________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ સમયમાં પૂ. ગુરુભગવંતોને આહાર-પાણી વહોરાવવા નહીં એવું ફરમાવ્યું નથી. માટે શ્રાવકોથી સૂતકમાં વહોરાવાય નહિ એવું આ પાઠથી સિદ્ધ થતું નથી. આ ગ્રન્થ રચાયો તે સમયે અત્યારે પ્રચલિત એવી જૈનકુલોની વ્યવસ્થા ન હતી. એટલે પૂ. સાધુ - સાધ્વી ભગવંતો શાસ્ત્રમાં નિષેધ કર્યો ન હોય તેવા જૈન અને જૈનેતર કુલોમાં ગોચરી જતાં. આમાંનાં જૈનેતર કુલોમાં સૂતક સમયે દાન આપવાનો નિષેધ હોવાથી ત્યાં જો સાધુ ગોચરી વહોરવા જાય તો શાસનની લઘુતા થાય. માટે શ્રી ગણધર ભગવંતોએ એ મર્યાદા બતાવી છે. એ મર્યાદાનું ઉલ્લંઘન કરે તો સાધુ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રનો વિરાધક બને, તે સમજાય તેવી વાત છે. પરંતુ વર્તમાનમાં મોટે ભાગે સાધુને જૈનેતર કુલોમાં વહોરવા જવાનો પ્રસંગ ઓછો બને છે. છતાં જયારે જૈનેતર કુલોમાં ગોચરી જવાનો પ્રસંગ આવે ત્યારે દરેક સાધુ સૂતકસમયની લોકમર્યાદા પાળે જ છે. માટે તેને રત્નત્રયીની વિરાધનાનું પાપ લાગતું નથી. શ્રાવકકુલોમાં સૂતકસમયે પણ ઉપયોગપૂર્વક ગોચરી જાય તો વર્તમાન સમયમાં શાસનલઘુતાનો પ્રસંગ બનતો નથી. માટે સાધુ દુર્લભબોધિ પણ બનતો નથી. શ્રી ઓઘનિર્યુક્તિ'ની ૪૪૨મી ગાથામાં જણાવ્યા મુજબ જે દેશમાં જે પ્રવ્રજ્યા: વસતિ અને આહારક પાણી માટે જુગુપ્સિત હોય ત્યાં તેનો ત્યાગ કરવાનો છે. આજે પણ જે દેશમાં લૌકિકોની જે માન્યતા હોય છે તે મુજબ તે તે કાર્ય માટે તેવું વર્જન કરવામાં આવે જ છે. માટે શાસનની નિંદા થતી ન હોવાથી સાધુ અનંતસંસારી બનતો નથી, પણ લૌકિકોની આ માન્યતાથી શ્રાવકોએ પણ સૂતકમાં વહોરાવાય નહિ' - એવું સિદ્ધ થતું નથી. સૂતકકુલોને લૌકિક સ્થાપનાકુલોમાં શાસ્ત્રકારોએ ગણાવ્યા છે, લોકોત્તર કુલોમાં નહિ. તે સ્પષ્ટરૂપે તેઓ દ્વારા રજૂ કરાતા જ શાસ્ત્રપાઠોમાં જુઓ : શ્રી નિશીથ સૂત્રઃ जे भिक्खू ठवणाकुलाइं अजाणिय अपुच्छिय अगवेसिय पुव्वामेव पिंडवायपडिवाए अणुपविसति अणुप्पविसंतं वा सातिज्जति / / 4-22 // અર્થ: જે કોઈ સાધુઓ સ્થાપના કુળ જાણ્યા વિના, પૂછ્યા વિના, પહેલેથી તપાસ્યા સિવાય ગોચરી માટે પ્રવેશ કરે, પ્રવેશ કરતાને નિષેધે નહિ. અથવા