર ભગવંતોનો મત સ્વીકાર્યો છે. કોઈ પ્રશ્ન કરે કે “બ્રાહ્મણ હિંસકયજ્ઞમાં માને છે. ક્રિશ્ચિયનો યજ્ઞને જ માનતા નથી. બ્રાહ્મણો આ સૃષ્ટિની રચના બ્રહ્માએ કરી છે - એમ માને છે, ક્રિશ્ચિયનો એવું માનતા નથી. બ્રાહ્મણો અનેક મિથ્યાપર્વો માને છે. ક્રિશ્ચિયનો આવા કોઈ મિથ્યાપર્વ માનતા નથી. બોલ શ્રેયસ! તારે કોના પક્ષમાં જવું છે ?" શ્રી અક્ષયચંદ્રસાગરજીનો આ શ્રેયસ તો ફદઈને કહી દેશે: ‘ક્રિશ્ચિયનના પક્ષમાં તો જવાય જ શી રીતે?” ઉપર જણાવેલી બધી બ્રાહ્મણોની માન્યતાને આપણા શ્રી જિનેશ્વર ભગવંતોએ ‘મિથ્યાત્વ' તરીકે ઓળખાવી છે. મુ. (હાલ આ.) શ્રી અક્ષયચંદ્ર સાગરજીના ચઢાવ્યા મુજબ પોપટની જેમ બોલ બોલ કરનાર શ્રેયસ, બ્રાહ્મણોનો પક્ષ લઈને પોતાનું અશ્રેય કરશે એ ચોક્કસ છે. મિથ્યાત્વનો સ્વીકાર કરનારો કદી પોતાનું કલ્યાણ કરી શકે નહિ. સૂતક માનવું તે ગણધર (ભગવંત)ની આજ્ઞા છે. એવું મુ. (હાલ આ.) શ્રી અક્ષયચંદ્ર સાગરજી પેજ નં. 6 ઉપર લખે છે. આ તેમનો ચોખ્ખો મૃષાવાદ છે. શાસ્ત્રોમાં તો ‘સૂતક માનનારાં કુલોમાં સાધુએ ગોચરી ન જવું.” એવી શ્રી ગણધર ભગવંતોએ મર્યાદા બાંધી છે. સૂતકને માનવાની આજ્ઞા શ્રી ગણધર ભગવંતોએ કરી જ નથી. તેમના તર્કોનું સ્તર એટલું તો ‘ઉંચું છે કે સામાન્ય બુદ્ધિવાળો માણસ પણ એમાં રહેલી પોકળતાને પકડી પાડે છે. બે ખોટામાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ આપનારો સત્યનો દુશ્મન અને ખોટાનો પક્ષપાતી જ ગણાય. શ્રેયસ લેખકશ્રીને ફરી મળે ત્યારે “તું બ્રાહ્મણ નથી, ક્રિશ્ચિયન નથી, પણ જૈન છે, માટે જૈન જ રહેજે' એવો ઉપદેશ લેખક તેને આપી દે - એ જ હિતાવહ છે. આ તો પ્રાસંગિક વાત થઈ. હવે આપણે શાસ્ત્રપાઠો જોઈએ. શ્રી ઓઘનિર્યુક્તિ 'प्रतिकृष्टं' छिम्पकादि गृहं सूतकोपेतगृहं वा, एतेषु न प्रवेष्टव्यं / इयं 'गणधरमेरा' गणधरस्थितिस्ततश्चैतां मर्यादां प्रवेशेनातिक्रामन् विराधयति दर्शनादि