________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 81 શાસ્ત્રપાઠો સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરવાનું ફરમાન કરતા નથી. માટે સૂતકમાં શ્રીજિનપૂજા બંધ કરવી આ માન્યતા અશાસ્ત્રીય છે એમ સિદ્ધ થાય છે. પ્રસૂતા બહેનોને જ્યાં સુધી અશુચિ વહેતી હોય ત્યાં સુધી તેઓથી શ્રી જિનપૂજા ન થાય. આ બહેનોએ દશ દિવસ સુધી સ્પર્શાસ્પર્શની મર્યાદા બરાબર જાળવવી-એવી તપાગચ્છની પ્રણાલિકા છે. પ્રસૂતા બહેન સિવાયના કોઈને સૂતકસંબંધી અશુચિ વહેતી ન હોવાથી તેઓ સ્નાન કરીને પોતાનું શ્રી જિનપૂજાનું નિત્યકર્તવ્ય આરાધી શકે છે. આ લોકોએ પોતાના પૂજાનાં વસ્ત્રો અને ઉપકરણોને પ્રસૂતા બહેન અડે નહિ તે રીતે સાચવીને રાખવા, પ્રસૂતાબહેને વાપરેલો બાથરૂમ કોરો હોય ત્યારે શ્રી જિનપૂજા માટેનું સ્નાન કરવું, પ્રસૂતાબહેનને અડાય નહિ તેનો ઉપયોગ રાખવો. વગેરે મર્યાદાઓ બરાબર પાળવાની છે. કદાચ પ્રસૂતાબહેનને અડી જવાય તોય સ્નાન કરવાથી શુદ્ધ થઈ જવાય છે. માટે પ્રસૂતા બહેન સિવાયના કોઈએ સૂતકની અશુદ્ધિના નામે શ્રી જિનપૂજાનો ત્યાગ કરવો નહિ. મરણ સૂતકમાં શ્રી જિનપૂજા કરાય? મરણસૂતકમાં મૃતકને અડ્યા હોય, સ્મશાને ગયા હોય તે પણ પાછા આવે અને સ્નાન કરે તો શુદ્ધ થઈ જાય છે. આ વાત આપણે અગાઉના શાસ્ત્રપાઠોમાં જોઈ આવ્યા છીએ માટે મૃતકને અડેલા કે સ્મશાને ગયેલાઓ પણ સ્નાન કરીને શ્રી જિનપૂજા અવશ્ય કરી શકે છે. બાકી જન્મસૂતક કે મરણસૂતકમાં જન્મ-મરણના સમાચાર આવે, તે પછી પત્રથી આવે, ટેલિફોનથી આવે કે બીજા કોઈ સાધનથી આવે. જૈનોએ કોઈપણ સંયોગોમાં સૂતકના નામે પોતાની પૂજા છોડવાની નથી. છતી શક્તિએ શ્રી જિનપૂજા ન કરવી–આ મધ્યમ આશાતનાનો એક પ્રકાર છે. માટે શાસ્ત્રમાં ક્યાંય નિષેધ ન હોવાથી, ઉપરથી સૂતકમાં સ્નાન કર્યા પછી શ્રી જિનપૂજાની છૂટ હોવાથી, જેઓ કો'કના ભરમાવવાથી સૂતકના નામે શ્રી જિનપૂજા છોડી દે છે તેઓને શ્રી જિનેશ્વર ભગવંતની આશાતના કરવાનું પાપ લાગે છે. શ્રી “ધર્મસંગ્રહ